Close

May 20, 2011

Press Note Guj Dt: 20/05/2011on Dr.Prabhaben Taviyad

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                   તા.ર૦-૦પ-ર૦૧૧

  • ગોધરા ખાતે મુખ્‍યમંત્રીશ્રીએ આદિવાસી મહિલા સંસદસભ્‍ય પર અત્‍યાચાર કરાવ્‍યો.
  • મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે કોંગ્રેસના સંસદસભ્‍ય ડો.પ્રભાબેન તાવિયાડને ઢસડીને સ્‍ટેજ પરથી દૂર કરાયાં.
  • કોંગ્રેસના ધારાસભ્‍યશ્રીઓ અને કાર્યકર્તાઓને મુખ્‍યમંત્રીશ્રી પાસે રજૂઆત કરવા જતાં પોલીસે જુલમ કરી એરેસ્‍ટ કર્યા.
  • મુખ્‍યમંત્રીશ્રીમાં હિંમત હોય તો ભાજપના નામે રાજકીય કાર્યક્રમ કરે.
  • મુખ્‍યમંત્રીશ્રી પ્રજાના પૈસે સરકારી કાર્યક્રમોને રાજકીય કાર્યક્રમ બનાવવાનું બંધ કરે.

 મુખ્‍યમંત્રીશ્રીની હાજરીમાં સરકારી કાર્યક્રમના મંચ પર એક આદિવાસી મહિલા ચૂંટાયેલા સંસદસભ્‍યશ્રી પર બેફામ અત્‍યાચાર કરી તેમને ઢસડીને દૂર કરવામાં આવ્‍યા તે સમગ્ર મહિલા સમાજનું અપમાન છે. ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રીએ પ્રજાના પૈસે પોતાની પ્રસિધ્‍ધી માટેનો કૃષિ‍ મહોત્‍સવના નામે ગોધરા ખાતે આજે તાયફો યોજેલો હતો. આ કાર્યક્રમ દરમ્‍યાન સંસદસભ્‍ય ડો.પ્રભાબેન તાવિયાડને નિમંત્રણ આપવામાં આવેલું હતું. ડો.પ્રભાબેન તાવિયાડે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્‍યશ્રીઓને પોલીસ સરકારી સમારંભમાં નહીં આવવા દેવા માટે એરેસ્‍ટ કરે છે અને સરકારી સમારંભમાં ભાજપના હોદ્દેદારોને મંચ આપવામાં આવે છે તે વ્‍યાજબી નથી એવી રજૂઆત કરતાંની સાથે મુખ્‍યમંત્રીશ્રીના ઇશારે કોંગ્રેસના ચૂંટાયેલા મહિલા આદિવાસી સંસદસભ્‍યશ્રીને ઢસડીને તેમના પર અત્‍યાચાર કરી જાહેર સરકારી કાર્યક્રમના સ્‍થળેથી પોલીસ પકડીને સરકીટ હાઉસ મૂકી આવી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ એક આદિવાસી ચૂંટાયેલ મહિલા પર કરાવેલાં અત્યાચારથી સમગ્ર ગુજરાતની મહિલાઓ અને આદિવાસી સમાજનું અપમાન થયેલ છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે મુખ્‍યમંત્રીશ્રીના આ વર્તાવ બદલ તેઓએ ગુજરાતની મહિલાઓ અને આદિવાસી સમાજની માફી માગવી જોઇએ તેવી માંગણી કરી છે.

આજે ગોધરા ખાતે મુખ્‍યમંત્રીશ્રી સરકારી કાર્યક્રમ કૃષિ‍ મહોત્‍સવનો યોજેલો હતો તેમાં જવાના હતાં. મુખ્‍યમંત્રીશ્રીના આગમન સમયે કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓ શ્રી સી.કે.રાઉલજી, શ્રી હીરાભાઇ પટેલ, જિલ્‍લા કોંગ્રેસના પ્રમુખશ્રી પી.એમ.પટેલ તથા આગેવાનો ગોધરાની પી.ડી.સી.બેન્‍ક ચાલુ કરવા બાબતે તેમજ જિલ્‍લાના અનેક પ્રશ્નો માટે મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત કરવા જવાના હતાં. આ આગેવાનોનો લોકશાહી રીતે મુખ્‍યમંત્રીશ્રીને મળવાનો અધિકાર હતો આમ છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ સત્તાના જોરે ચૂંટાયેલા ધારાસભ્‍યશ્રીઓ અને કોંગ્રેસના  કાર્યકર્તાઓને પોલીસના દમનથી પકડીને પૂરી ‍દીધા હતાં. આ બાબતની કાર્યક્રમના સ્‍થળે સંસદસભ્‍યશ્રી ડો.પ્રભાબેન તાવિયાડ રજૂઆત કરવા જતાં મુખ્‍યમંત્રીશ્રીએ કૌરવોના ઇતિહાસની જેમ એક મહિલા ઉપર અત્‍યાચાર કરાવવાનું પાપ કરીને ગુજરાતનીતમામ મહિલાઓ તથા આદિવાસી જનતાનું અપમાન કરેલ છે.

        ખેડૂતોના હિત માટે વાપરવાના નાણાં મુખ્‍યમંત્રીશ્રી પોતાના રાજકીય લાભ તથા અહમના પોષણ માટે સમારંભો પાછળ કૃષિ‍ મહોત્‍સવના નામે બેફામ વેડફી રહ્યાં છે. સરકારી સમારંભોમાં ચૂંટાયેલા સભ્‍યોને યોગ્‍ય સ્‍થાન અને રજૂઆતની તક આપવાના બદલે કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રીઓને એરેસ્‍ટ કરાવવાનું પાપ મુખ્‍યમંત્રી કરે છે. કોઇપણ રાજકીય પક્ષના હોદ્દેદારને સરકારી સમારંભમાં સ્‍થાન ન મળે તેવી પ્રથા હોવા છતાં ભાજપના રાજકીય કાર્યકર્તાઓ સરકારી સમારંભોને પક્ષનો કાર્યક્રમ બનાવે છે.

        ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીમાં તાકાત અને હિંમત હોય તો ભાજપના નામે સમારંભોનું આયોજન કરે પરંતુ પ્રજાના પૈસા રાજકીય કાર્યક્રમો તરીકે સરકારી કાર્યક્રમોમાં વેડફવાનું બંધ કરે.

——————————————————————————————————————–