Close

May 23, 2017

Press Note Guj. Dt: 21.05.2017 કચ્છને નર્મદાના પાણી બાબતે ભાજપ લાજવાના બદલે ગાજે છે.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૨૧/૦૫/૨૦૧૭   

              નર્મદાના પાણીના સંદર્ભમાં કચ્છને સૌથી મોટો અન્યાય કરનાર ભાજપ ક્યા મોઢે સરકારી ખર્ચે ભાજપની વાહ વાહ નો કાર્યક્રમ કચ્છમાં કરે છે? છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ડેમના દરવાજા બંધ કર્યા વગર કચ્છને  પાણી આપી શકાય છે તેમ છતા ભાજપના શાસનમાં ૨૨ વર્ષના વિલંબ પછી શા માટે ટપ્પર સુધી જ પાણી  પહોંચ્યું ? વડાપ્રધાનશ્રી જનતાના કરોડો ખર્ચીને જ્યાં નર્મદાના પાણીનું નાટક કરવાના છે ત્યાંથી થોડે જ દુર આનંદીબહેને કચ્છમાં પાણીના વધામણા કરીને મહિનાઓ પહેલા કાર્યક્રમ કર્યો હતો. જો ભાજપની સરકાર નજીવી પ્રગતીના ઉત્સવો જ કરશે અને કામ નહીં કરે તો ટપ્પર થી લખપત ૨૧૬ કી.મી. છે ત્યાં પાણી પહોંચતા વર્ષોના વર્ષો લાગશે.

        કચ્છને ૧ મિલિયન ફીટ વધારાનું પાણી ટપ્પરથી મળવાનું છે. આ વધારાના પાણીથી કચ્છના તમામ ડેમોનું જોડાણ કરવાનું છે. શા માટે આ વધારાના પાણીનું કચ્છનું કામ લેશ માત્ર કરાયુ નથી ? આજે જો ટપ્પરથી જે વધારનું પાણી આપવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોત તો પાણી અને ઘાંસ વગર ટળવળતા પશુધનને મોટી રાહત થઈ જાત તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને કચ્છના કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

        આજે જ્યાં પાણી પહોંચ્યું છે ત્યાંથી તો કચ્છની શરૂઆત થાય છે. ભાજપની ગુન્હાહિત બેદરકારી ન હોત તો આજે સમગ્ર કચ્છની કેનાલનું કામ પૂર્ણ થયુ હોત. કોંગ્રેસની સરકારે ધસમસતા નર્મદાના પાણીની વચ્ચે ડેમના સ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું કામ માત્ર ગણતરીના દિવસોમાં પૂર્ણ કર્યુ હતું જયારે ભાજપની સરકારને નર્મદાના ડેમના દરવાજાનું કામ કરતા ત્રણ વર્ષ કેમ લાગ્યા? શું ગુજરાતની જનતાને ભલે નુકશાન થાય પરંતુ ૨૦૧૭ની ચૂંટણી સમયે મતોનું રાજકારણ કરવા ૩ વર્ષ લગાડ્યા? નર્મદાના ડેમનું મોટા ભાગનું કામ તેમજ મુખ્ય કેનાલનું ૯૦ ટકા કામ કોંગ્રેસની સરકારે કર્યુ હતુ અને તે પણ માત્ર થોડા જ સમયમાં જયારે ભાજપની ગુજરાતમાં ૨૨ વર્ષથી સરકાર છે તેણે શાખાઓ, પ્ર-શાખાઓ અને માઈનોરના કેનાલના ૩૮૦૦૦ કી.મી. ના કામો પુરા કરેલ નથી.

        કચ્છમાં સ્થાનિકને રોજગારી મળતી નથી. કચ્છમાં ઉદ્યોગપતિઓ બેફામ પ્રદુષણ અને ગૌચરોના દબાણો કરે છે. અબડાસા, લખપત અને નખત્રાણાના ગામોમાં લોકો પીવાના પાણી માટે સંઘર્ષ કરે છે. કચ્છી ભાષાના સંવર્ધનની સરકારને ચિંતા નથી. સરકારી કર્મચારીઓની પુષ્કળ જગ્યાઓ કચ્છમાં ખાલી છે. ઘોરાડ અને છીંકારા જેવા કચ્છની અસ્મિતા સમા અનેક નામશેષ થઈ રહ્યા છે. નારાયણ સરોવરમાં નર્મદાનું પાણી આવી જશે બારે માસ નારાયણ સરોવર નર્મદાથી ભરેલુ રહેશે તેવી જાહેરાત ભાજપના પ્રભારીમંત્રીએ ગઈ ચૂંટણી સમયે કરેલી પરંતુ એક ટીપુ પણ નર્મદાનું પાણી નારાયણ સરોવરમાં આવ્યું નથી ત્યારે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને સરકારી નહીં પરંતુ ભાજપનો રાજકીય કાર્યક્રમ કરતા ભાજપ અને સરકારે શરમ કરવી જોઈએ. 

        નર્મદાનું ૩ મીલીયન એકર ફીટ વધારનું પાણી ઉપલબ્ધ છે તેમાંથી એક મીલીયન એકર ફીટ સૌરાષ્ટ્ર, એક મીલીયન એકર ફીટ ઉત્તર ગુજરાત અને એક મીલીયન એકર ફીટ કચ્છના ડેમો તથા નદીઓના લિન્કેજ માટે આપવાની જાહેરાત ૨૦૦૨માં થઈ હતી. ત્યાર બાદ સતત પંદર વર્ષ ભાજપની સરકાર રહી અને આ કામ માટે કોઈની પણ મંજુરી કે ડેમના દરવાજા બંધ કરવાની જરૂર ન હતી છતાં આ કામ પૂર્ણ થયું નથી અને માત્ર ચુંટણી સમયે જાહેરાતો જ થાય છે.

        જયારે જયારે ચુંટણી આવે છે ત્યારે નર્મદાના પાણીથી ડેમો અને નદીઓનું લિન્કેજનું નાટક નરેન્દ્ર મોદી કરે છે. સૌથી પહેલા શ્રી મોદીએ ૨૦૦૨ની ચુંટણી પહેલા નર્મદાના પાણીથી નદીઓ અને ડેમોના લિન્કેજની વાતો કરી હતી. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી આ કામ ન કર્યું અને ૨૦૦૭ની ચુંટણી પહેલા ૮ સપ્ટેમ્બર, ના રોજ સિધ્ધપુર ખાતે નર્મદાનું પાણી સિદ્ધપુરની નદીમાં વહેવડાવવાનું અને મહાસંગમનું મોટું નાટક કર્યું હતું. સિધ્ધપુરની નદીમાં નર્મદાના નીર બારે માસ વહેતા રહેશે અને આ મહાસંગમ છે તેમ કહીને ૨૦૦૭ની ચુંટણી જીતવા નાટક કર્યું હતું. ૮ સપ્ટેમ્બરના દિવસે નર્મદાની પાઈપલાઈનમાંથી સિધ્ધપુરની નદીમાં મોદીના હસ્તે પાણી છોડવામાં આવ્યું અને ૨૦૦૦ બસો ભરીને વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ક્યારેય પણ નર્મદાની પાઈપલાઈન માંથી  સિધ્ધપુરની નદીમાં પાણી આવ્યું નહી અને પછી લોકોને ખબર પડી કે મોદીના આ કાર્યક્રમ માટે ટેન્કરોથી પાઈપલાઈનમાં પાણી ભર્યું હતું અને સિધ્ધપુરની નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે પણ સિધ્ધપુરની નદી ખાલીખમ રહે છે અને નર્મદાનું ટીપું પાણી પણ પ્રાપ્ત થતું નથી.ત્યાર બાદ ૨૦૧૨ની ચુંટણી નજીક આવી એટલે મોદીએ ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ રાજકોટ ખાતે સૌની યોજનાની જાહેરાત કરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં મોટું સંમેલન સૌની યોજના માટે મોદીએ યોજ્યું હતું. આ સમયે મોદી એ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો અને સૌરાષ્ટ્ર ની નાની મોટી તમામ ૮૭ નદીઓનું નર્મદા સાથે આંતર જોડાણ કરી દેવામાં આવશે. શ્રી મોદીએ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રને ચાર લીન્ક ઝોનમાં વહેચીને ગ્રેવિટીથી સૌરાષ્ટ્રને નર્મદા કેનાલમાંથી જળસિંચન દ્રારા ૧૧૫ ડેમોનું જોડાણ થઈ જશે. આ ચારેય ઝોનના કામોના ટેન્ડર જુન ૨૦૧૩માં બહાર પાડી દેવામાં આવશે અને આ ભગીરથ કામ માત્ર ત્રણ જ વર્ષમાં જુન ૨૦૧૬માં પૂરું કરીને સૌરાષ્ટ્રની ચાર લીન્ક દ્રારા ૧૧૫ ડેમોમાં નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી છલકાઈ જશે. મોદીની આ જાહેરાતો અને ભાષણની નક્ક્લ આજે પણ નરેન્દ્ર મોદી ની વેબસાઈટ http://www.narendramodi.in/gu/cm-launches-saurashtra-narmada-avtaran-irrigation-sauni-yojana-for-saurashtra-4780  પર ઉપલબ્ધ છે. શ્રી મોદીએ જુન ૨૦૧૩માં જાહેરાત કરી હતી કે, ત્રણ જ વર્ષમાં (જુન ૨૦૧૬માં) ૧૧૫ ડેમોનું લિન્કેજ થઈ થશે તો પછી ત્રણ વર્ષ જુન ૨૦૧૬માં પૂર્ણ થયા તેમ છતાં પાંચ ડેમોમાં પણ પુરતું લિન્કેજ કેમ નથી?

—————————————————————————————————–

 

Click here to view/download the Press Note