Close

March 6, 2011

Press Note Guj Dt: 06/03/2011 on Eros Energy

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                 તા.૦૬.૦૩.ર૦૧૧

ગુજરાત સરકારે કોઇપણ જાતના ટેન્‍ડરની પ્રક્રિયા કે સ્‍પર્ધાત્‍મક ભાવો મંગાવ્‍યા વગર ર૦૦ હેકટર જમીન રપ મેગાવોટ પાવર પ્‍લાન્‍ટ માટે લંડનના એક ઉદ્યોગપતિને એટલા માટે આપી દીધી છે કે, તેની ભલામણ મુખ્‍યમંત્રીશ્રીની વિરુધ્‍ધમાં ચાલતાં કેસોમાં નામદાર સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા An amicus curaie (કોર્ટને મદદરુપ બનવા નિયુક્ત કરેલા વકીલ) શ્રી હરિશ સાલ્‍વેજીએ ભલામણ કરી હતી. કોઇપણ કેસમાં An amicus curaie નો અભિપ્રાય ઘણોજ મહત્‍વનો હોય છે.

 વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતાની જાતને બચાવવા માટે ગુજરાતને કરોડો રુપિ‍યાનું નુકશાન થાય તેવો ઇરોસ કંપની સાથે સોદો કર્યો છે. જેને તાત્‍કાલિક રદ કરવા માંગણી કરી છે.

        જો ખરેખર ટેન્‍ડરની પ્રક્રિયા થઇ હોત તો ર૦૦ હેકટર જેવી જમીન અને બીજા અનેક લાભો કે જે ઇરોસ કંપનીને આપવામાં આવ્‍યા છે તે અન્‍ય કોઇ કંપનીને આપવામાં આવે તો પંદર રુપિ‍યા યુનિટના બદલે ઘણી સસ્‍તી સોલાર એનર્જીથી વિજળી ગુજરાતને મળી શકે. ઇરોસ કંપની પાસેથી પંદર રુપિ‍યા જેવા મોંઘા ભાવથી વિજળી ખરીદવાના પૈસા દેવા માટે આમ ગુજરાતી ઉપર વીસ પૈસાનો વધારાનો વિજ ડયૂટીનો બોજો આ બજેટમાં નાંખવામાં આવેલ છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી પોતે સીધા તહોમતદાર બને તેવા કેસો નામદાર સુપ્રિમ કોર્ટ પસે ચાલી રહ્યાં છે તેમાંથી બચવા માટે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુકત An amicus curaieને ઓબ્‍લાઇઝ કરવા માટે આ ભ્રષ્‍ટ સોદો થયેલો છે. શ્રી હરિશ સાલ્‍વેજીએ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના સામેના કેસોમાં જયારે તટસ્‍થ વ્‍યકિત તરીકે નિયુકત થયા હોય ત્‍યારે તેઓએ કોઇપણ પ્રકારનું કોમ્‍યુનિકેશન કરવું જ ન જોઇએ. શ્રી હરેશ સાલ્‍વેજીની ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ સાથેની તથા ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલની મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલય સાથે થયેલાં ઇમેઇલનો સપૂર્ણ સંદેશા વ્‍યવહાર સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરે છે. શ્રી ગોહિલે શ્રી હરીશ સાલ્‍વે, ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ તથા મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલયના ઇમેઇલ સંદેશા વ્‍યવહારની અક્ષરસહ કોપી પ્રેસ અને મિડિયાને રજૂ કરી છે.

કોઇપણ કેસમાં નિમાયેલાં An amicus curaie (કોર્ટને મદદરુપ બનવા નિયુકત વકિલ) સંપૂર્ણ તટસ્‍થ અને પક્ષપાત કે ભયથી મુક્ત બની સત્‍ય હકીકત કોર્ટ પસે પહોંચાડવા માટેની મોટી જવાબદારી વહન કરતાં હોય છે. કોર્ટ દ્વારા નિયુકત An amicus curaie ખૂબજ મહત્‍વનો ભાગ ભજવતા હોય છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સામેના એક કરતાં વધારે કેસ કે જેમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને તહોમતદાર બનાવવાની માંગણી છે તે કેસોમાં શ્રી હરિશ સાલ્‍વે An amicus curaie તરીકે નિયુકત થયે.લાં છે. શ્રી સાલ્‍વેજીની જવાબદારી નામદાર સુપ્રિમ કોર્ટને કેસની સત્‍ય હકીકતો પહોંચાડવા મદદરુપ બનવાની તેમજ ન્‍યાયના હિતમાં તટસ્‍થ રીતે કોર્ટના મિત્ર બનવાની હોય છે તેના બદલે જે રીતની હકીકતો બહાર આવી છે. તેના પરથી સાબિત થાય છેકે, શ્રી સાલ્‍વેજી કોર્ટના નહીં પરંતુ તચહોમતદારના સાથે જોડાઇને ઇરોસ કંપનીને મદદરુપ બની રહ્યાં છે.

ઇમેઇલના વ્‍યવહાર સ્‍પષ્‍ટ દર્શાવે છે કે ઇરોસ કંપનીને મદદરુપ બનવા શ્રી હરિશ સાલ્‍વે દ્વારા ભાગ બજવાયો છે. કોઇપણ ટેન્‍ડરની પ્રક્રિયામાં મુખ્‍યમંત્રીશ્રીએ હસ્‍તક્ષેપ કરવાનો હોતોનથી. વિભાગ દ્વારા પારદર્શક રીતે કામ થવું જોઇએ. ઇરોસ કંપની ઉર્જા વિભાગમાં અરજી કરી ચૂકી હતી અને વિભાગ ગુણાવત્‍તાના ધોરણે નિર્ણય  તેની તરફેણમાં લેવો કે નહી તે નિર્ણય કરે તેવી જોગવાઇ છે. આમ છતાં શ્રી હરિશ સાલ્‍વે સીધા મુખ્‍યમંત્રીશ્રીને કોઇપણ સંદેશાવ્‍યવહાર કરે તો તેનો અર્થ એ થાય કે શ્રી સાલ્‍વેને રાજી રાખવા માટે ઇરોસ એનર્જી ગૃપને તેને માંગ્‍યા મુજબ કરોડો રુપિ‍યાનો ફાયદો કરી દેવો. આ ભ્રષ્‍ટ સોદામાં મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલયમાં શ્રી પ્રિન્‍સીપલ સેક્રેટરીશ્રી કે.કૈલાશનાથન, એડિશનલ પ્રીન્‍સીપાલ સેક્રેટરીશ્રી ગીરીશચંદ્ર મુર્મુ તથા મુખ્‍યમંત્રીશ્રીની ઓફિસના ઓફિસર ઓન સ્‍પેશ્‍યલ ડયુટી શ્રી ભાવસાર કેવી રીતે સંકળાયા તેની હકીકત પકડાયેલા ઇમેઇલ પરથી મળી શકે છે. ઇરોસ એનર્જીના અધિકારી આજ પ્રોજેકટો માટે અગાઉ ઉર્જા વિભાગમાં શ્રી ડી.જે.પાંડીયન તથા અન્‍યોને મળ્યાં હતાં. જો ગુણાવત્‍તાના ધોરણો ઇરોજ એનર્જીના પ્રોજેકટ મળે તેમ હોત તો તેઓને આ પ્રોજેકટ ઉદ્યોગ વિભાગમાંથી મળી ગયો હોત. ગુણાવત્‍તાના ધોરણોને નેવે મૂકીને કરોડોનું કૌભાંડ કરવા શ્રી સાલ્‍વેનો ઉપયોગ થયો  છે.

        સમગ્ર ભ્રષ્‍ટ વહીવટના સાથે સંકળાયેલી ઇમેઇલની અક્ષરસહ નકલો નીચે મુજબ છે.

             This is how the Eros Energy deal played out. On 27 April 2010, Daniel Coyle, a senior official of Eros Energy, wrote to Harish Salve on his email id harish@hsalve.com <mailto:harish@hsalve.com> : “Dear Harish.  as discussed, Please find attached a letter from Eros Energy to Shri Narendra Modi with an expression of interest document outlining our plans for Gujarat. Best Regards. Daniel.” The mail was copied to Kishore Lulla and Eros Energy Group CEO Sean Hanafin.On 28 April, Harish Salve forwarded Lulla’s project report and his letter to Modi to the Gujarat government’s Additional Advocate General Tushar Mehta on his email id tusharmehta99@yahoo.co.in <mailto:tusharmehta99@yahoo.co.in> . He wrote: “Dear Tushar. Attached is a note on the solar project. Best wishes.” (THIS MEANS this issue was discussed between TuSHAR Mehta and Harish Salve because it does not give any background and directly the letter and project report::: an observation by Shaktisinh Gohil)

                   On 29 April, Mehta forwarded Salve’s email along with Lulla’s project report and letter to Girishchandra Murmu, the additional principal secretary to the chief minister, on his email id gcm1@rediffmail.com <mailto:gcm1@rediffmail.com> . He wrote: “Dear Shri Murmu. Please find enclosed herewith a letter sent to me by Shri Harish Salve along with the project report of Eros Energy. Regards. Tushar Mehta.” Mehta wrote this mail at 10.02 pm.Within four minutes, at 10.06 pm, Mehta emailed back to Salve: “Dear Shri Salve. As discussed, please find the mobile phone numbers of the following: 1. Shri K Kailashnathan, IAS, principal secretary to the chief minister, 9978406003. 2. Shri Girish Chandra Murmu, IAS, additional principal secretary to the chief minister, 9978406119. With Regards. Tushar Mehta.”Further to this email correspondence, on 4 May 2010, Mehta forwarded Salve’s email along with Lulla’s project report and letter to Sanjay Bhavsar, officer on special duty to the CM, on Bhavsar’s email id osd2cm@gmail.com <mailto:osd2cm@gmail.com> . He wrote: “Dear Shri Sanjaybhai. Kindly find herewith the mail received from Shri Harish Salve. Please do the needful.”The same day, bhavsar wrote back to Mehta: “Dear Sir. Received your mail. I will reply you shortly (sic). Thanks.”

શ્રી ગોહિલે ઇરોસ એનર્જી સાથે થયેલાં સોદાને તાત્‍કાલિક રદ કરવા અને શ્રી હરિશ સાલ્‍વેને નામદાર સુપ્રિમ કોર્ટમાંથી An amicus curaie તરીકે રાજીનામું આપી દેવા માંગણી કરી છે.

———————————————————————————————————————-