Close

March 11, 2011

Press Note Guj Dt: 11/03/2011 on Late Kundanlal Dholakiai

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                           તા.૧૧-૩-ર૦૧૧

તા.૧૦.૩.ર૦૧૧ના રોજ ગુજરાત વિધાનસભામાં પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.શ્રી કુંદનલાલ ધોળકિયાના શોકદર્શક ઉલ્‍લેખ વખતે શ્રધ્‍ધાંજલિ આપતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, સ્વ. શ્રી કુંદનલાલ ધોળકીયા સાહેબના અવસાનથી સંસદીય પ્રણાલાઓના એક વડલાની વિદાય થઈ છે. આઝાદી અને ક્રાંતિના મહિના ઑગસ્ટની ૧૦મી તારીખે, ૧૯૨૦માં કલકત્તા ખાતે જન્મેલા સ્વ. શ્રી કુંદનલાલ ધોળકીયાના જીવનના કેટલાક પ્રસંગોમાંથી આજના દિવસે કંઇક પણ જીવનમાં ઉતારી શકીએ તો એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે.

૧૯૭૫માં વિધાનસભાના અઘક્ષ તરીકે પોતે વરાયા. મુંબઇ વિધાનસભામાં ૫૭ થી ૬૦ સુધી અને અનેક જુદા જુદા ક્ષેત્રોની એમણે પ્રવૃત્તિઓ કરી. ૨૦મી માર્ચ, ૧૯૭૮માં શ્રી નિલમ સંજીવ રેડ્ડીજીના હસ્તે વિધાનસભા ગૃહના પાયાનું ખાતમૂર્હત થયું   વખતે વિધાનસભા ગૃહના અઘક્ષ સ્વ. શ્રી ધોળકીયા સાહેબ હતા. સ્વ. શ્રી કુંદનલાલ ધોળકીયા સાહેબની સંસદીય પ્રણાલિકાઓની યશ ગાથા ગાવા બેસીએ તો કદાચ જેમ આપણે એક પારાયણ બેસાડીએ અને સાત કે નવ દિવસ ચાલતી હોય એટલા દિવસો પણ ઓછા પડે એ પ્રકારનું ઉમદા જીવન સંસદીય પ્રણાલિકાઓને લાગે વળગે છે તાં સુધી જીવીને ગયા. માત્ર એ કે બે પ્રસંગ જે આપણી વિધાનસભાની ચર્ચાઓમાં નોંધાયેલા છે. આપણા સૌના માટે એમાંથી કાંઇ શીખ મળે પ્રકારના છે ટાંકીને એમને ખરા દિલથી શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છું છું. ૨૧મી એપ્રિલ, ૧૯૭૭ પાંચમી વિધાનસભાની ચર્ચાઓના પુસ્‍તક પરના પાના નં.૮૩૬ પર એમના જે શબ્દો છે, “અઘક્ષ ધારાસભ્‍યો વચ્ચે એક સેતુબંધ છે, પરસ્પરનો વિશ્વાસનો છે. શ્રદ્ધા અને મંદિર અને માનવ વચ્ચે કોઇ ઇમારત નથી. એજ સેતુબંધ છે અને એજ શ્રદ્ધા છે. આપણા વચ્ચે ખુરશી મંદિર છે, આપણાં વચ્ચે એક શ્રધ્‍ધા છે, પરસ્પર વિશ્વાસ છવાઈ રહે એમ હું જરૂર ઇચ્છું. હું એમ કહી શકું છું કે, અઘક્ષ તરીકે કોઈ સ્થાન લે ત્‍યારે He always assures the House that he will do this thing he will do that thing; he will be impartial. પણ હું જે કહેવા માગું છું તે છે શબ્‍દો કરતાં અધ્યક્ષ તરીકે મારું સંચાલન ઉઘાડી કિતાબ બને તેવી મારી પોતાની એક ભાવના છે. એક પક્ષીય રાજકારણથી અધ્યક્ષે detachement કેળવવું જોઈએ. પક્ષનો કેટલોક વિસ્તાર અધ્યક્ષ માટે પ્રતિબંધિત રહેવો જોઈએ. ત્રીજી વાત કે, નિયમોમાં જે discretionary powers છે તેનો ઉપયોગ પક્ષના હિત માટે નહીં પણ ન્‍યાય માટે હોવો જોઈએ, અધ્યક્ષની સત્તા અમર્યાદિત અને અમાપ છે પણ રાજકારણમાં મેં એક સૂત્ર અપનાવ્યું છે કે, જેની સત્તા અમાપ કે અબાધિત હોય તેમણે પોતાની જાતને વારંવાર ધોવી જોઈએ. He must wash himself. હું કંઇ ભૂલ તો નથી કરતો ને. I know, my ruling cannot be challenged even in the court.  પણ એટલા માટે I  must be careful. હું જે સત્તાનો ઉપયોગ કરુંછું જે નિર્ણય આપું છું તે બરાબર છે કે નહીં અને તેથી મારે મારી જાતને વારંવાર ધોવી જોઈએ. માત્ર શબ્દો કહયાં એવું નહીં, વિધાનસભા ગૃહમાં પોતે જે પક્ષમાંથી ચૂંટાયેોલા હતા એના અધ્યક્ષ તરીકે બેઠા હતા. થોડું આયારામ ગયાારામ ચાલ્યું, બહું પાતળી બહુમતીથી, બજૅટનું સત્ર ચાલે, માગણીઓ પરની ચર્ચા આવી, સત્તાધારી પક્ષના થોડા ધારાસભયો ગેરહાજર હતા, માગણી પરની ચર્ચામાં મતદાન થાય તો સરકાર હારી જાય અને સરકાર સત્તા ગુમાવે તેવી સ્થિતિ હતી. સત્તાધારી પક્ષના સભ્‍યોએ માનનીય અધ્યક્ષને કહયું અમે થોડું તોફાન કરીએ તમે હાઉસ થોડું એડજોર્ન કરજો. એમણે જવાબ  સકારાત્‍મક ન આપ્‍યો., દબાણ પણ એમના પર આવ્યું. માનનીય કુંદનલાલ ધોળકિયાએ સત્તાધારી પક્ષની વાત નહીં માનીને કહયું કે, તમે અવાજ કરશો તો બહાર કાઢીશ પણ મતદાન કરાવીશ. મતદાન થાયું એક મત માટે માગણીઓ પરની ચર્ચામાં સત્તાધારી પક્ષ હારી ગયો.

ઉંચુ કામ માનનીય અધ્યક્ષશ્રીએ કર્યા પછી કેટલી ઉંચી પરંપરાના આપણે ભાગીદાર છીએ એનું ગૌરવ લેવાય. સત્તા જે મુખમંત્રીની ગઈ સ્વ. બાબુભાઈ જશભાઈ પટેલ કુંદનલાલ ધોળકિયા પાસે જાય છે અને એમ કહે છે કે, તમે મુલ્યોનું જતન કરીને મારી પ્રતિષ્ઠાને સાચવી છે. જે મુખમંત્રીની ખુરશી ગઈ, જે અધ્યક્ષના કારણે ગઈ અધ્યક્ષને મુખમંત્રી કહેવા ગયાં કે, મારા પક્ષનું દબાણ હતું એને તમે માન્યું એના કારણે મારી ખુરશી ગઈ પરંતુ તમે મુલ્યો જતન કરીને મારી પ્રતિષ્ઠા સાચવી લીધી છે. ગૌરવવંતુ ગુજરાત સ્વ. ધોળકિયા જેવા ભૂતો, ભવિષ્‍યતિખબર નથી ભૂતકાળમાં બીજા કોઈ થયા હોય કે, ભવિષમાં થશે એની પણ કલ્‍પના કરાય એવી પરિસ્થિતિ. આપણે સૌ કંઇક ને કંઇક અંશે એવું ઈચ્છતા હોઈએ છીએ કે, અમને સન્માન મળે, માન મળે. એવોર્ડ મળે, મેડલ મળે, પ્રમાણપત્ર મળે. હું શ્રેષ્ઠ છું એવું કંઇક મળે એનાથી તદૃન વિપરીત ભાવનાવાળા. સ્વ. ધોળકિયા એવા વ્યક્તિ હતાં કે, મળેલા એવોર્ડ કે, ઈનામોનો સ્વિકાર કરતા નહીં. સ્વતંત્રતાની લડતમાં જેલવાસ ભોગવ્યો. આપણે ત્યાં કહેવાય છે કે, નીડી ઈઝ ગ્રીડીજેની પાસે ઓછું હોય એને કંઇક મેળવવાની અપેક્ષા હોય. આર્થિક સદ્ધરતા એટલી નહોતી છતાં પણ સ્વાતંત્ર પેન્શન લીધું. ૧૯૯૮માં આપણી ગુજરાતની સરકારે નકકી કર્યું કે, સ્વ. ધોળકિયાને ગોલ્ડ મેડલ આપીએ, સુવર્ણ ચંદ્રક આપીએ. એમણે ના પાડી કે, હું ચંદ્રક નહીં લઉં. એક લાખ રૂપિયાનો સ્વ. કનૈયાલાલ દેસાઈ એવોર્ડ એમને આપવામાં આવ્યો. એમણે એવોર્ડનો અસ્વિકાર કર્યો.. ૨૦૦૬માં રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એમનું સન્માન કરવાની વાત આવી અને ગુજરાત સરકારે કહયું કે, અમે પ્લેનની ટિકીટ મોકલીએ છીએ.. રાષ્ટ્રપતિ આપનું બહુમાન કરે છે. આપ પધારો અને એમનો પત્ર હતો કે, હું એવોર્ડ લેવા દિલ્હી જઉં અને પ્રજાના પૈસે વિમાનમાં જઉં તે પ્રજાના પૈસાનો દુરઉપયોગ છે. મને રાષ્ટ્રપતિશ્રીનું સન્માન ટપાલમાં આવશે તો હું સ્વિકારી લઈશ પણ એના માટે હવાઈ જહાજનો ખર્ચો મંજૂર નથી. કેટલું ઉમદા વ્યકિતત્વ ? એક છેલ્‍લો પ્રસંગ  ટાંકીને મારી વાત પૂરી કરીશ. આપણી ચર્ચાઓના પુસ્‍તક-૫૮ના પાના નં. ૬૧૩ પર એક નાની એવી વાત છે પણ ખૂબ અસરકારક છે. પોતે અધ્યક્ષ હતા ત્‍યારે કહયું કે, સભાગૃહ કયારેક જે એવા પ્રસંગ બને કે વિરોધ પક્ષના એક માનનીય સભશ્રી રજૂઆત કરે, જાહેર હિત ખાતરની વાત કરે અને તેના ખ્યાલ મુજબ આમ છે એમ કહે ત્‍યારે માનનીય સભ્‍યશ્રીને સભાગૃહના નેતા મુખમંત્રીશ્રી એમની માગણી અને એમની વાતનો ઊભા થઈને સ્‍વીકાર કરે એટલું નહીં બધા પાસા જોઈ લેવાની વાત કરે વાત લોકશાહી પ્રણાલિકા મુજબની છે અને સભાગૃહમાં ઔચિત્‍યપૂર્ણ છે. એમના જીવનના તો અનેક પ્રસંગો મારા માટે તો એક મુરબ્બી હતા અને માર્ગદર્શન લેવા માટેનું એક મોટું કેન્‍દ્રબિંદુ મેં ગુમાવ્‍યું છે એમ હું કહીશ. હું પહેલી વખત વિધાનસભામાં ચુંટાયો ત્‍યારથી પહેલા પત્રો આવતા પછી પત્રોના બદલે કયારેક સંદેશો આવે. હું ફોન કરું એમને ૦૨૮૩૨૨૨૦૧૪૮ નંબર ઉપર એમના અને વડીલ છાપાઓ, વિધાનસભાની ચર્ચા રેડિયો ઉપર સાંભળનારી વ્‍યકિત કયારેક  મને ઠપકો પણ આપે કે, તમારી પાસે અપેક્ષા હોય. તમારાથી થાય અથવા તો હા, તમે બહુ સારું કર્યુ. સરકારે કર્યુ. એ ખોટું હું મંત્રી હતો તો એમ કહે. મંત્રી તરીકે આમ કરવું જોઇએ., આમ નહીં કરવું જોઈએ. કયારેક પોતાના નામના આગ્રહ વગર એમણે જે રીતનું જીવન જીવીને સાચા અર્થમાં ગુજરાતની સંસદીય  પ્રણાલિકા માટે જે વાત કરીને ગયા છે. હું માનું છું. સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં જે સ્વર્ણિમ ઈતિહાસ ગુજરાતનો લખાય એમાં સ્વ. કુંદનલાલ ધોળકિયાનું નામ સ્વર્ણિમ અક્ષરે હંમેશા રહેશે.

આપણે તો આવીએ છીએ, રહીએ છીએ, જીવીએ છીએ, જતા રહેવાના છીએ. આપણા પહેલા કેટલાંક આવીને ગયા અને આપણા પછી કેટલાંક આવીને જશે. આપણું કર્તવ્‍ય ચિરંજીવી રહેવાનું છે. સ્વ. ધોળકિયાએ એમના જીવન દરમ્યાન કોઇ સન્માન નથી સ્વિકાર્યુ. હું આપના મારફત ગૃહના નેતાને વિનંતી કરીશ ગાંધીનગરમાં એમના નામનો એકાદ માર્ગ કરીએ, એમના નામનું સ્‍મારક કે એમના નામે વિધાનસભાના સભાના સભ્‍ય કે સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન મળી રહે તેવી કોઇ વ્‍યવસ્થા વા‍ર્ષીક કરીએ, જેથી ઉમદા વ્‍યકિતને સમજવા અને એમની સેવા અને માર્ગદર્શન લેવાનું આપણા સૌને માટે ઉપયોગી બની રહે. માનનીય મુખમંત્રીશ્રી જે શોક દર્શક ઉલ્લેખ લઈને આવ્યા છે એમને દિલથી મારી અને મારા પક્ષ વતિ સમર્થન અને શ્રદ્ધાંજલિ અર્પીને વિરમું છું.

——————————————————————————————————-