Close

November 20, 2013

Press Note Guj Dt: 20/11/2013 on Snooping

Click here to view / download press note

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત


અખબારી યાદી.                                       તા. ૨૦.૧૧.૨૦૧૩

  • સબંધિત મહિલા કે તેના પરિવાર ના સભ્યોની કંપનીને કેટલા કામ ગુજરાત સરકારે આપ્યા છે? તે મુખ્યમંત્રી જાહેર કરે.
  •   ગુન્હાના ન્યાયાશાસ્ત્રના સિધ્ધાંત મુજબ ગુન્હાની ફરિયાદ કોઈ પણ આપી શકે છે. અસરગ્રસ્ત વ્યક્તિ જ ફરિયાદ આપી શકે તેવું જરૂરી નથી.
  • ગુન્હાની જાણ થયા પછી સરકારે ગુન્હાની તપાસ કરવીજ પડે તેવી કાનુની જોગવાઈ છે.
  • અસરગ્રસ્ત કે તેના પરિવારના સભ્ય તપાસ નહી કરતા તેવું કહે તેનાથી સી.આર.પી.સી. ની જોગવાઈ મુજબ ગુન્હાની તપાસ બંધ ન કરી શકાય.
  • સી.આર.પી.સી. ની સ્પષ્ટ જોગવાઈ મુજબ ગુજરાતમાં જાસૂસીનો જે ગુન્હો પ્રકાશમાં આવ્યો છે તે માંડવાળ નજ થઈ શકે.
  • મહિલાની રક્ષણની જરૂર હતી તો તેની કાયદેસરની વિધિ કરીને અંગ રક્ષક કેમ ન આપ્યા?
  • મહિલાને કોઈ પરેશાન કરતું હોય તો તેની સામે ગુજરાતના મુખ્યમંત્રીએ એફ આઈ આર દાખલ કરાવીને તેને જેલમાં કેમ ન નાખ્યો?
  • રક્ષણ આપવાના બદલે જાસુસી કેમ?
  • ટેલિગ્રાફ કાયદા અને સુપ્રિમ કોર્ટની માર્ગ દર્શક સૂચનાઓ છતાં એક મહિલા અને એક અધિકારીનો ટેલીફોન ગેરકાયદેસર ટેપ કરવો એ ભયંકર ગુન્હો છે.
  • નિર્દોષ ને જેલમાં નાખવાનું કાવતરું એ ગંભીર ગુન્હો છે.
  • સબંધિત મહિલા કે તેના પરિવારજનોને ગાંધીનગર ગ્રીડ પ્રોજેક્ટ અને અન્ય ગુજરાતમાં કેટલાક સરકારી કામો આપવામાં આવ્યા છે?
  • પ્રજાની સેવા માટે પ્રજાના ખર્ચે કામ કરતા આઈ જી પી,, એસ પી,, ડી વાય એસ પી  અને એટીએસ તથા ક્રાઈમ બ્રાંચનો ગેરકાયદેસર જાસુસી પાછળ દુરપયોગ કેમ?

      કોંગ્રેસ પક્ષ કોઈના ચારિત્રહનન કે વ્યક્તિગત અંગત આક્ષેપોમાં માનતો નથી પરંતુ જે રીતે ગુજરાતમાં ભયંકર ગુનાહિત કૃત્ય કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને જેતે વખતના ગૃહ મંત્રી અમિત શાહને ભાજપ દ્વ્રારા ખોટી રીતે છાવરવામાં આવે છે ત્યારે ચોરી અને ઉપરથી સીનાચોરી કરતા ભાજપના આ વલણ સામે કેટલીક સત્ય હકીકતો, કાયદાકીય પરિસ્થિતિ અને ગુનાહિત બાબતો અંગે પ્રેસ અને મીડિયાને સંબોધન કરવું કોંગ્રેસ પાર્ટી માટે જરૂરી બન્યું છે.

      ગુન્હાના ન્યાયશાસ્ત્રનો પાયાનો સિધ્ધાંત છે કે કોઈ પણ ગુનો બને ત્યારે ફરીયાદી કોઈ પણ બની શકે છે, અને જો ગુનો સરકારના ધ્યાને આવેતો ફરીયાદી કોઈ ન હોયતો સરકારે જાતે ફરીયાદી બની ને ગુનો દાખલ કરવો જોઈએ. ગુનાના ન્યાયશાસ્ત્રનો બીજો સિધ્ધાંત એવો છે કે ગુનો કરનાર વ્યક્તિના સામે જેને સહન કરવું પડ્યું છે તે વ્યક્તિ ફરિયાદ કરવા તૈયાર ન થાય તો પણ ગુનેગાર સામે કામ ચલાવવું જ પડે. ગુજરાતમાં ૩૨ વર્ષની યુવાન મહિલાનું ગુજરાતના મુખ્યમંત્રીના ઈશારે ગેરકાયદેસર રીતે ફોન ટેપીગ અને જાસૂસીનું અપકૃત્ય થયું છે તેમાં ભાજપને કોઈ બચાવ ન મળતો હોવાથી શામ, દામ, દંડ,  ભેદ વાપરીને મહિલાના પિતા પાસે મારે ફરિયાદ કરવી નથી અને આ ગુનાની આગળ કોઈ તપાસ કરવી નહી તેવો વજુદ વગરનો પત્ર લખાવેલ છે. ક્રિમીનલ પ્રોસીજર કોડ માં સીધા માંડવાળ થઈ શકે, ન્યાયાલયની મંજુરી થી માંડવાળ થઈ શકે અને માંડવાળ નજ  થઈ શકે તેવા ગુનાહોનું સંપૂર્ણ  પ્રકરણ આપવામાં આવેલ છે. સી.આર.પી.સી ના કાયદાની સ્પષ્ટ જોગવાઈ મુજબ ટેલીફોન ટેપીંગ, કોઈ પણ  જાતની લૈખિક મંજુરી વગર પોલીસના તંત્રના દુરુપયોગ થી થતી જાસુસી, સરકારીતંત્ર નો ગેરકાયદેસર દુરપયોગ, નિર્દોષ ને લાંબા સમય સુધીનું જેલમાં રાખ્વનું કાવતરું કોઈ પણ રીતે માંડવાળ થઈ શકતા નથી. આ સંજોગોમાં ફરીયાદી પોતે ફરિયાદ કરવા માગતા નથી કે તપાસ કરાવવા માંગતા નથી એમ કહેવાથી ગુજરાતમાં  મુખ્યમંત્રીના ઈશારે બનેલો ગંભીર ગુન્હો  માંડવાળ થઈ શક્તો જ નથી.

      જવાબદાર મીડિયા અને જવાબદાર વિરોધ પક્ષે કોઈ પણ રીતે મહિલાની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખી હતી પરંતુ ગંભીર ગુન્હામાં સંડોવાયેલ ગુન્હેગારોએ   વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ના સિધ્ધાંત મુજબ મહિલાના પિતા પાસે પત્ર લખાવીને મહિલાની ઓળખ છતી કરવાનું પાપ કર્યું છે તેમજ ટેલીફોનના ટેપિંગમાં ઉલ્લેખ કરાયેલ સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી જ છે તે જાહેર કરી દીધું છે.

      સંપૂર્ણ હાસ્યાસ્પદ ભાજપની દલીલ એવી છેકે મહિલાની સલામતી માટે આ બધું થતું હતું.  જો મહિલાને સલામતીની જરૂર હોયતો મહિલાની સાથેજ સરકારી ધારાધોરણો મુજબના લેખિક હુકમ કરીને પર્સનલ સિક્યુરિટી ઓફિસર (P.S.O) આપવા જોઈએ. કોઈ પણ જાતના કાયદેસરના હુકમો વગર ઇન્ટેલિજન્સ બ્યુરોના આઈ.જી, એન્ટી ટેરેરિસ્ટ સ્કોર્ડ (ATS) ના  એસ.પી., ક્રાઈમ બ્રાંચના ડીસીપી અને આઈબી ના ડીવાય એસપી થી લઈ ને પોલીસ કોન્સ્ટેબલ સુધીની સમગ્ર ફોજ જાસુસી માટે મૌખિક હુકમથી કામે લગાડવી તે ગંભીર પ્રકારનો ગુન્હો છે.

            જો મહિલાને કોઈ પણ વ્યક્તિ તરફથી પરેશાની થતી હોય અને મુખ્યમંત્રી પાસે કોઈ ફરિયાદ કરેતો મુખ્યમંત્રીની જવાબદારી છેકે ફરીયાદીની લૈખિક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવીને પરેશાન કરનાર વ્યક્તિને  જેલ ભેગી કરવી જોઈએ. આવું કોઈ પગલું ભરવાના બદલે સમગ્ર પ્રજાના રક્ષણ માટેના તંત્રને ગેરકાયદેસર જાસુસી માટે કામે લગાડવાનું એ કેવી રીતે વ્યાજબી ઠેરવી શકાય?

      સુપ્રિમ કોર્ટે ટેલિફોન ટેપિંગના સંદર્ભમાં સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ આપી છે, તે તમામનું ઉલંઘન કરી ને ગેરકાયદેસર ટેલીફોન ટેપિંગ અને સર્વેલન્સ એ અક્ષમ્ય ગુનો બને છે, અને તેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રીનીજ બને છે કારણકે સબંધિત મહિલાના પિતા એજ પોતાના પત્રથી કહ્યું છે કે પોતે મુખ્યમંત્રીને ફરિયાદ કરી અને માટે જ આ બધુજ અપકૃત્ય મુખ્યમંત્રીની સુચના થીજ થયું હતું.

      કોઈ પણ નિર્દોષ વ્યક્તિને વ્યક્તિગત કારણોસર જેલમાં નાખવા માટે કોઈ પોલીસ અધિકારીને કહેવું તે ગુનાહિત કાવતરું બને છે, અને આપ્રકારના કાવતરામાં જવાબદાર ગુનેગારો કડક સજા માટે જવાબદાર બને છે. ટેલીફોન ટેપિંગમાં જેતે સમયના ગૃહ મંત્રી એક નિર્દોષ વ્યક્તિને શ્રી વણજાર જેલમાં છે તેના કરતા પણ વધારે સમય જેલમાં રાખવો છે તેવું જણાવે છે તે અત્યંત ગંભીર ગુન્હો બને છે.

      ગુજરાતના એક મહિલાને ગેરકાયદેસર રીતે  તે શોપિંગ મોલ, આઈસ્ક્રીમ પાર્લર, જીમ, સિનેમા હોલ, હોટેલ, એરપોર્ટ અને પોતાની માતાને હોસ્પિટલમાં જોવા જાય ત્યાં બધેજ જાસુસીની જાળ માં રાખવી તે ગુન્હો માત્ર એક મહિલા સામેનો નહી પરંતુ સમગ્ર મહિલા જગત સામેનો આ ગુન્હો બને છે. આવા પ્રકારના ગુન્હામાં રાજ્યમાં સર્વોચ્ચ સત્તા ભોગવતી વ્યક્તિ શામ, દામ, દંડ, ભેદ થી અસરગ્રસ્ત વ્યક્તિના પિતા પાસે મારે કઈ કરવાનું રહેતું નથી તેમ લખાવે તેનાથી ગુન્હો કે ગુન્હાની તપાસ બંધ થઈ જ સકતીજ નથી.

            જે મહિલાની ગુજરાતના મુખ્યમંત્રીએ ગેરકાયદેસર જાસુસી કરાવી તે મહિલા કોઈ કમ્પનીમાં ફાઉન્ડર હોય અને પછી મહિલાના પરિવારના નજીકના સભ્યો તે કંપની સાથે જોડાયેલા હોય તેવી કંપનીને ગુજરાતમાં જુદા જુદા પ્રોજેક્ટો કે અન્ય કોઈ લાભ આપવામાં આવ્યા છે કે કેમ? ગાંધીનગર ગ્રીડ પ્રોજેક્ટ  કે જે સોલાર એનર્જી માટેનો છે તેમાં આમ સબંધિત મહિલા કે તેના પરિવાર સાથે જોડાયેલ કંપનીને કોઈ પણ જાતના ટેન્ડર વગર કોઈ કામ આપીને સમાધાન પરીસ્થિત ઉભી કરવામાં આવી છે કે તેમ તેની પણ ગુજરાતના મુખ્યમંત્રી સ્પષ્ટતા કરે.

      —– ———————————————————————