Close

May 23, 2013

Press Note Guj Dt: 23/05/2013 on Drought

Click here to view / download press note.

Encl: –  Press Note Documents

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 

 ગાંધીનગર

અખબારી યાદી.                                                                                તા. ૨૩.૦૫.૨૦૧૩

  • અછતના સમયમાં ગુજરાતને મદદરૂપ બનવા રૂપિયા ૮૬૪.૭૧ કરોડની કેન્દ્ર સરકારની વધારાની સહાય.
  • ગુજરાત માટે SDRF ના રૂપિયા ૧૯૦૯.૭૨ કરોડ જમા પડ્યા છે.
  • કરોડો રૂપિયા કેન્દ્રમાંથી આવ્યા છતાં ગુજરાત સરકાર અછતગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી કરતી નથી.
  • ગાયોના નામે મતબેંકનું રાજકારણ કરનાર ભાજપની સરકાર પાણી કે ઢોરવાડા શરૂ કરતી નથી અને પશુધન મરે છે.
  • જૈન સંસ્થાઓ અને સેવાભાવી લોકોની ગૌશાળાને નાણા ન મળે તેવી સરકારની નીતિ.
  • પશુપાલકોને ઘાસ કાર્ડ કઢાવવા સાત કોઠા પાર કરવા પડે છે.
  • રાહતકામ, કેશ ડોલ્સ, પાણીનું વિતરણ કે કેટલ કેમ્પ કશુ જ કામ શરૂ થયું નથી.

        ગુજરાતમાં અછતની પરીસ્થિતિને પહોંચીવળવા માટે કેન્દ્ર સરકારે રૂપિયા ૮૬૪.૭૧ કરોડ રૂપિયાની રકમ મંજુર કરી છે. ઉપરાંત ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં ગુજરાત સરકાર પાસે રૂપિયા ૧૯૦૯.૭૨ કરોડ રૂપિયા જમા પડી રહ્યા છે. કેન્દ્રના કૃષિ મંત્રીશ્રી શરદ પવારજી એ તેમના પત્ર કમાંક D.O.MO. 7-1/2012-DM તા. ૦૬.૦૫.૨૦૧૩ ના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવેલી છે. આજે પ્રેસ અને મીડિયાને આ પત્રની નકલ આપીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અછતમાં મદદરૂપ થવા ગુજરાતને કરોડો રૂપિયા ફાળવ્યા હોવા છતાં ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતો, પશુપાલકો તથા આમ આદમીને ગુજરાતની ભાજપની સરકાર સહેજ પણ મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતી નથી. ભૂતકાળમાં જયારે અછત જાહેર થતી ત્યારે લોકોને ઘેર ઘેર ટેન્કર કે અન્ય વ્યવસ્થા કરીને પણ સરકારી ખર્ચે સરકાર પીવાનું પાણી પરું પાડતી હતી.  આ વર્ષે અછતગ્રસ્ત વિસ્તારના શહેરો હોય કે ગામડાઓ હોય લોકોએ વેચાતું પાણી લઈને પાણી પીવું પડે છે. લોકો દૂધ કરતા પાણીના રૂપિયા વધારે ચુકવે છે પરંતુ સરકાર પાણીની વ્યવસ્થા કરતી નથી.  જયારે જયારે અછત જાહેર થાય ત્યારે ગામે ગામ ઢોરવાડા શરૂ કરવાનું કામ સરકારી તંત્રજ કરતું હતું.  આ વર્ષે મૂંગા પશુઓ ધાસ અને પાણી વગર ટળવળીને મુત્યુ પામે છે પરંતુ ક્યાં કોઈ પણ જગ્યાએ ઢોરવાડા (કેટલ કેમ્પ) શરૂ કરવામાં આવ્યા નથી. અછતગ્રસ્ત વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને રોકડ સહાય (કેશ ડોલ્સ) તાત્કાલિક ચુકવવામાં આવતા હતાં કમનસીબે પ્રવર્તમાન સરકાર તરફથી ગરીબ માણસ માટે આવી કોઈજ વ્યવસ્થા હજી સુધી કરવામાં આવી નથી. અછત જાહેર થાય ત્યારે ખડૂતોને તગાવી અને બિયારણ સરકાર પુરા પાડતી હતી પરંતુ આ વર્ષે આવી કોઈજ વ્યવસ્થા હજુ સુધી ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી નથી. અછત જાહેર થાય ત્યારે ગરીબ માણસને  રાહતના ધોરણે મજુરી કામ પુરુ પાડવામાં આવતું હતું. અછત રાહતના કામોમાં સરકાર ઉદારતા રાખીને ગરીબ મજદૂરને વધારે નાણા મળે તેવા અછતના કામો શરૂ કરતી હતી આ વર્ષે અછતગ્રસ્ત વિસ્તારમાં એક પણ કામ રાહતના ધોરણે શરૂ કરવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયા પ્રાપ્ત થયા હોવા છતાં ગુજરાતના અછતગ્રસ્ત લોકો માટે સરકાર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. ખેડૂતો થોડુંઘણું પાણી પોતાના કુવામાં હોય તે ઉપાડે અને ત્યાર પછી થોડા કલાકો રાહ જોયા પછી ફરી થોડું પાણી એકઠું થાય તે ઉપાડી શકે તેવી પરીસ્થિતીનું નિર્માણ થયું છે, આ સંજોગોમાં ખેડૂતોના ખેતરમાં ૨૪ કલાક વિજળી સરકારે પૂરી પાડવી જોઈએ તેના બદલે ખેડૂતોને જે ૧૦ કલાક વિજળી મળતી હતી તેમાં પણ કાપ મુકીને માત્ર ૮ કલાક વિજળી અને તે પણ મોટાભાગે રાત્રીના જ સમયે આપવાનો નિર્ણય ગુજરાતની ભાજપની સરકારે કરીને અછતગ્રસ્ત ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે.       

             ગાયોના નામે મતબેંકનું રાજકારણ સત્તા મેળવવા માટે ભારતીય જનતા પક્ષ કરે છે. સત્તામાં આવ્યા પછી જે ગાયોના નામે મતો લીધા હોય છે તેનેજ સૌથી મોટો અન્યાય ભારતીય જનતા પક્ષની સરકારમાં થાય છે તેનો સૌથી મોટો પુરાવો ભાજપની ગુજરાત સરકારનો તાજેતરનો પરિપત્ર ક્રમાંક નંબર ૨૦૨૦૧૨- ૪૨૪- સ-૧ છે. આ પરિપત્રમાં ગુજરાતમાં ગાયોને કેમ મદદ ન થઈ શકે તે માટેની પૂરી કોશિશ  કરવામાં આવી છે. પાંજરાપોળ કે ગૌશાળામાં જે સેવાભાવી સંસ્થાઓ કે જૈન સમાજના ટ્રસ્ટો પશુઓને બચાવવાનું માનવતાનું કામ કરે છે તેમને સરકારે સહાય માંથી વંચિત રાખવાની પેરવી કરી છે. ભૂતકાળની તમામ સરકારો જયારે અછતની પરીસ્થિતિ પેદા થાય ત્યારે પાંજરાપોળો કે ખુબજ ઉદારભાવના સાથે મદદરૂપ થતી હતી. પ્રવર્તમાન ભાજપની સરકારે પરિપત્રના પેરેગ્રાફ – ૨ માં સ્પષ્ટ રીતે એવી જોગવાઈ કરી છે કે શહેરી વિસ્તાર એટલેકે નગરપાલિકા કે નગર પંચાયત વિસ્તારની પાંજરાપોળ કે ગૌશાળાના પશુઓને સહાય મળશે નહીં હકીકતમાં નાના ગામડાઓમાં ક્યારેય ગૌશાળાઓ કે પાંજરાપોળ હોતી નથી પરંતુ મહાનગરો કે નગર પંચાયત અથવા નગર પાલિકા  વિસ્તાર માંજ ગૌશાળા કે પાંજરાપોળ આવેલી હોય છે અને ગામડાના લોકો દુષ્કાળની પરીસ્થિતિમાં પોતાના માલ ઢોર ને આ પાંજરાપોળો કે ગૌશાળાઓમાં મૂકી આવતા હોય છે. આ વાસ્તવિકતા હોવા છતાં ગુજરાતની ભાજપની સરકારે પોતાના પરિપત્રથી ગૌશાળાઓ અને પાંજરાપોળો શહેરી વિસ્તારની ગૌશાળાઓને સહાય ન મળે તેવી જોગવાઈ કરી નાખી છે અને તેથીજ પશુધનને મદદરૂપ થનાર ટ્રસ્ટોને કે સેવાભાવી સંસ્થાઓને ખુબ મોટી મુશ્કેલી પેદા થયેલી છે. સરકારના આજ પરિપત્ર દ્વારા આ ગૌશાળા કે પાંજરાપોળોને રાહતદર નું ઘાસ પણ નહીં આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ભૂતકાળની સરકારો કોઈ પણ રજીસ્ટર ટ્રસ્ટનો પણ આગ્રહ રાખ્યા વગર જે કોઈ વ્યક્તિ દુષ્કાળની પરીસ્થિતિમાં ઢોરવાડા શરૂ કરવા માગે તેમને સહાય આપતી હતી.

        ભૂતકાળની સરકારો પશુઓના ઘાસ માટે ખુબજ સરળતાથી ઘાસ પ્રાપ્ત થઈ શકે તે માટે ઘાસના ડેપો ઠેક ઠેકાણે ઉભા કરતી હતી. પશુપાલકો કે ખેડૂતોને ઘાસ મેળવવામાં ખુબજ સરળતા રહે તેવી વ્યવસ્થા પણ સરકાર તરફથી થતી હતી જયારે વર્તમાન ગુજરાતની ભાજપની સરકારે પશુપાલકો કે ખેડૂતોને ઘાસ મેળવવા માટે અત્યંત મુશ્કેલી પડે તેવી પ્રકારનો એક ફોર્મ ભરવાનું સડયંત્ર કર્યું છે. ઘાસ મેળવતા પહેલા ઘાસ કાર્ડ મેળવવા માટે જે ફોર્મ ભરવાનું છે તેમાં બિનજરૂરી એવી માહિતીઓ માંગવામાં આવી છે કે પશુપાલકોને સરળતાથી ઘાસ મળેજ નહીં. ૨૦૧૨ માંજ પશુધનની ગણતરી કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ પાસે કેવા પ્રકારના કેટલા પશુ છે તેનો સંપૂર્ણ રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ છે. આ સંજોગોમાં આ પશુ ગણતરીના રેકોર્ડના આધાર પર સરળતાથી જ સીધાજ ઘાસના માટેના કાર્ડ સરકરે બનાવવી આપવા જોઈએ તેના બદલે એક સાત કોઠા વાળું ફોર્મ બનાવીને પશુપાલકો અને ખેડૂતોને ઘાસ મેળવામાં મુશ્કેલી પેદા થાય તેવા પ્રકારની ગોઠવણ ભાજપની સરકારે કરી છે. કેન્દ્ર સરકારે દુષ્કાળમાં ગુજરાતના અછતગ્રસ્ત લોકોને મદદરૂપ થવા કરોડો રૂપિયાની સહાય આપી છે ત્યારે ગુજરાતની સરકાર આ સહાય જરૂરીયાતમંદ સુધી કેમ ન પહોચે તેના ચોગઠાઓ ગોઠવીને પરેશાન કરી રહી છે.

———————————————————————————————————————-

નોંધ : –

(૧) ગુજરાતને મળેલા ૮૬૪.૭૧ તથા SDRF ના ૧૯૦૯.૭૨ કરોડની હકીકત દર્શાવતા કેન્દ્ર સરકારના પત્ર.

(૨) ગૌશાળા અને પાંજરાપોળને શહેરોમાં સહાયથી વંચિત રાખતા સરકારી પરિપત્ર.

(૩) ધાસ કાર્ડ માટે સાત કોઠા દર્શાવતા ફોર્મની નકલ https://shaktisinhgohil.com ઉપર ક્લિક કરવાથી

       પ્રાપ્ત થઈ શકશે.

 

Press Note 23.05.2013 Documents_Page_1

 

Press Note 23.05.2013 Documents_Page_2

 

Press Note 23.05.2013 Documents_Page_3

 

Press Note 23.05.2013 Documents_Page_4

 

Press Note 23.05.2013 Documents_Page_5