Close

August 10, 2021

Press Note Guj. Dt: 10.08.2021 ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છના એક પણ અભ્યારણમાં એક પણ વખત વસ્તી ગણતરી કરેલી નથી.

Click here to view/download the Press Note 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                  તા.૧૦.૦૮.૨૦૨૧

સંસદ સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્ન ક્રમાંક ૨૩૦૧ના જવાબમાંથી અતિશય આઘાતજનક અને ગુજરાતની અસ્મિતાને નુકશાન પહોંચાડે એવી હકીકત ઉજાગર થઈ છે. શ્રી શક્તિસિંહ ગોહિલે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, કચ્છ જીલ્લામાં કેટલા અભ્યારણ આવેલા છે? અને તેમાં કેટલા પશુ એન પક્ષીની કેટલી આબાદી આવેલી છે? સંસદમાં આપેલા જવાબ મુજબ કચ્છમાં ચાર અભ્યારણ આવેલા છે જેમાં કચ્છ રણ અભ્યારણ, ઘોરાડ અભ્યારણ, નારાયણ સરોવર અભ્યારણ અને ઘુડખર અભ્યારણ. સંસદમાં આપેલા જવાબમાં એ જણાવ્યું છે કે અહીં ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ વખત ત્યાં વસતા અતિ મહત્વના અને રક્ષિત પશુઓ તેમજ પક્ષીઓની કોઈ જ વસ્તી ગણતરી કરી જ નથી.

દુનિયામાં કેટલાંક પશુઓ અને પક્ષીઓની પ્રજાતિ નામશેષ થઈ રહી છે તે પૈકીની કેટલીક પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે અને ભૂતકાળની સરકારોએ આ પ્રજાતિઓના સંરક્ષણ એન સંવર્ધન માટે અભ્યારણો ઉભા કરેલા છે. પ્રવતમાન ભાજપની સરકાર માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે આ અભ્યારણોની સંપૂર્ણ અનદેખી કરે છે અને માટે જ અભ્યારણમાં આરક્ષિત પશુ અને પક્ષીઓની નિયમિત વસ્તી ગણતરી અનિવાર્ય હોવા છતાં ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છના એક પણ અભ્યારણમાં એક પણ વખત વસ્તી ગણતરી કરેલી નથી. નામશેષ થઈ રહેલી પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે તે ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતની અસ્મિતા છે. ગુજરાતની ભાજપની સરકારની ગુન્હાહિત બેદરકારી સંપુર્ણ ગુજરાત માટે નુકશાનકારક અને શરમજનક છે.   

 

———————————————————————–

https://youtu.be/clAzTK8YxrU