Close

February 15, 2011

Press Note Guj Dt: 15/02/2011 on Voluntary Cut in Salaries.

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                 ૧પ.૦ર.ર૦૧૧

*  મંદીના વાતાવરણમાં રાજ્યની આવકમાં મદદરુપ થવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષે રુ. સાડા સત્‍યાવીસ લાખની બચત કરી.

*  કોંગ્રેસ અધ્‍યક્ષાની સૂચનાને માથે ચડાવી કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓએ પોતાના પગારમાં સ્‍વૈચ્છિક કાપનો સ્‍વીકાર કરી રાજ્યની તિજોરીમાં ર૭,પ૦,૦૦૦/- બચાવ્‍યાં.

*  રાજ્યના વિકાસ માટે વૈભવી ખર્ચાઓ પ્રજાના પ્રતિનિધિઓએ નહીં કરવા જોઇએ તેવી માત્ર વાતોજ નહીં પરંતુ કોંગ્રેસપક્ષ દ્વારા તેનો અમલ.

જયારે વિશ્વમાં મંદીની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્‍યારે રાષ્‍ટ્રને મદદરુપ બનવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓ તથા સંસદસભ્‍યશ્રીઓને સ્‍વૈચ્છિક રીતે પગારમાં કાપ મૂકવા કોંગ્રેસ અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓએ પોતાને મળતાં પગારમાં સ્‍વૈચ્છિક રીતે કાપનો સ્‍વીકાર કરીને ગુજરાતની તિજોરીમાં  મંદીના વાતાવરણમાં મદદરુપ બનવા જાહેરાત કરી હતી.

        ગત વર્ષે કોંગ્રેસના ધારાસભ્‍યશ્રીઓએ સ્‍વૈચ્છિક પગાર કાપ સ્‍વીકારવાના કારણે ગુજરાતની તિજોરીમાં રુ.ર૭,પપ,૦૬૪ રુપિ‍યાની બચત થયેલી છે. કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓએ રાજયના વિકાસમાં મદદરુપ બનવા લોક પ્રતિનિધિઓએ પોતે કરવાના ખર્ચમાં કાપ્ મૂકવો જોઇએ તે વાત માત્ર વિરોધપક્ષમાં રહીને કરવાના બદલે પોતે જાતેજ સ્‍વૈચ્છિક કાપ સ્‍વીકારીને રાજ્યની તિજોરીમાં બચત કરેલી છે. કોંગ્રેસ અધ્‍યક્ષાની સૂચનાને સ્‍વીકારીને વૈભવી ખર્ચાઓ કે વિમાનમાં બીઝનેસ કે એકઝીકયુટીવ કલાસમાં મુસાફરી પણ ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના સભ્‍યો દ્વારા કરવામાં આવતી નથી.

————————————————————————————————–