Press Note Guj. Dt: 08.01.2019 અબડાસાના પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાલીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય.
Click Here to View/Download The Press Note
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
પ્રભારી-બિહાર અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી
અખબારી યાદી તા. ૦૮.૦૧.૨૦૧૯
જયંતિભાઈ ભાનુશાલી અબડાસાના પૂર્વ ધારાસભ્યના મૃત્યુ અંગે શોકની લાગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી છે. શ્રી જયંતિભાઈ ભાનુશાલી સાથે વિધાનસભામાં એક સાથી સભ્ય તરીકે અને ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય તરીકેના પ્રતિનિધિત્વના કાળ દરમિયાન એક પૂર્વ ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો હતો. શ્રી જયંતિભાઈ ભાનુશાલીની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી ગઈ છે. પોલીસ તંત્રમાં ખુબ જગ્યાઓ ખાલી છે અને ફિક્સ પગાર જેવી ભાજપ સરકારની નીતિના કારણે સરકારી તંત્રમાં એક માયુસી અને શિથિલતા પેદા થઈ છે.
રાજ્ય સરકારની IB (ઇટેલીજન્સ બ્યુરો) નું કામ ખુફિયા માહિતી મેળવીને ગુનાહિત પ્રવૃત્તિ ન બને તેની આગોતરી ચિંતા કરવાનું હોય છે પરંતુ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની IB (ઇટેલીજન્સ બ્યુરો) નો ઉપયોગ માત્ર રાજકીય ફાયદા માટે જ કરે છે અને પોતાના રાજકીય સ્વાર્થ માટે IB (ઇટેલીજન્સ બ્યુરો) ના દુરઉપયોગનાં કારણે જે રાજ્યની અને રાજકીય નેતાઓની સુરક્ષા માટેનું IB (ઇટેલીજન્સ બ્યુરો) નું કામ છે તે થઈ શકતું નથી અને પરિણામે શ્રી જયંતિભાઈ ભાનુશાલીની હત્યા જેવી કમનસીબ ઘટનાઓ બને છે.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યંત કથળી ગઈ છે.
————————————————————————————————————–