Close

May 23, 2017

Press Note Guj. Dt: 12.05.2017 અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી વગર ટળવળતા લોકો અને પશુઓ.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                   તા. ૧૨.૦૫.૨૦૧૭

  • ગુજરાતના બહુ જ મર્યાદિત વિસ્તારમાં અછત હોવા છતાં સરકારની નિષ્ફળતાનાં કારણે પાણી વગર લોકો અને પશુધન ટળવળે છે.
  • કચ્છ જીલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા માટે ખીરસરા પોઈન્ટ ઉપર N C W પાણી ઓછામાં ઓછું ૨૫ એમ એલ ડી જોઈએ ત્યાં માત્ર ૩ એમ એલ ડી.
  • શું કોંગ્રેસનાં ધારાસભ્યનાં વિસ્તારની ગાય એ ભાજપનાં માટે માતા નથી ? શું એ ગાય પણ કોંગ્રેસી છે?
  • ગાયને મારે તો કડક સજાની વાત કરનાર મુખ્યમંત્રી જવાબ આપે કે વગર પાણીએ ટળવળીને ગૌવંશ મરે છે તેના માટે કોને સજા કરવી ?
  • સમગ્ર ગુજરાતમાં ઉપરા ઉપરી દુષ્કાળ પડ્યા હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી પરંતુ ઘાંસ કે પાણી વગર લોકો ટળવળતા ન હતા.
  • રાજગઢ પાસે કેટલાય દિવસોથી કેનાલ તૂટેલ છે પુષ્કળ પાણી વેડફાય છે પરંતુ સરકારને તેની ચિંતા નથી.
  • કબાડીમાં મોકલવા લાયક ખખડધજ ટેન્કરો સાવ થોડી સંખ્યામાં કચ્છને ફળવાયા છે.
  • કચ્છમાં પાણીની પુરતી વ્યવસ્થા કરવા માટે અબડાસાના ધારાસભ્યનો મુખ્યમંત્રીશ્રી ને વેદના અને આક્રોશ સાથેનો પત્ર.

————————————————————–

 

 

 

Click here to view/download the Press Note