Close

March 14, 2011

Press Note Guj Dt: 14/03/2011 General Administrastion Department

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                     તા.૧૪-૩-ર૦૧૧

  • પોતાની જાતને આરએસએસ પ્રચારક કહેવડાવનાર મુખ્‍યમંત્રીશ્રી પ્રજાના કરોડો રુપિ‍યા હવાઇ મુસાફરીમાં ખર્ચવાનું બંધ કરે.
  • માહિતી ખાતું જનતાને ઉપયોગી માહિતી પૂરી પાડવાના બદલે માત્ર મુખ્‍યમંત્રીશ્રીના ફોટાઓ છાપવાનું કામ કરે છે.
  • રાજય સરકાર આઉટ સોર્સિંગના નામે ભ્રષ્‍ટાચારનો સોર્સ ઉભો કરી રહી છે.
  • ગુજરાતીઓ તો ખૂબ સારા વાંચકો રહ્યાં છે પરંતુ મંત્રીમંડળને વાંચે મંત્રીઓ કહેવાની જરુર છે.
  • નિષ્‍ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ સાઇડ પોસ્‍ટીંગમાં છે અને ભ્રષ્‍ટ અધિકારીઓને મલાઇ ખાવાની પોસ્‍ટીંગો મળે છે.
  • સરકાર કરોડો રુપિ‍યા ખાઇ રહી છે માટે લોકાયુક્તની નિયુક્તી કરતી નથી.
  • રાજ્ય ચૂંટણીપંચ કોઇના ઇશારે નૃત્‍ય કરે છે.

            ગુજરાત વિધાનસભામાં આજે સામાન્‍ય વહીવટ વિભાગ પરની ચર્ચામાં ભાગ લેતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, જનતાને ઉપયોગી માહિતી, એનું પ્રસારણ કરવાનું કામ એટલે માહિતી અને પ્રસારણ વિભાગ. છે. પરંતુ આંકડાઓ જોતાં પાંચ કરોડ કરતાં વધારે રુપિ‍યા આપણા મેગેઝીનો પાછળ આપણે નાખીએ છીએ અને આ આટલા પૈસા નાખ્‍યા પછી જો મેગેઝીનો હાથમાં લઇએ. તો તેમાં જનતાને ઉપયોગી માહિતી પ્રજા ઉપયોગી વસ્‍તુનુ પ્રસારણ છે એમાં ખરું? જવાબ મળશે ના.પરંતુ તેમાં મળશે મુખ્‍યમંત્રીશ્રીના ફોટા.આપણી લોકશાહી વ્‍યવસ્‍થામાં આ માનસિકતા, અહો રુપમ અહો ધ્‍વનિ  અને ફાયદો કોને? શું આ માટે આપણે જનતાના નાણાં વાપરવા બેઠા છીએ? મારો અનુભવ છે. માહિતી ખાતા પાસે સારો અને અનુભવી સ્‍ટાફ પણ છે. આપણે એનો ઉપયોગ કરવો નથી. માહિતી ખાતામાં આઉટ સોર્સિંગ ચાલુ થયું છે. એ કરપ્‍શનનનો સોર્સ ઉભો કરવા માટેનું આઉટ સોર્સિંગ છે એવો મારો સ્‍પષ્‍ટ આક્ષેપ છે. શા માટે આવું કરીએ છીએ? રેડિયો અને દુરદર્શનની સામે દેખાવો કયારેક જે સત્‍તાધારી પક્ષ છે એના મિત્રો કરતા હોય છે. કયારેક જોજો, દૂરદર્શન કે રેડિયાના સમાચાર, એમાં ભારતીય જનતા પક્ષ કે મુખ્‍યમંત્રીશ્રીનું કવરેજ કેટલું હોય છે અને પછી આપણો ગુજરાતનો અંક ઉઠાવીને જોજો. તો એમાં વિરોધપક્ષ માટેનો એક પણ શબ્‍દ હોય છે.? શું આપણી એ જવાબદારી નથી? અને ભૂતકાળ પણ જોઇએ તો માનનીય કેશુભાઇ વિરોધપક્ષના નેતા હતા. એમણે પ્રેસ કોન્‍ફરન્‍સ રાખી હોય, માહિતી ખાતાનું વાહન વિરોધપક્ષના નેતાની પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રેસના મિત્રોને લઇને જાય. પ્રજાના  પ્રતિનિધિ તરીકે વિરોધપક્ષનો નેતા પણ બેઠો છે અને મને યાદ છે કે મંત્રીમંડળના કોઇ સભ્‍યએ જો પ્રેસ કોન્‍ફરન્‍સ રાખી હોય અને એ જ સમયે વિરોધપક્ષના નેતા માનનીય કેશુભાઇની હોય તો બીજું કાંઇ નહી. પણ મુખ્‍યમંત્રીશ્રી એમને સૂચના આપે કે મંત્રી મંડળના સભ્‍યોએ પ્રેસ કોન્‍ફરન્‍સનો સમય બદલવો કારણ કે, વિરોધપક્ષના નેતાનું મહત્‍વ લોકશાહીમાં એટલું ઉંચુ છે. આ વ્‍યવસ્‍થા હતી. વાહન લાવવા લઇ જવા માટે માહિતી ખાતાનો નિયમિત વાહન એ પ્રેસ અને મિડીયાના મિત્રોને મળતું હતું કે પ્રેસ અને મિડીયાનો મિત્ર સચિવાલયના દરવાજામાં આવે. એક ચોથી જાગીર છે લોકશાહી. મંત્રીશ્રીને બે ચાંટિયા ભરે એવા પ્રશ્‍નો પણ આખરે પ્રજાહિતમાં એ પૂછે છે. એને જવાબ મંત્રીશ્રીઓએ આપવા પડે. એને સાંભળવા પણ પડે એની ટીકાને સહન પણ કરવી પડે એ વાહનની સુવિધા પણ બંધ થઇ ગઇ. વિરોધપક્ષના નેતાની પ્રેસ કોન્‍ફરન્‍સમાં આવવા જવા માટેની વ્‍યવસ્‍થા આપવા માટેનો સિલસિલો બંધ થયો. અને માત્રને માત્ર એક જ કામ કરવાનું. જે ગુણગાન ગાથાઓ યશગાથાઓ મુખ્‍ય મંત્રીશ્રીની ગાવા સિવાય શું બીજું કામ માહિતી ખાતા પસે નથી? નવી પ્રજા શરુ થઇ. એકાદા નહીં કેટલાય પણ કેટલાય માહિતી ખાતાના સ્‍ટાફના લોકોને વિધાનસભા ગૃહમાં બેસાડવામાં આવે અને મંત્રીશ્રી જે બોલે એના પાના ભરીને રિર્પોટ તૈયાર કરવાના. શું પ્રજાના પૈસે સિકકાની એક બાજું લઇને ચાલવાનું કામ એ માહિતી ખાતાનું કામ છે? શું આજ કામ આપણે એની પાસે કરાવવાનું છે? માહિતી ખાતાની કયારેક પ્રેસનોટો જોશો તો ખ્‍યાલ આવશે કે આ તો કઇ રીતની વ્‍યવસ્‍થા ચાલે છે? હું આપના મારફતે ગૃહના અંદર સરકારને એ જણાવવા માગુ છું કે, આપ કૌભાંડકારી સત્‍યમ કોમ્‍પ્‍યુટર્સને જગ્‍યા-જમીનો આપી શકો. આપ ટાટા મોટર્સને જમીનો આપી શકો તો પત્રકારને એક નાનો પ્‍લોટ આપવામાં શું આપને તકલીફ પડે છે? આપોને એમને પણ પ્‍લોટ. ભૂતકાળની સરકારોમાં પત્રકારોને વ્‍યવસ્‍થા પણ આપી હતી અને કયારેક રહેઠાણાના મકાનો પણ આપ્‍યા છે. એમના માટેની કોઇક વ્‍યવસ્‍થા હોવી જોઇએ. કારણ કે, આખરે એ પ્રજાનો અવાજ રજૂ કરે છે. કયારેક આપણને ન ગમે પણ એ માણસ લોકશાહીની સેવા કરનારા. જતન કરનારા વર્ગ પૈકીનો એ વર્ગ છે આપણે એ નહીં ભૂલવું જોઇએ. એ પ્રજાનો જાગૃત પ્રહરી એટલે પત્રકાર. કદાચ કોઇ કોર્પોરેટમાં જાય તો કેટલાક ઇન્‍ટેલીજન્‍ટ પત્રકારો મેળવે છે એના કારણ અનેકગણું વેતન મેળવી શકે પણ એ છોડીને એક જોબ સેટીસ્‍ફેકશન માટે કંઇક આપણે જેમ જનતાનું કામ કરવા આવ્‍યા છીએ એ રીતે પણ કંઇક કામ કરે છે.એ વાત નહીં ભૂલવી જોઇએ.

         આજે સામાન્‍ય વહીવટ વિભાગની માંગણીઓ પણ આવી છે. સામાન્‍ય વહીવટ વિભાગ એટલે સરકારનું હ્રદય આઇ.એ.એસ અને આઇ.પી.એસ.ના મહેકમથી માંડીને બધી જ જવાબદારીઓ એમના શીરે હોય છે. શું કરીએ છીએ આપણે આજે? નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી કામ કરનારો આ રાજયનો આઇ.એ.એસ કે આઇ.પી.સએસ એને ખૂણામાં બેસાડવાનું કામ આ વિભાગ મારફત થાય છે. મે જોયા હતા સામાન્‍ય વહીવટ વિભાગના એ અધિકારીઓ કે જે મુખ્‍યમંત્રીશ્રીને પણ કહેતા કે, સાહેબ, આ અધિકારી છે એ ભલે આપનું માનતો નથી પણ એ જનતાનું હિત હ્રદયમાં લઇને ચાલે છે. આપણાથી એને ઇનજસ્‍ટીસ ના થઇ શકે. એ પરિસ્થિતિ પણ હતી અને આજે તો શું? આજે પણ આમ તેમ થાય એટલે સીએમઓ માંથી આદેશ છૂટે અને સામાનય વહીવટ વિભાગ મન ફાવે તેમ કરે. જો સરકાર એમ કહેતી હોય કે વીઆર નોન કરપ્‍ટ, વીઆર કલીન. તો પછી લોકાયુક્તને નિયુકત કરવામાં કેમ આપણી દાનત ચાલતી નથી? એકટ કલીયર છે છે. Governor shall appoint in consultation with the Chief justice of High Court and the Leader of Opposition. Government has norole to play. સરકારનો કોઇપણ જાતનો રોલ લોકાયુકતમાં નથી તેમ છતાં એ રોલ પ્‍લે કરવાની કોશીશ કરવાની નામદાર હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ એક નામ મોકલી આપે. હું લોકાયુક્ત નિયુક્ત થાય માટે એક નામમાં આંધળી રીતે હા પાડું કે એક નામ આવ્‍યું છે આપી દો High Court Chief Justice and he is the best judge to decide who can be the Lokayukt? મારે મારા લાઇકીંગ ડીસલાઇકીંગ નથી મૂકવા અને એમ છતાં પણ લોકાયુકત નિયુક્ત ન થાય? શું આપણને એ પણ ખબર ન હોય કે આપણે લોકશાહીનું જતન કરવા માટે બેઠા છીએ? આપણે આમાં હિંમત બતાવવી જોઇએ અને લોકાયુક્તની તાત્‍કાલિક નિમણૂંક કરવી જોઇએ.

         સામાન્‍ય વહીવટ વિભાગ જી.પી.એસ.સી. અને ગૌણ સેવા પસંદગીની અંદરની નિયુક્તિઓ કરે છે. આ રાજ્યના હાથ પગને સિલેકટ કરવાનું કામ એ જી.પી.એસ.સી. અને ગૌણ સેવા પસંદગી કરે છે. કયારેક અહીંયા હાથ મૂકીને જોજો તો ખરા કે એના નિતિમતા અને ધોરણો જળવાય છે ખરા? ગુજરાત સર્વિસ પબ્લિક કમિશનમાં બેઠેલા માણસને પછી કયાંય કામ ન આપી શકાય જોગવાઇ હોવા છતાં આપણે અને કયાંય રાખતા તો નથીને? આપણે આપણી વિચારધારા વાળા માણસને મૂકવા માટે ઉચ્‍ચતમ સ્‍થાન પર માટેની જે લાયકાતો છે એમાં કોમ્‍પ્રોમાઇસ તો નથી કરતાને એ જોવું નહીં પડે? મંત્રીમંડળની જવાબદારીઓ બહુ મોટી છે. એક એક પૈસા રાજ્યનો કેમ વપરાય એની ચિંતા મંત્રીમંડળે કરવાની છે. ભલુ થજો આર.ટી.આઇ. એકટનું. મંત્રીમંડળમાં એક વેચાયેલી નોંધ મારા હાથમાં આવી છે. એ એવી છેકે, ટાટાની નેનો કાર માટે આ સુવિધા આપવાની. એની મંત્રીમંડળમાં વેચાયેલી નોંધ છે.આઘાત લાગે એવી વાત છે. આ રાજયનો કોઇ પણ કારીગર માણસ એક લાખ રુપિ‍યાનું રોકાણ કરતો હોય તો એને મહત્તમ ફાયદો એક લાખ રુપિ‍યાનો જ મળે એને કોઇ દિવસ ૩ લાખ ૩૦ હજારનો ફાયદો ન મળે.એમાં લખાયું છે કે, રરપ૦ કરોડ રુપિ‍યાનું ફસ્‍ટર્ ફેઇઝમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ૬પ૦ કરોડ રુપિ‍યા હું સિંગુરથી મારો પ્‍લાન્‍ટ ફેરવીશ એનો ખર્ચ લાગશે અને એની સામે એનો લાભ કેટલો આપવાનો? ર૭૦૦ કરોડ રુપિ‍યાની સામે એને લોનના પેટે રકમ આપવાની ૯પ૭૦ કરોડ રુપિ‍યાની. એનું વ્‍યાજ કેટલું તો કહે કે ૦.૧ ટકા વ્‍યાજ, હપ્‍તો પહેલો કયારે ભરવાનો? ર૦ વર્ષ પછી પહેલો હપ્‍તો ભરવાનો. અરે આપણે તો ગાય માતાની વાત કરીએ છીએ. ગાય માતા માટેની જે જગ્‍યા જયાં એનીમલ હસબન્‍ડરી યુનિવર્સિટી બનાવવાની હતી એ હ્રદયસમાન જગ્‍યા એ ટાટાને ધરી દેવાની. મંત્રીમંડળમાં નોંધ આવી અને એજ મંત્રીમંડળની નોંધમાં લખ્‍યું છે કે ટાટાએ કહયું છે કે હું લાભો તો લઇશ. બીજા ઘણા લાભો છે એ નથી ગણાવતો. માનનીય અર્જુનભાઇએ વિગતો આપી હતી. આ બધાજ લાભો લઉં પણ ગુજરાતીઓને નોકરી આપવાની જે નીતિ છે તમારી એ મને મંજૂર નથી. આવી નોંધ મંત્રીમંડળમાં મૂકવછાની હિંમત પણ કેમ થઇ શકે એ મને તો સવાલ થાય છે. મહાત્‍મા મંદિરની આપણે વાત કરીએ છીએ. મહાત્‍મા ગાંધીજી તો થર્ડ કલાસના ડબ્‍બામાં ફરતાં હતાં. આપણે હવાઇ જહાજથી હેઠો પગ મૂકી શકીએ છીએ ખરા? આપણે તો પ્રચારક સાદગીના પૂજારીના. ધર્મના, શિક્ષણના લક્ષણની વાત કરનારા અને કલાકો કલાકો આપણે ઉડીએ. કરોડો રુપિ‍યાનો ખર્ચ કરીએ. સવાલના જવાબમાં આપેલા આંકડાઓ  તો જોજો. કરોડો રુપિ‍યા તો હવાઇ જહાજનો ખર્ચ થતો હોય જે રાજ્યના મુખ્‍યમંત્રી પાછળ, એનાથી વધારે તો શું અપેક્ષા રાખી શકાય? દિલ્‍હી જવાનું હોય, અત્‍યારે તો કેટલી બધી હવાઇ સેવાઓની સર્વિસ મળે છે. સવારથી સાંજ સુધીના કેટલા પ્‍લેન મળે છે. એ વિમાન આપણને ફાવે નહિ. કારણ કે, આપણે તો પ્રજાના પ્રતિનિધિ છીએ કે કેમ? એ તો પ્રજા માટેનું પ્‍લેન છે હું તો ઉદ્યોગપતિના પ્‍લેનમાં જ હું દિલ્‍હી જઇ શકું. હું આ પ્રજાના પ્‍લેનમાં બેસી ના શકું.

         મારે એ વાત પણ કરવી છે કે, સામાન્‍ય વહીવટ વિભાગ છે મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓની જવાબદારી એ સામાન્‍ય વહીવટ વિભાગ અને મંત્રીમંડળ ઉપર છે આ પક્ષ કે  પેલા પક્ષનો ધારાસભ્‍ય હોય એ આપને પત્ર લખે છે. એ પત્ર શેના માટે લખે છે? પ્રજાના પ્રશ્‍ન માટે લખે છે. આપ એને બે લીટીનું એકનોલેજમેન્‍ટ મોકલી દો એનાથી એનું  કામ નથી પતી જતું. શું છે આપના પરિપત્રો? શું છે આપની વ્‍યવસ્‍થા? મુખ્‍યમંત્રીશ્રી વતી સામાન્‍ય વહીવટ વિભાગની પ્રશ્‍નોતરી માટે અને બીજી જવાબદારી હું સંભાળતો હતો. હું દર અઠવાડીયે વિભાગની મીટીંગ રાખતો હતો કે ધારાસભ્‍યોના કે વિરોધપક્ષના નેતાના, ધારાસભ્‍ય આ પક્ષનો હોય કે પેલા પક્ષનો હોય એના પત્રો આવ્‍યા હોય. એનો ફાઇનલ જવાબ સમય મયાર્દામાં એને મળવો જોઇએ કે આપે આ પત્ર લખ્‍યો હતો એની આખરી પરિસ્થિતિ આ છે. આજે તો કલેકટરો પણ કે સામાન્‍ય અધિકારી પણ ધારાસભ્‍યશ્રીને પણ એવી રીતે ગણે છે કે ધારાસભ્‍યશ્રી અહીંયા બેઠો હોય કે ત્‍યાં બેઠો હોય એ પ્રજાનો પ્રતિનિધિ છે અને એના અવાજનો પડઘો જો સરકાર ન પડાવી શકતી હોય એ અધિકારીના કાન સુધી જો ધારાસભ્‍યશ્રીના પત્રનો અવાજ ન પહોંચતો હોય તો એ અધિકારીનો કાન આમળવાની જવાબદારી આ મંત્રીમંડળની છે. શું આપણે એ કરી શકીએ ખરા? આપના સ્‍થાન પર બેઠેલા માનનીય અધ્‍યક્ષશ્રીએ બહુજ સુંદર આદેશ આપ્‍યો હતો. પાના નં.ર૭૯, નિર્ણય ક્રમાંક-૪૧૧ કે સરકારી સમારંભો હોય એમાં ધારાસભ્‍ય આ પક્ષનો કે પેલા પક્ષનો ન જોવાય. એને જબરજસ્‍ત સરખું મહત્‍વ મળવું જોઇએ. એ કહેનાર આજ ખુરશી પર બેઠેલા માનનીય અધ્‍યક્ષશ્રીનો નિર્ણય છે. આજે શું થાય છે કે કોંગ્રેસના ધારાસભ્‍ય છે ને? હું પ્રજાના ખર્ચે જલસા કરાવું. કાર્ડ છપાવું એમાં ભા.જ.પ.ના હોદ્દેદારનું નામ હોય પણ કોંગ્રેસના ધારાસભ્‍યનું નામ ન હોય. મારો સવાલ એ છે કે, અધ્‍યક્ષશ્રીએ આપેલા નિર્ણય પછી આ પ્રકારનું વલણ એ અધ્‍યક્ષશ્રીની ખુરશી અને આ વિધાનસભા ગૃહનું અવમાન નથી તો બીજું શું છે? કારણ કે, અધ્‍યક્ષશ્રીએ કહ્યું છે કે, અધિકારીઓને પણ તાકીદ કરજો કે,ધારાસભ્‍ય આ પક્ષનો હોય કે આ પક્ષનો હોય તેને એક સરખું ઉત્‍તમ મહત્‍વ મળવું જોઇએ તે આદેશ માનનીય અધ્‍યક્ષનો હતો. માનનીય અધ્‍યક્ષશ્રી, હમણા; મુખ્‍યમંત્રીશ્રીએ એક ચાલુ કર્યુ વાંચ ગુજરાત. ગુજરાત તો વાંચતું જ આવ્‍યું છે. સૌરાષ્‍ટ્રની રસધાર હોય, સરસ્‍વતીચંદ્ર હોય, મહાભારત હોય, રામાયણ હોય, લોકકથા હોય કે નવલકથા હોય આમ ગુજરાતી તો હંમેશા વાંચતો આવ્‍યો છે અને આની શુધ્‍ધ રીતે જાણકારી  મેળવતો રહ્યો છે. પરંતુ આ મંત્રી મંડળને વાંચી મંત્રી મંડળ એવો મુખ્‍યમંત્રીશ્રીએ કાર્યક્રમ આપવો જોઇએ. એટલા માટે આપવો જોઇએ કે, મારી પાસે વિધાનસભામાં જે એકે એક અક્ષરશઃ રેકોર્ડિંગ થાય છે તે રેકોર્ડિંગ છે. ૧૧ માર્ચ, સવારે -૮.૩૦ કલાકે માનનીય મંત્રીશ્રી નીતિનભાઇ બોલે છે. દેશના રાજકીય રીતે  અને આઝાદીની લડતમાં જે મોટા નેતાઓ હતા તેમના જન્‍મ સ્‍થળોને જે.એન.યુ.આર.એમ.ની યોજનાના લાભ અંગે મહાત્‍મા ગાંધીજીના જન્‍મ સ્‍થળને આપ્‍યું. પણ તમે સરદાર વલ્‍લભભાઇને અન્‍યાય. ભૂલવાળી વાત ચાલે છે હજુ પણ કરમસદને મંજૂરી નથી મળી. કરમસદ તેમનું જન્‍મ સ્‍થળ નથી સાહેબ., એટલી તો મંત્રીશ્રીને ખબર હોવી જોઇએ કે કરમસદ એમનું જન્‍મસ્‍થળ નથી. નડિયાદ તેમના મામાને ત્‍યાં તે જન્‍મેલાં હતા

 ————————————————————————————————–