Close

April 16, 2012

Press Note Guj Dt: 16/04/2012 on Arms and Security

Click here to view / download press note.

Encl : –  Relevant paragraphs of the CAG report

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

અખબારી યાદી                                                    તા. ૧૬-૪-૨૦૧૨

  • આંતરિક સુરક્ષામાં ગેરવહીવટ અને દારૂગોળાની ગુજરાતમાં તીવ્ર અછત રાખનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ક્યા મોઢે કેન્દ્ર સરકારને સલાહ આપે છે ?
  • ગુજરાતમાં કેન્‍દ્ર સરકારે પૂરતાં પૈસા આપ્‍યાં છતાં દારૂગોળાની ૧૭ ટકાથી ૧૦૦ ટકા વચ્‍ચે અછત.
  • ત્રાસવાદી વિરોધી દળ માત્ર કાગળ પર.
  • કેન્‍દ્ર સરકારે આપેલાં એમ.ઓ.એફ. યોજનાના કરોડો રૂપિયા ગુજરાતે વાપર્યા જ નથી.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી પોતે જ આંતરિક સુરક્ષા નબળી પાડે છે અને આતંકવાદી દેશમાં આવી શકે તે માટેનું સાનુકૂળ વાતાવરણ પેદા કરે છે.
  • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ઈચ્‍છે છે કે, આતંકવાદી દેશમાં આવે અને આતંકવાદી ઘટના બને તો જ તેમની વોટબેન્‍ક મજબૂત બને.
  • ગુજરાતની સરહદો પર મરીન ચોકીઓ પોલીસ વગરની.
  • ડીજીટલ રેડીયો ટ્રંકીંગ સીસ્‍ટમ ઉભી કરવા કેન્‍દ્ર સરકારે કરોડો રૂપિયા આપ્‍યાં છતાં ગુજરાતે તે પ્રસ્‍થાપિત ન કરી.
  • કેગના અહેવાલમાં ગુજરાત સરકારના આંતરિક સુરક્ષા માટેના ગેરવહીવટ, ભ્રષ્‍ટાચાર અને અણઆવડતના ટીકાત્‍મક ઉલ્લેખો પ્રેસ અને મિડિયાને અપાયાં.

આંતરિકસુરક્ષાઅંગેની મુખ્‍યમંત્રીશ્રીઓની વાર્ષિક બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કેન્‍દ્ર સરકારને સલાહ સૂચનો અને ટીકા કરતો વાણી વિલાસ કર્યો પરંતુ હકીકતમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આંતરિક સુરક્ષા માટે ગુજરાતમાં જ જે બેદરકારી રાખી છે તે ઉડીને આંખે વળગે તેવી છે. તટસ્‍થ ઓડિટએજન્‍સી કોમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના શાસનમાં જે ગેરરીતિઓ અને અનિયમિતતાઓ પોલીસ દળમાં તેમજ આંતરિક સુરક્ષાના મામલામાં કરવામાં આવી છે તેના સામેગંભીર અવલોકનો થયેલાં છે. ઉંટના અઢારે વાંકા છે અને તે અન્‍યના એક અંગ વાંકા અંગે ટીકા કરે તેવી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની ભૂમિકા છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કેગના અહેવાલના જરૂરી પેરેગ્રાફ પ્રેસ અને મિડિયાને આપીને એ સાબિત કરી આપ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ગુજરાતની સલામતી માટે સહેજ પણ ચિંતિત નથી. પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીના સમયગાળા દરમ્‍યાન સમયસર પ્રસ્‍પેકટીવ પ્‍લાન ભારત સરકારમાં રજૂ જ ન કરાયો અને તેથી ભારત સરકાર તરફથી ગુજરાતના પોલીસદળ માટે મળવાપાત્ર રૂપિયા ગુજરાતને મળી શક્યાં નહીં. તા. ૩૧-૩-ર૦૦૯ના ઓડિટ અહેવાલના પેરેગ્રાફ ૧.૧.૮.૧માં આ અંગે કડક ટીકા કરતાં કેગે લખ્યું છે કે, ગુજરાત સરકારે અપનાવેલા અણઘડઅભિગમ તેમજ વાર્ષિક આયોજનનો અભાવ હોવાથી ભારત સરકારના નાણાં મળેલાં હોવા છતાં તે વણ વપરાયેલાં પડ્યાં રહ્યાં હતાં.

કેગના અહેવાલના પેરેગ્રાફ ૧.૧.૯.૧માં સ્‍પષ્‍ટ લખાયું છે કે, ગુજરાત સરકારે પરિવહન (વાહનો), શસ્‍ત્ર-સરંજામ, તાલીમ અને હોમગાર્ડ અંગેના નાણાં પ ટકા થી ૬૮ ટકા સુધી વણ વણારાયેલાં મૂકી રાખ્યા હતાં. ગુજરાતમાં ભારત સરકાર તરફથી પૂરતાં નાણાં મોર્ડનાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ માટે મળતાં હોવા છતાં ગુજરાત સરકારના ગેર વહીવટના કારણે તા. ૩૧-૩-ર૦૦૯ના રોજ કેગના અહેવાલમાં માલુમ પડ્યું હતું કે, જુદા જુદા શસ્‍ત્રોમાં દારૂગોળાની અછત ૧૭ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીની હતી. પ.પ૬. INSASના કાર્ટ્રીઝની ૧૦૦ ટકા અછત હતી. પોઈન્‍ટ થ્રી નોટ થ્રીના કાર્ટ્રીઝની ૩ર ટકા અછત હતી. તે જ રીતે ૯ એમ.એમ. ૭.૬ર SLR કાર્ટ્રીઝની પણ ખૂબ જ મોટી અછત હતી. શ્રી ગોહિલે કેગ દ્વારા આ દારૂગોળાની અછત અંગેનું ટીકાત્‍મક અવલોકનકરેલું છે તેની નકલપ્રેસ અને મિડિયાને આપી હતી. ગેસ-શેલ્‍સ પોલીસ દળ માટે શસ્‍ત્ર-સરંજામનું ખૂબ મહત્‍વનું અંગ છે. જેમાં ખૂબ જ મોટી અછત કેગ દ્વારા નોંધવામાં આવી હતી. જેની એક્સપાયરી ડેટ થયેલી હતી તેવાં ૭ વર્ષ જુના ૧૭,૯૩૩ ગેસ-શેલ્‍સ કેગ દ્વારા નોંધવામાં આવેલાં હતાં. ગુજરાત સરકારના ત્રાસવાદીવિરોધી દળમાં ૮ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધી વિવિધ કેડરોમાં જગ્‍યાઓ ખાલી રહેલી હોવાથી ત્રાસવાદી વિરોધી દળ માત્ર કાગળ પર અસ્‍તિત્‍વ ધરાવતું હોવાનું પણ કેગના અહેવાલમાં પેરેગ્રાફ ૧.૧.૧૧.૪માં દર્શાવવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી દિલ્‍હીમાં જઈને સલાહ આપે છે કે, આર્મી અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે કોઈપણ જાતનો વિવાદ ન હોવો જોઈએ. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કેન્‍દ્રમાં સલાહ આપતા પહેલાં પોતાના રાજ્યમાં આઈ.પી.એસ. અધિકારીઓ કે જે આંતરિક સુરક્ષાનું કામ કરે છે તેમની સાથેપોતે કેવો વ્‍યવહાર કરે છે તે તેમણે આત્‍મ નિરીક્ષણકરવું જોઈએ. પોતાના સ્‍વાર્થ ખાતર ગુજરાતની પોલીસને ડી-મોરલલાઈઝ કરનારા મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતમાં પોલીસ દળની જે હાલત કરી છે તે સૌ જાણે છે. ગુજરાતમાં ડી.જી.પી.ની જગ્‍યા લાંબા સમયથી ભરી શકાતી નથી. તેના માટે પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જવાબદારી નહીં સ્‍વીકારે ? ગુજરાત એ પાકિસ્‍તાનની સરહદે આવેલું છે અને આમ છતાં ગુજરાતના દરિયાકાંઠા પરની મરીન પોલીસ ચોકીઓ પોલીસ જવાનો વગરની ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી રાખે છે. પોતાની આજુબાજુ અસંખ્‍ય કમાન્‍ડો રાખીને પોતે સલામત અને આખુ ગુજરાત અસલામત તેવી સ્‍થિતિ તેમણે પેદા કરી છે. હકીકતમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જ આંતરિક સલામતી નબળી પાડવાનું કામ કર્યુ છે અને તેઓ ઈચ્‍છે છે કે, ગુજરાતમાં આતંકવાદીઓ આવવા જોઈએ અને નાની મોટી આતંકવાદની ઘટના બનવી જોઈએ. પોતે સલામત રહે
ભલે અન્‍ય નિર્દોષોના જાનમાલને નુકશાન થાય તો જ આતંકવાદના નામે તેઓ પોતાની વોટબેન્‍ક મજબૂત કરી શકે.

ભારત સરકારે દરિયાઈરક્ષણ માટે એમ.ઓ.એફ. યોજનાનીચે આપેલાં નાણાંનું યોગ્‍ય આયોજન કરીને આંતરિકસલામતીમજબૂત કરી નથી. સંદેશાવ્‍યવહાર વીંગમાં પોલીસ વાયરલેસ ઈન્‍સ્‍પેકટર(PWI)ની ૯૪ ટકા જગ્‍યાઓ ખાલી હોવાથી અને પોલીસ વાયરલેસ સબ ઈન્‍સ્‍પેકટર(PWSI)ની ૪૪ ટકા જગ્‍યાઓ ખાલી હોવાના કારણે રાજ્યની કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી મુશ્‍કેલ બને તે સ્‍વાભાવિક છે અને તે અંગેની ચિંતા કેગના અહેવાલના પેરેગ્રાફ ૧.૧.૧ર.૪માં દર્શાવવામાં આવી છે. ગ્‍લોબલ પોઝીશનીંગ સિસ્‍ટમ (GPS) આધારિત ઓટોમેટીક વ્હીકલ લોકેટર સિસ્ટમ(AVLS)નો અમલ ગુજરાત સરકારે બિલકુલ કરેલો નથી. આમ ગુજરાતમાં આંતરિક લોકશાહી નબળી પડે, આતંકવાદીઓને દેશમાં ઘૂસવાનું અનુકૂળવાતાવરણ ઉભું થાય અને આતંકવાદી આવે તો પોતાની રાજનીતિ અને વોટબેન્‍ક મજબૂત થાય તેવી મેલીમુરાદ ધરાવતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને કેન્‍દ્ર સરકારની ટીકા કરવાનો કોઈ જ અધિકાર નથી.

રાજ્યમાં પોતાના સ્‍વાર્થ ખાતરપોલીસદળનો બેફામ દુરપયોગ કરનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના રાજયમાં કેટલાંય પોલીસ અધિકારીઓ જેલમાં છે અને કેટલાંક સારા આઈ.પી.એસ. અધિકારીઓને અપમાનીત કરવાનું કામ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જ કરેલું છે.

ભારત સરકારે ડીઝીટલ રેડીયો ટ્રન્કીંગ સિસ્‍ટમ ખરીદવા કરોડો રૂપિયા મંજૂર કર્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં ડીઝીટલ રેડીયો ટ્રન્કીંગ આધારિત (TETRA) સિસ્‍ટમ ગુજરાત સરકારે સ્‍થાપિત જ કરી નથી અને એક વિશ્વાસપાત્ર સંદેશાવ્‍યવહાર પદ્ધતિ ત્રણ-ત્રણ વર્ષ સુધી સ્‍થાપિત કેમ ન કરી તેનો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જવાબ આપે તેવી માંગણી વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે.

———————————————————————————————————-

નોંધ –   કેગના રીર્પોટના સબંધિત જરૂરી ફકરાઓની ઓરીજીનલ કોપી વાંચવા માટે www.shaktisinhgohil.com ઉપર ક્લીક કરવા વિનંતી.

———————————————————————————————————-