Close

July 7, 2016

Press Note Guj Dt:- 07/07/2016 Modi Goverment’s Telecom Scam

Click here to view/download press note.

Click here to view and download copy of the CAG Report -Sharing of Revenue by Private Telecom Service Providers during the years 2006-07 to 2009-10

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                    તા. ૦૭/૦૭/૨૦૧૬

  • મોબાઈલ પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવા માટેનું મોદી સરકારનું મેગા કૌભાંડ
  • માત્ર ચાર વર્ષના સમયના છ કંપનીઓ પાસેથી રૂપિયા ૧૨,૪૮૮.૯૩  કરોડ લેવાના થાય તેમ કેગનો રીપોર્ટ.
  • પૂરેપૂરું ઓડીટ થાય તો અંદાજીત દોઢ લાખ કરોડની GR/AGR માં PSP કંપનીઓની ગરબડો પકડાય તેમ છે.
  • એરટેલ, વોડાફોન, રિલાયન્સ, આઈડિયા, ટાટા અને એરસેલ દ્રારા ગ્રોસ રેવન્યુમાં PSP દ્રારા ૪૬૦૪૫.૭૫ કરોડનું અન્ડર સ્ટેઈટમેન્ટ કરવામાં આવેલું પકડાયું.
  • કંકરન્ટ ઓડીટ CAG પાસે કરાવવું જોઈએ તેના બદલે સરકાર પ્રાઈવેટ કંપનીઓને મદદરૂપ થવાના મેગા કૌભાંડ કરી રહી છે.
  • મોદી સરકારનો નિર્ણય પ્રાઈવેટ કંપનીઓ ને ૪૫,૦૦૦ કરોડનો ફાયદો કરાવવાનું મેગા કૌભાંડ છે.

         મોબાઈલ પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવા માટેનું મોદી સરકારનું મેગા કૌભાંડ. સુપ્રિમ કોર્ટના ૨૦૧૪માં આવેલા ચુકાદા મુજબ CAG  દ્રારા  PSP (પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર) ના GR- (ગ્રોસ રેવન્યુ)/ AGR – (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) નું ઓડીટ કરવાનું છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાના આધારીત CAG એ PSP (પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર) ના    GR- (ગ્રોસ રેવન્યુ)/ AGR – (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ)નું ૪ વર્ષનું ઓડીટ કર્યું તો ખબર પડી ખુબ મોટી ગરબડ આ કંપનીઓ કરે છે. માત્ર ચાર વર્ષના સમયના છ  કંપનીઓ પાસેથી રૂપિયા ૧૨,૪૮૮.૯૩  કરોડ લેવાના થાય તેમ સ્પષ્ટ રીપોર્ટ CAG એ આપ્યા પછી સરકારે આ રકમ ટેલીફોન કંપનીઓ પાસેથી વસુલ કરવાની થાય અને  ૧૯૯૯ થી ૨૦૧૬ સુધીના બાકીના વર્ષોનું કનકરન્ટ ઓડીટ કરાવવું જોઈએ. જો આ ઓડીટ થાય તો અંદાજીત દોઢ લાખ કરોડની GR/AGR માં PSP કંપનીઓની ગરબડો પકડાય તેમ છે. સરકારને પોતાના હિસ્સાના કમ સે કમ  ૪૫,૦૦૦ કરોડ પ્રાપ્ત થાય તેમ છે. પરંતુ મોદી સરકારે મેગા કૌભાંડ કરીને  PSP ને ફાયદો કરાવવા માટે બંધારણીય તટસ્થ ઓડીટ એજન્સી CAG ના બદલે DOT  (ડીપાર્ટમેન્ટ ઓફ  ટેલી કોમ્યુનિકેશન) મારફત પસંદ કરેલા એમ્પેનલ્ડ ઓડીટર્સ મારફત ૪ વર્ષનું  (૨૦૦૬-૦૭, ૨૦૦૭-૦૮, ૨૦૦૮-૦૯ અને  ૨૦૦૯-૧૦) ઓડીટ કરવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય પ્રાઈવેટ કંપનીઓ ને ૪૫,૦૦૦ કરોડનો ફાયદો કરાવવાનું મેગા કૌભાંડ છે. CAGના ઓડીટના ઉપર બિજુ ઓડીટ હોઈ જ ના શકે છતાં CAG કરેલા ઓડીટ બાદ સ્પેશ્યલ ઓડીટ શા માટે? CAG પાસે પ્રોફેશનલ અને નિષ્ણાંત સ્ટાફ છે તેવો અન્ય કોઈ પાસે નથી. ટેલીફોન કંપનીઓના હિસાબોનું ઓડીટ કરી શકે તેવા અનુભવી અને નિષ્ણાંત ૧૩ હજાર ઓડીટર CAG પાસે છે. તો પછી CAG ના બદલે DOT (ડીપાર્ટમેન્ટ ઓફ  ટેલી કોમ્યુનિકેશન) એમ્પેનલ્ડ ઓડીટરોનું ઓડીટ શા માટે?

       ભારત સરકારે ૧૯૯૯માં ટેલીફોન ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને સેવાના વિકાસ તથા પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહિત કરવાની મદદના ભાગરૂપે નવી ટેલીકોમ પોલીસી (NTP -99) જાહેર કરી. આ નવી પોલીસી મુજબ પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ તેમની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના પરસેન્ટેજ લાયસન્સ ફી (LF) તરીકે શેર કરવાના છે. મોબાઈલ ઓપરેટર્સ કંપનીઓએ લાયસન્સ ફી ઉપરાંત સ્પ્રેકટમ યુસેજ ચાર્જિસ (SUG)  તરીકે તેઓને ફળવાયેલ સ્પ્રેકટમમાં વાપરેલી રેડિયો ફિકવન્સીના ચાર્જિસ તરીકે ચૂકવવાની થાય છે. નવી પોલીસી (NTP-99) ટેલીફોન ક્ષેત્રમાં મંદીનું વાતાવરણ અને આર્થિક સંક્રમણ હોવાથી બેઇલ આઉટ પેકેઝ તરીકે આપવામાં આવી હતી. આ બેઇલ આઉટ પેકેજ તરીકે નવી પોલીસી (NTP-99) બધીજ PSP કંપનીઓએ સ્વીકારેલ.

        આ રીતે ભારત સરકારને આવતી આવક કોન્સોલિડેટેડ ફંડનો ભાગ ગણાય. જેથી બંધારણના અનુચ્છેદ ૨૨૬ તથા CAG એક્ટ ૧૯૭૧ની કલમ ૧૩.૧૬ અને ૧૮ મુજબ ઓડીટ કરતી તટસ્થ બંધારણીય સંસ્થા કોમ્પટ્રોલર અને ઓડીટ જનરલની એ ફરજ બને છે કે સરકારને તેના હિસ્સાની પુરતી અને યોગ્ય રકમ મળેલ છે કે કેમ? આ બાબતમાં PSP કંપનીઓએ કાનુની વિવાદ કરેલ પરંતુ સુપ્રિમ કોર્ટમાં લાંબી લડત બાદ ૨૦૧૪માં પ્રસ્થાપિત  થયું કે CAG પ્રાઈવેટ કંપનીના GR અને AGR ના એકાઉન્ટ સરકારને યોગ્ય આવક થઈ  છે કે કેમ? તે માટે તપાસી શકે ત્યાર બાદ CAG એ ૨૦૦૬ થી ૨૦૧૦ સુધીના ૪ નાણાકિય વર્ષનું ઓડીટ કરતા એરટેલ, વોડાફોન, રિલાયન્સ, આઈડિયા, ટાટા અને એરસેલ દ્રારા ગ્રોસ રેવન્યુમાં PSP દ્રારા ૪૬૦૪૫.૭૫ કરોડનું અન્ડર સ્ટેઈટમેન્ટ કરવામાં આવેલું પકડાયું જેના કારણે લાયસન્સ ફી માં સરકારને ૩૭૫૨.૩૭ કરોડનું નુકશાન ગયેલ જયારે સ્પ્રેકટમ યુસેઝ ચાર્જિસ (SUC)માં ૧૬૫૦.૨૩ કરોડનું નુકશાન ગયેલ. આ પેમેન્ટ નહી થવાથી વ્યાજનું નુકશાન ૭૨૭૬.૩૩ કરોડ CAG ની ગણતરીમાં ગણવામાં આવેલ છે. આમ આ છ કંપનીઓ પાસેથી ૧૨૪૮૮.૯૩ કરોડ રૂપિયા વસુલ કરવાના થાય છે. તે સ્પષ્ટ રીપોર્ટ CAGનો (રીપોર્ટ-૪ ઓફ ૨૦૧૬) તા. ૧૧/૦૩/૨૦૧૬ના દેશની પાર્લામેન્ટમાં રજુ થી ગયેલ છે. ખરેખર સરકારે આ રીપોર્ટના આધારે ૧૨૪૮૮.૯૩ કરોડ રૂપિયાની વસુલાત શરુ કરવી જોઈએ અને બાકીના વર્ષોનું કંકરન્ટ ઓડીટ CAG પાસે કરાવવું જોઈએ તેના બદલે સરકાર પ્રાઈવેટ કંપનીઓને મદદરૂપ થવાના મેગા કૌભાંડ કરી રહી છે.

Press note pera 7-5-2016 8-02-07 PM

———————————————-—————————————————————–