Close

April 8, 2013

Press Note Guj Dt: 08/04/2013 on Lies of Modi

Click here to view / download press note.

Encl : Click here to view / download Gujarat Governor Message

  

પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                                                      તા. ૦૮-૦૪-ર૦૧૩

 

       ગુજરાતના મુખ્યમંત્રીએ ફિક્કીની મહિલા પાંખને  સંબોધન કરતા સદંતર જુઠાણાનો સહારો લીધો હતો. મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં  કહ્યું કે ગુજરાતમાં મેં ૫૦%  અનામત મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં રાખવા માટે કાયદો પસાર કર્યો પરંતુ ગુજરાતના ગવર્નર એક મહિલા હોવા છતાં આ કાયદાને મંજુરી આપતા નથી અને બિલ ઉપર બેસી રહ્યા છે તેથી મહિલાઓને ૫૦% અનામતનો લાભ આપવામાં આવી શક્યો નથી. ગુજરાત કોંગ્રેસના સિનીયર નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે માન. રાજ્યપાલશ્રીએ તા. ૦૫.૦૪.૨૦૧૦ના રોજ ગુજરાત સરકારને જે સંદેશ આપેલ હતો તેની નકલ પ્રેસ અને મીડિયાને રજુ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી કેટલું  જુઠાણું ફેલાવે છે. હકીકતમાં મહિલાઓને ૫૦% અનામત આપવાની કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં માંગણી કરી હતી અને સમર્થન આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી મહિલાઓને ૫૦% અનામત મળે નહી અને તેના નામે રાજકારણ કરવા માગતા હોવાથી જ મહિલા અનામતની સાથે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ફરજીયાત મતદાનની જોગવાઈનો પણ સુધારો લઈને આવ્યા હતા. દેશના કાયદાથી વિરુધ્ધ કોઈ પણ રાજ્ય કાયદો ન બનાવી શકે. ચુંટણી કમિશ્નર ઓફ ઇન્ડિયાએ પણ ફરજીયાત મતદાન માટે સંમતિ આપી ન હતી. માન. રાજયપાલશ્રીએ તેમના તા. ૦૫.૦૪.૨૦૧૦ના સંદેશમાં સ્પષ્ટ રીતે ૫૦% મહિલા અનામતની જોગવાઈને ઇચ્છનીય અને આવકારદાયક ગણાવી હતી તેમજ આ જોગવાઈ સાથે ફરજીયાત મતદાનનો વિવાદાસ્પદ મુદો ન જોડવા લખેલ હતું. માન. રાજ્યપાલશ્રીના તા. ૦૫.૦૪.૨૦૧૦ ના સંદેશને અધ્યક્ષશ્રી અશોક ભટ્ટે તા. ૧૬.૦૮.૨૦૧૦ ના રોજ વિધાનસભામાં વાંચ્યો હતો જેના પેટાગ્રાફ (૧) માં અક્ષર સહ લખાયેલ હતું કે  “વિધેયકમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ છે અને તે મહિલાઓ માટે ૫૦% અનામતની જોગવાઈ કરે છે. આ ઇચ્છનીય અને આવકારદાયક જોગવાઈ છે. તેમ છતાં, આ મહત્વની બાબતને બિન-જરૂરી રીતે ફરજીયાત મતદાનના વિવાદાસ્પદ મુદ્દા સાથે જોડવામાં આવી છે. આ હેતુ માટે અલગ વિધેયક હોત, તો તે વધુ આવકારદાયક થાત અને તે તાજેતરમાં પૂરા થયેલા વિધાનસભાના સત્રમાં જ લાવવું જોઈતું હતું.”  ફરજીયાત મતદાનનો કાયદો શક્ય નથી તેના કારણો જણાવીને છેલ્લે પેટાગ્રાફ ૧૫ પછી અક્ષર સહ માન. રાજ્યપાલશ્રીએ લખેલ હતું કે “ઉપર્યુક્ત બાબતોને ધ્યાનમાં લેતાં, મારો એવો અભિપ્રાય છે કે ગુજરાત વિધાનસભા, ઉપરના મુદ્દાઓની કાળજીપૂર્વક પુનર્વિચારણા કરે તે વધુ યોગ્ય રહેશે. હું એમ પણ માનું છું કે સરકાર, ફરજીયાત મતદાનની બાબત આ વિધેયક સાથે જોડવાને બદલે સ્થાનિક મંડળોની ચુંટણીમાં મહિલાઓને અનામત આપવાની બાબત માટેનું અલગ વિધેયક વિધાનસભા મારફત રજુ કરે તે વધુ યોગ્ય રહેશે.” આમ મહિલા અનામતનો કાયદો અલગ રજુ કરવા કહેવામાં આવેલ હોવા છતાં મહિલાઓને ૫૦% અનામત ન મળે તેમજ મુખ્યમંત્રી મતોનું રાજકારણ કરી શકે તે માટે જ ગવર્નરની સલાહને ન માન્ય રાખીને મહિલા અનામત તથા વિવાદાસ્પદ ફરજીયાત મતદાનનો કાયદો તા. ૨૮.૦૨.૨૦૧૧ના વિધાનસભામાં બહુમતી પસાર મુખ્યમંત્રીએ કરેલ.

       હંમેશા અર્ધસત્યનો સહારો લઈને જુઠાણું ફેલાવતા મુખ્યમંત્રીએ લિજ્જત પાપડ અને ગુજરાતની મહિલાઓ વિષે વાત કરી તે બાબતની હકીકત એ છેકે લિજ્જત પાપડ, જસુબેન ના પિઝા, ઇન્દુબેનના ખાખરાની શરૂઆત મોદીના રાજકીય જન્મ પહેલા થયેલી છે. ૧૯૫૯માં મુંબઈમાં શરૂ થયેલ લિજ્જત પાપડની ક્રેડીટ મોદી ૨૦૧૩માં લે તે શું દર્શાવે છે? જસુબેન ના પિઝા  અને ઇન્દુબેનના ખાખરા માટે પણ મોદી ક્રેડીટ લે તે શરમજનક છે.

       ગુજરાતના જસુબેનના પિઝા અને ઈન્દુબેનના ખાખરા કે લિજ્જત પાપડની મહિલાઓની સફળતા મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાની છે. આ માટે ગુજરાતના મુખ્યમંત્રીએ કોઈ પણ જાતની મદદ કરી નથી. ગુજરાતની મહિલા માટે કામ કરતી સંસ્થાઓને મુખ્યમંત્રીએ કોઈ મદદ સુધ્ધા કરી નથી. દુનિયામાં પ્રતિષ્ઠા મેળવનાર “સેવા” સંસ્થાની કામગીરી મહિલા સશક્તિકરણ માટે નમુનેદાર છે તેનો ઉલ્લેખ સુધ્ધા મુખ્યમંત્રીએ કરેલ નથી. ગંગાબેનના ચરખાની વાત કરનાર મુખ્યમંત્રીએ યાદી ખાદી માટે કામ કરનાર બહેનોની સહાય અને વ્યવસ્થા પણ ધટાડી નાખી છે. ગુજરાતમાં બહેનો માટે મફત શિક્ષણ હતું તે મોદીએ બંધ કર્યુ છે. રોટલી કરતા આગળી દાજેતો બહેનો વારંવાર ક્રીમ લગાડે છે અને પતિનું ધ્યાન ખેંચે છે એવી હલકી વાત કરીને બહેનોનું મુખ્યમંત્રીએ અપમાન કરેલ છે. પોતાના જ પક્ષના સિનીયર નેતા સ્વ. શ્રી હરેનભાઈ પંડ્યાના વિધવા કે રાજકોટમાં સામુહિક આત્મવિલોપન કરનાર પરિવારની બહેનોના આંસુ લુછવાનો કે તેમની વાત સાંભળવાનો પણ મુખ્યમંત્રીશ્રીને સમય નથી.

ગુજરાતના મુખ્યમંત્રીએ ફિક્કીની મહિલા પાંખને  સંબોધન કરતા જણાવ્યું હતું કે સોશિયલ મિડીયા જેમકે, ફેસબુક-ટ્વિટર પર અનેક મહિલાઓએ તેમને સજેશન આપ્યા છેકે મુખ્યમંત્રી મોદી  એ કેમ ન જણાવ્યું કે આજે જ સોશિયલ મિડીયામાં ગ્લોબલ ટ્રેડમાં તેમનું નામ “ફ્રેકું” ના નામે સવારથી ચાલ્યું છે. દેશની મહિલાઓ કો દિશા આપી શકે તેવી વાત જ કરી નથી. માતા કહેવાથી વાત પૂરી થતી નથી માતાની વાત માનવી જોઈએ. જે દીકરો માતની શીખામણ ન મને તેન શું કહેવાય? ભારત દેશને માતા કહેવાની સાથે ભારત માતાના બંધારણને માનવું જોઈએ જે ગુજરાતના મુખ્યમંત્રી માનતા નથી.

———————————————————————————