Close

February 25, 2014

Press Note Guj Dt: 25/02/2014 on Corruption & Increasing Unemployment.

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                                                                                    તા. ૨૫.૦૨.૨૦૧૪           

  •  માત્ર માસીક ૫૩૦૦ રૂપિયામાં ૧૫૦૦ જગ્યા પર નોકરી કરવા માટે ગુજરાતના ૧૨,૪૮,૬૫૬ યુવાનોએ અરજી કરી.
  •  ગુજરાતમાં હું યુવાનોને ખૂબજ રોજગારી આપું છું તેવા મોદીના દાવાનો પર્દાફાશ.
  •  ગુજરાતના મુખ્યમંત્રી સાથે એક સ્ટેજ પર બેસતો અને ભાજપ તથા આરએસએસને ટ્રેઈનીંગ આપનારો કલ્યાણસિંહ ચંપાવત લાખો રૂપિયા અને રૂપિયા ગણવાના મશીન સાથે પકડાયો.
  •  ભાજપના મંત્રીઓ તથા મુખ્યમંત્રી સાથે જાહેરસભાઓમાં સંબોધન કરનારો કલ્યાણસિંહ ચંપાવત તલાટી કમ મંત્રીની ૫૩૦૦ રૂપિયાની નોકરી ગેરેન્ટીથી આપવા માટે ૧૦-૧૦ લાખ રૂપિયા ઉધરાવતો હતો.
  •  ગુજરાત સરકારનાજ સામાજીક આર્થિક સમીક્ષાના પુસ્તકમાં થીજ સ્પષ્ટ આધારભૂત આંકડા જણાવે છે કે ગુજરાતમાં બેરોજગાર યુવાનો ખૂબજ વધ્યા છે.
  •  કોંગ્રેસના શાસનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગાર ગુજરાતમાં માત્ર ૮,૧૨૯ હતા  જે આજે ૫૨,૫૩૮ થઈ ગયા છે.
  •  જો રોજગારી ગુજરાતમાં ખૂબ મળતી હોયતો ૫૩૦૦ રૂપિયાની ફિક્સ પગાર થી પાંચ વર્ષની નોકરી કરવા માટે શા માટે ગુજરાતનો યુવાન ૧૦ લાખ રૂપિયાની લાંચ આપે?
  •  કલ્યાણસિંહ અને તેના સાગરીત પાસે થી તલાટી મંત્રીના પરીક્ષાર્થીઓની અનેક ઓન લાઈન સ્લિપો મળી.
  •  ગુજરાતમાં ૧૯૯૫માં ૨,૧૫,૦૦૦ સરકારી કર્મચારીઓ હતા જે વસ્તી સાથે વધવા જોઈએ તેના બદલે ઘટી ને ૧,૭૪,૦૦૦ થઈ ગયા છે.
  •  ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં જે અર્ધસરકારી કર્મચારીઓ હતા તેની સંખ્યા વધવી જોઈએ તેના બદલે મોદીના શાસનમાં ૮૦,૦૦૦ અર્ધસરકારી કર્મચારીઓ ઘટી ગયા છે.
  •  ગુજરાત વિકાસમાં અંગ્રેસર હતુ અને ભૂતકાળની સરકારો યુવાનોને પુરતી રોજગારી મળે તે માટે રોજગારલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતી હતી. મોદીએ આવા નાના અને કુટીર ઉદ્યોગોને મૃત:પ્રાય કરી નાખ્યા છે.
  •  માનીતા મોટા ઉદ્યોગપતિઓ કે જે નાણા ભંડોળ આપે તેનેજ ગુજરાતમાં લાભ મળે છે અને પરિણામે ગુજરાતમાં બેરોજગારી વધી છે.

       ગુજરાતમાં યુવાનોને સૌથી વધુ રોજગારી મળે છે, અને ગુજરાતનો યુવાન બેરોજગાર નથી તેવું સદંતર જુઠાણું ચલાવનારા ગુજરાતના મુખ્યમંત્રીના જુઠાણાનો પર્દાફાસ થયો છે. ગુજરાત સરકારની તાજેતરમાંજ અપાયેલી તલાટી મંત્રીની ભરતીની જાહેરાત દ્વ્રારા સત્ય હક્કિત ગુજરાતના યુવાનોની બેરોજગારીની બહાર આવી છે. ગુજરાત સરકારે પોતાની વેબસાઈટ ojas.guj.nic.in ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરી હતી કે ગુજરાત સરકાર ૧૫૦૦ રેવન્યુ તલાટી મંત્રીની ભરતી કરવાની છે. આ જગ્યામાં નિમણુંક પામનારને માત્ર ૫૩૦૦ રૂપિયાનો મહીને ફિક્સ પગાર મળશે અને આ ફિક્સ પગારના કર્મચારી તરીકે પાંચ વર્ષ કામ કરવાનું રહેશે. આ ભરતી માટેની લાયકાત H.S.C એટલે કે ધોરણ ૧૨ પાસ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી આવડતું હોવું જોઈએ. ભરતી માટેના ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ થી ૨૮ વર્ષ વચ્ચેની હોવી જોઈએ. આ ભરતી માટે જે યુવાન અરજી કરવા માંગતા હોય તેણે ૩૦ જાન્યુઆરી, ૨૦૧૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની હતી. આમ જે જગ્યા માત્ર ૫૩૦૦ રૂપિયાના ફિક્સ પગાર થી પાંચ વર્ષ સુધી કામ કરવા માટેની હતી તે જગ્યા માટે ગુજરાત માંથી ૧૨,૪૮,૬૫૬ યુવાનો એ અરજી કરી હતી. આ બતાવે છે કે ગુજરાતમાં કેટલું મોટા પાયે બેરોજગારી છે. ભરતી માટે પરીક્ષા આપવા ૧૦૦ રૂપિયાનો પોસ્ટલ ઓડર અને પોસ્ટલ ખર્ચ પણ ભરવાનું સરકારે જણાવ્યું હતુ. આમ ૧૦૦ રૂપિયોનો  પોસ્ટલ ઓડર ભર્યો હોય તેવા યુવાનો ૮,૪૮,૫૪૮ જેટલા થાય છે. આ ભરતી માટે અનેક ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ યુવાનોએ પણ અરજી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના યુવાનોને મેં સૌથી વધારે નોકરીઓ આપી છે તેવું જે જુઠાણું ફેલાવે છે તેના સામે સત્ય હક્કિત એ છે કે ગુજરાતમાં પ્રવર્તમાન ભાજપની સરકાર અને પ્રવર્તમાન મુખ્યમંત્રીના માત્ર ધનપતિઓ પાછળના પ્રેમના કારણે ખુબજ બેરોજગારી વધી છે. માત્ર ૫૩૦૦ રૂપિયામાં કામ કરવા ગુજરાતના સુશિક્ષિત ૧૨,૪૮,૬૫૬ વ્યક્તિ અરજી કરે છે તે જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પાયે બેરોજગારી છે.

       ગુજરાત વર્ષોની વિકસિત રાજય છે, અને ગુજરાતમાં બેરોજગારી ખૂબજ ઓછી હતી કારણકે ગુજરાતમાં નાના-નાના ઉદ્યોગોને સરકારો પ્રોત્સાહન આપતી હતી તેમજ સરકારી નોકરીઓમાં ખુબ મોટી તક મળતી હતી. પ્રવર્તમાન મુખ્યમંત્રીએ માનીતા મોટા ઉદ્યોગપતિઓ ને જ મદદ કરી છે અને ગુજરાતમાં કુટીર ઉદ્યોગો તેમજ નાના ઉદ્યોગો મૃત:પ્રાય થઈ રહ્યા છે અને પરિણામે ગુજરાતમાં ખૂબજ મોટા પાયે બેરોજગારી વધી રહી છે.

       કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારે જ વર્ષ ૨૦૧૨ -૨૦૧૩ માં જે સામાજીક આર્થિક સમીક્ષાનું પુસ્તક તૈયર કરી ને ગુજરાતની  વિધાનસભામાં બજેટ પ્રકાશન નંબર ૩૪ તરીકે ચાલુ નાણાકીય વર્ષમાં રજુ કર્યું છે તેની નકલો પ્રેસ અને મિડિયાને આપી ને જણાવ્યું હતુ કે ગુજરાત યુવાનોને રોજગારી આપવામાં અગ્રેસર રાજય હતુ પરંતુ પ્રવર્તમાન મુખ્યમંત્રીના સમયમાં યુવાનોની રોજગારી છીનવાઈ છે અને માનીતાઓ ને કોન્ટ્રેકટ અપાવવાના કારણે ગુજરાતમાં બેરોજગારી વધી છે. સામાજીક આર્થિક સમીક્ષાના પુસ્તકના પાના નંબર S-૮૪ ને રજુ કરી ને શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે ગુજરાત સરકારે જ તૈયાર કરેલા પુસ્તકના આ આધારભૂત આંકડા જોઈએ તો ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતુ ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ નોધાયેલા બેરોજગાર માત્ર ૮,૧૨૯ હતા જે વધીને ૨૦૧૧ના વર્ષમાં ૫૨,૫૩૮ થઈ ગયા છે. ગ્રેજ્યુએટ કોંગ્રેસના શાસનમાં નોધાયેલા બેરોજગાર માત્ર ૫૫,૦૦૭ બેરોજગાર હતા જે વધીને ૨,૪૩,૩૮૨ થઈ ગયા છે. એન્જીનીયર બેરોજગાર માત્ર ૪,૦૮૫ ગુજરાતમાં હતા તે આજે વધી ને ૧૦,૬૪૧ થઈ ગયા છે. કુલ શિક્ષિત બેરોજગાર કે જે સરકારના રેકોર્ડમાં નોધાયા હોય તેવા કોંગ્રેસના શાસનમાં માત્ર ૫,૯૩,૧૫૫ હતાં જે આજે વધીને ૮,૩૨,૧૬૮ થઈ ગયા છે. ડીપ્લોમાં ધરાવતા ગુજરાતમાં માત્ર ૮,૭૬૬ બેરોજગાર હતા તે આજે વધી ને  ૩૦,૩૬૭ બેરોજગારો થઈ ગયા છે. આમ ગુજરાતમાં બેરોજગારી ખૂબજ વધી છે તેની સત્ય હક્કિત ગુજરાતની ભાજપની મોદીની આગેવાનીવાળી સરકારના તૈયાર કરેલા દસ્તાવેજ માથી જ પ્રસ્થાપિત થાય છે.  તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પોતાની સભાઓમાં સદંતર જુઠાણું બોલે છે અને સદંતર જુઠ્ઠી જાહેરાતો પણ તેમના દ્વ્રારા પ્રકાશીત કરવામાં આવી રહી છે.  

            ગુજરાતમાં ભૂતકાળમાં સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાં ગુજરાતના યુવાનોને પુરતી તક મળતી હતી અને તેથી બેરોજગારી ઓછી હતી. ગુજરાતમાં વસ્તીનો વધારો થયો અને કેન્દ્ર સરકાર તરફથી પણ નવી નવી અનેક યોજનાઓ અને અઢળક સહાય ગુજરાતને મળી ત્યારે સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાં કર્મચારીઓ ની સંખ્યા વધવી જોઈએ તેના બદલે પ્રવર્તમાન મુખ્યમંત્રી માત્ર મોટા ઉદ્યોગપતિઓને માલામાલ કરીને નાણા ભંડોળ એકત્ર કરવાનું જ કામ કરતા હોવાથી ગુજરાતમાં ૧૯૯૫માં સરકારી નોકરીઓમાં ૨,૧૫,૦૦૦ સરકારી કર્મચારીઓ હતા જે વધવાના બદલે ઘટી ને હાલમાં માત્ર ૧,૭૪,૦૦૦ થઈ ગયેલા છે. તેજ રીતે અર્ધસરકારી કર્મચારી નોકરીઓમાં પણ અર્ધસરકારી કર્મચારીઓની જગ્યાઓ વધવાના બદલે પ્રવર્તમાન મુખ્યમંત્રીએ ૮૦,૦૦૦ જેટલી ઘટાડી નાખી છે. આમ ગુજરાતમાં વસ્તી અને વિકાસના સાથે સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓની જગ્યા ઘટવાના કારણે પણ ગુજરાતના યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓની આ સંખ્યાના આંકડા પણ ગુજરાત સરકારેજ તૈયાર કરેલા S.E.R ના પુસ્તકમાં થી જ પ્રાપ્તય છે.

       ગુજરાતમાં જે સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓની ભરતી થાય છે તેમાં પણ યુવાનોને તેમની લાયકાત મુજબ નોકરી મળતી નથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીના એજન્ટોજ યુવાનો પાસેથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને નોકરી આપે છે. આ બાબતનો સૌથી મોટો પુરાવો તા. ૧૭.૦૨.૨૦૧૪ના રોજ પ્રાપ્ત થયો છે. ગાંધીનગર એલસીબી પોલીસ પાસે ગુજરાતના કેટલાક યુવાનોએ માહિતી આપી કે તલાટીની પરીક્ષા માટે કલ્યાણસિંહ ચંપાવત નામનો સ્માર્ટ એકેડમી ચલાવતો માણસ ૧૦ લાખ રૂપિયા માગે છે અને ૧૦૦% નોકરી આપવાની ખાતરી આપે છે. એલસીબી પોલીસે આ ફરિયાદના આધારે કલ્યાણસિંહ ચંપાવતને ત્યાં દરોડો પાડતા કલ્યાણસિંહ ચંપાવતની એકેડમી માંથી તલાટી મંત્રી માટેના ૮૮ જેટલા ઓનલાઈન પ્રવેશપત્રોની સ્લિપો તેમજ દોઢ કરોડ રૂપિયા રોકડા પ્રાપ્ત થયા છે. આજ જગ્યા પરથી નાણા ગણવા માટેના મશીન પણ પોલીસને પ્રાપ્ત થયા છે. કલ્યાણસિંહ  ચંપાવતના અન્ય એક એજન્ટ નિસલ શાહ પાસેથી ૨.૧૧ લાખ રૂપિયા રોકડા અને ૬૪ ઉમેદવારોના ઓનલાઈન પ્રવેશપત્રો મળ્યા છે. જયારે પોલીસ આ રેડ કરી રહી હતી ત્યારે જ અમરેલીના બાબરામાં રહેતા નિર્મલભાઈ બહાદુરભાઈ ચાવડા પોતાના બોટાદમાં રહેતા ભાણેજ સતીષ હરસુખભાઈ ડાંગરને તલાટીની નોકરી અપાવવા માટે રૂપિયા ૧૦.૭૭ લાખ લઈ ને આવ્યા હતા અને રંગે હાથ પોલીસ પાસે જડપાયા હતા. કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ કલ્યાણસિંહ ચંપાવતએ ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી નજીકનો હોવાનો અને ભારતીય જનતા પક્ષનો ટ્રેનર અને મુખ્ય કાર્યકરતા હોવાના પ્રેસ અને મિડિયાને પુરાવા આપ્યા હતા. કલ્યાણસિંહ ચંપાવતે પોતાના બાયોડેટામાં જ લખેલું છેકે તેમણે  ભાજપ અને આરએસએસના હોદેદારોને પણ ટ્રેઈનીંગ આપી છે. ચંપાવતના બાયોડેટામાં વધુમાં લખ્યું છે કે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં પણ કલ્યાણસિંહ ચંપાવતે ટ્રેઈનીંગ આપી છે. કલ્યાણસિંહ ચંપાવતે છેલ્લી વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપની ઠેર ઠેર જાહેરસભાઓને સંબોધન કર્યું હતુ. તા. ૧૦.૧૨.૨૦૧૨ ના રોજ સેક્ટર ૬, ગાંધીનગર ખાતેના મેદાનમાં મુખ્યમંત્રી સાથે સ્ટેજ ઉપર પણ ચંપાવત મુખ્ય આગેવાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગોહિલે આરોપી કલ્યાણસિંહ ચંપાવતના ગુજરાતના મુખ્યમંત્રી સાથે તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના ફોટાઓ પ્રેસ અને મીડિયાને આપ્યા હતા. કલ્યાણસિંહ ચંપાવતના ગળામાં ભારતીય જનતા પક્ષનો ખેસ અને ભાજપના વડાપ્રધાનના ઉમેદવારની નજીકના હોવાના સ્પષ્ટ પુરાવાઓ તસ્વીરમાં જોઈ શકાય છે. કૌભાંડી ચંપાવતને ગુજરાતની ભાજપની સરકાર દ્વ્રારા અનેક મોટા કોન્ટ્રેકટ પણ આપવામાં આવતા હતા. આરોપી ચંપાવતની સ્માર્ટ એકેડમીને પંચાયતી રાજ હેઠળ તાજેતરમાંજ સરપંચોના મોટા સંમેલનો કરવામાં આવ્યા ત્યારે સરપંચોની ટ્રેઈનીંગ માટેનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સચિવાલય ના અધિકારીઓ અને કર્મચારીઓના તાલીમ અંગેના વર્ગ પણ ચંપાવત દ્રારા લેવામાં આવ્યા હતા. આમ ગુજરાતના મુખ્યમંત્રી પોતાના પ્રધાનમંત્રીના સ્વપ્ના માટે જનસભાઓમાં જે કરોડો રૂપિયા ખર્ચે છે તે ગુજરાતના યુવાનોને નોકરીમાં રાખવાના બહાના નીચે તેમજ ભ્રષ્ટાચારથી જ ઉધરાવવામાં આવે છે તેનો આ સૌથી મોટો દાખલો છે.

       ગુજરાતમાં જો રોજગારી વધારે મળતી હોય તો માત્ર ૫૩૦૦ રૂપિયાના માસીક પગાર થી ૫ વર્ષ માટે કામ કરવા માંગતો યુવાન ૧૦ લાખ રૂપિયા જેટલી રકમ શા માટે આપે? આજ બતાવે છે કે ગુજરાતમાં ખૂબજ મોટી બેરોજગારી પેદા થઈ છે અને બહાર જઈને ભ્રષ્ટાચારની વિરુધ્ધમાં બોલનારા ગુજરાતના મુખ્યમંત્રી પોતાની જ આજુબાજુ ભ્રષ્ટાચારીઓ ને રાખીને નાણા ભંડોળ એકત્રિત કરે છે.

       ગુજરાતની હાઈકોર્ટે સખ્ત શબ્દોમાં ટીકા કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ જે ફિક્સ પગારના કર્મચારીઓ રાખેલા છે તેને તેના વિરુધ્ધમાં ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતુ કે આ કેવું વાઈબ્રન્ટ ગુજરાત? જ્યાં શિક્ષીત યુવાનને ૨૫૦૦ કે ૩૫૦૦ રૂપિયામાં જ માસીક નોકરી કરવી પડે? ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારના કર્મચારીઓના બદલે  સમાન કામ સમાન વેતનનો સિધ્ધાંત અપનાવવા હુકમ કર્યો છે આમ છતા ગુજરાતના યુવાનોને હજી સુધી પુરતો પગાર પણ  આપવામાં આવતો નથી.          

———————————————————————————————-

નોંધ :-   ફોટોગ્રાફ્સની કોપી તેમજ સામાજીક આર્થિક સમીક્ષા પુસ્તકના જરૂરી પાના ની કોપી આ સાથે સામેલ છે.

  Kalyansinh Champawat with Narendra Modi

Kalyansinh Champawat with Raman Vora

 

Kalyansinh Champawat with BJP Leaders

 

Socio Economic Review 2012-2013 Gujarat State

S-84,  Socio Economic Review 2012-2013 Gujarat State