Close

May 13, 2011

Press Note Guj Dt: 13/05/2011 On Five State Assembly Election Results

Click here to view / download press note

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                            તા.૧૩-૦પ-ર૦૧૧

  • પાંચ રાજ્યોની ચૂંટણીઓની કુલ ૮ર૪ બેઠકોમાંથી ભાજપને માત્ર પાંચ બેઠકો.
  • પાંચ રાજ્યોની ચૂંટણીમાં પોતાનો દબદબો રહેશે તેવી મોટી વાતો કરનારી ભાજપનો સફાયો.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જ્યાં જ્યાં સભાઓ કરવા ગયાં ત્‍યાં ત્‍યાં ભાજપના ઉમેદવારો હાર્યા.
  • દેશની જનતાએ ભાજપના કોંગ્રેસ વિરુધ્‍ધ જુઠ્ઠાણાઓને જાકારો આપ્‍યો.

             દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં દેશના મુખ્‍ય વિરોધપક્ષ ગણાતાં ભાજપને કુલ ૮ર૪માંથી માત્ર પ બેઠકો મળેલી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્‍યું હતું કે, ભાજપના જુઠ્ઠાણાઓને દેશના પાંચ રાજયોની જનતાએ જાકારો આપ્‍યો છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી રાષ્‍ટ્રીય નેતા બનવાના પોતાના સ્‍વપ્‍નાઓ લઇને પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્‍ય સ્‍ટાર પ્રચારક તરીકે સભાઓ કરવા ગયા હતાં, પરંતુ તેઓએ જ્યાં જ્યાં સભાઓ કરી છે ત્‍યાં ત્‍યાં ભાજપના ઉમેદવારોનો પરાજય થયો છે. આસામમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ બેફામ વાણીવિલાસ કરવાના કારણે આસામના પ્રદેશ ભાજપના પ્રમુખ હારી ગયા છે. કોંગ્રેસપક્ષ વિરુધ્‍ધ બેફામ આક્ષેપો અને નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કરનારા ભાજપને મતદારોએ સાથ આપ્‍યો નથી.

        ભ્રષ્‍ટાચાર સામે ઝૂંબેશની વાત કરનારા ભાજપના બેવડા ધોરણોને પાંચ રાજ્યોની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસપક્ષે પોતાના પક્ષના કે પોતાના સાથી પક્ષના કોઇપણ મોટા નેતા સામે ભ્રષ્‍ટાચારનો સહેજ પણ આક્ષેપ આવ્‍યો તો તેમને નૈતિકતાના ધોરણે પદ પરથી દૂર કર્યા છે તેમજ ભ્રષ્‍ટાચારના આક્ષેપવાળા કોઇને પણ બચાવવા માટે કોંગ્રેસપક્ષ તરફથી ક્યારેય પ્રયત્‍ન થયો નથી. ભાજપના કર્ણાટકના મુખ્‍યપ્રધાન હોય કે ગુજરાતમાં ચાલતો ભ્રષ્‍ટાચાર હોય,
ભાજપ દ્વારા હંમેશા પોતાના ભ્રષ્‍ટાચારી નેતાઓને બચાવવાનો પ્રયત્‍ન થયો છે. જેને પાંચ રાજ્યોની જનતા બરોબર ઓળખી ચૂકી છે.

        પાંચ રાજ્યોની જનતાએ શ્રીમતી સોનિયા ગાંધી તથા ડો. મનમોહનસિંઘના સફળ નેતૃત્‍વ અને શ્રી રાહુલ ગાંધીના રાષ્‍ટ્રીય વિકાસ માટેના સનિષ્‍ઠ પ્રયત્નોને સહયોગ આપ્‍યો છે.

        તામિલનાડુમાં સાથી પક્ષોની સામેના વિરુધ્‍ધને બાદ કરતાં બાકીના તમામ રાજ્યોમાં કોંગ્રેસપક્ષ અને કોંગ્રેસપક્ષના સાથી પક્ષોને મતદાતાઓએ જબરજસ્‍ત સહયોગ આપેલો છે. કેરાલામાં કોંગ્રેસના યુ.ડી.એસ. જોડાણને ૩૧ સીટોનો ફાયદો થયો છે. વેસ્‍ટ બંગાળમાં ટી.એમ.સી. સાથેના કોંગ્રેસના જોડાણવાળા એલાયન્‍સને ૧૭૧ બેઠકોનો ફાયદો થયો છે. આસામમાં કોંગ્રેસને રપ બેઠકોનો ફાયદો થયો છે. જે બતાવે છે કે, દેશની જનતાને કોંગ્રેસપક્ષમાં વિશ્વાસ છે.

        આસામમાં ચૂંટણી પ્રચારનો ભાજપ માટે દોર સંભાળનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને આસામની જનતાએ રીજેક્ટ કર્યા છે અને આસામમાં સરકાર બનવાનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં ઘટાડો થયો છે અને માત્ર ત્રણ બેઠકો ભાજપને મળી છે.

        તામિલનાડુમાં ભાજપનો પડછાયો લેવાથી પણ નુકશાન જશે તેવું લાગતાં ચૂંટણી પહેલાં જયલલિતાએ કહ્યું હતું કે, જરુર પડ્યે તેઓ કેન્‍દ્રમાં કોંગ્રેસને સમર્થન આપશે. આમ, તામિલનાડુમાં પણ સત્‍તા મેળવનારા જયલલિતાના પક્ષને લોકોએ જયલલિતાની ભાજપની દૂરીના કારણે જ ડી.એમ.કે.ની વિરુધ્‍ધ મતો આપ્‍યા છે.

——————————————————————————————————————–