Close

October 20, 2011

Press Note Guj Dt: 20/10/2011 on GSPC

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                          તા.ર૦.૧૦.ર૦૧૧

 

  • સંપૂર્ણ અભ્‍યાસથી નક્કી થયેલું એલ.એન.જી.ટર્મિનલ અદાણીના લાભાર્થે પીપાવાવથી મુન્‍દ્રા ખસેડાયું.
  • ઇજીપ્‍તમાં ઓઇલ અને ગેસના કુવાઓના નામે કરોડો રુપિયા ખાઇ જવા ગુજરાત સરકારનું જી.એસ.પી.સી. સક્રિય.
  • કે.જી.બેઝીનના ગેસ અને ઓઇલના નામે બણગાં ફૂંકનારા હવે તેના તરફથી નજર હટાવી લેવા  માંગે છે.
  • કે.જી.બેઝીનમાં ર૦ ટી.સી.એફ. ગેસ મળી ગયો છે અને બે વર્ષમાં આ ગેસ ગુજરાતમાં આવી જશે તેવું બોલનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી આજે કેટલો ગેસ મેળવી શક્યા ?
  • કે.જી.બેઝીનમાં વગર ટેન્‍ડરના સાર કામના નામે ૭૦૦૦ કરોડ પ્રજાની તિજોરીમાંથી ખવાયા.
  • એલ.એન.જી.ટર્મિનલમાં અદાણીને પ૦ ટકાના ભાગીદાર બનાવવાની પેરવી.
  • ઇજીપ્‍તના કુવાઓમાં ખોદકામ માટેની રીંગ રપ૦ કરોડનું કામ વગર ટેન્‍ડરે કરશે.
  • ઇજીપ્‍તના કુવાઓના ભાગીદાર પણ અદાણી.
  • ધરતીકંપની શક્યતાગ્રસ્‍ત મુન્‍દ્રામાં એલ.એન.જી.ટર્મિનલ પ્રજાના જોખમે શું અદાણીના લાભાર્થે જ ખસેડાયો?
  • સરકાર અદાણી હોય કે સ્‍વાન એનર્જી માનીતાઓને વગર ટેન્‍ડરે કોન્‍ટ્રેકટ અને ભાગીદારી કેમ બનાવે છે ?

 

પ્રજાના ૭૦૦૦ કરોડ રુપિયા કે.જી.બેઝીનના દિન દયાળ બ્‍લોકમાં ગેસ અને ઓઇલના સંશોધનના નામે ભ્રષ્‍ટાચારયુક્ત બરબાદ કર્યા બાદ હવે ગુજરાત સરકાર ઇજીપ્‍તના કુવાઓ અને મુન્‍દ્રા એલ.એન.જી.ટર્મિનલના નામે લૂંટ ચલાવવા સક્રિય બની છે. કે.જી.બેઝીનમાં ર૦ ટી.સી.એફ. ગેસ મળી ગયો છે અને બે વર્ષમાં ગુજરાતીઓને ઓઇલ અને ગેસ ચકલી ખોલશે ત્‍યારે મળશે તેવી જાહેરાત  ચૂંટણી સમયે કરનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કે.જી.બેઝીનમાંથી કોમર્શિયલ વાયેબલ એક ટીપું પણ ગુજરાતમાં પહોંચાડી શક્યા નથી.કે.જી.બેઝીનીમા; કામગીરી પૂર્ણ કર્યા વગર જ હવે ગુજરાત સરકારનું જી.એસ.પી.સી. ઇજીપ્‍તીમાં કુવાઓનું ખોદાણ કરી ભ્રષ્‍ટાચારમાં આગળ વધી રહ્યું છે. ઇજીપ્‍ત ખાતેના કુવાઓનું એકસપ્‍લોરેશન કામ કરવા જી.એસ.પી.સી.એ !!NOBLE, PAUL, ROMANO “નામની રીંગ રોજના ૩.રપ લાખ યુ.એસ.ડોલરના ભાડાથી  ૧૮૦ દિવસ માટે કોઇપણ જાતના ટેન્‍ડર વગર ભ્રષ્‍ટાચાર કરવા રાખેલી છે. મુખ્‍યમંત્રીશ્રીના માનીતા અને લોકમુખે જેમને મુખ્‍યમંત્રીશ્રીના વ્‍યવસાયી ભાગીદાર માનવામાં આવે છે. તેવા ઉદ્યોગપતિશ્રી અદાણીને ઇજીપ્‍તના કુવાઓના કામમાં ભાગીદારબનાવી દેવાયા છે. શાર કામના નામે વગર ટેન્‍ડરથી જે ભાડે રીંગ અપાયેલી છે તેને અ અંદાજીત પ કરોડ ૮પ લાખ યુ.એસ.ડોલર જેવી માતબર રકમ ચૂકવવાની થશે. પ૦૦૦ રુપિયાનો ડંડીનો ડાર્ક વગર ટેન્‍ડરે સરપંચ કરાવે તો આ સરકાર તેને સસ્‍પેન્‍ડ કરે છે, પરંતુ જી.એસ.પી.સી. અને અદાણી રપ૦ કરોડ કરતાં વધારે રુપિયાનું સાર કામ વગર ટેન્‍ડરે કરાવે તો સરકારને વાંધો નથી.

      ઇજીપ્‍ત ખાતેના કુવાઓના શાર કામમાં ભૂલ ભરેલું એવું એગ્રીમેન્‍ટ કરેલું છે કે, જે ચોકકસ સમયમાં ચોક્કસ ડ્રીલીંગ કરવામાં જી.એસ.પી.સી. નિષ્‍ફળ જાય તો પ૦૦ કરોડ રુપિયા ઉપરાંતની બેન્‍ક ગેરન્‍ટી ફોરફીટ થાય. ઇજીપ્‍તમાં કુવાઓના નામે ભ્રષ્‍ટાચાર કરવા માટે ગુજરાત સરકારની સક્રિયતા એક ખુલ્‍લી લૂંટ છે. જેમ કે.જી.બેઝીનમાં વગર ટેન્‍ડરે કરોડો રુપિયા રીંગોના બિલોના નામે ઉધારીને કશું જ મેળવ્‍યા વગર ખવાયા હતાં તેજ રીતે હવે ઇજીપ્‍તના કુવાઓમાં પૈસા ખવાશે. ગુજરાતની જનતાના કરવેરાના કરોડો રુપિયાના જી.એસ.પી.સી.ના આ પ્રોજેક્ટમાં અદાણીને કઇ રીતે ભાગીદાર બનાવ્‍યા ? શા માટે ઇન્‍ટર નેશનલ ટેન્‍ડરો મંગાવીને ભાગીદાર નક્કી ન થયાં? ગુજરાતના જે નફો કરતાં પી.એસ.યુ. કે કેન્‍દ્ર સરકારના પી.એસ.ઓ.ના બદલે અદાણી જ ભાગીદાર કેમ?

      મોદી, અદાણીના મિલાપીપણાનો અંત અહીંથી નથી પરંતુ અહીંયાથી  કે, અમદાવાદના પી.એન.જી, સી.એન.જી. કે કચ્‍છની રક્ષિત જમીનોમાંથી નથી આવતો પરંતુ અન્‍ય જગ્‍યાએ પણ આ ખુલ્‍લી લૂંટ પાંગરી રહી છે. ગુજરાતને ઇન્‍ટરનેશનલ માર્કેટમાંથી સસ્‍તો અને પૂરતો ગેસ મળી રહે તે માટે ભૂતકાળની સરકારોએ અનેક સર્વે કર્યા બાદ પીપાવાવ ખાતે એલ.એન.જી.ટર્મિનલ બનાવવાનું નકકી કર્યુ હતું. મુખ્‍યમંત્રીશ્રીના અદાણી પ્રત્યેના જોડાણના કારણે એલ.એન.જી.ટર્મિનલ પીપાવાવના બદલે મુન્‍દ્રા ખાતે સ્‍થાપિત કરવાનું સરકાર નક્કી કરી લીધું છે. આ એલ.એન.જી.ટર્મિનલમાં પ૦ ટકાના ભાગીદાર અદાણીને બનાવી દેવા માટે હાલ પેરવી ચાલી રહી છે. એલ.એન.જી.ટર્મિનલ માટે વાયબ્રન્‍ટ-ર૦૦૭માં એવું એમ.ઓ.યુ. ગુજરાત સરકારે કરેલું છે કે, પ૦ ટકા પૈસા જી.એસ.પી.સી. પ્રજાની તિજોરીમાંથી રોકશે અને રપ ટકા અદાણીના તથા રપ ટકા એસ્‍સાર ગ્રૃપના રહેશે. ૪૦૦૦ કરોડ રુપિયાના પ્રોજેકટમાં અદાણી અને એસ્‍સારને રપ ટકા, રપ ટકા જેટલો માતબર હિસ્‍સો કોઇપણ પ્રકારની ટેન્‍ડરની પ્રક્રિયા વગર સરકારે આપ્‍યોહતો. હવે એસ્‍સારને રપ ટકાનો હિસ્‍સો પણ અદાણીને આપી દેવાની પેરવી ચાલી રહી છે. ગુજરાતના નફો કરતાં પી.એસ.યુ. કે કેન્‍દ્ર સરકારના પી.એસ.યુ.ને એલ.એન.જી.ટર્મિનલના હિસ્‍સેદાર બનાવવા જોઇએ. અથવા શેર માર્કેટમાં નાણાં રોકતાં મોટા ભાગના  ગુજરાતીઓને શેર આપીને ભાગીદાર બનાવવા જોઇએ તેના બદલે એલ.એન.જી.ટર્મિનલમાં અદાણી ભાગીદાર કેમ? શા માટે આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધાત્‍મક ભાવો મંગાવી ભાગીદાર નકકી ન થયા? કચ્‍છ ધરતીકંપ સંભવિત વિસ્‍તાર છે અને ત્‍યારે એલ.એન.જી. ટર્મિનલ કચ્‍છમાં સ્‍થાપવાથી કચ્‍છની જનતાની અસલામતી ઉભી થશે તે સરકારે અદાણીના પ્રેમના કારણે ધ્‍યાને જ ન લીધું? પીપાવાવ ખાતે એલ.એન.જી.ટર્મિનલ સ્‍થાપવાનું નકકી થઇ  ગયેલું હતું અને તેથી જ જી.એસ.પી.સી.નું ગેસ આધારીત વિજ મથક પણ પીપાવાવ ખાતે સ્‍થપાયેલું છે ત્‍યારે હવે એવી શું ફરજ પડી કે એલ.એન.જી.ટર્મિનલ પીપાવાવના બદલે મુન્‍દ્રા લઇ જવાનું નક્કી થયું ?

      ચૂંટણીના સમયે મુખ્‍યમંત્રીશ્રીએ જાહેરાત કરીહતી કે ર૦ ટી.સી.એફ. ઓઇલ અને ગેસ કે.જી.બેઝીનમાં મળી ગયો છે. ગુજરાત દુનિયાનું ગેસ કેપીટલ બની જશે. ગુજરાતના લોકો ઘરમાં ચકલી ખોલશે અને કે.જી.બેઝીનનો ગેસ અને ઓઇલ બે વર્ષમાં મળી જશે. આજે આ વાતને બે નહીં પાંચ વર્ષ વીતી ગયાં છે છતાં ઓઇલ કે ગેસ આવ્‍યો નથી અને મુખ્‍યમંત્રીશ્રીની વાતમાં વિશ્વાસ રાખીને  જેણે નળનીચકલી ખરીદી હતી તેમાં કાટ લાગી ગયો છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ ર૦ ટી.સી.એફ. ગેસ મળ્યાની સદંતર જુઠ્ઠી વાત કરીને ૭૦૦૦ કરોડ રુપિયા ગેસ અને ઓઇલના શાર કામના નામે ગુજરાતની તિજોરમાં ખંખેરી લીધાં છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ચેલેન્‍જ કરી છે કે, જો મુખ્‍યમંત્રીશ્રી સાચુ બોલતાં હોય તો ર૦ ટી.સી.એફ. અંગેનું ડી.જી.હાઇડ્રો કાર્બનનું સર્ટિફિકેટ બતાવે.

      સત્‍ય તો એ છેકે, માત્ર ર ટી.સી.એફ. અને તે પણ રીકવરેબલ હોવાની ખાત્રી નહીં તેવું ડી.જી. હાઇડ્રો કાર્બનનું મેનેજ કરેલું સર્ટિફિકેટ માત્ર જી.એસ.પી.સી. પાસે છે. આમ છતાં રીંગો ભાડે રાખી છે. તેવું કહીને કરોડો રુપિયા કે.જી.બેઝીનના નામે ખવાઇ ગયા છે. જીઓ ગ્લોબલ સાથેનું ભાગીદારીનું ષડયંત્ર  પણ ઘણું મોટું છે. જીઓ ગ્લોબલના એકપણ પૈસાના રોકાણ વગર ભાગીદારના કરાર જી.એસ.પી.સી.એ કર્યા હતાં અને પછી એજ જીઓ ગ્લોબલની સાથે શાર કામના પોઇન્‍ટ  અંગેહાલ વાંધા વચકા ચાલી રહ્યાં છે. સમગ્ર જી.એસ.પી.સી.ના કૌભાંડની હકીકતો ખુલ્‍લી પડી જશે. તેવા ભયથી આર.ટી.આઇ.ના કાયદા મુજબ માંગેલી માહીતીઓ પણ કોમિર્શિયલ કોન્‍ફીડન્‍સના બહાના નીચે આપવામાં આવતીનથી.

      કે.જી.બેઝીનમાંથી ફૂટી કોડી પણ હાથ લાગી નથી અને ૭૦૦૦ કરોડ રુપિયા શાર કામના નામે ઉડાડી દીધા પછી ર૦૦૦ કરોડ રુપિયા પ્‍લેટફોર્મ માટે તથા અન્‍ય વ્‍યર્થ કામો માટે ભ્રષ્‍ટાચાર કરવાં જ સરકાર વાપરશે. એલ.એન.જી.ટર્મિનલ હોય કે ઇજીપ્‍તનું શાર કામ હોય કે પછી કે.જી.બેજીનનું શારકામ કામ તેમાં સ્‍પર્ધાત્‍મક ભાવો કે ટેન્‍ડરની પ્રક્રિયા વગર જ પણ બિલો બનાવીને પૈસાની ભાગ બટાઇ કરેતેવાને જ કોન્‍ટ્રેકટ આપી દેવાયાં છે.

      અમદાવાદમાં સી.એન.જી.ના સ્‍ટેશનો માટે શ્રી અદાણીને કેટલા રુપિયાના ભાવથી જમીન આપવામાં આવી છે? આ પૈકી કેટલા રુપિયા જમા થયા છે તે પણ સરકારે જાહેર કરવું જોઇએ.

———————————————————————————————————————–