Close

April 18, 2011

Press Note Guj Dt: 18/04/2011 on Lokayukta

Click here to view / download press note.

Encl :    Letter to CM

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                                   તા. ૧૮.૪.ર૦૧૧

 

  •  લોકાયુક્તના કાયદાની કલમ-૩(૧) મુજબ રાજયપાલશ્રીએ આદેશ કર્યા છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી લોકાયુ્કતનું જાહેરાનામું રોકે છે.
  • કાયદાના અંદર સ્‍પષ્‍ટ જોગવાઇ છે કે, મુખ્‍યમંત્રીશ્રી કે સરકારને લોકાયુ્કતની નિમણૂંકમાં કોઇ અધિકાર નથી.
  • મુખ્‍યમંત્રીશ્રીના ગેરબંધારણીય અપકૃત્ય માટે માન.રાજ્યપાલશ્રી બંધારણના આર્ટિકલ-૩પપ અને ૩પ૬નો ઉપયોગ કરે.
  • જો ખાતો નથી અને ખાવા દેતો નથી તો પછી શા માટે લોકાયુક્ત નિમવા દેતો નથી.
  • લોકાયુ્કતની નિમણૂંક ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી એટલા માટે જ રોકે છે કે તેઓ કરોડો રુપિ‍યાનો ભ્રષ્‍ટાચાર કરી રહ્યાં છે.
  • સમગ્ર દેશમાં ગુજરાત માત્ર એક એવું રાજ્ય કે જયાં લોકાયુક્તનો કાયદો હોવા છતાં ૮ વર્ષથી લોકાયુક્તની જગ્‍યા ખાલી છે. 

ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો હોવા છતાં પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારથી આજ સુધી લોકાયુક્તની નિમણૂંક  તેમણે થવા દીધી નથી. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને તેમના મંત્રીમંડળ સામે. ભ્રષ્‍ટાચારની તપાસ લોકાયુક્ત કરી શકે તેમ હોવાથી ભ્રષ્‍ટ મંત્રીમંડળ લોકાયુક્તની નિયુક્તીમાં વિઘ્નો પેદા કરે છે.ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતેજ લોકાયુક્તની નિમણૂંક થવા દીધી નથી અને તેમ છતાં પોતાના પ્રવક્તાઓ મારફત અને ભ્રામક પ્રચાર મારફત એવો દેખાવ કરે છે કે, લોકાયુક્તની નિમણૂંકમાં વિલંબ મુખ્‍ય ન્‍યાયાધીશશ્રી, માન્‍ય રાજ્યપાલશ્રી અને વિરોધપક્ષના નેતાના કારણે થઇ શકી નથી. આ સંજોગોમાં સીલસીલાબંધ સત્‍ય હકીકતો પ્રેસ અને મીડીયાને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે રજૂ કરી હતી અને લોકાયુક્તની નિયુક્તી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી પોતે ભ્રષ્ટાચાર કરતાં હોવાના કારણે થવા દેતાં નથી તેની વિગતો રજૂ કરી હતી.

     સમગ્ર દેશમાં ગુજરાત એક જ એવું રાજ્ય છે કે, જયાં લોકાયુક્તનો કાયદો હોવા છતાં છેલ્‍લા ૮ વર્ષથી લોકાયુક્તની ‍જગ્યા ખાલી છે. લોકાયુક્તના કાયદાની કલમ-૩(૧) સ્‍વયં સ્‍પષ્‍ટ છે કે,લોકાયુક્તની નિયુક્તી માન.રાજ્યપાલશ્રીએ નામદાર ગુજરાત હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધિશ અને વિરોધપક્ષના નેતા સાથે કન્‍સ્‍લટેશન કરીને કરવાની છે. કાયદો ઘડનારાએ ખૂબજ સમજણપૂર્વક લોકાયુક્તની નિયુક્તીમાં મંત્રીમંડળ કે મુખ્‍યમંત્રીશ્રીને કોઇ જ અધિકાર કે અભિપ્રાય આપવા સુધીની પણ જોગવાઇ કરી નથી. જે લોકાયુક્ત મુખ્‍યમંત્રીશ્રી અને મંત્રીમંડળ સામે તપાસ કરવાના હોય  તેમાં સ્‍વાભાવિક રીતે જ મુખ્‍યમંત્રીશ્રી કે મંત્રીમંડળને કોઇ અધિકાર ન જ હોય. કાયદાની આવી સ્‍પષ્‍ટ જોગવાઇ હોવા છતાં ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રીએ લોકાયુક્તની નિમણૂંકમાં હસ્‍તક્ષેપ શરુ કર્યો ત્‍યારે વિરોધપક્ષના નેતાશ્રીએ તા.૩.૩.ર૦૧૦ના રોજ મુખ્‍યમંત્રીશ્રીના લોકાયુક્તની નિમણૂંક માટેના હસ્‍તક્ષેપની વિરુધમાં સંપૂર્ણ કાયદાની હકીકતો લખી પત્ર મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલયને રુબરુ માણસ દ્વારા મોકલી આપ્‍યોહતો. પ્રેસ અને મીડીયાને વિરોધપક્ષના નેતાએ પોતાના તા.૩.૩.ર૦૧૦ના પત્રની નકલ આપી હતી.

     માન.રાજ્યપાલશ્રીએ ગુજરાત લોકાયુક્ત કાયદાની કલમ-૩(૧) મુજબ પોતાને મળેલાં અધિકારની રુએ ગુજરાત હાઇકોર્ટના માન. મુખ્‍ય ન્‍યાયમુર્તિશ્રી પાસેથી  લોકાયુક્તની નિમણૂંક માટે હાઇકોર્ટના નિવૃત્‍ત ન્‍યાયધિશનું નામ મોકલેલું હતું આ પદ પર નિયુક્તી માટે નામદાર મુખ્‍ય ન્‍યાયમુર્તિશ્રીએ ન્‍યાયધીશશ્રી સુહરુદ ડી. દવેનું નામ ર૦૧­૦માં મોકલી આપેલું હતું. નામદાર રાજ્યપાલશ્રીએ વિરોધપક્ષના નેતા સાથે પરામર્શ કરીને લોકાયુક્તના પદ માટે જસ્‍ટીશ સુહરુદ ડી.દવેની નિમણૂંક કરવા મુખ્‍યમંત્રીશ્રીને આદેશ કરી આપેલો છે.માન.રાજ્યપાલશ્રીના આદેશ પછી ગુજરાત સરકાર કે મુખ્‍યમંત્રીશ્રીને વિલંબ કરવાનો કોઇ અધિકાર નથી. માત્ર જાહેરનામું પ્રસિધ્‍ધ કરવાનું જ કામ કરવાનું હોય છે. આમછતાં ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી લોકાયુક્તની નિમણૂંકની ફાઇલ દબાવીને બેસી રહ્યાં છે. !! જો ખાતો નથી અને ખાવા દેતો નથી તો પછી શા માટે લોકાયુક્ત મૂકતો નથી.!! લોકાયુક્તની નિયુક્તી માટે ગેરકાયદેસર રીતે ફાઇલ દબાવીને બેસી રહેવાનું મુખ્‍યમંત્રીશ્રીનું કૃત્‍ય એ સાબિત કરે છે કે, ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી પોતેજ મોટા ભ્રષ્‍ટાચારી છે અને કરોડોથી કાંઇ ઓછું ખાતો નથી જેથી લોકાયુક્તની નિમણૂંકનું જાહેરનામું પ્રસિધ્‍ધ થતું નથી.

     માન.રાજ્યપાલશ્રીએ લોકાયુક્તની નિમણૂંક માટે નામ મોકલ્‍યા પછી બે વખત કડક શબ્દોમાં રીમાઇન્‍ડર પણ મોકલેલાં છે. આમ છતાં ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી લોકાયુક્તની નિમણૂંકમાં અનઅધિકૃત વિલંબ કરી રહ્યાં છે.

     ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાએ માંગણી કરી છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી બંધારણની જોગવાઇઓને અનુરુપ વર્તી રહયાં નથી. લોકાયુક્તની નિમણૂંકમાં કાયદાની કલમ-૩(૧) મુજબ સંપૂર્ણ અધિકારો સ્‍પષ્‍ટ છે અને તે મુજબ મુખ્‍યમંત્રીશ્રીને કોઇ જ અધિકાર ન હોવા છતાં લોકાયુક્તનું જાહેરનામું રોકી રહ્યાં છે ત્‍યારે માન.રાજ્યપાલશ્રી બંધારણની આર્ટિકલ-૩પપની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરે અને આર્ટિકલ-૩પપ મુજબ માન.રાજ્યપાલશ્રી પોતાના બંધારણીય વડા તરીકે વિશિષ્‍ટ અધિકારોનો ઉપયોગ કરી માન.મુખ્‍ય ન્‍યાયધિશશ્રીએ મોકલેલા અને વિરોધપક્ષના નેતાએ પરામર્શમાં સ્‍વીકૃત કરેલાં નામની તાત્‍કાલિક નિમણૂંક કરે. માન.મુખ્‍યમંત્રીશ્રીના ગેરકાનૂની હસ્‍તક્ષેપ અને લોકાયુક્તની નિયુક્તીમાં તેઓએ કરેલાં અપકૃત્‍ય માટે જરુર પડ્યે આર્ટિકલ-૩પ૬ મુજબ માન.રાષ્‍ટ્રપતિશ્રીને પણ અહેવાલ મોકલવા વિરોધપક્ષના નેતાશ્રીએ માંગણી કરી છે.

     લોકાયુક્તનો કાયદો અન્‍ય બીજા કાયદાઓથી સમજણપૂર્વક કાયદાના ઘડનારાઓએ જુદી જોગવાઇથી બનાવ્‍યો છે. આ કાયદાથી નિયુક્તી થયેલ લોકાયુક્ત મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીમંડળના સભ્‍યો તથા સંસદીય સચિવો સામેના ભ્રષ્‍ટાચારના આક્ષેપોની તપાસ કરવાના હોવાથી મુખ્‍યમંત્રીશ્રી કે સરકારને સમગ્ર પ્રક્રિયામાંથી દૂર રાખવામાં આવ્‍યા છે. કાયદાની કલમ-૩(૧)માં સ્‍પષ્‍ટ લખાયું છે કે, !!

3. Appointment of Lokayukta:

 (1)    For the purpose of conducting investigation in accordance with the provisions of the said Act, the Governor shall, by warrant under his hand and seal, appoint a person to be known as the Lokayukta.

 Provided that the Lokayukta shall be appointed after  consultation with the Chief Justice of the High Court and except where such appointment is to be made at a time when the Legislative Assembly of the state of Gujarat has been dissolved or a proclamation under Article 356 of the Constitution is in operation in the state of Gujarat, after consultation also with the leader of opposition in the legislative Assembly, or if there be no such leader, person elected in his behalf by the members of the opposition in that house in such manner as the speaker may direct.

     અન્‍ય કેટલીક નિમણૂંકો જેવી કે, આર.ટી.આઇ.ના કમિશ્નર, માનવ અધિકાર પંચ વિગેરેમાં કાયદામાં જ લખાયું છે કે,  કમિટીની ભલામણ ઉપર માન.રાજ્યપાલશ્રી નિમણૂંક કરશે. લોકાયુક્તના કાયદામાં મંત્રીમંડળની સલાહ મુજબ રાજ્યપાલશ્રીએ વર્તવાનું નથી પરંતુ કાયદાથી નિમણૂંકનો સીધો અધિકાર માન.રાજ્યપાલશ્રીને આપવામાં આવ્‍યો છે. આવી સ્‍પષ્‍ટ જોગવાઇઓ હોવા છતાં યેનકેન પ્રકારે છેલ્‍લાં ૮ વર્ષથી ભ્રષ્‍ટાચારી મુખ્‍યમંત્રીશ્રી લોકાયુક્તની નિમણૂંક  થવા દેતાં નથી ત્‍યારે માન.રાજ્યપાલશ્રીએ બંધારણીય વડા તરીકે આર્ટિકલ-૩પપ અને ૩પ૬ની નીચે ગુજરાત સરકાર સામે પગલાં ભરવા જોઇએ.

————————————————————————————————–