Close

February 9, 2014

Press Note Guj Dt: 09/02/2014 on Sardar Saheb

Click here to view/download press note

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                        તા. ૦૯.૦૨.૨૦૧૪

       

      જેમ હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય છે, તેમ ગુજરાતના મુખ્યમંત્રીને સરદાર વલ્લભભાઇ પટેલ ની વિચારધરાને સહેજ પણ અનુસરવું નથી કે તેમને સરદાર સાહેબનું નામ પણ ગમતુ નથી પરંતુ રામનું નામ વટાવી ચુક્યા બાદ હવે મતબેંકની રાજનીતિ માટે ભાજપ કે આર.એસ.એસ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી સરદાર સાહેબના સ્ટેચ્યુના નામે મેલી રાજરમત કરી રહ્યા છે.

       કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગાંધીનગર ખાતે બનેલી નવી સચિવાલયનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ સચિવાલય સંકુલ (સરદાર ભવન સચિવાલય) આપવામાં આવ્યું હતું અને આજ સુધીના ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અને મંત્રી મંડળના તમામ મંત્રીઓએ સરદાર વલ્લભભાઇ પટેલ સચિવાલય સંકુલ માંજ આવેલા બ્લોક નં ૧ તથા ૨ પર થીજ વહીવટ ચલાવ્યો હતો. સરદાર સાહેબના નામ સાથે જોડાયેલા બિલ્ડીંગ માંથી ગુજરાતના મુખ્યમંત્રીને વહીવટ કરવાનું પસંદ ન પડ્યું તેથી પ્રજાની તિજોરીના લાખો રૂપિયા બરબાદ કરીને તાજેતરમાંજ મુખ્યમંત્રી તથા મંત્રીઓ માટે નવા બે બ્લોક તેમણે ઉભા કર્યા છે. આ નવા બનેલા બ્લોકને સરદાર વલ્લભભાઇ પટેલનું નામ આપવાના બદલે સ્વર્ણિમ સંકુલ એવું નામ આપીને ગુજરાતના મુખ્યમંત્રીની માનસિકતા સરદાર સાહેબના વિરુધ્ધની છે તેની પ્રતીતિ કરાવી છે.

       ઈતિહાસને બિલકુલ નહીં જાણનારા અને ક્યારે ઇતિહાસને સદંતર વિપરીત રીતે રજુ કરવાની ટેવવાળા ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં એવું નિવેદન કર્યું કે કોંગ્રેસે સરદાર સાહેબનું નામ ભુલાવી દીધું છે, અને મેં તેને યાદ કરાવ્યું છે. આવું સદંતર મોટું જુઠાણું ફેકનાર ગુજરાતના મુખ્યમંત્રીને અનેક દાખલાઓ આપી શકાય તેમ છે તે પૈકી કેટલાક દાખલાઓ યાદ કરાવવાની ફરજ પડી છે. દેશ માટે અંત્યત મહત્વની આઈ.પી.એસ અધિકારીઓની ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ નેશનલ પોલીસ એકેડમી કોંગ્રેસના શાશનમાં બની અને તેનું નામ કોંગ્રેસ પાર્ટી એજ સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ  પોલીસ એકેડમી તા. ૧૫.૦૯.૧૯૪૮ ના રોજ આપ્યું હતું. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડીંગનું નામ ૧૯૫૬માં સરદાર વલ્લભભાઇ પટેલના નામ સાથે જોડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી એજ કર્યું હતું.

       ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને પણ સરદાર વલ્લભભાઇ પટેલના નામથી જોડવાનું કામ કોંગ્રેસ પક્ષે જ કર્યું હતુ. અમદાવાદના એરપોર્ટને સરદાર સાહેબનું નામ આપવાનું હોય કે અમદાવાદ એરપોર્ટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મુકવાનું કામ કરવાનું હોય તે ભાજપની આગેવાનીવાળી કેન્દ્રની એનડીએની સરકાર કે ગુજરાતના મુખ્યમંત્રીએ નથી કર્યું પરંતુ કોંગ્રેસ પક્ષની સરકાર કે કોંગ્રેસ પક્ષની ટેકાવાળી સરકારોએજ આ કામો કર્યા છે.

       સરદાર વલ્લભભાઇ પટેલ અમારા હદયમાં અને અમારા આત્મામાં છે. સરદાર વલ્લભભાઇ પટેલ કોંગ્રેસનું અવિભાજ્ય અંગ છે. ભારતીય જનતા પક્ષને સરદાર સાહેબની વિચારધારાનું પહેલા અનુસરણ કરવું જોઈએ. સરદાર સાહેબે જે વિચારધારા ને દેશ માટે કોમવાદનું ઝેર ફેલાવવાનું બીજ કેન્દ્ર કહ્યું હોય તે વિચારધારાના પ્રચારક સરદાર સાહેબની વિચારધારાને અપનાવે નહીં પરતું તેમના નામને વટાવે તે કેટલા અંશે વ્યાજબી? સરદાર વલ્લભભાઈ પટેલના નામ થી જોડાયેલી તેમના વતનની શાળા કે અન્ય સ્થળોએ આવેલી સરદાર સાહેબની પ્રતિમાઓની લેશ માત્ર ચિંતા ગુજરાતના મુખ્યમંત્રીએ ક્યારે કરી નથી. બીજેપી કે આરએસએસ દ્વ્રારા આજ સુધીમાં એક પણ સંસ્થા કે ક્લબને સરદાર વલ્લભભાઇ પટેલના નામથી જોડવાનું કામ કરવામાં આવ્યું નથી.

       કોઈ ખાનદાન કુટુંબમાં કુપાત્ર દીકરો પેદા થાય અને પછી જો તે જાહેર સ્થળો પર કોઈ અપકૃત્ય કરતો હોય તો તેને સ્વભાવિક રીતે સજ્જનો દ્વ્રારા ટોકવામાં આવે. આવા કુપાત્ર ટપુડાને કોઈ સજ્જન ટોકે તો પોતાની ભૂલ સ્વિકારવાના બદલે કે સુધરવાના બદલે જેમ કોઈ તોફાની ટપુડો પેલા સજ્જની સામે મારા ખાનદાનને બદનામ કર્યું છે અને મારા કુટુંબને ગાળ આપી છે એમ કહીને  ઉલટા ચોર કોટવાલને દંડે તેમ બૂમાબૂમ કરે તેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી જયારે જયારે અપકૃત્ય કરતા પકડાયા છે અને તેમને કોઈ સજ્જન હોય કે સુપ્રિમ કોર્ટ હોય કે પછી કોઈ સેવાભાવી સંસ્થા હોય તેમણે ટોકવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાની ભૂલ સુધારવાના બદલે એવી બુમરાણ કરી છેકે મારા ગુજરાતને બદનામ કરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે કોંગેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીએ પોતાની સંસ્કારી હિન્દીમાં સ્પષ્ટ રીતે ઉલ્લું બનાવનાર લોકોથી સચેત રહેવા જણાવ્યું હતુ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ જનતાને ઉલ્લું કહ્યું છે એમ કહીને પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. શ્રી રાહુલ ગાંધીજીની સંસ્કારી હિન્દી ગુજરાતના મુખ્યમંત્રીને ન સમજાણી હોય તો તેમણે કોઈ સંસ્કારી માણસ પાસે ભાષા સમજવી જોઈએ અને જો સમજ્યા છતાં ગુજરાતની જનતાને ગુજરાતના મુખ્યમંત્રી ઉલ્લું કહેવાનું પાપ કરતા હોયતો એ ગુજરાતની જનતાનું હળહળતું અપમાન છે.   

————————————————————————————————-