Close

January 8, 2016

Press Note Guj Dt: 08/01/2016 on GST Bill

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                                            તા. ૦૮.૦૧.૨૦૧૬

 

  • અણઘડ વહીવટ, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે દેશમાં નિષ્ફળ ગયેલ કેન્દ્રની ભાજપ સરકાર GST બીલના બહાના કાઢે છે.
  • GST બીલ જ્યારે કોંગ્રેસની કેન્દ્ર સરકાર લાવી હતી ત્યારે મોદીએ જ GST બીલનો વિરોધ કર્યો હતો. રાજ્યના અધિકારો થી વિરુદ્ધનું એ સામાન્ય માણસને નુકશાન કરતા GST ને ગણાવેલ.
  • મોદીએ GST બીલની વિરુદ્ધમાં જે મુદ્દાઓ એમ્પાવર્ડ કમિટીમાં ઉપસ્થિત કર્યા હતા અને લેખિત રજુઆતો આપી હતી તેના પુરાવા પ્રેસ અને મીડિયાને આપતા શક્તિસિંહ ગોહિલ.
  • ૨૦૦૭ થી ૨૦૧૪ સુધીમાં ૫૪ વખત એમ્પાવર્ડ કમિટીની મીટીંગો મળી હતી તેમાં ભાજપ દ્રારા GST નો જબરજસ્ત વિરોધ થયો હતો.
  • મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા પછી જે GST બીલ રજુ થયુ છે તેમાં રાજ્યોએ ઉઠાવાયેલ મુદ્દાઓનું ધ્યાન રખાયું નથી તેમ ગુજરાતની ભાજપ સરકાર કહે છે.
  • તા. ૧૧/૧૨/૨૦૧૪ ની મીટીંગમાં ગુજરાતના ભાજપના નાણાંમંત્રીએ કહ્યું છે કે, મોદીનું GST બીલ મેક ઇન ઇન્ડિયાથી વિરુદ્ધનું છે. મેન્યુફેક્ચરિંગ કરતા રાજ્યોને મોટું નુકશાન કારક છે.
  • કોંગ્રેસ પક્ષ દ્રારા દેશના હિતમાં અને સામાન્ય લોકોના હિતમાં માત્ર ૩ સુધારા સૂચવાય છે જે અંગે મોદી સરકાર સકારાત્મક નથી.
  • મોદીને GST બીલ પાસ થાય તેમાં રસ નથી પરંતુ GSTના નામે રાજકારણ કરવું છે.

       અણઘડ વહીવટ, ભ્રષ્ટ્રાચાર અને અણઆવડતના કારણે ભાજપની કેન્દ્ર સરકાર વહીવટી ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા વડાપ્રધાન મોદી GST (ગુડ્ઝ અને સર્વિસ ટેક્ષ) નો અમલ નથી શકતો માટે વિકાસ થતો નથી તેવુ બહાનું દર્શાવી દેશને ગુમરાહ કરે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આજ GST બિલની વિરુધ્ધમાં નરેન્દ્ર મોદીનું જે સ્ટેન્ડ હતું તેના પુરાવા રજુ કર્યા હતા. એમ્પાવર્ડ કમિટી મિટીંગોમા ભૂતકાળમાં મોદીની સરકાર તરફથી GST ની  વિરુધ્ધમાં જે વલણ અપનાવાયુ હતું તેના પુરાવા રૂપે ગુજરાતના નાણાંમંત્રીના ભાષણોની બુકલેટો કે જે ગુજરાત સરકારે એમ્પાવર્ડ કમિટીમાં GST વિરુધ્ધ આપી હતી તેની નકલો પ્રેસ અને મીડિયાને રજુ કરીને કહ્યું હતું કે સ્ટેઈટ ફાયનાન્સ મીનીસ્ટર્સની એમ્પાવર્ડ કમિટીમાં ૨૦૦૭ થી GST માટે પ્રયત્નો થયા હતા અને ૫૪ જેટલી મીટીંગો મળી હતી. દરેક મિટીંગમાં મોદીની ગુજરાત સરકારે GST બીલના બંધારણીય સુધારાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહી પરંતુ GSTને બંધારણના Federal Spirit (સમવાય તંત્ર હાર્દ) થી વિરુધ્ધ ગણાવીને વિરોધ કર્યો હતો. (એમ્પાવર્ડ કમિટી મીટીંગ તા. ૧૧/૦૨/૨૦૧૧ ન્યુ દિલ્હી મોદી સરકારની બુકલેટ પેઈજ-૨ પારા. ૩). તા. ૨૯/૧૦/૨૦૧૦ ના રોજ ગોવા ખાતે મળેલ મીટીંગમાં મોદી સરકારે GST નો વિરોધ કરતા કહ્યું હતુ કે, Fiscal Autonomy and Flexibility (નાણાંકીય સ્વતંત્રતા અને સ્થિતિસ્થાપકતા) રાજ્યોને બંધારણના ઘડવૈયાઓએ મુખ્ય આધાર સ્તંભ તરીકે આપ્યા છે. આર્ટીકલ ૨૪૬ A  (GST) બંધારણીય સુધારાથી કેન્દ્ર સરકાર માલના વેચાણ ઉપર ટેક્ષ લેવા જઈ રહી છે  જે પૂર્ણત:  (Exclusive) રાજ્ય સરકારોનો અધિકાર છે. (ગુજરાત સરકાર બુકલેટ તા. ૨૯/૧૦/૨૦૧૦  પેઈજ-૨, પારા-૨). તા. ૨૦/૧૦/૨૦૧૦ ની મીટીંગમાં મોદી સરકારે GST નો વિરોધ કરતા ત્યાં સુધી કહ્યું હતુ કે GST માટેના બંધારણીય સુધારાથી રાજ્યોની સ્વતંત્રતા ગંભીર રીતે મર્યાદિત થઈ જશે. (ગુજરાત સરકાર બુકલેટ તા. ૨૦/૧૦/૨૦૧૦ પેઈજ-૪, પારા-૨).

       ભાજપ સરકાર એવો દાવો કરે છે કે, અમે GST નું સુધારેલુ બીલ લાવ્યા છીએ અને તેમાં કશુંજ વિરોધ કરવા જેવું નથી પરંતુ હકીકતમાં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ પણ જે GST નો બંધારણીય સુધારો કરતું બીલ મોદી લાવ્યા છે તેનો વિરોધ ભાજપની જ ગુજરાત સરકારે કરેલ છે. આ માટેનો પુરાવો રજુ કરતા શ્રી ગોહિલે તા. ૧૧/૧૨/૨૦૧૪ ના રોજ દિલ્હી ખાતે એમ્પાવર્ડ કમિટીની જે મીટીંગ મળી હતી તેમાં ગુજરાતની ભાજપની સરકારના નાણાંમંત્રીએ જે રજૂઆત કરી હતી તેની ઓફિસીયલ પ્રિન્ટેડ બુકલેટ કે જે  ગુજરાત સરકારે સરકયુલેટ કરી હતી તેની નકલો મીડિયાને આપી ને જણાવ્યું હતુ કે મોદીની કેન્દ્ર સરકારના GST બીલની વિરુધ્દ્ધમાં ભાજપની જ ગુજરાત સરકાર છે.        તા. ૧૧/૧૨/૨૦૧૪ ના ગુજરાતના BJP ના નાણાંમંત્રીએ જણાવ્યું હતુ કે “રાજ્યએ વારંવાર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે ખાસ કરીને રાજ્યોની નાણાંકીય સ્વતંત્રતા બાબત તેમજ GST ના અમલથી રાજ્યની મહેસુલી આવક પર વિપરીત અસર થવા બાબત અમારી રજૂઆત હતી. હમણાંજ સુધારેલ મુસદ્દો (Draft) ૧૨૨ માં બંધારણીય સુધારાનો મળ્યો છે. મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે રાજ્યએ જે લાગણીઓ વ્યક્ત કરી હતી તેનો પડધો મુસદ્દામાં ક્યાંય નથી” (બુકલેટ પેઈજ-૨). ગુજરાત સરકારે તા. ૧૧/૧૨/૨૦૧૪ની મીટીંગમાં એમ પણ જણાવ્યું હતુ કે “આપણો દેશ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારો કરીને દેશની આવકને વધારવા માંગે છે. વડાપ્રધાનશ્રી એ મેક ઇન ઇન્ડિયા કેમ્પેઈન ચલાવ્યું છે. ઉપરાંત ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૧૭) એ ધ્યેય નક્કી કર્યુ છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો દેશના GDP સામે ૧૫% થી વધારી ૨૫% કરવો છે.પરંતુ GST રીજીમના દ્રારા CST રદ થવાથી અને ડેસ્ટીનેશનના સિધ્ધાંતના અમલ થી મેન્યુફેક્ચરિંગ રાજ્યોને અતિશય ગંભીર નુકશાન થવાનું છે. નિકાસ કરતા રાજ્યોને પણ ગંભીર નુકશાન થશે. (બુકલેટ પેઈજ-૬).

       ગુજરાત સરકારે વધુમાં GST નો વિરોધ કરતા જણાવ્યું છે કે, “અત્યારે કોમર્શિયલ ટેક્ષ (વેટ અને નોનવેટ) નો મોટો હિસ્સો ઉત્પાદન કરતા રાજ્યોની આવકમાં CST માંથી આંતર રાજ્ય વેચાણ ખરીદી માંથી આવે છે. હવે સંભવિત IGST મોડેલના મુજબ માલની સપ્લાય અને સર્વિસ ઉપર ટેક્ષ લગાડવામાં આવશે તે ઉપભોગકતા રાજ્યોને મળશે પરંતુ ઉત્પાદન કરતા અને સેવા પુરી પાડતા રાજ્યોને કરની SSSઆવક મેળવવા માટે કોઈ જગ્યા રહેશે નહી. આથી મેન્યુફેક્ચરિંગ કરતા બધા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા વગેરે,  કૃષિ ક્ષેત્રે સરપ્લસ રાજ્યો જેવા કે પંજાબ, આંધ્રપ્રદેશ, કેરલા વિગેરે, મીનરલ સમૃદ્ધ રાજ્યો ઓરિસ્સા, છતીસગઢ, વેસ્ટ બેંગાલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિગેરે, સર્વિસ સરપ્લસ રાજ્યો જેવ કે, મહારાષ્ટ્ર, કર્ણાટકા વિગેરે ને ખુબ નુકશાન થશે. GST ના અમલ થી નિકાસ કરતા રાજ્યોને પ્રોત્સાહનના બદલે નકારાત્મક માર પડશે. જે રાજ્યોએ ભૌગોલિક અને સોશીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડીને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ માટે વાતાવરણ પુરૂ પાડે છે તેમને નુકશાન થશે”.

       આમ એક તરફ વડાપ્રધાન અને BJP  GST જાણે કે જાદુની છડી છે અને તેનું બીલ પાસ તાત્કાલિક થવું જોઈએ તો જ દેશનો વિકાસ થાય તેમ કહે છે અને બીજી તરફ ભાજપની જ ગુજરાત સરકાર માને છે કે GST બીલ જે મોદી સરકારે રજુ કરેલ છે તે રાજયોની નાણાંકીય સ્વતંત્રતાની વિરુદ્ધ છે. GST બીલ આવવાથી મેક  ઇન ઇન્ડિયા ની વાતને નુકશાન થશે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ આપતા રાજ્યોને વિપરીત અસર થશે. RNR ને નુકશાન થશે. સામાન્ય માણસને મુશ્કેલીઓ વધશે. ભાજપની આ બેવડી નિતીઓ માત્ર સ્વાર્થ માટેની છે. મોદી સરકાર માત્ર રાજકારણ કરે છે અને દેશના અર્થતંત્રને માટે ચિંતિત કે ગંભીર નથી. જેથી દેશનું અર્થતંત્ર નકારાત્મક દિશા તરફ જઈ રહ્યું છે.

       કોંગ્રેસ પક્ષ તરફથી દેશની આમ જનતા અને દેશના અર્થતંત્રના હિતમાં માત્ર ૩ સકારાત્મક સૂચનો કરવામાં આવેલ છે. પરંતુ વડાપ્રધાન તરફથી આ સૂચનો માટે ગંભીરતા કે તૈયારી દર્શાવવામાં આવી નથી.  ખરેખર વડાપ્રધાનને GST ના અમલમાં રસ નથી પરંતુ GST ના નામે રાજકારણ કરવું છે. ૨૦૦૭ થી ૨૦૧૪ સુધી એમ્પાવર્ડ કમિટીની ૫૪ વખત મીટીંગ મળી અને ભાજપના વિરોધના કારણે કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકાર GST બીલ વર્ષો સુધી પસાર ન કરી શકી તેમ છતાં દેશના અર્થતંત્રને વૈષ્વિક મંદીના વાતાવરણમાં પણ કોંગ્રેસે મજબુત રાખ્યું હતું.

 ———————————————————————————————————

Encl:- 

Annexure_1 – August 4,2010

Annexure_2_September 20 2010

Annexure_3_October 29, 2010

Annexure_4_February 11, 2011

Annexure_5_December 11, 2014

Annexure_6_BJP_Manifesto_2009