Close

January 5, 2020

Press Note Guj Dt: 05/01/2020 બાળ મૃત્યુ અને કુપોષણ

Press Note Guj 05.01.2020 બાળ મૃત્યુ અને કુપોષણ

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

પ્રભારી- બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                   તા. ૦૫.૦૧.૨૦૨૦ 

        અત્યંત ચિંતાજનક હકીકત બહાર આવી છે કે, ગુજરાતની રાજકોટની સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ મહિનામાં ૧૩૪ બાળકોના મૃત્યુ થયા છે. જયારે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૫૩ બાળકોના મૃત્યુ થયા છે. માનવજીવન અમુલ્ય છે. સરકાર કોઇપણ પક્ષની હોય માનવજીવનની સુરક્ષા સૌથી પ્રાથમિકતાવાળી જવાબદારી સરકારની છે. રાજસ્થાનમાં કોટાની સિવિલ હોસ્પિટલમાં બાળકોના મુત્યુના થોડા વધારે આંકડા આવતાની સાથે જ કોંગ્રેસની સરકારે પૂરી સંવેદનશીલતા સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી. મુખ્યમંત્રીશ્રીએ જાતે મોનીટરીંગ કર્યું અને આરોગ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી એ કોટા ખાતે જ કેમ્પ કર્યો છે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીએ તથા આરોગ્યમંત્રીએ મીડિયાના મિત્રોને સંપૂર્ણ હકીકતો આપી તથા તમામ પ્રશ્નોનો સામનો કર્યો હતો. એક પણ બાળકનું મૃત્યુ ન થાય તેની ચિંતા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ સરકાર પૂરેપૂરી કરશે. ગુજરાતમાં કે ભાજપ શાસિત રાજ્યોમાં વધારે બાળકો મૃત્યુ પામે છે માટે અમારે ત્યાં મુત્યુ થાય તેવો રાજકીય બચાવ કોંગ્રેસ સરકાર નહીં કરે.

        કોટામાં થયેલા બાળકોના મુત્યુ વખતે રાજકીય રોટલો શેકવા નીકળેલા ભાજપના નેતાઓએ રાજસ્થાનના મુખ્યમંત્રીનું રાજીનામું માંગેલું, તો હવે કોટા કરતા પણ વધારે બાળ મૃત્યુ ગુજરાતના મુખ્યમંત્રીના મતવિસ્તારમાં થયા છે ત્યારે ભાજપના નેતાઓ કેમ ચુપ છે ?

        હકીકતમાં સગર્ભા માતાઓ માટેની યોજનાઓમાં ભાજપના મળતિયાઓનો ખુબ મોટો ભ્રષ્ટાચાર છે અને તેથી ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે. વિધાનસભામાં ૯ જુલાઈ, ૨૦૧૯ ના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, ગુજરાતમાં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો છે.

        કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, રાજકોટ તથા અમદાવાદમાં થયેલા બાળકોના મુત્યુ અંગેની નામદાર હાઈકોર્ટ ધ્વારા મોનીટરીંગ થાય તેવી ન્યાયિક તપાસ કરવામાં આવે અને જે પરિવારે બાળક ગુમાવ્યું છે તેમને પુરતી સહાય આપવામાં આવે. બાળ મુત્યુ માટે જવાબદાર સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે. કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યા માટે એક તપાસ પંચ ધ્વારા કારણો શોધવામાં આવે અને કુપોષિત બાળકોની સંખ્યા ઘટે તે માટે સઘન કામગીરી કરવામાં આવે. સગર્ભા માતાઓ માટેની યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર રોકીને ભ્રષ્ટાચારીઓ સામે કટક પગલા ભરવામાં આવે.

————————————————————————————–