Close

March 23, 2011

Press Note Guj Dt: 23/03/2011 on Wikileaks

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                   તા.ર૩-૩-ર૦૧૧

 

  • વિકિલીક્સના રિર્પોટની ચર્ચા વિધાનસભા ગૃહમાં નહીં અપાતાં વિધાનસભા ગૃહની કાર્યવાહી ખોરવાઇ.
  • વિકિલીક્સ કહે છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રી મોટા ઉદ્યોપતિઓ પાસેથી મોટો ભ્રષ્‍ટાચાર કરે છે.
  •  વિકિલીક્સના રિર્પોટમાં કયાંય એવું નથી કે,મોદી ભ્રષ્‍ટાચાર વિહોણા છે.
  • અમેરિકાના કોઇપણ ડિપ્‍લોમેટે મોદી સારા વહીવટકર્તા કે ભ્રષ્‍ટાચાર વિહોણા છે તેમ કહ્યું નથી.
  •  વિકિલીક્સના રિર્પોટમાં માત્ર એવો ઉલ્‍લેખ છે કે, કેટલાંક લોકો માને છે કે, મોદી પોતાની જાતને સારા વહીવટકર્તા અને ભ્રષ્‍ટાચાર રોકનારા તરીકેની છાપ ઉભી કરી શક્યાં છે.
  • મુખ્‍યમંત્રીશ્રીની રાજનીતિના કારણે ગુજરાતમાં વિકાસને નકારાત્‍મક અસર થઇ છે તેમ વિકિલીક્સ પાસે ગુજરાતના આઇ.એ.એસ.નો સ્‍વીકાર.
  • વિદેશી સીધુ મૂડીરોકાણ (FDI) માત્ર ૪ ટકા ગુજરાતમાં આવે છે- વિકિલીક્સ.
  • ઉદ્યોગપતિઓના પ્‍લાન્‍ટોના એકસપાન્‍શન માટે મોટી રકમ ભ્રષ્‍ટાચારથી મેળવી ભાજપના ભંડોળમાં અપાઇ છે.
  • ·

      ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ પક્ષના સભ્‍યશ્રીઓએ વિકિલીક્સના રિર્પોટની ચર્ચા કરવાની જોરદાર માંગણી કરતાં વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. ખરેખર વિકિલીક્સના રિર્પોટમાં મોદી મોટા ભ્રષ્‍ટાચારી છે તે વાત સાબિત થઇ જાય તેમ હોવાથી ભાજપની સરકારે કોંગ્રેસપક્ષની માંગણી સ્‍વીકારવાના બદલે તેનો વિરોધ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં  કોંગ્રેસપક્ષના સભ્‍યશ્રીઓ દ્વારા ઉગ્ર રજૂઆતના કારણે વિધાનસભાની પ્રશ્નોતરી મુલતવી રાખીને ગૃહ એડર્જોન કરવામાં આવ્‍યું હતું.

         ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ વિકિલીક્સના નામે સંપૂર્ણ જુઠ્ઠાણું ચલાવીને ગઇકાલે પ્રેસ અને મિડિયામાં એવી હકીકતનું નિરુપણ કર્યુ હતું કે, પોતે સક્ષમ વહીવટકર્તા અને ભ્રષ્‍ટાચાર ‍વિહોણા છે તેવું અમેરિકા માને છે. કોંગ્રેસપક્ષે આજે વિધાનસભા ગૃહમાં વિકિલીક્સના ઓરીજીનલ રિર્પોટ સાથે એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે વિકિલીક્સમાં તે વાતનું નિરુપણ છે કે, ગુજરાતમાં મોટા પાયે મોટા ઉદ્યોગપતિઓ પાસેથી મોટો ભ્રષ્‍ટાચાર થઇ રહ્યો છે અને આ ભ્રષ્‍ટાચારના પૈસા ભાજપના ભંડોળમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી આપી રહ્યાં છે. મોટા ઉદ્યોગપતિઓના પ્‍લાન્‍ટોના વિસ્‍તૃતિકરણ માટે મુખ્‍યમંત્રીશ્રીને ખૂબ મોટી રકમો ભ્રષ્‍ટાચારથી આપવામાં આવે છે. વિકિલીક્સના રિર્પોટમાં લખાયું છે કે, દેશમાં સીધુ વિદેશી મૂડીરોકાણ(FDI) ગુજરાતમાં આવતું નથી. દિલ્‍હી અને મહારાષ્‍ટ્ર જેવા રાજ્યોમાં આ વિદેશી સીધુ મૂડીરોકાણ વધારે  જાય છે. ગુજરાતમાં (FDI) આવતું નથી.તેના માટે મોદી જ જવાબદાર છે. વિકિલીક્સના રિર્પોટમાં ગુજરાતના I.A.S શ્રી અરવિંદ અગ્રવાલે ઔદ્યોગિક મૂડીરોકાણ ગુજરાતમાં ઓછું આવે છે તેનું કારણ મુખ્‍યમંત્રીશ્રીની નકારાત્‍મક રાજનીતિ છે તેમ પણ ટાંકેલું છે.

        વિકિલીક્સના રિર્પોટમાં મોદી ભ્રષ્‍ટાચાર વિહોણા છે તેવું ક્યાંય કહેવામાં આવ્‍યું  નથી. હકીકતમાં મોદીએ જ પોતાના રાજકારણ માટે       ધર્મ અને જ્ઞાતિના નામે સમાજને   વિભાજીત કરવાનું કામ કરીને પોતાની સત્‍તા મજબૂત બનાવી છે તેમ કહેલું છે. કેટલાંક લોકોએ એમ કહ્યું કે, મોદી પોતે સારા વહીવટદાર અને ભ્રષ્‍ટાચાર રોકવામાં  સફળ છે તેવી છાપ ઉભી કરી છે. કેટલાંક લોકોએ ઉભી કરેલી છાપને માત્ર ઉલ્‍લેખીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને ભાજપે ભ્રષ્‍ટાચાર વિહોણાના પ્રમાણપત્ર તરીકે ગણાવી જનતાને ગૂમરાહ કરવાનો પ્રયત્‍ન કરેલો હતો જેની સામે કોંગ્રેસપક્ષે સમગ્ર રિર્પોટની ચર્ચા કરવાની માંગણી કરી હતી. જે ભાજપની સરકારે એટલાં માટે સ્‍વીકારી નહોતી કે જો ચર્ચા વિધાનસભામાં થાય તો એ વાતનો પર્દાફાશ થાય તેમ હતો કે અમેરિકાના કોઇ ડીપ્‍લોમેટે મોદી ભ્રષ્‍ટાચાર કરતાં નથી તેવું ક્યાંય કહ્યું નથી અને વિકિલીક્સના રિર્પોટમાં તો એવું છે કે, મોટા ઉદ્યોગપતિઓનો મોટા પાયે ભ્રષ્‍ટાચાર થાય છે તથા ઉદ્યોગપતિઓ પાસેથી મુખ્‍યમંત્રીશ્રી અને ભાજપ પૈસા ખાય છે.

 

Highlights of WIKILEAKS:

 WIKILEAKS SAYS

  • Several people tell us that big ticket corruption is still common.
  • The economic reality of Gujarat, however, may be far more complex than the ebullient statements of Modi’s supporters suggest. Although Gujarat tops all Indian states in terms of investment intentions, actual investment is far less, and certainly less than the neighboring state of Maharashtra. Despite the presence of a few well-known international companies, FDI flows into the state are relatively small. Gujarat received less than four percent of the FDI coming into India in the past five years (Note: Delhi and Maharashtra, the top two FDI destinations, got 28 percent and 22 percent respectively. End Note) Ahmedabad does not have the visible construction activity, and increasingly noticeable foreign presence, of Pune in neighboring Maharashtra, for example. Many Gujaratis will say that the state is still not sufficiently known abroad.
  • Arvind Agarwal, GOG Industries Commissioner, conceded to us that the riots continue to negatively influence images of the state abroad.
  • Industries paid a large bribe for permission to expand its refinery in Jamnagar. The money went into the BJP’s party coffers.
  • Other contacts have told us that business money flows to the BJP in Gujarat.

 

———————————————————————————————–