Close

October 21, 2011

Press Note Guj Dt: 21/10/2011 om ST Bus

Click here to view / download press note

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                     તા.ર૧૧૦ર૦૧૧

એસ.ટી.બસોની ર૮૦૦ ચેસીસો ખરીદવા માટે કરોડો રુપિ‍યાના ભ્રષ્‍ટાચાર કરવાની પેરવી ચાલી રહી છે. ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સન-ર૦૧૦માં ૧૮૦૦ એસ.ટી. બસોની ચેસીસો ખરીદવામાં આવી હતી અને તે સમયે એક બસની ચેસીસની કિંમત રુ.૮,પ૦ લાખનક્કી કરવામાં આવી હતી. આમ માત્ર એક વર્ષના સમયગાળા બાદ એટલે કે, ચાલુ વર્ષે બીજી ર૮૦૦ બસોની ચેસીસો ખરીદવાની છે તે સન-ર૦૧૦માં જે ચેસીસો ખરીદાઇ હતી તે જ મેઇક અને તે જ પ્રકારની યુરો-૩ની બસોની ચેસીસ છે. કોઇપણ પ્રકારનો ફેરફારગત વર્ષે ખરીદાયેલી ચેસીસોમાં આ વર્ષે ખરીદવાની ચેસીસોમાં નથી. બસોની આ ચેસીસના ટેન્‍ડરમાં ત્રણ કોન્‍ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓના મિલાપીપણામાં મળતી માહિતીમુજબ રીંગ કરીને જે ભાવ ભરવામાં આવ્‍યા છે. જે અવાસ્‍તવિક અને અત્‍યંત ઉંચા છે. ગત વર્ષે જે ચેસીસ રુ. ૮.પ૦ લાખની કિંમતે ખરીદવામાં આવી હતી તેજ ચેસીસ આ વર્ષે રુ.૧૧ લાખમાં ખરીદવાની પેરવી ચાલી રહી છે. માત્ર એક વર્ષના ગાળામાં ર.પ૦ લાખ રુપિ‍યાનો માતબર વધારો શકય જ નથી. ર૮૦૦ ચેસીસોની ખરીદીમાં ચેસીસ દિઠ ર.પ૦ લાખ રુપિ‍યા વધારે અપાય તો કરોડો રુપિયા પ્રજાની તિજોરીમાંથી ખવાઇ જશે. પ્રાપ્‍ત માહિતી મુજબ ટેન્‍ડરને ખોલી નાખ્‍યા પછી ત્રણ કોન્‍ટ્રાકટરો સાથે અધિકારીઓએ સરકારની સૂચનાથી મિલાપીપણામાં ખુલેલા ટેન્‍ડરમાં રકમનો ફેરફાર કરવા દીધેલો છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે બસોની આ ચેસીસની ખરીદીમાં કરોડો રુપિ‍યાના ભ્રષ્‍ટાચારને રોકવા માંગણી કરી છે. ટેન્‍ડરની હાલની પ્રક્રિયા ભ્રષ્‍ટાચાર માટે જ ગોઠવણપૂર્વકની થયેલી હોય પ્રજા હિતમાં આ સમગ્ર પ્રકારની ઉંડી તપાસ તટસ્‍થ એજન્‍સી મારફત કરવા પણ માંગણી કરવામાં આવી છે.

——————————————————————————————-