Close

October 18, 2011

Press Note Guj Dt: 18/10/2011 on Chetak Commandos

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                          તા.૧૮-૧૦-ર૦૧૧

  

  • મુખ્‍યમંત્રીશ્રી રાજકીય નાટકો માટે હવાઇ માર્ગે ઉડાઉડ કરે છે.
  • મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે રોડ પર દોડધામ કરનારા બે ચેતક કમાન્‍ડો શહીદ.
  • મુખ્‍યમંત્રીશ્રીની સલામતીમાં શહીદ થનારા ચેતક કમાન્‍ડોના પરિવારોના આંસુ લૂંછવાની પણ મુખ્‍યમંત્રીશ્રીની સદ્દભાવના નથી.
  •  શહીદ થયેલાં ચેતક કમાન્‍ડોના પરિવારને  યોગ્‍ય સહાય અને નોકરી આપવામાં આવે.
  • મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે રક્ષકો જ અસલામત.
  • મુખ્‍યમંત્રીશ્રી વૈભવી વિમાનમાં ફરે છે અને રક્ષકોને ખખડધજ વાહનો અપાય છે.

         ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી વિમાન અને હેલીકોપ્‍ટર દ્વારા સરકારી ખર્ચે રાજકીય કાર્યક્રમો યોજે છે. મુખ્‍યમંત્રીશ્રી તો ઉડીને એક સ્‍થળેથી બીજા સ્‍થળે પહોંચી જાય છે, પરંતુ તેમની રક્ષા માટેના પોલીસ જવાનોએ રોડ ઉપર રઝળપાટ કરવી પડે છે. રોડ પરની ખૂબ લાંબી અને સતત મુસાફરીના કારણે મુખ્‍યમંત્રીશ્રીની સલામતીમાં રોકાયેલાં પોલીસ જવાનો અસુર‍ક્ષિ‍ત છે. તાજેતરમાં સરકારી ખર્ચે સદ્દભાવનાનું નાટક કરવા માટે મુખ્‍યમંત્રીશ્રી હવાઇ  રસ્‍તે ઉડીને દ્વારકા પહોંચવાના હતાં. તેમની સલામતી માટે ગાંધીનગરથી સલામતીના ચેતક કમાન્‍ડોના જવાનો રોડ પરની લાંબી મુસાફરીથી જઇ રહ્યાં હતાં ત્‍યારે રાત્રિના સમયે જામનગરથી દ્વારકા વચ્‍ચે આ જવાનોનું ભયંકર અકસ્‍માતનો ભોગ વાહન બન્‍યું હતું. પોલીસ અકસ્‍માતમાં ચેતક કમાન્‍ડોના જવાન ચમનભાઇ કે. ચૌધરી  તથા વિક્રમસિંહ ખાતુભા પરમાર શહીદ થયેલાં છે. આ સાથે અન્‍ય નવ જેટલાં પોલીસ જવાનોને ગંભીર ઇજાઓ થયેલી છે. મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે ખડેપગે રહેનાર આ જવાનોના પરિવારને સાંત્‍વના અને સહાય આપવાનું પણ આ સરકારને હજુસુધી સૂઝેલું નથી. મુખ્‍યમંત્રીશ્રીની ફરજ હતી કે શહીદ થયેલાં આ જવાનોની સ્‍મશાન યાત્રામાં ભાગ લેવો જોઇએ કે પરિવારની મુલાકાત લેવી જોઇએ. ઇજાગ્રસ્‍ત જવાનોની પણ ખબર પૂછવાની મુખ્‍યમંત્રીશ્રીને ફુરસદ નથી.

    શહીદ થયેલાં જવાનો પૈકી શ્રી વિક્રમભાઇ ખાતુભાઇ પરમાર શહેરા તાલુકાનાં વાડી ગામનાં સામાન્‍ય પરિવારમાંથી ચેતક કમાન્‍ડો તરીકે નોકરી કરતા હતાં. શ્રી પરમારના મોટા ભાઇ માનસિક રોગના દર્દી છે. નાના ભાઇ રોહીતને એકસીડન્‍ટ થયેલ છે, જયારે બાળકો માત્ર ૭ અને ૧૪ વર્ષની  ઉંમરના છે. મુખ્‍યમંત્રીશ્રીની પાછળ રઝળપાટ કરાવવાથી જીવ ગુમાવનાર ચેતક કમાન્‍ડો           શ્રી વી.કે.પરમારનો પરિવાર નિરાધાર બનેલો છે. તે જ રીતે આદિવાસી વિસ્‍તારમાં આવેલાં વ્‍યારા તાલુકાના  ચમનભાઇ  કે. ચૌધરી પણ એક સામાન્‍ય પરિવારના આદિવાસી જવાન હતા. તેઓના પરિવારમાં પણ મુખ્‍ય આધારસ્‍થંભ સમાન ચમનભાઇના જવાથી પરિવાર નિરાધાર થયેલો છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે શહીદ થયેલાં ચેતક કમાન્‍ડોના પરિવારજનો પ્રત્‍યે દિલસોજી વ્‍યક્ત કરી હતી અને આ પરિવારોને કમ સે કમ પાંચ પાંચ – લાખ રુપિ‍યા વળતર આપવા તેમજ પરિવારના એક સભ્‍યને તાત્‍કાલિક નોકરી આપવા માંગણી કરી છે. અકસ્‍માતમાં ઘવાયેલાં અન્‍ય જવાનોને પણ યોગ્‍ય આર્થિક મદદ પૂરી પાડવા વિરોધપક્ષના નેતાએ માંગણી કરી છે.

 —————————————————————————————————–