Close

November 17, 2014

Press Note Guj Dt: 17/11/2014 on Issues of Civil Supplies

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                                                                                                                                            તા.૧૭.૧૧.૨૦૧૪

 

 

        ગુજરાતમાં રેશનીંગકાર્ડ ધારકોને બારકોડના નામે સરકાર દ્વ્રારા અનેક મુશ્કેલીઓનું સર્જન કરવામાં આવ્યું છે. અનઘડ નીતિના કારણે રેશનીંગ શોપના ડીલરો તથા રેશનકાર્ડના ધારકો વચ્ચે સંઘર્ષ પેદા થાય તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ગત બજેટ સત્ર દરમિયાન જ કોંગ્રેસ પક્ષ તરફથી બારકોડના અમલીકરણમાં રહેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોરમાં આવ્યું હતું. પરંતુ અહંકારથી ભરેલી ગુજરાતની ભાજપ સરકારે વિરોધપક્ષના સૂચનોને ધ્યાને લીધા નહીં અને પરિણામે સમગ્ર ગુજરાતમાં ગરીબ માણસોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પુરવઠા તંત્રમાં ચાલતા ભષ્ટાચારના કારણે બારકોડ માટે જે સોફ્ટવેરની ખરીદી કરવામાં આવી છે તેમાં પણ અનેક ખામીઓ રહેલી છે. બારકોડના માટે નાયબ મામલતદાર પુરવઠાના અંગૂઠાની છાપ  દ્રારા સોફ્ટવેર ઓપરેટર થાય તેવી જોગવાઈ છે. પરંતુ સોફ્ટવેરની ખામીના કારણે નાયબ મામલતદાર પુરવઠાએ પાંચ-પાંચ વખત અંગુઠાની છાપ (થમ્બ ઇમ્પ્રેશન) આપવી પડે છે. સોફ્ટવેરની ખામીના કારણે રેશનકાર્ડ ધારકોએ મામલતદાર ઓફીસના ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે.

       કચ્છ જીલ્લા સહિત ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ટેલીફોનના સિગ્નલ પણ પૂરતા પકડાતા નથી ત્યાં ઓનલાઈન રેશનકાર્ડ ધારકના અંગુઠાનું મેળવણુ કેવી રીતે શક્ય બને? સરકારની પહેલી જવાબદારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની છે. સરકાર પોતાની ખામીઓ દુર કર્યા વગર બારકોડ રેશનકાર્ડનું અમલીકરણ કરવાની તઘલખી નીતિ અપનાવી રહી છે જે થી રેશનકાર્ડ ધારકો અને રેશનકાર્ડના દુકાનદારો બન્ને મુશ્કેલીમાં મુકાયા છે તેમજ પરસ્પર સંઘર્ષ  થાય છે. સરકારે તાત્કાલિક અસરથી જૂની રીતો મુજબ ગરીબ માણસને રાશન મળે તેવી સૂચનાઓ આપવી જોઈએ અને જ્યાં સુધી પુરતું ઇન્ફાસ્ટ્રકચર ન ઉભુ થાય ત્યાં સુધી બારકોડવાળા રેશનકાર્ડનું અમલીકરણ સ્થગિત કરવું જોઈએ.

————————————————————————————————————————————————————-