Close

March 15, 2011

Press Note Guj Dt: 15/03/2011 on Urja Udhyog Petrochemical

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                  તા.૧પ-૩-ર૦૧૧

  • કોંગ્રેસપક્ષને ગુજરાત યશસ્‍વી બને તેમાં રસ છે. યશ ભલે ગમે તેને મળે.
  • પ્રજાની તિજોરીના કે પ્રજાના કરોડો ખાઇ જવા કોઇ તરાપ મારે છે ત્‍યારે જ કોંગ્રેસ તેને નડે છે.
  • ભ્રષ્‍ટ જી.એસ.પી.સી.એ દિનદયાલ બ્‍લોક ને તો દિન દલાલ બ્‍લોક બનાવી દિધો છે.
  • મુખ્‍યમંત્રીશ્રીના જુઠ્ઠાણાનો પર્દાફાશ. કે.જી.બેઝીંગમાં ર૦ ટીસીએફ નહી માત્ર ર ટી.સી.એફ ગેસનું પ્રમાણપત્ર મળેલ છે.
  • ડિસેમ્‍બર-ર૦૧૧માં ગેસ મળી જશે તેવી ખાતરી આપનાર જી.એસ.પી.સી. હવે કહે છે કે, ર૦૧૩ના મધ્‍ય ભાગમાં કામ પૂર્ણ થશે.
  • નવ હજાર કરોડ રુપિ‍યા દરિયામાં ડારના નામે જી.એસ.પી.સી. ખાઇ ગયું.
  • નિષ્‍ણાંતોની ના હોવાછતાં ૧૪૦૦ કરોડ રુપિ‍યા એસ્‍સારની વાઇલ્‍ડ કેટ રીંગને જી.એસ.પી.સી.એ. ચૂકવી દિધાં.
  • કૌભાંડકારી સત્‍યમ કોમ્‍પ્‍યુટર્સને એક લાખ પાંચ હજાર ચોરસ મીટર જમીન ગાંધીનગરમાં માત્ર ૧૧૦૦ના ભાવે.
  • જો વિજળી સરપ્‍લસ છે તો આ સરકાર ખેડૂતોને ર૪ કલાક વિજળી કેમ નથી આપતી.
  • એલ એન્‍ડ ટી.ની ર૬૦૦ રુપિ‍યાની જમીન આપવાની કમિટીએ નકકી કર્યા પછી સરકારે માત્ર ૭૦૦ રુપિ‍યામાં આપી કરોડોનું કર્યુ કૌભાંઙ
  • ઉદ્યોગપતિઓને સરકારે એવા તો ચડાવ્‍યા છે કે, ક્રેઇન ઇન્‍ડીયા કંપની જામનગરના સાંસદને મારી નાંખવાની ધમકી આપે છે.
  • જી.એસ.પી.સી.એ બીન જરુરી કરોડો પાણીમાં નાખ્‍યા છે અને તેથી હવે જી.એસ.પી.સી.માં નાણાં રોકનારાના નાણાં ડૂબી રહ્યાં છે.

         ગુજરાત વિધાનસભામાં આજે ઉર્જા, પેટ્રોકેમિકલ્‍સ અને ઉદ્યોગ વિભાગ પરની માંગણીઓ ઉપરની ચર્ચામાં ભાગ લેતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, ઉર્જા  વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કહેતા હતા કે વિરોધપના નેતા નડે નહીં. મારે કહેવું છે કે, જયાં ગુજરાતનું હિત હોય ત્‍યાં દિલથી મદદ કરીએ છીએ. ગુજરાત યશસ્‍વી બને એમાં અમને રસ છે. યશ કોને મળે એની અમને ચિંતા નથી. તાજેતરનો જ દાખલો આપુ આ બજેટમાં એ અને બી કોલસા ઉપર ૧૧૦ ટકાનો વધારો થયો. એ અને બી નો કોલસો અમદાવાદમાં જે વીજ ઉત્‍પાદન થાય છે એમાં વપરાય છે. અમારા ધ્‍યાને આવ્‍યું. સરકારે ધ્‍યાને નથી મૂકયું. આ ભાવ વધારો આવે તો અમદાવાદમાં રહેતા લોકોને લગભગ ૧.૧૦ રુપિ‍યા યુનિટે ભાવ વધી જશે એવું લાગ્‍યું. એટલે કેન્‍દ્ર સરકારમાં અમે રજૂઆત કરવા ગયા છીએ અને અમને વિશ્વાસ છે કે, માનનીય અહેમદભાઇ, સંસદીસભ્‍યો અને કોંગ્રેસના આગેવાનોની મદદથી એ ભાવ વધારો ન આવે કે જેથી ગુજરાતમાં વસતા અમદાવાદીઓને રાહત રહે. આ કામ અમે કર્યુ છે. કામ હોય નર્મદા યોજનાનું કે રકમ લાવવાની હોય જવાહરલાલ નહેરુ અર્બન રીન્‍યુઅલ મિશનમાં સામેથી જઇને કહીએ છીએ. પણ હા, હું નડું છું. આ પ્રજાની તિજોરીનો એક પણ રુપિ‍યો કોઇ દલાલો ઉઠાવીને જતા હોય એમાં હું નડું છું. હું નડું છું. ગુજરાતની જનતાને ભોળવીને કોઇ પૈસા એના પડાવી લેવા માંગતું હોય એમાં હું નડું છું. અને એ મારો ધર્મ છે એમ હું માનું છું. અને વિરોધપક્ષના નેતા તરીકે પ્રજાની તિજોરીને કોઇ લૂંટવા આવે તો જાનના જોખમે એની ચોકિયાત કરવી એ મારી ફરજ છે એમ હું માનું છું.

        ઉર્જા વિભાગમાં કહેવાય છે, વારંવાર કહેવાય છે. વીજ ઉત્‍પાદન વધી ગયું છે. ગુજરાતમાં સરપ્‍લસ વીજળી છે. આપણે બહારના રાજ્યોમાં વીજળી વેચીએ છીએ ત્‍યારે મારે આપને એ કહેવું છે કે, આપ સરપ્‍લસ છો. અભિનંદન આપીએ આપને જો આપ એ સરપ્‍લસ વીજળી ર૪ કલાક ખેડૂતોને આપશોને તે દિવસે હું સૌથી પહૈલા અભિનંદન આપીશ. વધેલી વિજળી હોવા છતાં સરપ્‍લસ હોવા છતાં શા માટે આપણે ખેડૂતોને નથી આપતાં? પેલા એસ.એમ.ઇ. છે. સ્‍મોલ એન્‍ડ મિડીયમ એન્‍ટરપ્રાઇસીસ અને એક દિવસનું સ્‍ટેગરીંગ શા માટે આપણે આપીએ છીએ? ઉઠાવી લો સ્‍ટેગરીંગ. એમને પૂરી વીજળી થોડી સબ્‍સીડાઇઝ પણ વધારે કરવાનું કેમ આપણે વિચારી ન શકાય? સામાન્‍ય માણસ પર આપની વીજ ડયુટીના દર છે એ કમ્‍પેર તો કરજો. શા માટે આપણે એ ઘટાડી ના શકીએ?

        પ્રશ્નોતરીમાં કહેવાયું  કે, ખેડૂતોને આટલી સબસીડી આપીએ છીએ. હોર્સ પાવરદીઠ આપીએ છીએ. અરે, સાહેબ આ હોર્સ પાવરદિઠ ખેડૂતને આપવાની યોજના તો અમે લઇને આવ્‍યા હતા,કોંગ્રેસ લઇને આવી હતી. આપ મને એક તો દાખલો આપો કે, આપ સત્તામાં આવ્‍યા પછી આપ ખેડૂતો માટેના હોર્સપાવર દીઠ કેટલા કનેકશન આપી શકયા? આપ સત્‍તામાં આવ્‍યા ત્‍યારથીતો બેકલોગ ચાલે છે. ખેડૂતને વીજળી આપવાનો. તત્‍કાલ યોજના લઇને આવે છે, પેલી વેઇટિંગમાં છે એને વધારાના પૈસા લીધા વગર કનેકશન આપવું જોઇએ એના બદલે તત્‍કાલના નામે વધારે પૈસા ખેંચવાની યોજના લઇને તમે આવો છો? ખેડૂત જ તમારી નજરમાં આવીને બેઠો છે? માનનીય અધ્‍યક્ષશ્રી, આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. નાનો ટુકડો જમીનનો હોય છેને એના ઉપર પેઢીઓ સુધી માણસો નભતા હોય છે.ખેડૂત એ ધરતીપુત્ર છે. અને આ ધરતીમાતા એને પોષણ આપે છે. જેમ માના ધાવણ પર એના દૂધનો અધિકાર એના દિકરાનો હોય છે એમ પાતાળની જમીનમાં રહેલા પાણી પર પહેલો અધિકાર ખેડૂતનો હોય. અહીંયા તો ડાર્ક ઝોનની વાત થાય છે. મોટા ઉદ્યોગપતિને ડાર્કઝોનમાંથી પાણી ખેંચી શકાય પણ આપનો પરિપત્ર છે કે ડાર્કઝોનમાં ખેડૂતને વીજળીના કનેકશન ના મળે. એ સરકાર હતી અહીયા જેને અમે ટેકો કરતા હતા. એ સરકાર હતી જેણે નિર્ણય કર્યો કે ખેડૂતને ડાર્કઝોનમાં કનેકશન આપવાથી કદાચ સબસીડી ના મળે તો ના મળે, પણ અમે ખેડૂતને ડાર્કઝોનમાં કનેકશન આપીશું. એ બંધ કરવાનું પણ આ સરકારે કર્યુ છે. આપણે વાત કરીએ છીએને કૌભાંડોની, મોટું કૌભાંડ કરનારા સત્‍યમ એન્‍જીનીયર્સને ૧,૦પ,રરર ચોરસમીટર જમીન કેટલા રુપિ‍યામાં આપી ગાંધીનગરમાં? માત્ર ૧૧૦૦ રુપિ‍યામાં, ફટાક દઇને એ જમીન આપતા તમારો જીવ ના ચાલ્‍યો જાય કે ૧૧૦૦ રુપિ‍યામાં હું એક લાખ ચોરસમીટર જમીન આપું? રાહેજા, ખબર નથી આ કેવો પ્રેમ છે, ૩,૭૬,પ૬૧ ચોરસ મીટર જમીન શું ભાવથી આપી ગાંધીનગરમાં? ૪૭૦ રુપિ‍યાના ભાવથી ગાંધીનગરમાં જમીન આપી. ઉદ્યોગપતિને કેટલીય વખત આપણે માથે ચડાવ્‍યા છે. એક ઉદ્યોગપતિ ક્રેઇન ઇન્ડિયા લી. ખેડૂતોના પ્રશ્ને, પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જામનગરનો સાંસદ લડે છે અને જાનથી મારી નાંખવાની ધમકી એક ઉદ્યોગપતિ આપતો હોય તો એ શરમ છે. આપણા સૌના માટે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે એક ઉદ્યોગપતિ આવો વ્‍યવહાર કરી શકે.

        વરતેજનું જી.આઇ.ડી.સી. છે એનો પ્‍લોટ નંબર-૧૪૮, એનું ક્ષેત્રફળ ૧,૦૪,૦૮૮ ચોરસ મીટર, તારીખ પ નવેમ્‍બર,ર૦૦૯ના રોજ એની કિંમત અ;કાઇ ૬.પ૩ કરોડ રુપિ‍યા. છાપામાં જાહેરાત આવે છે. અરજીઓ માંગવામાં આવે છે કે પ્‍લોટો વેચવાનો છે, ખેડૂતને પાછી જમીન તો નથી આપતા, આ પ્‍લોટ લેવા માટેની અરજીઓ આવે છે. જે અરજી કરનારા છે એ પૈકીના બધાજ લખે છે કે તમારી બેઠી કિંમતના ભાવથી વધારે કિંમતમાં અમે ખરીદવા માટે તૈયાર છીએ, બધીજ અરજીઓ નામંજૂર કરી અને એક અરજી ઉભી રાખવામાં આવે છે. પ્રશાંત મુકુંદભાઇ શાહ એમ કહે છે કે હું એક ચોરસમીટરના રુપિ‍યા ૬૩૦/- આપીશ. એને ના પાડવામાં આવે છે, બીજો કહે છે કે તમે કહો તે પ્રાઇસ હું આપીશ એને ના પાડવામાં આવે છે અને એક માનીતો ઉદ્યોગપતિ એને ૪૦૦ રુપિ‍યાના ભાવે આ આખો પ્‍લોટ આપી દેવામાં આવે છે. ર.પ૦ કરોડ રુપિ‍યાનું નુકશાન ગુજરાતની તિજોરીમાં કોના ભોગે થાય છે.

        જી.એસ.પી.સી.ની ઓઇલ અને ગેસની વાતો, આ દિનદયાલ બ્‍લોક ને તો દિનદલાલ બ્‍લોક બનાવી દેવામાં આવ્‍યો છે. આ મારો આક્ષેપ છે. લગભગ નવેક  હજાર કરોડ રુપિ‍યા એ બોરના નામે આપણે અંદર નાંખી દીધા છે. શું કર્યુ આપે? આટલો ખર્ચ કર્યા પછી શું મેળવ્‍યું આપે? આપે પોતે જી.એસ.પી.સી. એપ્રુવ્‍ડ ડેવલપમેન્‍ટ પ્‍લાન રજૂ કર્યો હતો, આપનો પ્‍લાન રજૂ કરેલો હતો, એમાં આપે શું કહ્યું હતું કે, ડિસેમ્‍બર-ર૦૧૧માં પ્રોડકશન શરુ કરી દઇશું, આપે ખાતરી આપી હતી અને આજે શું થયું, ભ્રષ્‍ટ વહીવટના કારણે ડીસેમ્‍બર-ર૦૧૧માં આપ ગેસ પ્રોડકશન શરુ કરી શકો એમ જ નથી અને મારો દાવો છે કે કયારે કરશો એના પણ કોઇ ઠેકાણા નથી પણ હવે આપે શું લખીને આપ્‍યું કે ડિસેમ્‍બર-ર૦૧૧માં નહિ થાય પણ હવે અમે ર૦૧૩ના મધ્‍ય ભાગમાં પ્રોડકશન કરીશું. આપ તો નંબર વન છે, સમય કરતાં પહેલાં ચાલનારાઓ છો તો અહીંયા કેમ અટવાઇ પડયા છો એનું મને કંઇક તો કહો. આપણી જી.એસ.પી.સી.ના ઓઇલ અને ગેસના સંશોધનના પ્રોજેકટની કિંમત કેટલી હતી? આપે આપેલી કિંમત હતી ૧.૬ બિલિયન યુ.એસ. ડોલર, આજે આપની કિંમત કેટલી થઇ છે, ર.પ બિલિયન યુ.એસ.ડોલર ૭૦ ટકા જેટલી કિંમત વધી ગઇ, આપના પેટનું પાણીય નથી હલતું કે આ પ્રજાના પૈસા વેડફી રહ્યા છીએ આપણે. આપ એક એકસપર્ટને રાખો છો. તે એકસપર્ટને એમ કહો છો કે હું તને દસ ટકા ભાગ આપીશ. એકસપર્ટ તારું કામ શું છે? તારે અમને કહેવાનું છે કે અહીં સારકામ કરો, અહીંયા નહીં કરો. તારી સલાહ મુજબ અમે કામ કરીશું અને પછી શું કરો છો આપને એસ્‍સારી રીંગ રાખવી છે, એસ્‍સારને પૈસા કમાવી આપવા છે અને પેલો એકસપર્ટ એમ કહે છે સાહેબ અહીંયા સારકામ નહીં કરતા પણ પેલો રીંગવાળો કહે કે અહીંયા કરો તો મને સહેલું પડે છે. તો કહે ઠોકને  અહીંયા તું તારે નીકળે કે ના નીકળે તો કંઇ નહીં. અને તેના કારણે કરોડો રુપિ‍યા આપણાં પાણીમાં ગયા. આપનો એકસપર્ટ લખીને આપે છે કે તમે જે વેસ્‍ટ કર્યા છે પૈસાનો તેના કારણે પ્રોજેકટ કોસ્‍ટ ઉંચી જશે અને કાલ સવારે જી.એસ.પી.સી.નું જે નુકશાન થશે તે નુકશાન અકલ્‍પનીય હોય છે.

        એકસપર્ટ ના પાડી હતી ત્‍યાં તમે કરોડો રુપિ‍યા નાંખ્‍યા અને પરિણામ શૂન્‍ય મળ્યું. આપને ત્‍યાંથી કશું જ મળ્યું નથી. આપની પાસે રીંગ હતી. હતી. મને લાગે છે કે કંઇક અન્‍ડર ટેબલ વ્‍યવસ્‍થા ના થઇ અને આપે તેને કાઢી મૂકયો. આપે કરીને..કરીને સારામાં સારી રીંગ લેવાના બદલે આપે શું કર્યુ ? એસ્‍સારની રીંગ લઇ લીધી…. નામની એસ્‍સારની રીંગ લીધી. આપે માત્ર થોડાં સમયમાં ર૦૦૮, ઓગષ્‍ટથી નવેમ્‍બર અને ઓગસ્‍ટ, ર૦૦૯માં આપે તેને ૧૪૦૦ કરોડ રુપિ‍યા ડાર કરવાના નામે પધરાવી દીધા છે. આ ગરીબના પૈસા. આનો હિસાબ તમારે આપવો જોઇએ. માનનીય મંત્રરી કહે છે કે, તમારા કેન્‍દ્રવાળા યુનિટે આમાં શેર લીધા હતા. અરે, સાહેબ ગુજરાતના  વિકાસમા; અમે આડા આવતાં હોતને તો અમે તે દિવસે જે તેને પૈસા ના રોકવા દેત, શેર ના લેવા દેત. પરંતુ ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી કે મને ઓઇલ અને ગેસ મળી ગયો છે. જો તમને ઓઇલ અને ગેસ મળ્યો હોય તો સ્‍વાભાવિક દરેકને એમ થાય કે ભાઇ આમાં પૈસા નાંખો આ તો સોનાની ખાણ છે. ડી.જી.હાઇડ્રોકાર્બન. અને ડી.જી.હાઇડ્રોકાર્બને શું કહ્યું  આપને સાહેબ કે ..નહીં પણ રીકવરેબલ નહીં એવું સર્ટિફિકેટ આપ્‍યું આપને…નું અને તે ..નું સર્ટિફિકેટ આપ્‍યાં પછી તમે મેળવી શકયા નથી આનાથી મોટી નિષ્‍ફળતા કોઇ નથી. અને હવે તમારે શું કરવું હતું પાંચ હજાર કરોડ રુપિ‍યાનું દેવું જી.એસ.પી.સી.એ કર્યુ. માર્કેટમાંથી હવે કોઇ લોન, પૈસા આપે તેમ નહોતું એટલે તમે કહ્યું કે અમારે આઇ.પી.ઓ.લાવવો છે. એની જાહેરાત પાછલ લાખો બરબાદ કર્યા. મને થયું કે આ આઇ.પી.ઓ. આવશે તો આમાં પૈસા કોણ રોકશે? સૌથી વધારે શેરમાં પૈસા રોકનારો ગુજરાતી છે અને તેમાંય જી.એસ.પી.સી.નો આવશે તો આમ ગુજરાતી સૌથી વધારે પૈસા આ શેરમાં નાંખશે અને સાત-આઠ હજાર કરોડ બીજા ઉભાં કરી અને એસ્‍સારની રીંગોના ખાલી બોર કરીને જો પૈસાનુ; કોઇ કરપ્‍શન કરવાના હોય તો મારે લડવુ; જોઇએ, મારે આડા ઉભાં રહેવું જોઇએ કે, આમ ગુજરાતીના નાણાં હું બરબાદ નહીં થવા દઉં અને એટલા માટે મેં લખ્‍યું છે અને સાહબે સેબી છે તે ઇન્‍ડીપેન્‍ડન્‍ટ કામ કરે છે. મારો પત્ર ગયો તેના મુદ્દાનો જવાબ આપી દેવો હતો ને? અને સેબી રોકે તો હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં જઇને પરમીશન લઇ આવવી હતીને આઇપીઓની, કોણ રોકતું હતું તમને? પણ નથી ગયા કારણ કે તમારો વહીવટ એવો હતો કે જેનો ખુલાસો થઇ શકે તેમ નથી. કરોડો ખવાય છે.

        મારે એક છેલ્‍લી વાત કરી છે કે, આ વાયબ્રન્‍ટ ગુજરાત છે તે ભ્રષ્ટાચારનું કેવું પ્‍લેટફોર્મ બને છે તેનો એક નમૂનો મારે આપવો છે. મારી પાસે એક કલેકટર સુરતનો પરિપત્ર મારા હાથમાં છે. ર૩.૧૦.ર૦૦૮નો એલ.એન્‍ડ ટી. હજીરા સુરત ખાતે એક જમીન માગે છે. તે જમીનની માગણી કરે છે ત્‍યારે એલ.એન્‍ડ ટી. લખીને આપે છે કે સાહેબ મને આ જમીન આપો સરકાર જે ભાવ નકકી કરશે તે હું આપીશ એમ લખીને આપે છે. એમ કલેકટર પણ નોંધે છે. આ જમીન કેટલી છે? જે જમીન માંગવામાં આવે છે તે રપ હેકટર ૭૮ આરે અને ૬૭ ચો.મીટર જમીન માંગવામાં આવે છે. આપણી પાસે મૂલ્‍યાંકન સમિતિ છે. જે કિંમત નકકી કરે છે. તેણે કિંમત કેટલી નકકી કરી? ર૬૦૦ રુપિ‍યા પ્રતિ ચો.મીટરના નકકી કર્યા.

        લગભગ ર૪ થી રપ કરોડ રુપિ‍યાની એ જમીન થાય. એ પછી શું થાય છે કે એ સરકારમાં આવે છે અને એ મંત્રીમંડળમાં જાય છે. એ ર૬૦૦ રુપિ‍યાના ભાવવાળી જમીનનો ભાવ આપ નકકી કરો છો કે એમને ૯રપ રુપિ‍યામાં એ જમીન આપવી છે અને એ ૯રપ રુપિ‍યામા; જમીન આપી દેવી છે. અને એ મુજબ એની કિંમત ર૩,૮પ,ર૬,૯૭પ રુપિ‍યા થાય છે અને એટલા પૈસા માટેનું આપ કહો છો. પેલા માણસને કહેવામાં આવે છે કે તમે તો લખી આપ્‍યું હતું કે, સરકાર નકકી કરે એમ કહીને ર૬૦૦ રુપિ‍યાની કિંમત કરતા હતા અને એટલે એના પપ થી ૬૦ કરોડ રુપિ‍યા ભરવાના થાય એના બદલે તમારે હવે આ ૯રપના ભાવ પ્રમાણે ર૩ કરોડ રુપિ‍યા ભરવાના થાય છે તો આવીને ભરી જાઓ. પેલો માણસ પૈસા ભરવા આવતો નથી અને એના માટે કલેકટર દરખાસ્‍ત કરે છે આપનો રિમાઇન્‍ડર જાય છે પછી કે એમણે પૈસા ભર્યા નથી અને હવે એની પાસેથી વ્‍યાજ  સાથે પૈસા લો એવી દરખાસ્‍ત કલેકટરશ્રી મોકલી આપે છે. એમાં સરકારનું મંત્રીમંડળ શું કરે છે કે એની પાસેથી વ્‍યાજ તો લેવાનું નહીં અને સરકાર નકકી કરે છે કે એની પાસેથી ૯રપનો ભાવ નહીં, પરંતુ એની પાસેથી હવે આ જમીનના ૭૦૦ રુપિ‍યા લેવાના અને વ્‍યાજ છે એ નહીં લેવાનું. આ જમીન હવે ૭૦૦ રુપિ‍યામાં આપી દેવાની છે. તો ર૬૦૦ રુપિ‍યાવાળી જમીનના પહેલાં ૯રપ રુપિ‍યા નકકી કર્યા અને એ પૈસા ના ભર્યા પછી એનું વ્‍યાજ લેવું જોઇએ એને બદલે એ વ્‍યાજની માફી અને ૯રપમાંથી ૭૦૦ રુપિ‍યામાં જમીન આપી દો અને એ રીતે ૧૮.પ કરોડ રુપિ‍યામાં આ સોનાના ટૂકડા જેવી જમીન પધરાવી દીધી છે. તો શું આ આપની નીતિ છે. ૧૮.પ કરોડ રુપિ‍યામાં આ સોનાના ટુકડા જેવી જમીન પધરાવી દીધી છે. તો શું આ આપની નીતિ છે. શું આ આપનાં કરતુત છે, શું આ આપનું કર્તવ્‍ય છે. આ આપની નીતિ છે?  કરોડો રુપિ‍યા જો આ રીતે વ્‍યર્થ થતા હોય તો ત્‍યાં હું નડું નહીં તો શું કરું? આ મુદ્દાઓમાં મારી ચોખ્‍ખી માગણી છે કે આપણે ભ્રષ્‍ટાચાર સામે લડવું હોય તો આવો એક થઇને લડીએ, તમે અને બધા ભેગા થઇને લડીએ,  તમારે ભ્રષ્‍ટાચાર સામે લડવું છે ને અને એટલા માટે મારે કહેવું છે કે જે જી.એસ.પી.સી.એ પૈસા વાપર્યા છે એ જી.એસ.પી.સી.માં ભ્રષ્‍ટાચાર ના થયો હોય અને વાજબી નાણા ખર્ચાયા હોય, ગુજરાતમાંથી ઓઇલ અને ગેસ નીકળવાનું હોય અને એ બાબતની તપાસ કરવા માટે સમિતિ નીમો, તમે તો પાર્લામેન્‍ટમાં જે.પી.સી. એટલે કે જોઇન્‍ટ પાર્લામેન્‍ટરી કમિટી માગતા હતા અને હું અહીં જે.એલ.સી.એટલે કે જોઇન્‍ડ લેઝિસલેટીવ કમિટી માગુ છું. એ જે.પી.સી. એમાં એક પણ પૈસાનો ભ્રષ્‍ટાચાર થયો નથી અને બધું સાચું થયું છે એમ રિર્પોટ આપે તો તમારા બધા માટે અને તમારા આઇ.પી.ઓ. માટે ખભે ખભા મિલાવી લડવાની મારી તૈયારી છે. જે.પી.સી.માં તમારા પક્ષના વધારે હશે અને અમારા પક્ષના ઓછા હશે અને એ જે.પી.સી.નો રિર્પોટ લઇને અહીં સભાગૃહમાં આવશો તો એ ભ્રષ્‍ટાચારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. હિંમત હોય તો આપી જુઓ એની તપાસ અને પછી શું થાય છે એ હું કહું છું.

        વાયબ્રન્‍ટ ગુજરાતના નામે જે જમીનો અપાય છે એ જમીનો કેવી રીતે અપાય છે. એક પ્રસ્‍થાપિત થયેલો સિધ્‍ધાંત છે કે રાજયની એક સોય કે તસુ જેટલી પણ જમીન આપવી હોય તો એની ટ્રાન્‍સપરન્‍સી હોવી જોઇએ, ઓપન બીડીંગથી આપવી જોઇએ કે આ જમીનનો ટુકડો વેચવાનો છે જેને લેવા આવવું હોય એ આવો અને જે ઉંચી બોલી બોલે એને એ મળે અને પ્રજાની તિજોરીમાં વધારે નાણા આવશે. આપ તો એલ એન્‍ડ ટી કંપનીને પકડી લો છો. જમીનના ભાવ નકકી કરાવો. આપની કિંમત નકકી કરતી મૂલ્‍યાંકન સમિતિ ર૬૦૦નો ભાવ નકકી કરે અને છતાં આપ ૯રપ નકકી કરો અને વળી પાછા ૭૦૦ રુપિ‍યાના ભાવે પધરાવો એ કઇ નીતિ છે ? આપ આ કોંગ્રેસે પ૦ વર્ષના ઇતિહાસમાં શું કર્યુ એમ કહો છો તો આ કોંગ્રેસે આ બધી જમીન બચાવી રાખી હતી જેને તમે વેચવા નીકળ્યા છો.. એ બચાવી રાખી હતી કારણ કે આ સંપતિ એ પ્રજાની સંપતિ છે અને એની ઉપર જનતાનો અધિકાર છે. અને લૂંટાવવાનો કોઇને અધિકાર નથી. આજે કદાચ જનતા સુધી એ નહી દેખાય, પરંતુ એ વાત જરુર જશે કે જનતાને પ્‍લોટ આપવા માટે તમારી પાસે વ્‍યવસ્‍થા નથી. જમીન વિહોણા ખેડૂતોને આપવા માટેની જમીન નથી. સાંથણીની જમીન માટે લબડતા હરિજન ભાઇઓને આપવા માટે જમીન નથી અને આટલી મોટી જમીન એક મોટા ઉદ્યોગપતિને આપો છો ત્‍યારે પાઘડીનો વળ છેડે આવવાનો, આવવાનો, આવવાનો જ છે, ભૂખ્‍યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્‍મ કણી ન લાદશે.

———————————————————————————————–