Close

March 10, 2017

Press Note Guj. Dt: 10.03.2017 ગુજરાત રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદુષણ તથા જુઠાણાઓનો PAC ના અહેવાલમાં પર્દાફાશ.

  • જાહેર હિસાબ સમિતિનો પાંચમો અહેવાલ ગુજરાત વિધાનસભામાં રજુ થયો.
  • રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદુષણ તથા  જુઠાણાઓનો  PAC  ના અહેવાલમાં પર્દાફાશ.
  • શૌચાલયના કામો થયા વગર જ પૂર્ણતાના પ્રમાણ પત્રો આપી દેવાયા.
  • સિમેન્ટની ખરીદીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે તેના સામે શિક્ષાત્મક પગલા લેવાની PAC ની ભલામણ.
  • ભૌતિક સિધ્ધિ વગર લક્ષ્યાંક સિધ્ધ થયેલા ખોટા આંકડા દર્શાવાયા.
  • RTE ના કાયદનો યોગ્ય અમલ કરવાના બદલે શિક્ષણનું વ્યાપારીકરણ થાય તેવા સરકારના પરિપત્ર સામે PAC ની લાલ આંખ.
  • સેલ્ફ હેલ્પ ગ્રુપો એન સરકારી ડેરીના સભ્યો માટે સસ્તા ધિરાણની જોગવાઈ ન થઈ
  • NGO ના નામે લોન લઈ લીધી અને વસુલાત સરકારે ન કરી.
  • ગરીબ માણસ માટે મફત પ્લોટ ફાળવવા લેન્ડ કમિટી જ સમયસર મળતી નથી.
  • આવાસ બન્યા ના આંકડા સદંતર ખોટા,
  • પ્રદૂષણ નિયંત્રણ માટે કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ.
  • આરોગ્યને નુકશાન કારક કચરાનો યોગ્ય નિકાલ જ નથી.
  • બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરે તેની સામે શિક્ષાત્મક પગલાની સમિતિની ભલામણ,
  • અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઈટ પર કચરાના ઊંચા ઢગ ખડકાય છે જે નિયમથી વિરુધ્ધ છે. આ ડમ્પિંગ બંધ થવા આદેશ.
  • સાબરમતી નદીમાં દુષિત પાણી છોડવામાં આવે છે તે ઉદ્યોગો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ભલામણ.
  • સરકારની નબળી કામગીરીના કારણે સમયસર કામ પૂર્ણ ન થતા કેન્દ્ર સરકારમાંથી મળતા નાણા કપાયા છે.
  • હાથથી મેલુ ઉપાડવા સરકાર માત્ર અહેવાલ મંગાવે તે પુરતું નથી. તપાસ કરીને ચોક્કસ કાર્યવાહી કરવા ભલામણ.
  • ગંભીર ગેરરીતિના કિસ્સામાં ઘણો વિલંબ થયેલ છે. તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. 
  • RTE ના કાયદામાં બાળકોની સંખ્યા દીઠ શિક્ષકો ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને કચ્છ જેવા વિસ્તારોમાં શિક્ષકોની ખુબ મોટા પાયે ઘટ છે. આ ઘટ વાસ્તવિક રીતે નિવારી શકાય તે માટે અલાયદી વિચારણા કરવાની જરૂર જણાય છે. આદિવાસી વિસ્તારની શાળામાં જે તે વિસ્તારની જ વ્યક્તિઓને શિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવે અને આ નિમણુંકને નોન ટ્રાન્સફરેબલ કરવી કે જેથી શિક્ષકોની ઘટ પૂરી શકાય. વધુમાં કેટલાક આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી ભાષા બોલવામાં આવે છે તે  જ રીતે કચ્છમાં કચ્છી ભાષા બોલવામાં આવે છે તેવા વિસ્તારોમાં તે ભાષાના જાણકાર હોય અને તે ભાષામાં બોલી શકતા હોય તેવા સ્પર્ધકોની ૧૦ ટકા જેટલી ટકાવારીમાં અગ્રીમતા આપવાથી સ્થાનિક શિક્ષકો મળી શકે અને તે ભાષાનું સંવર્ધન થશે.
  • RTE ના કાયદામાં શાળામાં પ્રવેશ આપવા સંબંધમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જેટલી અરજીઓ આવી હોય તેનો જાહેરમાં અને અરજદારની હાજરીમાં ડ્રો કરવો. આ જોગવાઈથી વિપરીત શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે કે અરજીઓનો ડ્રો કરવો અથવા તો વહેલા તે પહેલાના ધોરણે શૈક્ષણિક સંસ્થા એડમિશન આપી શકશે. સમિતિએ નોંધ્યું હતું કે વહેલા તે પહેલાનું ધોરણ સંસ્થાને મનગમતાને એડમિશન આપવા માટેનો દરવાજો ખોલી આપે છે. આથી સમિતિ ભલામણ કરે છે કે RTE કાયદાની જોગવાઈને ચુસ્તપણે વળગી રહીને ડ્રો દ્રારા જ એડમિશન આપવામાં આવે.
  • RTE ના કાયદા નીચે જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાળકોને અન્ય બાળકોથી અલગ બેસાડવા કે અલગ વર્ગખંડ ઉભો કરવો તે કાયદાના મુખ્ય હાર્દથી વિરુધ્ધ છે.

————————————————————————————————-

 

 

Click here to view/download PAC 5th Audit Report