Close

March 21, 2011

Press Note Guj Dt: 21/03/2011 on Urja MoU

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                                     તા.ર૧-૩-ર૦૧૧

 

  • આજની પ્રશ્નોતરીમાં એમ.ઓ.યુ.ના ખોટા આંકડાઓનો પર્દાફાશ.
  • ર૦૦૭ અને ર૦૦૯ના વાયબ્રન્‍ટ ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રના એમ.ઓ.યુ. ૧૧૪ પરંતુ કાર્યાન્વિત માત્ર ૩.
  • ઉર્જા ક્ષેત્રે ૪,પ૩,૦૦૦ કરોડ રુપિ‍યાના એમ.ઓ.યુ.માંથી ખરેખર રોકાણ માત્ર દોઢ ટકો પણ નહીં.
  • આદિવાસી વિસ્‍તારની સંપૂર્ણ ઉપેક્ષા સન-ર૦૦પ અને ર૦૦૭ના વાયબ્રન્‍ટ ગુજરાતમાં દાહોદ જિલ્‍લામાં એકપણ રુપિ‍યાનું મૂડીરોકાણ નહી.
  • ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાં કરોડો રુપિ‍યા ખર્ચાયા પછી ઓટોમેટેડ ફિંગર પ્રિન્‍ટ સિસ્‍ટમ અનેક જિલ્‍લાઓમાં બીન કાર્યક્ષમ.
  • માત્ર આણંદ જિલ્‍લામાં સન-ર૦૦૧ અને ર૦૦રમાં પર૧ લઘુ ઉદ્યોગો બંધ થયાં.
  • રાજ્યની સેવા કરતાં પોલીસ કર્મચારીઓને  ૧૭૦ કરોડ રુપિ‍યા ચૂકવવાના બાકી.

        વિધાનસભામાં આજની પ્રશ્નોતરી દરમ્‍યાન કોંગ્રેસના ધારાસભ્‍યશ્રીઓના પ્રશ્ન ક્રમાંક-પ, ૪૭, અને ૧૧૮  વિગેરેમાં સ્‍પષ્‍ટ રીતે વાયબ્રન્‍ટ ગુજરાતના નામે જે ખોટો પ્રચાર થયો છે તેનો પર્દાફાશ થયો હતો. આજની પ્રશ્નોતરીમાં વાયબ્રન્‍ટ ગુજરાતમાં સન-ર૦૦૭ તથા ર૦૦૯માં ઉર્જા ક્ષેત્રે કેટલાં એમ.ઓ.યુ. થયાં છે તેના જવાબમાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું કે, કુલ ૧૧૪ એમ.ઓ.યુ. થયાં હતાં અને તેમાંથી માત્ર ૩ ઉદ્યોગો ઉત્‍પાદનમાં જઇ શકયાં છે. સરકારે પ્રશ્નોતરી દરમ્‍યાન એ પણ સ્‍વીકાર્યુ હતું કે, કુલ ૪,પ૩,૦૦૦ કરોડ રુપિ‍યાના ઉર્જા ક્ષેત્રના એમ.ઓ.યુ. થયાં તેમાંથી માત્ર પ,૩૯૦ કરોડ રુપિ‍યાનું રોકાણ ગુજરાતમાં આવ્‍યું છે. એટલે કે, દોઢ ટકા જેટલું પણ મૂડીરોકાણ આવ્‍યું નથી.

        વાયબ્રન્‍ટ ગુજરાતના નામે માનીતા ઉદ્યોગપતિઓને વિકસીત વિસ્‍તારમાં મફતના ભાવે જમીનો આપી દેવાય છે અને રાજ્યના આદિવાસી વિસ્‍તાર  તથા પછાત વિસ્‍તારોની સદંતર અવગણના થાય છે તેનો સ્‍પષ્‍ટ ચિતાર આજની પ્રશ્નોતરીના પ્રશ્ન ક્રમાંક-રમાં પ્રદર્શિત થાય છે. કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી દીતાભાઇ મછારે પ્રશ્ન પૂછ્યો હતો કે, ર૦૦પ અને ર૦૦૭માં ગુજરાતમાં જે એમ.ઓ.યુ. થયાં તેમાંથી દાહોદ જિલ્‍લામાં કેટલાં રુપિ‍યાના એમ.ઓ.યુ. થયાં? સરકારે જવાબમાં સ્‍વીકાર્યુ હતું કે, દાહોદ જિલ્‍લામાં એક પણ રુપિ‍યાનું મૂડીરોકાણ થયું નથી. આજ બતાવે છે કે, રાજય સરકાર આદિવાસી જિલ્‍લાઓની સદંતર અવગણના કરવા માંગે છે.

        માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવામાં આવે છે પરંતુ રાજયના નાના ઉદ્યોગકારોની ચિંતા ભાજપની સરકાર કરતી નથી જેથી લઘુ એકમો ગુજરાતમાં બંધ પડતાં જાય છે. આજના પ્રશ્ન ક્રમાંક-૩રમાં કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી નિરંજનભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં સરકારે સ્‍વીકાર્યુ હતું કે, માત્ર આણંદ જિલ્‍લામાં જ બે વર્ષના આંકડાઓ જોઇએ તો લઘુ, સુક્ષ્‍મ અને મધ્યમ કક્ષાના એકમો પર૧ અને બીજા વર્ષમાં ૪૩પ જેટલાં એકમો બંધ પડેલ છે.આજ બતાવે છે કે, ગુજરાતમાં સરકાર નાના ઉદ્યોગકારોને કોઇ રાહત આપતી નથી અને તેથી ગુજરાતીઓના નાના અને લઘુ ઉદ્યોગો મૃતપ્રાય બની રહ્યાં છે. આજની પ્રશ્નોતરીમાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું કે, ગુજરાતમાં જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેનારા પોલીસ જવાનોને કાયદેસરના મળવાપાત્ર રજાપગારના ૧૭૦.૩૪ કરોડ રુપિ‍યા ચૂકવવાના બાકી છે.

         આજની પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીનભાઇ શેખના પ્રશ્ન ક્રમાંક-૧૧૮ના જવાબમાં રાજય સરકારે સ્‍વીકાર્યુ હતું કે, વર્ષ-ર૦૦પમાં ૧૭ એમ.ઓ.યુ. થયા હતાં. જેમાંથી ભારત સરકારનું ન્‍યુકલીયર પાવર કોર્પોરેશન ઉત્‍પાદનમાં ગયું છે અને તે સિવાય માત્ર બે કંપનીઓ ઉર્જા ક્ષેત્રે એમ.ઓ.યુ. કર્યા પછી ઉત્‍પાદનમાં જઇ શકી છે.આ આંકડાઓ બતાવે છે કે, વાયબ્રન્‍ટ ગુજરાતના નામે વિકાસનો મિથ્યા પરપોટો પૂરો કરવામાં આવે છે.

         આજની પ્રશ્નોતરીમાં ગુજરાતની ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરી કે જેને કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકારના નાણાંથી પ્રસ્‍થાપિત કરવામાં આવી છે તેની ચર્ચા દરમ્‍યાન વિરોધપક્ષના નેતાશ્રીએ વિધાનસભા ગૃહમાં જાહેર કર્યુ હતું કે, ૧.૮૭ કરોડના ખર્ચે ઓટોમેટેડ ફિંગર પ્રિન્‍ટ આઇડેન્‍ટીફીકેશન સિસ્‍ટમમાં (AFIS) તૈયાર કરવામાં આવી હતી પરંતુ કચ્‍છ, આણંદ, હિંમતનગર, સુરેન્‍દ્રનગર વિગેરે જિલ્‍લાઓમાં ઓનલાઇન જોડાણના અભાવે કશુંજ કામ થયું ન હતું. રાજ્યની ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરી પાસે ૭,૩૭,૪૬૦ ફિંગર પ્રિન્‍ટ તપાસણીના કેસો પેન્‍ડીગ પડી રહેલાં હતાં જે ગુન્‍હાઇત બેદરકારી ગણી શકાય.

———————————————————————————————–