Close

May 23, 2017

Press Note Guj. Dt: 18.05.2017 માછીમારોના પ્રશ્નો બાબતે

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                    તા.૧૮.૦૫.૨૦૧૭

રાજ્યસભાના સભ્ય અને સંસદની ડીફેન્સ કમિટીના મેમ્બરશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી આવતીકાલે શુક્રવાર તા:૧૯/૦૫/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે કચ્છ જીલ્લાના માછીમારોના પ્રશ્નોને સાંભળશે.

કચ્છ જીલ્લાના માછીમારોને અનેક મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. અને આપણા દેશની સરહદમાં જ તેઓને માછીમારી કરવા દેવામાં આવતી નથી તેવી સતત ફરિયાદો ઉઠતી હોવાથી અબડાસાના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના સભ્યશ્રી અને ડીફેન્સ ( સુરક્ષા ) સંસદીય સમિતિના સભ્યશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીને કચ્છના માછીમારોને મળવા તેમજ તેમના પ્રશ્નો સાંભળીને ડીફેન્સ કમિટીમાં તેમજ સંસદમાં ઉઠાવી તેનું નિરાકરણ કરવા વિનંતી કરી હતી. જેથી શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી તા: ૧૯/૦૫/૨૦૧૭ને શુક્રવારે કચ્છ જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તા: ૧૯/૦૫/૨૦૧૭ને શુક્રવારે સવારે ૧૧.૦૦ કલાકે જખૌ બંદર ખાતે શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી તથા અબડાસાના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. જીલ્લા કોંગ્રેસ સમિતિએ જે કોઈ માછીમાર ભાઈઓ / માછીમાર સંગઠનનાં આગેવાનો તથા અન્ય વ્યક્તિઓ રજૂઆત કરવા માંગતા હોય તેમને જખૌ બંદર ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી કરેલ છે.

માછીમાર ભાઈઓના પ્રશ્નો સાંભળ્યા બાદ શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી ડિફેન્સના અધિકારીશ્રીઓ સાથે માછીમારોના પ્રશ્નોના નિવારણ માટે મીટીંગ કરશે.

——————————————————————————————————-

Click here to view/download the Press Note