Close

May 23, 2017

Press Note Guj. Dt: 19.04.2017 બોટાદ ખાતેની મુલાકાત દરમિયાન આપના પ્રેસ પ્રતિનિધિને ઉપસ્થિત રાખવા બાબત

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                   તા. ૧૯.૦૪.૨૦૧૭

      શ્રી શક્તિસિંહજી ગોહિલની આજરોજ તા. ૧૯/૦૪/૨૦૧૭ની બોટાદ ખાતેની મુલાકાત દરમિયાન આપના પ્રેસ પ્રતિનિધિને સાંજના ૫:૦૦ કલાકે પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ,બોટાદ ખાતે ઉપસ્થિત રાખવા બાબત.

          વડાપ્રધાનશ્રીના તાજેતરના બોટાદના કાર્યક્રમ પહેલા બોટાદ શહેર તથા જીલ્લાના અનેક પાટીદાર યુવાનોને જાણે કે પાટીદાર એટલે કે આંતકવાદી હોય તે રીતે પકડી પકડીને જેલમાં નાખવામાં આવ્યા  હતા. આ પૈકીના અનેક પાટીદાર યુવાનોને પોલીસે બેરહેમીથી માર પણ મરેલો હતો જેના કારણે ૧૧ જેટલા પાટીદાર યુવાનોને બોટાદની  સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ અનેક બીજા પાટીદાર યુવાનોએ પોતપોતાની રીતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. લોકશાહીમાં આ પ્રકારના અમાનુષી અત્યાચારી તઘલખી નિર્ણયોને સ્થાન ક્યારેય હોઈ શકે નહી. એક તરફ ભારતીય જનતા પાર્ટી “સૌના સાથ , સૌના વિકાસની” વાત કરે છે અને બીજી તરફ પાટીદાર લોકોનો સાથ લીધો અને પાટીદારોએ વોટ અને નોટ બન્ને આપ્યા પછી ગુજરાતમાં ભાજપ ધ્વારા પાટીદાર એટલે કે આંતકવાદી હોય તેમ તેના સાથે અમાનુષી વ્યવહાર કરવામાં આવે છે. ઘાયલ થયેલા પાટીદારોની મુલાકાત લેવા માટે તેમજ પાટીદારો ઉપર અત્યાચાર કરનારને સજા મળે તથા પાટીદારો યુવાનોને ન્યાય મળે તે જરૂરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહજી ગોહિલ આજ રોજ તા. ૧૯/૦૪/૨૦૧૭નાં સાંજના બોટાદના અમાનુષી અત્યાચારમાં ભોગ બનેલા યુવાનોની મુલાકાત લેશે અને સાંજના ૫:૦૦ કલાકે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પાટીદાર યુવાનોને પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ,બોટાદ ખાતે મળવાના છે. આથી આપને વિનંતી છે કે આપના મીડિયાના પ્રેસ પ્રતિનિધિને આજરોજ સાંજના ૫:૦૦ કલાકે પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ, બોટાદ ખાતે ઉપસ્થિત રાખવા વિનંતી છે.

————————————————————————————————-

 

 

Click here to view/download the Press Note