Close

March 15, 2011

Press Note Guj Dt: 15/03/2011 on Black Money

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                      તા.૧પ-૩-ર૦૧૧

 

  • કાળા ધનનાં વિરોધમાં સમગ્ર દેશમાં આંદોલનની વાત કરનારા ભાજપને ઇન્‍કમટેક્ષ ગુજરાતમાં કાળુ ધન પકડે તેમાં શું દુખે છે?
  • માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં કાળા ધન માટે ઇન્‍કમટેક્ષ કાર્યવાહી કરે છે.
  • ખોટા એમઓયુ બતાવીને કરોડો રુપિ‍યાની પ્રજાની મિલકતો ભાજપના ઉદ્યોગપતિઓ લઇ જાય છે.
  • એમ.ઓ.યુ. કરનારાઓની પાછળ ભાજપના નેતાઓનું  કાળુ નાણું છુપાયેલું છે.
  • કાળુ ધન પકડાય  અને ઇન્‍કમટેક્ષમાં આવક થાય તો તે નાણાં ગુજરાત અને દેશના વિકાસ માટે વપરાશે.
  • કોઇ નાના માણસની નહીં પરંતુ એક હજાર કરોડ કરતાં વધારે રકમના એમ.ઓ.યુ. કરનારાઓની વિગત ઇન્‍કમટેક્ષ વિભાગે માંગી છે.

   સમગ્ર દેશમાં કાળા ધનની સામે આંદોલન કરનારા ભા.જ.પ.ના ગુજરાત સરકારના મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ કાળા ધનવાળાની દલાલી કરવા ગૃહમાં ઉભા થતાં તેઓ હાસ્‍યાસ્‍પદ સ્થિતિમાં મૂકાયા હતાં.

    ગુજરાતમાં ખોટા એમ.ઓ.યુ.ના નામે કરોડોની જમીનો હડપ કરવાનું ષડયંત્ર ચાલે છે. તેના ઉપર અંકુશ આવે તે માટે તેમજ કાળુ નાણું બહાર લાવી શકાય તે માટે કોંગ્રેસપક્ષે કરેલા પ્રયત્‍નો બિરદાવવાના બદલે કાળા નાણાંવાળાની વકિલાત કરવા ભા.જ.પ.ની ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં બોલવા લાગી હતી. હકીકતમાં એમ.ઓ.યુ. કરનારાઓની પાછળ ભા.જ.પ.ના નેતાઓનું કાળુ ધન રોકાયેલું છે. ઇન્‍કમટેક્ષ વિભાગ જો સત્‍ય હ‍કિકત તપાસશે તો ભા.જ.પ.નું કાળુ ધન બહાર પડે તેમ હોવાથી આજે ભા.જ.પ.ની ગુજરાત સરકાર કાળા ધનવાળાઓને બચાવવાની વકિલાત કરે છે. દેશભરમાં આ કાળા નાણાંનો વિરોધ કરનારા ભા.જ.પ.નું કાળુ નાણું ઇન્‍કમટેક્ષ પકડે તો પેટમાં કેમ દુખે છે?

    સમગ્ર દેશમાં ઇન્‍કમટેક્ષ કાળુ નાણું બહાર લાવવા પગલાં ભરે છે અને દેશની તમામ રાજ્યોની સરકારો તેમાં સહયોગ આપે છે. ભા.જ.પ.ની ગુજરાત સરકાર ઇન્‍કમટેક્ષના આ પગલાંને સહકાર આપવા કે પ્રસંશા કરવાના બદલે ટીકા કરે છે. તેજ બતાવે છે કે, ભા.જ.પ.ની કાળા ધન માટે કેવી નીતિ છે. કાળા ધનના મુદ્દે થતી કાર્યવાહીને ગુજરાત વિરુધ્‍ધની કાર્યવાહી ગણાવી તે ગુજરાતીઓનું અપમાન છે.

———————————————————————————————–