Close

October 4, 2012

Press Note Guj Dt: 04/10/2012 Subsidy on Gas

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                   તા. ૪-૧૦-ર૦૧ર

  • કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે તો ગેસના ૧૨ બાટલા સબસીડી આપીને સસ્તા દરે ગુજરાતીને અપાશે.
  • રામના નામે  કે કામના નામે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મત મળે તેમ નથી માટે વિવેકાનંદજીનું નામ વટાવીને રાજકીય રોટલો શેકે છે.
  • ગુજરાત સરકારે  એવું કશું કામ કર્યું નથી કે જેના આધાર પર ગુજરાતમાં મત માંગી શકાય અને માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધના જૂઠ્ઠાણાં બોલાય છે.
  • સાણંદ ખાતેની પશુ સંવર્ધન યુનિવર્સિટી માટેની ઉત્તમ જમીન માનીતા ઉઘોગપતિને મફતમાં આપી દેવામાં આવી છે.
  • અમદાવાદ અને સાણંદ વચ્ચે ૧૦૦ એકર જમીન માનીતા ઉઘોગપતિને ટાઉનશીપ બનાવવા માટે આપવાને બદલે જો ગૃહિણીઓના ઘરના ઘર બનાવ્યા હોત તો સાણંદ વિસ્તારની એકપણ મહિલા ઘર વગરની
    રહી હોત.
  • ગુજરાતમાં સહુનો સાથ લઈને માત્ર માનીતાનો વિકાસ થયો છે.

આજે અમદાવાદ જિલ્લાનાસાણંદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની વિશાળસંખ્યાની એક મિટીંગને સંબોધન કરતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાણંદ નીજમીન પર ગુજરાત રાજ્યના પશુઓનીસારવારમાટેસંશોધનઅને વ્યવસ્થાનીઉત્તમયુનિવર્સિટીનુંનિર્માણકરવાનું હતું. ગુજરાતની સરકારે ગૌવંશનાનામેરાજકારણકર્યું, પરંતુ ગૌવંશ માટે અત્યંત ઉપયોગી બની રહે તેવી યુનિવર્સિટી સાણંદ પાસેથી છીનવી લઈને મફતના ભાવે આ જમીન માનીતા ઉઘોગપતિ ટાટાને પધરાવી દીધી છે. સાણંદ ખાતેના નેનોપ્લાન્ટમાટે અપાયેલી પશુસંવર્ધનયુનિવર્સિટીની જમીન કે જેનીકિંમતકરોડો રૂપિયા થાય છે તે મફતના ભાવે આપ્યા પછી પણ ભાજપની સરકારને સંતોષ ન થયો અને તેથી સાણંદ અને અમદાવાદ વચ્ચે પ્લાન્ટ ઉપરાંત ૧૦૦એકરજમીન ટાઉનશીપ બનાવવા માટે આપી દેવામાં આવી છે. આ ટાઉનશીપ બનાવવાને બદલે જો ગુજરાતની સરકારે ગૃહિણીઓનાઘરબનાવ્યા હોત તોસમગ્રસાણંદ મતવિસ્તાર અને અમદાવાદની પણઅનેકબહેનોને ઘરનું ઘરપ્રાપ્તથઈ ગયું હોત. ગુજરાત સરકારે સહુનોસાથલેવાની વાત કરીને માત્ર માનીતાનોવિકાસકર્યો છે.

ગુજરાતમાંઆમઆદમી પર કરનું સૌથીવધારેભારણનાંખીને માત્ર માનીતાઓને જ ગુજરાતનીતિજોરીલૂંટાવી છે. દેશની કોંગ્રેસશાસિતસરકારોએ પોતાના રાજ્યનાપરિવારોને સબસીડાઈઝ એટલે કે સસ્તા ગેસના બાટલા પૂરા મળી રહે તે માટે ૯ ગેસના બાટલા આપવાનીશરૂઆતકરી દીધી છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનીજનતાને એકપણ બાટલો સસ્તા દરે આપવાનીજાહેરાતકરી નથી. માત્રને માત્ર જૂઠ્ઠાણાંઓ અનેકેન્દ્રસરકાર પરદોષારોપણકરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આમ ગુજરાતીને કોઈપણરાહતગેસના બાટલામાં આપી નથી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ૬ બાટલા કેન્દ્ર સરકાર સબસીડી આપીને ગુજરાતની જનતાને આપશે અને બાકી જરૂરિયાત મુજબની બોટલો એ ગુજરાતની કોંગ્રેસની સરકાર સબસીડી આપીને ગુજરાતની જનતાને આપશે. એટલે કે વર્ષમાં પૂરા ૧૨ ગેસના બાટલા સબસીડીથી સસ્તા દરથી ગુજરાતની જનતાને કોંગ્રેસની સરકાર પૂરી પાડશે.

કોંગ્રેસ ગુજરાતમાં આમ જનતા માટે જે સમતુલિત વિકાસ અને સુવિધાઓ આપવા માંગે છે તેના વિકાસના મુદ્દાઓ જાહેર કરે છે. કોંગ્રેસની વિકાસદર્શનની જાહેરાતો એ રાજકીય નહીં, પરંતુ તમામ નિષ્ણાતો સાથે ચર્ચાને અંતે ગુજરાતની જનતાની જરૂરિયાતો અને સામે નાણાંકીય સંસાધનને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. આ તમામ જાહેરાતોને અનુરૂપ કોંગ્રેસ સરકાર બનશે તો સંપૂર્ણ પરિણામ આપીને જ રહેશે.

વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અગાઉ હિન્દુ-મુસ્લિમ વિભાજીત કરીને રાજ્યના ભોગે મતોનું રાજકારણ કરી ચૂક્યા છે. હવે ગુજરાતની જનતાને આ રીતે ગુમરાહ કરી શકાય તેમ નથી માટે સદ્‍ભાવનાનું નાટક કર્યું, પરંતુ તેમાં પણ ગુજરાતની જનતાને લાગ્યું કે અમારા કરોડો રૂપિયા ઉડાવી દઈને માત્ર મતોની રાજનીતિ થાય છે. હવે ૧૨ વર્ષ પૂરા થયા છે ત્યારે કામના નામે કે રામના નામે કે વિભાજનની નીતિના નામે અથવા તો સદ્‍ભાવનાના નાટકના નામે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી મતો મેળવી શકે તેમ નથી. ૧૨ વર્ષના શાસનમાં પોતે કોઈ એવું કામ કર્યું નથી કે કરેલા કામના નામે મતો માંગી શકાય અને તેથી જ હવે વિવેકાનંદજીનું નામ રાજકીય રોટલો શેકવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વાપરી રહ્યા છે. વિવેકાનંદજીએ કહ્યું હતું કે, “જે ધર્મ કે ઈશ્વર એક વિધવા બહેનના આંસુ લુછી શકે નહીં કે ગરીબને રોટી પૂરી પાડી ન શકે તેમજ અનાથ બાળકને યોગ્ય સુવિધા આપી શકે નહીં તેવા કોઈ ધર્મ કે ઈશ્વરમાં હું શ્રદ્ધા રાખતો નથી.” હકીકતમાં, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૧૨ વર્ષનું શાસન વિવેકાનંદજીની આ વિચારધારાથી સંપૂર્ણ વિપરીત રીતે કર્યું છે. ૧૨ વર્ષમાં વિધવા બહેનના પેન્શનમાં એકપણ રૂપિયાનો વધારો કર્યો નથી. કેન્દ્ર સરકારે મનરેગા યોજના દ્વારા ગુજરાતના મહેનતકશ લોકોને રોજી અને રોટી આપવાનો પ્રયત્ન કર્યો તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ લધુત્તમ વેતન દર અન્ય રાજ્યોની સરખામણીએ ધણું જ નીચું રાખીને ગુજરાતના મહેનતકશ લોકોને રોજીરોટી માટે પૂરું    મહેનતાણું પણ ન મળે તેવો વહીવટ કર્યો છે. ગુજરાતમાં અનેક બાળકો ગુમ થયા અને તેના પરિવારના આંસુ લુછવાનો પણ પ્રયત્ન ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યો નથી. ગુજરાતમાં અનાથ બાળકોના ભવિષ્યની સહેજ પણ ચિંતા કરવામાં આવી નથી. આમ, વિવેકાનંદજીની વિચારધારાથી વિપરીત વહીવટ કરીને હવે સરકારી ખર્ચે વિવેકાનંદજીનું નામ રાજકીય રોટલો શેકવા વટાવવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નીકળ્યા છે તેને ગુજરાતની જનતા ક્યારેય સાથ આપશે નહીં.

સાણંદ ખાતેની જનસભાને સંબોધતાં સંસદસભ્યશ્રી જગદીશભાઈ ઠાકોરે ગુજરાતની સરકારની બક્ષીપંચ અને આમ ગુજરાતી વિરોધી નીતિના અનેક સચોટ દાખલાઓ આપ્યા હતા. અંગ્રેજોની માફક ગુજરાતની જ જનતાને વિભાજીત કરીને ગુજરાતને સૌથી વધારે નુકસાન પ્રવર્તમાન સરકારે કર્યું હોવાનું શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

સાણંદ ખાતેની સભામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રેમજીભાઈ વડલાણી, જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મુર્તુજાખાન પઠાણ તથા જિલ્લાના અનેક આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

————————————————————————————————————–