Close

November 5, 2011

Press Note Guj Dt: 05/11/2011 on Advani Yatra

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                     તા.૦પ૧૧ર૦૧૧

  • ભ્રષ્‍ટાચારથી લુપ્‍ત ભાજપના નેતા અડવાણીજીની યાત્રા સામે સણસણતા સવાલો.
  • ગુજરાતમાં ચાલતાં ભ્રષ્‍ટાચાર અંગે અડવાણીજી પોતાની યાત્રા સમયે ગુજરાતની જનતાને જવાબ આપે.
  • ગુજરાતમાં કરોડો રુપિયાનો ભ્રષ્‍ટાચાર ચાલે છે તે અંગે અડવાણીજી કેમ મૌન ?
  • રામમંદિરના નામે યાત્રા કરીને દેશમાં હિન્‍દુ-મુસ્‍લિમને વિભાજીત કરનારા અડવાણીજી જીન્નાની કબર પર કેમ ઢળી પડ્યાં ?
  • લોકાયુક્તનો કાયદો છતાં ગુજરાતમાં લોકાયુક્ત કેમ નહીં ?
  • કર્ણાટકના લોકાયુક્તે ભ્રષ્‍ટાચાર માટે જેની સામે આંગળી ચીંધી છે તેવા અદાણીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના આશીર્વાદ કેમ ?
  • ગૌવંશના નામે રાજનીતિ કરનારાએ ગુજરાતમાં ચાલુ પડતર કે ગૌચર કેમ રહેવા નથી દિધું ?
  • સ્‍વ.હરેન પંડ્યાથી લઇને નદીમ સૈયદ સુધીના એક્ટીવીસ્‍ટોની હત્‍યા તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા અંગે અડવાણીજી કાંઇ બોલશે ખરા ?

અડવાણીજીને એક ખુલ્‍લા પત્રદ્વારા ભ્રષ્‍ટાચાર વિશેની તેમની વ્‍યાખ્‍યા અને કેટલાંક સણસણતા સવાલોનાજવાબ માંગવામાં આવ્‍યા છે. ભ્રષ્‍ટાચાર નાબૂદીના નામે યાત્રા કાઢનારા અડવાણીજી તેમના પક્ષના નેતાઓના કરોડોના ભ્રષ્‍ટાચારને શું શિષ્‍ટાચાર ગણે છે ? ગુજરાતમાં ભ્રષ્‍ટાચાર વિરુધ્‍ધ યાત્રા લઇ આવી રહેલાં અડવાણીજી શું ખરેખર ભ્રષ્‍ટાચાર વિરુધ્‍ધ લડવા માંગે છે કે પછી ભ્રષ્‍ટાચારના નામે રાજકીય ખીચડી પકવવા માંગે છે ? ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો હોવા છતાં ૭ વર્ષથી લોકાયુક્ત નથી.જયારે મુખ્‍ય ન્‍યાયાધિશ સાહેબશ્રીએ સૂચવેલા તટસ્‍થ લોકાયુક્તની નિયુક્તી થઇ છે ત્‍યારે ભાજપના મુખ્‍યમંત્રીશ્રી લોકાયુક્તની નિમણૂંક વિરુધ્‍ધ હાઇકોર્ટમાં કેમ લડે છે ? ભાજપના નેતા શ્રી જુદેવ કેમેરાની આંખે બોલતાં દેશની જનતાએ જોયા છે કે, ” પૈસા ખુદા તો નહીં પર ખુદા સે કમ ભી નહીં” ભાજપના પૂ્ર્વ રાષ્‍ટ્રીય પ્રમુખશ્રી લાખો રુપિયા લેતાં સ્‍ટીંગ ઓપરેશનમાં પકડાયેલાં છે. કર્ણાટકના ભાજપના જ ભૂતપૂર્વ મુખ્‍યમંત્રીશ્રી યદુરપ્‍પાજી સામે ભ્રષ્‍ટાચારની સીલસીલાબધ્‍ધ હકીકતો બહાર આવતી હતી ત્‍યારે તેમને દૂર કરવાના બદલે રાજ્યપાલશ્રી સામે ભાજપનું કેન્‍દ્રીય નેતૃત્‍વ આક્ષેપો કરતું હતું. જયાં સુધી પોલીસકેસની નોબત ન આવી ત્‍યાં સુધી યદુરપ્‍પાજીને ખુલ્‍લી લૂંટ કરવા દેવામાં અડવાણીજીના આશીર્વાદ હતાં. કર્ણાટકના લોકાયુક્તશ્રીએ યદુરપ્‍પાજીના ભ્રષ્‍ટાચારમાં જે ઉદ્યોગપતિ અદાણી સામે ભ્રષ્‍ટાચારની આંગળી ઉઠાવી છે તેના પર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના સતત આશીર્વાદ છે. આ જ ઉદ્યોગપતિનું હવાઇ જહાજ સતત ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની સેવામાં રહે છે. અદાણીને સતત કરોડોનો લાભ અપાય છે તો તે માટે અડવાણીજી કેમ ચૂપ છે ? શું આ ભ્રષ્‍ટાચાર ભાજપના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરે છે માટે અડવાણીજીને શિષ્‍ટાચાર લાગે છે ?

ઉદ્યોગપતિઓને આકર્ષવા માટે કે રોકાણો મેળવવા માટે જમીન આપવાની ચોક્કસ ખુલ્‍લી ઔદ્યોગિક નીતિના બદલે પસંદગીના ઉદ્યોગકારોને ભ્રષ્‍ટાચારનો વહીવટ કર્યા પછી ગુજરાતમાં કરોડો રુપિયાની જમીન મફતના ભાવે અપાય છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને અપાયેલી કરોડો રુપિયાની મિલકતો અંગે અડવાણીજી મોઢું ખોલે તેવી માંગણી કરી છે. સાત ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન આપીને ગુજરાતની તિજોરીને નીચેમુજબ પ૧,૯૭,૧૬,રર,૩૧૭ રુપિયાનું નુકશાન ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કર્યુ છે. જેની સીલ સીલાબધ્‍ધ હકીકત નીચેના કોષ્‍ટક મુજબ છે.

Name of the Company

Area

In Sq. Mtrs.

Rate of Allotment

(in Rs.per Sq. Mtr.)

Min. Rate prescribed for Stamp Duty (Jantri)

Market Rate

Cost Recovered

(in `)

Cost as per Jantri

(in `)

Cost as per Market Rate

(in `)

Loss to

State as per

Market

Rate-Allotment Rate

(in `)

K. Raheja Corp. Pvt. Ltd.

3,76,561

470

19,000

30,000

17,69,83,670

7,15,46,59,000

11,29,68,30,000

11,11,98,46,330

DLF Company Ltd.

1,01,200

5,000

19,000

30,000

50,60,00,000

1,92,28,00,000

3,03,60,00,000

2,53,00,00,000

TCS Ltd.

1,03,194.83

1,100

19,000

30,000

11,35,14,313

1,96,07,01,770

3,09,58,44,900

2,98,23,30,587

ICICI Bank Ltd.

71,264

1,100

19,000

30,000

7,83,90,400

1,35,40,16,000

2,13,79,20,000

2,05,95,29,600

Satyam Computers Ltd.

1,05,222

1,100

19,000

30,000

11,57,44,200

1,99,92,18,000

3,15,66,60,000

3,04,09,15,800

Torrent Power Ltd.

10,000

6,000

19,000

30,000

6,00,00,000

19,00,00,000

30,00,00,000

24,00,00,000

Puri Foundation

10,00,000

1

19,000

30,000

10,00,000

19,00,00,00,000

30,00,00,00,000

29,99,90,00,000

Total

17,67,441.83

 

 

 

1,05,16,32,583

33,58,13,94,770

5,30,23,25,24,900

51,97,16,22,317

મુન્‍દ્રા ખાતેના પોર્ટ અને SEZ માટે અદાણી ગ્રૃપને ૩,૮૬,૮૩,૦૭૯ સ્‍કવેર મીટરજમીન માત્ર એક રુપિયાના ભાવથી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આપી છે. આજ વિસ્‍તારમાં છેલ્‍લે અપાયેલી જમીન માત્ર ૩ર રુપિયાના ભાવથી અપાઇ છે. આજ જમીનોની સબ પ્‍લોટમાં વહેંચણી કરીને અદાણીએ પ્રતિચોરસ મીટર ૮૦૦ રુપિયાથી લઇને
રુ. ૧૦,૦૦૦ સુધીમાં વહેંચણી કરેલી છે. આ સમગ્ર જમીનનું કૌભાંડ જોઇએ તો ૧૦,૦૦૦ કરોડ રુપિયા કરતાં પણ વધારેનું છે. ભાજપના એક રાષ્‍ટ્રીય નેતાના સીધા આશીર્વાદથી પાકિસ્‍તાનની સરહદે આવેલી ર૪,૦ર૧ હેક્ટર જમીન સંપૂર્ણ મફતના ભાવે આર્ચીયન કેમિકલ લિ.ને આપવામાં આવી છે. એજ રીતે સોલારીઝ કેમ ટેક લી.ને ર૬,૭૪૬ હેકટર જમીન માત્ર દોઢસો રુપિયા પર હેકટરે વાર્ષિક લીઝથી આપી દેવામાં આવી છે શું અડવાણીજી ગુજરાતમાં ચાલતાં ભ્રષ્‍ટાચાર વિશે ગુજરાતની જનતાને જવાબ આપશે ખરા ?

શ્રી અડવાણીજી આપે તા.રપમી સપ્‍ટેમ્‍બર-૧૯૯૦ના રોજ ૪૮ જેટલાં વાહનોના કાફલા સાથે સોમનાથથી અયોધ્યાની રામ રથયાત્રા કાઢી હતી. આપની આ રાજકીય મેલી મુરાદવાળી યાત્રાના કારણે દેશમાં જ વસતાં દેશવાસીઓના વચ્‍ચે કોમી તનાવ ઉભો થયો હતો, અને તેના ઝેરના બીજઆજદિન સુધી દેશને નુકશાન કરી રહ્યાં છે. આપશ્રીએ ધર્મના નામે દેશની જનતાને ભોળવીને ગામે ગામથી ઇંટો અને નાણાંનું ખૂબમોટુંભંડોળએકત્રિત કર્યુ હતું. આપે ઉઘરાવેલાં આ નાણાંનો હિસાબજાહેર કરવા પણ આપને વિનંતી છે.

આપશ્રી સમગ્ર દેશમાં યાત્રા કરી શકો છો પરંતુ આપના જ મત વિસ્‍તારમાં બે બાળકોનો બલી ચડાવવામાં આવ્‍યો, અને તેના પરિવારજનોની મુલાકાત સુધ્‍ધાં આપ કેમ નથી લઇ શકતાં ? આપશ્રીના જ મત વિસ્‍તારમાં અનેક મંદિરો તૂટ્યાં ત્‍યાં આપને જવાનો સમય કેમ ન મળ્યો ? નિર્દોષ મુસ્‍લિમ બિરાદરોને અનેક મુશ્‍કેલીઓ પડી ત્‍યાં આપ જઇ ન શકયા પરંતુ આ દેશને તોડવામાં જેણે સૌથી મોટી ભૂમિકા ભજવી તે મહંમદઅલી જીન્નાની ખબર પર આપ કેમ માથુ ટેકવી આવ્‍યા ?

આપે અને આપના પક્ષે ગૌવંશના નામે ખૂબ મોટી રાજનીતિઆજ સુધી કરી છે. ગુજરાતમાં આ ગૌવંશ અને પશુપાલન કરતાં માલધારીઓ માટે જે ચાલુપડતરની જમીન હતી તે બે લાખ બ્‍યાંસી હજાર હેકટર ઘટી ગઇ છે અને હાલ ચાલુ પડતર ગુજરાતમાં નહિંવત બની ગયું છે. ગૌચરની જમીનો ભ્રષ્‍ટાચારથી મુખ્‍યમંત્રીશ્રીએ માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે પરિણામે પશુપાલકો પોતાના પશુઓને કતલખાને મોકલવા મજબૂર બન્યા છે. તે અંગે આપનો અવાજ આપની યાત્રામાં આપ ઉઠાવી શકશો ખરા ?

આર.એસ.એસ.ના પ્રચારક સાદગી અને સરળતામાં માનતા હોવા જોઇએ તે વાત આપ સ્‍વીકારતાં હો તો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના હવાઇ મુસાફરી અને વૈભવી ખર્ચાઓ અંગે આપ મૌન રહેશો કે શીખામણના બે શબ્દો કહેશો ?

અન્‍ના હજારેજી જેમના ઘેર રોકાયા હતાં એવા એક તટસ્‍થ નિવૃત્ત ન્‍યાયાધિશને લોકાયુક્ત બનતા અટકાવનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સામે આપનો અવાજ ઉઠશે ખરો ? ગુજરાતમાંથી ઉદ્યોગો માટે પૂરતી વિજળી વેચનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ખેડૂતોને વિજળી આપતા નથી તે કિસાનોની વ્‍યથા વિશે આપ શું કહેશો ? ગુજરાતના ઇન્‍ડસ્‍ટ્રીયલ ફોર્સના કર્મચારીઓ, આંગણવાડીના કાર્યકરો, ફિકસ પગારના કર્મચારીઓ, પ્રવાસી શિક્ષકો, વિધવા બહેનો, ખેતમજદૂરો, પોતાની જમીનના અધિકાર માટે લડતાં આદિવાસીઓ, સાંથણીની જમીન ઇચ્‍છતા દલિતો, વેટનો દર ઓછો કરવા માટે રજૂઆત કરતાં ગુજરાતીઓના પ્રશ્નો વિગેરે માટે આપની યાત્રામાં આપ કાંઇ કહેશો કે પછી ભ્રષ્‍ટાચારના નામે માત્ર રાજકીય રોટલો જ શેકવા આપ ગુજરાત આવી રહ્યાં છો ?

દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખુલ્‍લી ચેલેન્‍જ કરીને સંસદમાં કહ્યું હતું કે, તેમની અને તેમના પરિવારજનોની મિલકતની તપાસ વિરોધપક્ષના નેતાશ્રીમતી સુષ્‍મા સ્‍વરાજજી કરી શકે છે પરંતુ ગુજરાતમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કરેલા ભ્રષ્‍ટાચારની તપાસ તટસ્‍થ લોકાયુક્તને પણ કરવા દેતાં નથી. તે અંગે અડવાણીજી કાંઇ બોલશે ખરા ?

ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્થિતિ સંપૂર્ણ કથળી પડી છે. સ્‍વ. હરેન પંડ્યાથી નદીમ સૈયદ સુધીના અનેક એક્ટીવીસ્‍ટ લોકોની હત્‍યાઓ થઇ છે. મુખ્‍યમંત્રીશ્રીની સલામતી સિવાય ગુજરાતમાં કોઇની સલામતી નથી તે અંગે અડવાણીજી તેમની યાત્રામાં કાંઇ બોલશે ખરા ?

—————————————————————————————————————–