Close

March 21, 2011

Press Note Guj Dt: 21/03/2011 on Ori Vaccine Kutch

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                              તા.ર૧-૩-ર૦૧૧

         કચ્‍છમાં ચાર કુમળા બાળકોના મૃત્‍યુ અંગેની ૧૧૬ની નોટિસ વિધાનસભામાં આજે ચર્ચામાં લેવાઇ હતી અને એ વાતનો પર્દાફાશ થયો હતો કે, રાજ્ય સરકારની સંપૂર્ણ બેદરકારી અને અણ આવડતના કારણે કચ્‍છના કુમળા બાળકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતાં. ૧૧૬ની નોટિસની ચર્ચા દરમ્‍યાન વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે WHO તથા ભારત સરકારની નેશનલ ગાઇડ લાઇન્‍સ મુજબ AEFI સેન્‍ટરો રસીકરણ વખતે ઉભા કર્યા હતાં કે કેમ તેવો પ્રશ્ન પૂછતાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું કે, ગાઇડ લાઇન્‍સ મુજબના ખાસ AEFI સેન્‍ટરો ઉભા કરવામાં આવ્‍યા ન હતાં. ઓરી માટેના રસીકરણમાં રીએકશન આવવાની શક્યતા હોય છે. તે Anaphylytic shock તરીકે ઓળખાય છે. આજ કારણોસર AEFI સેન્‍ટરો અને યોગ્‍ય ટ્રેનીંગ વગર રસીકરણ ન કરવા સૂચના આપવામાં આવતી હોય છે. આ સેન્‍ટરોમાં Adrenalin તથા અન્‍ય જરુરી દવાઓ કચ્‍છમાં ઉપલબ્‍ધ ન હતી. કોંગ્રેસપક્ષના ધારાસભ્‍યશ્રી બાબુભાઇ શાહે આરોગ્‍યમંત્રીશ્રીના જવાબને સંપૂર્ણ ખોટો ઠેરવીને ગૃહમાં જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે કુમળા બાળકોમાં યુવરાજ, વીર, વૈશાલી અને દક્ષાની પૂરતી કાળજી વગર રસીકરણ કરીને મોતને ઘાટ ઉતારેલ છે. બાળકને રીએકશન આવે છે કે નહી તે માટે AEFI સેન્‍ટરોમાં ચોક્કસ સમય સુધી રાખવામાં આવ્‍યા નથી અને તેથી ઘેર ગયેલાં અથવા ઘેર ગયા પછી બાળકને જયારે મુશ્‍કેલી થઇ ત્‍યારે તાત્‍કાલિક સારવાર મળી શકી ન હતી. હોસ્પિ‍ટલમાં બાળ રોગના નિષ્‍ણાંત કે જરુરી ડોકટર પણ ન હતાં. વેકસીન યોગ્‍ય રીતે સાચવવામાં પણ નિષ્‍કાળજી હતી.

         વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે સરકારના લેખિત જવાબ સામે સીધો પ્રશ્ન ઉઠાવ્‍યો હતો કે, જો સરકારની બેદરકારી નહોતી તો પછી સાવ નાના કર્મચારીઓ જેવા કે, જુનીયર ફાર્માસિસ્‍ટ, સ્‍ટાફ નર્સ તથા હેલ્‍પરને શા માટે સસ્‍પેન્‍ડ કરાયાં? ખરેખર ઉપલા લેવલની ગુન્‍હાઇત બેદરકારીને છાવરવા માટે નાનાં કર્મચારીઓનો ભોગ લેવાયો છે. ખરેખર વેકસીનમાં કોઇ મુશ્‍કેલી નહોતી તેથીજ એકજ બેચના વેકસીન દેશમાં અને રાજ્યમાં અનેક જગ્‍યાએ વિતરણમાં ગયા તેમાં કોઇ અઘટિત રીએકશનનો કેસ બનેલો નથી.

———————————————————————————————–