Close

April 14, 2013

Press Note Guj Dt: 14/04/2013 on Jal Adhikar Yatra

Click here to view / download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

 ગાંધીનગર

અખબારી યાદી                                                                                             તા. ૧૪-૦૪-ર૦૧૩

        સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ભયંકર મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે, જયારે બીજી તરફ સરકાર પોતાની પ્રસિદ્ધિઓના તાયફાઓમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પ્રેરીત જળ યાત્રામાં લોકો સામેથી આવીને પોતાના પ્રશ્નો અને પોતાની મુશ્કેલીઓ રજુ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ જળ યાત્રાનું નેતૃત્વ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ઉપલેટા, ધોરાજી, ગોંડલ ખાતેની જનસભાઓ સંબોધન કરતા જણાવ્યું હતું કે નર્મદા ડેમમાં પૂરતું પાણી છે. મધ્યપ્રદેશમાં આવેલા પાંચ ડેમો વીજળી પેદા કરે છે અને તેથીજ તેના દ્વ્રારા છોડાયેલું પાણી આપણા નર્મદા ડેમમાં આવે છે. ગુજરાતના હિસ્સામાં આવતા ૯ એકર મિલિયન ફીટ પાણી કરતા વધારે પાણી ઉપલબ્ધ છે પરંતુ સરકાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના જરૂરીયાતમંદ લોકો અને ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં નીષ્ફળ રહી છે. દુષ્કાળ પડે ત્યારે “કેરસીટી   મેન્યુઅલ” તુરતજ અમલમાં લાવીને લોકોને મદદ કરવા સરકારે આગળ આવવું જોઈએ. ભૂતકાળમાં તમામ સરકારો કેરસીટી મેન્યુઅલની જોગવાઈઓનું પાલન કરતી હતી. પર્વતમાન સરકારે કેરસીટી મેન્યુઅલ પ્રમાણે કોઈ વ્યવસ્થા ગોઠવી નથી. ખેડૂતો ને બિયારણ તથા તગાવીમા રાહત આપવી જોઈએ, પશુધનને બચાવવા ઘાસના ડેપો શરૂ કરવા જોઈએ, કેટલ કેમ્પ તાત્કાલિક શરૂ કરવા જોઈએ. કોઈપણ ભેદભાવ વગર ગૌશાળાઓને પુરતી સબસીડી આપવી જોઈએ. લોકો તરફથી જળ યાત્રા દરમ્યાન સતત આ બાબતની માંગણી આવે છે, પરંતુ સરકાર તરફથી કોઈ રાહતની કામગીરી શરૂ કરવામાં આવી નથી.

       ભાજપના પ્રવક્તાએ એવું નિવેદન કરેલું હતું કે ગુજરાત સરકાર માથા દીઠ ૧૪૦ લિટર પાણી પૂરું પાડે છે, અને કોંગ્રેસ જળ યાત્રાને નામે સરકારને બદનામ કરે છે. દરેક જનસભામાં સામેથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે, કોઈ ને પણ ૧૪૦ લિટર પાણી મળે છે? જનતા માંથી અવાજ આવે છે કે  અઠવાડિયા – અઠવાડિયા સુધી પણ ટીપું પાણીઆ સરકાર આપતી નથી.

       જળ યાત્રાને સંસદસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પોતાની જાતને ખેડૂત નેતા કહેડાવનાર અને સ્વાર્થ માટે ભાજપમાં જનારા નેતાઓ લોકોની અને ખેડૂતોની આ મુશ્કેલીના સમયે કેમ ચુપ થઈ ને બેઠા છે? પાકવીમા માટે ક્રોપ કટિંગના આંકડા ગુજરાત સરકારેજ સમયસર કેન્દ્ર સરકારને મોકલ્યા નથી અને તેથી પાકવીમો પણ સમયસર મળી શકતો નથી.

       જળ યાત્રામાં છેલ્લા બે દિવસથી ધારાસભ્યશ્રીઓ શ્રી જવાહરભાઈ ચાવડા,  શ્રી છબીલદાસભાઈ પટેલ, શ્રી ઇન્દ્રનીલભાઈ રાજયગુરુ તથા શ્રી પરેશભાઈ ધાનાણી જોડાયેલા છે, તેમજ જીલ્લાના તથા તાલુકાના આગેવનો તથા કાર્યકરતાઓ એ જળ યાત્રા દરમીયાન લોક પ્રશ્નોને સાંભળીને તંત્ર આ પ્રશ્નોને ઉકેલે તેવી માંગણી કરી હતી.

       આજે જળ યાત્રા રાજકોટ જીલ્લા માંથી અમરેલી જીલ્લામાં થઈ ભાવનગર જીલ્લના ઢસા, ગઢડા અને બોટાદ ખાતે લોક પ્રશ્નોને ઊજાગર કરવા માટે પ્રયાણ કરશે.

         ———————————————————————————