Close

October 10, 2012

Press Note Guj Dt: 10/10/2012 Bhiloda

Click here to view / download press note.

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                તા. ૧૦-૧૦-ર૦૧ર

  • કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર આવી ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ,૩૮૨ કિ.મી.ના હતા અને પાંચ વર્ષનું શાસન પૂરું થયું ત્યારે ગુજરાતમાં ૨૦૦૩-૦૪માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ વધવાના બદલે ઘટીને ,૩૫૪ કિ.મી. થઈ ગઈ હતી.
  • કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર આવી ત્યારે ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ,૩૫૪ કિ.મી. હતી, તે વધીને રેકોર્ડ બ્રેક રીતે ગુજરાતમાં ૨૦૦૮-૦૯માં ,૨૪૫ કિ.મી.ની થઈ છે.
  • કેન્દ્ર સરકારે આદિવાસીને વનસંપત્તિ પરના અધિકારનો કાયદો આપ્યો, પરંતુ ગુજરાત સરકારે આદિવાસીભાઈઓને જમીન પરના અધિકારપત્રો હજુ સધી આપ્યા નથી.
  • આદિવાસીઓને સૌથી ઓછી જમીન ફાળવવામાં ગુજરાતની ભાજપની સરકાર પ્રથમ ક્રમે.
  • ગુજરાતમાં ગેસની પાઈપલાઈન નાંખવાની  ના પાડનાર કેન્દ્રની ભાજપની એનડીએની સરકાર હતી.
  • ગુજરાતના મુખ્યમંત્રી જાહેર કરે કે ગેસની પાઈપલાઈન નાંખવા માટેની મંજૂરી રેગ્યુલેટરી બોર્ડની છે કે કેન્દ્ર સરકારની ?
  • ગુજરાત સરકાર શિક્ષણ માટે દેશમાં સૌથી ઓછું બજેટ ફાળવતી સરકાર.
  • ગુજરાત સરકાર શિક્ષણમાં નાણાં ફાળવતી હોવાના કારણે મેડીકલ કોલેજના એક પ્રજાપતિના બાળકે આત્મહત્યા કરવી પડી.

સાબરકાંઠા જિલ્લાનાભિલોડા વિધાનસભામતવિસ્તાર તથા હિંમતનગર વિધાનસભા મતવિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ, બુથના પ્રભારીતેમજ સ્થાનિક આગેવાનોની મિટીંગને સંબોધનકરતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માત્ર ને માત્ર માનીતા મોટા ઉઘોગપતિઓની ચિંતાગુજરાતની સરકારે કરી છે. દેશમાં આદિવાસીભાઈઓ માટે વનસંપત્તિ પરનો અધિકારનો કાયદોદેશની કોંગેસની આગેવાનીવાળી સરકાર લાવી, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની માનસિકતા ગરીબ, દલિત, આદિવાસી અને લધુમતી વિરુદ્ધની હોવાના કારણે ગુજરાતમાં વનસંપત્તિ પરના અધિકારના કાયદા નીચેવનમાં રહેતા આદિવાસી, બક્ષીપંચ અને અન્ય વર્ગના ભાઈઓને જમીનપરના હક્ક ગુજરાતની સરકારે આપ્યા નથી. અધિકૃતઆંકડાઓ સ્પષ્ટરીતે જણાવે છે કે, ગુજરાતની ભાજપની સરકારની માનસિકતા જ ગુજરાતના આમઆદમીને જમીન આપવા માટેની નથી. માનીતા ઉઘોગપતિઓને માંગે તેટલી જમીન મફતના ભાવે વાયબ્રન્ટ ગુજરાતના નામે ભ્રષ્ટાચારથી આપવામાં આવી છે અને બીજી તરફ આદિવાસી ભાઈને વનસંપત્તિ પરનો અધિકાર મળ્યો નથી. ગુજરાતમાં આમ આદમીના બાળકોને યોગ્યઅને મફત કે સસ્તુંશિક્ષણમળે તેની ચિંતા કરવામાં આવતી નથી. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે બજેટના આંકડાઓ દર્શાવીને કહ્યું હતું કે, દેશમાં ગરીબ રાજ્યોએ પણ શિક્ષણના ક્ષેત્રમાં ટકાવારીની દૃષ્ટિએ કુલબજેટના વધારેનાણાંફાળવ્યા છે, જ્યારે ગુજરાત આખા દેશમાં શિક્ષણ પાછળસૌથી ઓછા નાણાં ફાળવનારુંરાજ્ય બન્યું છે. શિક્ષણને નાણાંની ફાળવણીનહીં કરવાના કારણે ગુજરાતમાં ભૂતકાળમાં કોઈપણ વ્યક્તિએ પછી એન્જિનિયર બનવા માંગે કે ડોક્ટર બનવા માંગે તે નજીવી રકમમાં શિક્ષણ મેળવી શકતા હતા, તેની સામેઆજે એન્જિનિયરીંગ કે મેડીકલનું શિક્ષણ સામાન્યગુજરાતીના બાળકને પોસાય જ નહીં તે રીતનું બની ગયું છે. અન્ય અભ્યાસક્રમો પણ માત્ર ને માત્ર શ્રીમંતોના બાળકો જ મેળવી શકે તેટલું મોંઘુંશિક્ષણ ગુજરાતમાં બન્યું છે. અમદાવાદની મેડીકલ કોલેજના વિઘાર્થીનો દાખલોટાંકતાં વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્યું હતું કે, એક પ્રજાપતિના બાળકને પોતાના પરિવારે પેટે પાટા બાંધીને ડોક્ટર બનાવવા માટે અમદાવાદમાં એડમિશન લીધું હતું. મહેનતુબાળક ખૂબસારી રીતે અભ્યાસમાં પ્રગતિકરી રહ્યો હતો, પરંતુ ગુજરાતની સરકારે અચાનક નક્કીકરેલી ફીમાં પણ વધારોકરી દેતા એ વિઘાર્થી કે જે ગરીબ પરિવારમાંથી આવતો હતો, તેણે વિચાર્યું કે મારોપરિવાર મારી ફીની રકમ ભરી શકશે નહીં અને પરિણામેએ આશાસ્પદવિઘાર્થીએ આત્મહત્યાકરી તે ગુજરાતની સરકાર માટે શરમજનકઘટનાછે. સંપૂર્ણસંવેદનાગુમાવી ચૂકેલા ગુજરાતના મુખ્યમંત્રીએ આ પ્રજાપતિના પરિવારની નથી મુલાકાતલીધી કે નથી સરકાર તરફથી એકપણ રૂપિયાની પરિવારને રાહતઆપવામાં આવી. આ આત્મહત્યા માટે જવાબદારસામે પગલાંભરાય તે માટે પરિવાર સતતફરિયાદદાખલ કરવા માટે એક જગ્યાએથી
બીજી જગ્યાએ ધક્કા ખાધા કરે છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની માનસિકતા જ ગરીબની ફરિયાદ ન લેવાય
તે પ્રકારની હોવાથી આ વિઘાર્થીની આત્મહત્યા બાદ તેના પરિવારની ફરિયાદ પણ હજુ સુધી ધ્યાને લેવામાં
આવી નથી.

ગુજરાતનામુખ્યમંત્રી પાઈપલાઈનથી ગેસ આપવા માંગું છું, પરંતુ કેન્દ્રસરકારે મંજૂરીઆપી નથી,તેવીસંપૂર્ણ હાસ્યાસ્પદ અને જૂઠ્ઠી વાત કરે છે. જો મુખ્યમંત્રીમાં હિંમત હોય તો એજાહેર કરે કે, આ પાઈપલાઈન માટેનીદરખાસ્ત સરકારે કઈ તારીખે અને કોને કરી ? હકીકતમાં જ્યારે દિલ્હીમાં ભાજપનીઆગેવાનીવાળી એનડીએની સરકાર હતી, એ સરકારે જ ગુજરાત સરકારને કહ્યું હતું કે, પાઈપલાઈન નાંખવા માટે જેઅલગ મંજૂરી માટે અલગ ઓથોરીટીનીરચના કરી છે અને ગુજરાતે જ્યાં કાંઈ પાઈપલાઈન ગેસ માટેની નાંખવી હોય ત્યાં એસ્વતંત્ર ઓથોરીટીની મંજૂરીલેવી જોઈએ અને તેના ધોરણોપરિપૂર્ણ કરવા જોઈએ.આમ, અલગ ઓથોરીટીને સંતુષ્ટ કરવા માટે જે પેરામીટર્સ પૂરા કરવા જોઈએ તે એટલા માટે થયા નથી,કારણ કે ગેસની પાઈપલાઈનમાં પણ ગુજરાતના મુખ્યમંત્રીના માનીતાને કરોડો રૂપિયા પડાવી ખાવા હતા. કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકારે ગુજરાતમાં ગેસની પાઈપલાઈન નાંખવા અંગે કોઈ દિવસ ના પાડવાનોસવાલ જ નથી, કારણ કે કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર મંજૂરી આપે તેવી કોઈ દરખાસ્ત પણ ભાજપ તરફથી આવેલ નથી. પાઈપલાઈન નાંખવા માટેની અલગ રેગ્યુલેટરીબોડી છે અને તે બોડીને સંતુષ્ટ કરવાનીજવાબદારી ગુજરાત સરકારની છે. ભૂતકાળમાં આ અંગેનિર્ણય કરનાર પણ જે દિલ્હીની સરકાર હતી તે ભાજપની આગેવાનીવાળી હતી. સદંતર જૂઠ્ઠાણાંઓ બોલીને ગુજરાતના મુખ્યમંત્રીએપોતે ૧૨વર્ષ દરમ્યાન પ્રજાનીતિજોરી લૂંટીને જે ખોટા કામો કર્યા છે તેનાથી પ્રજાનુંધ્યાન બીજે દોરવા માટેનોપ્રયત્ન કરે છે.

ગુજરાતના મુખ્યમંત્રી કેન્દ્રસરકારદ્વારાગુજરાતને અન્યાયની જે વાતો કરે છે તેના સંદર્ભમાં વિરોધપક્ષના નેતાએ ચેલેન્જ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જ વિધાનસભામાં સામાજિક-આર્થિક સમીક્ષા- ૨૦૧૧-૧૨ રજૂ કરવામાં આવ્યું છે અને આ પુસ્તકમાં જ જેઆંકડાકીયપત્રકો આપ્યા છે તેના પત્રક ૯.૨ કે જે રસ્તાઓનાપ્રકાર મુજબની રસ્તાઓનીલંબાઈ દર્શાવતા છે અને આ આંકડાઓ ગુજરાત સરકારે આપ્યા છે તેને ટાંકીને જણાવ્યું હતું કે, દિલ્હીમાં ભાજપનીઆગેવાનીવાળી કેન્દ્રમાં સરકાર ૨૦૦૦-૦૧માં આવી ત્યારે ગુજરાતમાંરાષ્ટ્રીય ધોરીમાર્ગોનીકુલ લંબાઈ ૨,૩૮૨ કિ.મી. હતી, જે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર રહી, ત્યારે વધવાને બદલે ઘટીને ૨૦૦૩-૦૪માં એટલે કે જ્યારે ભાજપની આગેવાનીવાળી સરકાર સત્તામાંથી દિલ્હીથી ગઈ ત્યારે ૨,૩૫૪ કિ.મી. માત્ર રહી ગઈ હતી. આ અન્યાય ગુજરાતને રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘટાડાનો કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે થયો છે. આ જ પત્રકમાંસ્પષ્ટ જણાવાયું છે કે, દિલ્હીમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર આવ્યા પછી ગુજરાતમાં જે વારસામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે માત્ર ૨,૩૫૪ કિ.મી.ની લંબાઈના હતા, માંસતતવર્ષોવર્ષવધારો કરીને ૨૦૦૮-૦૯માં રેકોર્ડબ્રેકલાભ ગુજરાતને રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે કોંગ્રેસની કેન્દ્ર સરકારે આપ્યો અને ૨૦૦૮-૦૯માં કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ૩,૨૪૫ કિ.મી.નીપ્રાપ્ત થઈ છે.આમ,અનેકગણી લંબાઈ જો કોઈ સરકારે ગુજરાતને રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે આપી હોય તો તે કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્રની સરકારે આપી અને જો કોઈએ અન્યાય કર્યો હોય ગુજરાતને તો એ સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અન્યાય થયો કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીના ગુરૂ અડવાણી ગુજરાતમાંથી જચૂંટણી લડીનેનાયબ વડાપ્રધાન તરીકે દિલ્હીની સરકારમાં બેઠા હતા ત્યારે ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ વધવાને બદલે ધટાડવામાં આવી છે. વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ચેલેન્જ કરીને કહ્યું હતું કે, મેં દર્શાવેલા આંકડાઓમાં એકજગ્યાએ પણ કંઈખોટું હોય એમ સાબિત કરી આપે ભાજપનો કોઈ કાર્યકર્તા કે મુખ્યમંત્રી તો ભાજપ જેસજાનક્કી કરે તે સજા ભોગવવાની અમારીતૈયારી છે. કોંગ્રેસ પક્ષ જૂઠ્ઠાણાંઓથી મતોનુંરાજકારણ કરનારો પક્ષ નથી, પરંતુ લોકોની સુવિધાઓ અનેવ્યવસ્થા માટેસત્યહકીકત જે છે તે જ હંમેશા અમે રજૂ કરીએ છીએ.

સાબરકાંઠા ખાતેના સંમેલનને એ.આઈ.સી.સી.ના સેક્રેટરી અને સાંસદ શ્રી અશોક તન્વરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત એવિકાસમાં હંમેશાઅગ્રેસરરહ્યું છે અને એનોયશજો કોઈને પણ આપવો હોય તો તે ગુજરાતીઓનીમહેનતઅને સૂઝબૂઝને આપવો પડે. આજે ગુજરાતમાં સમતુલિત વિકાસ થવાના બદલે મુઠ્ઠીભર માનીતા શ્રીમંતોનો વિકાસ થયો છે અનેઆમઆદમીને પોતાની મહેનતના પ્રમાણમાં મહેનતનાફળએટલા માટે મળતા નથી કે ગુજરાતનીસરકારઆમ આદમીને સરકાર તરફથી જેસહયોગમળવો જોઈએ તે આપવામાં આવતો નથી. આજના સંમેલનમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીએઆદિવાસીઅને મહેનતકશલોકોમાટે ગુજરાત સરકારનીનીતિજેનુકસાનકારકરહી છે તેની સિલસિલાબંધ હકીકતો રજૂ કરી હતી. શ્રી મિસ્ત્રીએ ભારત સરકારના કાર્યક્રમો જે આદિવાસી, ગ્રામીણ, ખેડૂત, દલિત, લધુમતી અને આમ આદમી માટેના આવે છે તેને પણ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની ગુજરાત સરકારચિંતાકરતી નથી. ભારત સરકાર તરફથી મહિલા અને બાળવિકાસ માટે આવેલા લાખો રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાનીપ્રસિદ્ધિઅનેપ્રચારપાછળવેડફી નાંખ્યા છે. ભિલોડા તેમજ હિંમતનગર ખાતેના કાર્યકર્તા સંમેલનોમાં ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાભરના આગેવાનો પણઉપસ્થિતરહ્યા હતા.

————————————————————————————————————–