Close

August 20, 2020

Press Note Guj. Dt: 20.08.2020 ભાલ વિસ્તારના ગામડાઓનાં વિરોધ છતાં સરકારશ્રીએ મીઠાના અગર માટે ફાળવેલ જમીનો રદ કરવામાં આવે

Click here to view/download the Press Note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

સાંસદ (રાજ્યસભા), પ્રભારી- બિહાર અને દિલ્હી, રાષ્ટ્રીય પ્રવક્તાએ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                    તા. ૨૦.૦૮.૨૦૨૦

           ભાવનગર જીલ્લાના ભાલ વિસ્તારના પાળિયાદ ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ડુબી જ્વાથી બે વ્યક્તિઓ ના મૃત્યુનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયેલા છે. સમગ્ર ભાલ વિસ્તારના ગામડાઓનો સખ્ત વિરોધ હતો કે, ગુજરાત સરકાર ભાલ વિસ્તારની જમીનમાં મીઠાના અગર માટે બેફામ જમીનોની ફાળવણી ના કરે આમ છતાં ગુજરાત સરકારે કચ્છના કોઈ માનીતાને મીઠાના અગર માટે ખુબ મોટી જમીનો ફાળવી દીધી અને તેમણે અગરો માટે બનાવાયેલા પાળાઓના કારણે ચોમાસાનું પાણી ભાલના ગામડાઓમાં ઘુસી ગયું છે તેમજ પાળિયાદના બે વ્યક્તિઓનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું છે. ભાલ વિસ્તારના ગામડાઓમાં મીઠાના અગરને ફળવાયેલી જમીનોના પાળાના કારણે ન કલ્પી શકાય તેટલું ખેતીને પણ નુકશાન થયેલું છે. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે, મીઠાના અગર માટે ફળવાયેલી આ જમીનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને ભાલ વિસ્તારના ખેડૂતોને થયેલા નુકશાન તેમજ મૃતકોના પરિવારને પુરતું વળતર સત્વરે ચુકવવામાં આવે. 

————————————————————————————–

પ્રતિ,  તંત્રીશ્રી,

                   સદરહુ પ્રેસનોટ આપના પ્રતિષ્ઠિત અખબારમાં પ્રસિદ્ધ કરવા માન. શક્તિસિંહ ગોહિલે વિનંતી કરેલ છે. 

(સુનિલ રામી)

અંગત મદદનીશ