Close

March 25, 2017

Press Note Guj. Dt: 25.03.2017 મેરીટાઇમ બોર્ડની આવકની ટકાવારી સરકારે કાપી

Click here to download/view the Press Note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૨૫.૦૩.૨૦૧૭     

મેરીટાઇમ બોર્ડની આવકની ટકાવારી સરકારે કાપી લેવાના વિધેયક ઉપર શ્રી શક્તિસિંહ ગોહિલનું વિધાનસભામાં પ્રવચન.

  • કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે વિરોધ પક્ષ ભાજપને વિશ્વાસમાં લઈને સર્વ સંમતિથી બંદરોના વિકાસ માટે મેરીટાઇમ બોર્ડ બનાવેલ હતું. આજે ભાજપ તેને ખતમ કરવા જઈ રહેલ છે.
  • મેરીટાઇમ બોર્ડ બન્યું ત્યારે વિરોધપક્ષમાં રહીને ભાજપે બંદરોના વિકાસ માટે કામો કરવાની જે વાતો કરી હતી તેમાંથી ૨૨ વર્ષ સત્તામાં રહ્યા પછી એક પણ કામ કર્યુ નથી.
  • મેરીટાઇમ બોર્ડની આવકમાંથી ૧૫% બોર્ડના વિકાસ માટે આપવાની કાયદાની જોગવાઈમાં સુધારો તે વિધાનસભાના અધિકાર ઉપરની તરાપ છે.
  • ૧૬૦૦ કી.મી. ના ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને રૂંધનારો ભાજપ સરકારનો નિર્ણય.
  • મેરીટાઇમ બોર્ડના કાયદાની ૨૦ (૧) (એફ) થી બોર્ડના કર્મચારી રાજ્ય સરકારના કર્મચારીની સમકક્ષ હોવા છતા સાતમાં પગાર પંચનો લાભ હજુ સુધી અપાયો નથી.
  • કોંગ્રેસ સરકારે ભાવનગરના વિકાસ માટે એશિયાનું સૌથી મોટુ શીપબ્રેકીંગ યાર્ડ વિકસાવ્યું પરંતુ ભાજપની સરકારે અલંગના વિકાસ માટે કોઈ ચિંતા કરી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકસાવ્યું અને મજદૂરના કલ્યાણની પણ ચિંતા સરકાર નથી કરતી.
  • સરકારી બંદરો નબળા પડે અને ખાનગી બંદરો ધમધમે તેવી ભાજપની નીતિ. નવલખી બંદરની નિકાસ એક વર્ષમાં એક લાખ ટન ઘટી ગઈ.
  • લોક ગેઇટની વ્યવસ્થા સાથે એક સમયે ધમધમતુ ભાવનગરનું બંદર આજે મૃત:પાય થઈ રહ્યું છે. સરકારની ભાવનગર વિરોધી નીતિના કારણે બે વર્ષ પહેલા જે ભાવનગરના બંદરથી ૦.૫૫ લાખ ટનની નિકાસ થતી હતી તે ઘટીને આ વરસે માત્ર ૦.૦૨ લાખ ટન એટલે કે સાવ નજીવી થઈ ગયેલ છે.
  • કચ્છનું મુન્દ્રા સરકારી બંદર સક્ષમ બનવું જોઈએ કોઈ ખાનગી કંપનીને ન આપવું જોઈએ. મેરીટાઇમ બોર્ડની રકમમાં ઘટાડો ઘાતક બનશે.