Close

September 16, 2017

Press Note Guj Dt: 16/09/2017 Narmada Yojana

Click here to view/download press note.

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                                          તા. ૧૬/૦૯/૨૦૧૭

          નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષની સરકારોએ માત્ર સાત વર્ષમાં  પાયાથી લઈને મુખ્ય કેનાલ સુધીના મહતમ કામો સમય મર્યાદામાં કર્યા હતા. ભાજપની સરકારની ૨૨ વર્ષની સત્તા પછી પણ નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ભાજપ પ્રજાના પૈસે તમાશા કરે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનશ્રીને પ્રશ્નો પૂછેલ છે અને તેનો જવાબ આપવા અનુરોધ કરેલ છે.

પશ્ન:-૦૧  –   ભાજપની સરકારે ૨૨ વર્ષ સુધી સત્તા ભોગવ્યા છતાં કેનાલના કામો કે જેમાં કોઈની પણ મંજુરી જરૂરી ન હતી તે શા માટે ન કર્યા?

પ્રશ્ન:-૦૨ –  આયોજન પંચ તથા કેગે સ્પષ્ટ કહ્યું હતું કે, કેનાલના કામોમાં વર્ટીકલ ઈન્ટીગ્રેશન (સમાંતર ઉભું) અભિગમથી કામ કરવું. આમ છતાં આ રીતે કામ ન કરવાથી કેનાલમાં પાણીનું                         દર્શન અને પ્રદર્શન થાય છે પરંતુ ખેતરમાં પાણી પહોંચતું નથી. જેથી ૧૯ લાખ હેક્ટર પિયતના બદલે માત્ર ૩ લાખ હેક્ટર જ પાણી પહોંચે છે. આ માટે જવાબદાર ભાજપ સરકાર                     ગુજરાતની જનતાની માફી માગશે?

પ્રશ્ન:-૦૩ –   કેનાલ કામ માટે કોઈની પણ મંજુરીની જરૂર ન હતી છતાં ૯૦.૩૮૯ કી.મી. ની લંબાઈ સામે ૧૮.૮૦૩ કી.મી. ની કેનાલ ૨૨ વર્ષના ભાજપના શાસન પછી કેમ ?

                   (સંદર્ભ કેગનો અહેવાલ)

પ્રશ્ન:-૦૪ –  ગુજરાતના હિસ્સાનું ૯ મિલિયન એકર ફીટ પૂરેપૂરું પાણી ડેમમાં ઉપલબ્ધ છે ત્યારે કેનાલનું કામ પૂરું કર્યા વગર દરવાજાથી શું ફાયદો? જે વીજળી ઉત્પન થશે તેમાં ગુજરાતનો                         હિસ્સો તો નહિવત છે. શા માટે કેનાલ પહેલા નહી?

પ્રશ્ન:-૦૫ –   સરદાર વલ્લભભાઈ પટેલ ૨૫ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા. રાષ્ટ્રીય વિભૂતિ છે. તેઓ પ્રજાના પૈસે વૈભવના વિરોધી હતા તો પછી સરદાર સરોવરના પૈસે ભાજપનું                           માર્કેટિંગ કેમ? સરદાર સાહેબનું સ્ટેચ્યુ લોખંડ ઉઘરાવીને કરીશું તેવી જાહેરાત પછી સરકારી તિજોરીમાંથી કરોડો કેમ? સરદાર સાહેબનું સ્ટેચ્યુ ચાઈનામાં કેમ?

પ્રશ્ન:-૦૬ –  કેગના અહેવાલમાં નર્મદા નિગમમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ તથા નાણાના દુરુપયોગના અનેક કિસ્સા ઉજાગર થયા પછી તમે શું કર્યુ ? કેમ ભ્રષ્ટાચારીને છાવર્યા?

                                  (આ સાથે નર્મદા નિગમના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ તથા અનિયમિતતાના અહેવાલના અંશો શામેલ છે.)

 

             ——————————————————————————————————————————–