Close

April 4, 2011

Press Note Guj Dt: 08/04/2011 on Lokayukta

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                   તા.૦૮-૪-ર૦૧૧

  • શ્રી અન્‍ના હજારેજીના આંદોલનમાં રાજકીય ખીચડી પકવવાના બદલે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક કરે.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરોડો ખાય છે અને પોતાના મળતીયાઓને ખવરાવે છે માટે લોકાયુક્તની નિમણૂંક ગુજરાતમાં થતી નથી.
  • ગુજરાતના મુખ્‍યન્‍યાયમુર્તિશ્રી તથા રાજ્યપાલશ્રીએ સ્‍પષ્‍ટ નામની ભલામણ કરેલી હોવાછતાં ગુજરાતની સરકાર લોકાયુક્તની નિમણૂંકનું જાહેરનામું પ્રસિધ્‍ધ કરતી નથી.
  • ગુજરાતમાં ગૌચરની જમીન અને ગરીબ બાળકનો લોટ પણ મુખ્‍યમંત્રીશ્રીના આર્શિવાદથી ખવાઇ જાય છે.
  • પ૦ વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં જેટલો ભ્રષ્‍ટાચાર નહોતો થયો તેટલો ભ્રષ્‍ટાચાર પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીના સમયમાં થયો છે.

           શ્રી અન્‍ના હજારેજીના આંદોલનમાંથી રાજકીય ખીચડી પકવવાનો પ્રયત્ન કરતાં પહેલાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ગુજરાતમાં લોકાયુક્તની ‍નિમણૂંક કરે. ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો અમલમાં છે અને અગાઉ લોકાયુક્તની નિયુક્તિ પણ થયેલ હતી. ગુજરાતમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારથી ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ યેનકેન પ્રકારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી થવા દેતા નથી કારણ કે, મુખ્‍યમંત્રીશ્રી  અને તેમના મંત્રીશ્રીઓએ બેફામ ભ્રષ્‍ટાચાર કર્યો છે તેની તપાસ લોકાયુક્ત દ્વારા થઇ શકે. ગુજરાતના લોકાયુક્તની નિયુક્તિ માટે નામદાર હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયમુર્તિશ્રી તરફથી નામ મોકલાઇ ગયેલું છે અને તે નામનો પરામર્શ કરીને માન.રાજયપાલશ્રીએ લોકાયુકતની નિયુક્તિ માટેનું નામ ગુજરાત સરકારને ઘણાં લાંબાસમય પહેલાં મોકલી આપેલું છે. ગુજરાત લોકાયુક્તના કાયદાની કલમ-૩ મુજબ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કે ગુજરાત સરકારે લોકાયુક્તના નામમાં કોઇ ફેરફાર કરવાનો અધિકાર નથી. રાજ્યપાલશ્રીએ માન.મુખ્‍ય ન્‍યાયાધીશશ્રી તરફથી આવેલું નામ મોકલેલ છે તેનું જાહેરનામું માત્ર બહાર પાડવાનું હોવા છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી બદઇરાદાથી લોકાયુક્તની નિયુક્તિનું જાહેરનામું બહાર પાડતાં નથી.

        ગુજરાતના પ૦ વર્ષના ઇતિહાસમાં કોઇપણ મુખ્‍યમંત્રીશ્રી કે કોઇપણ સરકારે પ્રજાની માલિકીની જમીનો ભ્રષ્‍ટાચારથી મફતના ભાવે આપી દેવાનો પ્રયત્‍ન કર્યો નહોતો પરંતુ પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીએ કરોડો ચોરસ મીટર જમીન ભ્રષ્‍ટાચારથી આપી દીધી છે. ગરીબ બાળકો માટેનો લોટ હોય કે ગૌચરની જમીન હોય આ બધું જ ખાઇ જવાનું કામ ગુજરાતની સરકાર કરી રહી છે અને તેથીજ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક કરવામાં આવતી નથી. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે લોકાયુક્તની તાત્‍કાલિક નિયુક્તિ કરવા માંગણી કરી છે.

        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભયંકર ભ્રષ્‍ટાચાર કરે છે અને ભ્રષ્‍ટાચારીઓને આશ્રય આપી રહ્યાં છે તેના સામે પણ ગુજરાતમાંથી કોઇ અન્‍ના હજારેજીઓ જેવાઓ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને પોતાના દ્વારા અને પોતાની સરકાર દ્વારા ચાલતો ભ્રષ્‍ટાચાર રોકવામાં રસ નથી. પોતાના પક્ષના કર્ણાટકના મુખ્‍યમંત્રીશ્રીનો ભ્રષ્‍ટાચાર જાહેર થયો ત્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી મૌન બેસી રહ્યાં હતાં. પોતાના પક્ષના મંત્રીશ્રીઓ અને પોતાના મળતીયાઓ ગુજરાતમાં ખુલ્‍લેઆમ ભ્રષ્‍ટાચાર કરે છે ત્‍યાં પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી મુક પ્રેક્ષક બની રહે છે.ગુજરાતમાં ગરીબ માણસોને રહેવા માટે મફત પ્‍લોટ કે જમીન વિહોણાઓને ખેતી માટે જમીન મળતી નથી પરંતુ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને ભ્રષ્‍ટાચાર મારફત નાણાં મળે તો મોટા ઉદ્યોગપતિઓને કરોડો ચોરસ મીટર જમીન મફતના ભાવે આપી દેવામાં આવે છે. નાનો-નાનો  ભ્રષ્‍ટાચાર રોકવાનું નાટક કરીને કરોડો રુપિ‍યા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ખાય છે અને તેથીજ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક થતી નથી.

———————————————————————————————–