Press Note Guj. Dt: 09.07.2018 ભાવનગર NCC ગર્લ્સ વિંગ બાબતે
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી
અખબારી યાદી તા.૦૯.૦૭.૨૦૧૮
ભાવનગર ખાતે NCC ગર્લ્સ વિંગની મુખ્ય ઓફીસ સોલ્ટ રીસર્ચ સામેના બંગલામાં વર્ષોથી ચાલી રહી છે. ભાવનગરની વિદ્યાર્થીનીઓ માટે NCC ગર્લ્સ વિંગ કારકીર્દીમાં આશીર્વાદરૂપ છે. આ NCC ગર્લ્સ વિંગની હેડ ઓફીસ ભાવનગરથી અમરેલી અથવા બોટાદ ખસેડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે તેનો શક્તિસિંહ ગોહિલે સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રીશ્રી ને જણાવેલું છે કે, NCC ગર્લ્સ વિંગની મુખ્ય ઓફીસ ભાવનગરમાં જ રહેવી જોઈએ.
ભાવનગર NCC ગર્લ્સ વિંગની આ હેડ ઓફીસ વર્ષોથી સોલ્ટ રીસર્ચ સામે ભાવનગરના પોર્સ વિસ્તારમાં ખાનગી બંગલામાં ભાડાથી ચાલી રહી છે. આ બંગલો ખાલી કરાવવા માટે ૧૯૯૩-૯૪માં પ્રયત્ન એક બિલ્ડર મારફત થયો હતો પરંતુ ત્યારે કોંગ્રેસની સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે સ્પષ્ટ રીતે નોંધ કરી ને આ બંગલો કે જે વર્ષોથી NCC ગર્લ્સ વિંગ માટે ભાડે છે તે ખાલી નજ કરવો અને થયેલા કોન્ટ્રેકટ મુજબ કાયદાકીય રીતે પણ બંગલો ખાલી કરવી શકે તેવી માલિકોની સ્થિતિ નથી તે પ્રકારે નોંધ કરવામાં આવી હતી. તાજેતરમાં ભાવનગરમાં ચાલતી NCC ગર્લ્સ વિંગના અધિકારીઓ તરફથી મળેલી માહિતી મુજબ આ બંગલો ભાજપના કોઈ આગેવાને ખાલી કરાવવા માટે બહુ મોટી રકમનો સોદો કરેલો છે અને તેથી બંગલો ખાલી કરાવવા માટે ભાવનગરથી ગર્લ્સ વિંગની NCCની મુખ્ય ઓફીસ બોટાદ અથવા અમરેલી ખસેડી નાખવાની પેરવી ચાલી રહી છે.
જો આમ થાય તો ભાવનગરને એક ખુબજ મોટો અન્યાય થશે અને તે માટે ભાવનગરના જાગૃત લોકો તથા રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને તમામ પક્ષના આગેવાનોએ જરૂર પડે આંદોલન કરવું જોઈએ તેવી માંગ શક્તિસિંહ ગોહિલે કરેલી છે અને સમગ્ર બાબત અંગે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ભાવનગરની NCC ગર્લ્સ વિંગની ઓફીસ ભાવનગરમાં જ રહે અને વર્ષોથી જે બંગલો આ ઓફીસ માટે પ્રાપ્ત છે તેને ખાલી કરવામાં ના આવે.
—————————————————————————————
Click here to View/Download the Press Note