Close

March 25, 2011

Press Note Guj Dt: 25/03/2011 on Finance Department

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                                     તા.રપ-૩-ર૦૧૧

  • દેશમાં સૌથી વધારે વેટના દર ગુજરાતમાં.
  • કરવેરાનો કમ્‍મરતોડ બોજ હોવા છતાં ગુજરાત સરકારે કરવેરામાં રાહત આપી નથી પરંતુ પર૪ કરોડ રુપિ‍યાનો કરબોજ વધાર્યો.
  • દેશમાં ઇલેકટ્રીકસીટી ડ્યૂટીની ટકાવારી ગુજરાતમાં સૌથી વધારે.
  • મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન કરતાં ગુજરાતમાં આમ આદમીની ચીજવસ્‍તુઓના વપરાશ ઉપર વેટ વધારે.
  • ગુજરાતમાં સોસીયો ઇકોનોમીક ડેવલપમેન્‍ટ સોસાયટી મારફત પૈસા ઉઘરાવવાથી કરોડો રુપિ‍યાનું નુકશાન.
  • વેટના મોટા કરચોરોને કાંઇ કરવામાં આવતું નથી પરંતુ નાના વેપારીઓને નાણા વિભાગ દંડે છે.
  • લઘુ ઉદ્યોગો માટે વિજ ડ્યૂટી ૭.પ ટકા કરવી જોઇએ.
  • વ્‍યવસાય વેરામાં ઇન્‍કમટેક્ષ વિભાગની માફક રાહત આપવી જોઇએ.
  • ઇનપુટ ટેક્ષ ક્રેડિટમાંથી બે ટકાનો ઘટાડો ગુજરાતના ઉદ્યોગો માટે મોટું નુકશાન.
  • એસ્‍સાર પાસેથી કરોડો રુપિ‍યાનો કર બદઇરાદાથી સરકાર લેતી નથી.
  • આશાપુરા માઇનકેમ પાસે કરોડો રુપિ‍યાની વસુલાત બાકી.
  • મેડિકલ કોલેજમાં કામ કરતાં ટીચીંગ સ્‍ટાફને નથી મળતાં યુ.જી.સી.ના પગાર ધોરણ કે નથી મળતાં ટીકુ કમિશનના લાભ.

    વિધાનસભામાં આજે નાણા વિભાગ પરની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, દેશમાં સૌથી વધારે વેટના દર ગુજરાતમાં છે. આમ છતાં પર૪ કરોડ રુપિ‍યાનો કરબોજ ગુજરાતની જનતા પર નાણામંત્રીશ્રીએ નાંખ્‍યો છે અને એકપણ રુપિ‍યાની રાહત આપી નથી. ગુજરાતની જનતાની હાડમારીઓને શાયરીના સ્‍વરુપમાં વર્ણવતાં શ્રી ગોહિલે વિધાનસભામાં શાયરી રજૂ કરી હતી કે,

 

મુશ્‍કુરાહટ લબો સે જુદા હો ગઇ,

ઇસ કદર હો ખફા કયા ખતા હો ગઇ

આમ આદમી હૈ આસું ઓર અંધેરોમેં

અરે ઓ ! સરકાર તેરે તો બજેટસે રોશની હી જુદા હો ગઇ.

 

    રાજ્યમાં નાણા વિભાગનું કામ નાણાંકીય શિસ્‍ત જાળવવાનું હોય છે. કોઇપણ વિભાગમાં ખોટું થતું હોય તો તેને રોકવાનું કામ નાણા વિભાગનું છે. પરંતુ ગુજરાત સરકારનું નાણા વિભાગ તો બે ચાર લેવાને બદલે દસ-બાર ઉઠાવી જાય  તે પ્રકારે કામ કરે છે.

    રીઝર્વ બેન્‍ક ઓફ ઇન્ડિયાના સ્‍ટડી ઓફ બજેટ ર૦૦૯-૧૦નાં આંકડાઓ જોઇએ તો સમગ્ર દેશમાં વિજ ડ્યુટીની આવકની ટકાવારીમાં ગુજરાત સૌથી મોખરે છે. રાજ્યનાં કુલ કરવેરામાં વિજ ડ્યૂટીની ટકાવારી ગુજરાતમાં ૯.૧૦ ટકા છે. ઓલ ઇન્‍ડીયાની ટકાવારી ૩.૭ ટકા, આંધ્રપ્રદેશ ૦.૬પ ટકા, હરિયાણા ૦.૯૭ ટકા, કેરાલા ૦.૩૧ ટકા, કર્ણાટક ૧.૪ર અને  મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનમાં જુઓ તો ૪.૮૩ થી લઇને ૭ ટકા વીજડ્યુટી છે. આપણે ત્‍યાં એડવેલોરમ પર વીજડ્યૂટી લેવાય છે ત્‍યારે જેવા ફ્યુઅલમાં પૈસા વધે એ પ્રમાણે આપણે ત્‍યાં ડ્યૂટી વધી જાય છે. રાજ્ય કક્ષાના ઉર્જામંત્રીશ્રી દેશના અન્‍ય રાજ્યોમાં છે. એકાદી નાની બારી પકડીને ખૂબ જોરજોરથી બીજે આમ છે અને અહીં આમ છે તેમ કહેતા હોય છે.આમ રહેણાંક પર જે વીજ ડ્યૂટીનો બોજ છે તે ગુજરાતમાં ર૦ ટકા જેટલો છે અને બીજા રાજ્યોમાં રહેણાંકની વીજળી વપરાય તેનો ટેક્સ ૪ થી ૧પ પૈસા છે. આપણા લઘુઉદ્યોગો ઉપર વીજ ડ્યૂટી છે એ ૧૦ ટકા છે. એવું હમણાંજ એક પ્રશ્નમાં આવ્‍યું હતું. કેટલાય લઘુઉદ્યોગો બંધ થતા જાય છે. એ વીજ ડ્યૂટી ૧૦ ટકાથી ઘટાડીને ૭.પ ટકા કરવી જોઇએ.

    વ્‍યવસાય વેરો રુપિ‍યા ૩૦૦૦ની આવક ઉપર લેવામાં આવે છે. આ આવક ઘણાં વર્ષોથી નક્કી થયેલી છે. કેન્‍દ્ર સરકારે આવકવેરામાં જે ૧,૬૦,૦૦૦/-ની આવકની મુક્તિ આપી હતી તેમાં પણ હવે વધારો કર્યો છે તો ગુજરાત સરકારે પણ વ્‍યવસાય વેરામાં આવકવેરાની જેમ જ મુક્તિ મર્યાદા વધારી આપવી જોઇએ.

    વેટના કાયદાની કલમ-૧૧(૬) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું અને તા. ર૯.૬.ર૦૧૦ના રોજ ઇનપુટ ટેકસ ક્રેડિટમાં બે ટકા ઘટાડાની જોગવાઇ કરાઇ અને કહેવાયું એવું કે, કેન્‍દ્રએ કેન્દ્રિય વેચાણ વેરાના અધિનિયમના દરમાં ફેરફાર કર્યો છે એટલે. તેને સરભર કરવા આવક લઇએ  છીએ અને કેન્‍દ્ર આપશે તો આ બંધ કરી દઇશું. આની અસર માત્ર ગુજરાતને જ નહીં પરંતુ આખા દેશના તમામ રાજ્યોની ઉપર હતી. પરંતુ દેશના કોઇપણ રાજ્યે ઇનપુટ ટેકસ ક્રેડિટ બે ટકા ઘટાડો કરવાનો ક્યાંય નિર્ણય કર્યો નથી. માત્ર ગુજરાતની ભાજપની સરકારે નિર્ણય કર્યો અને હવે તો કેન્‍દ્ર સરકારે સકારાત્‍મક રીતે આપના નુકશાનને સરભર કરવાની વાત પણ કરી છે. આપે કેટલાંક આંકડાઓ પણ આપ્‍યા છે ત્‍યારે અમારી માંગણી છે કે, ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી આ બે ટકા ઘટાડો કર્યો છે એ તાત્‍કાલિક દૂર નહીં કરીએ તો રાજ્યના ઉદ્યોગોને એનું બહું જ મોટું નુકશાન થાય છે.તેનાથી સ્‍પર્ધામાં આપણા રાજ્યનો ઉદ્યોગકાર ટકી ન શકે એવી પરિસ્થિતિ થઇ છે.

    નાણા વિભાગનું કામ કાળુ નાણુ પકડવાનું પણ છે. પરંતુ ભાજપ કે જે દેશમાં કાળા નાણાની વિરુધ્‍ધ આંદોલનો ચલાવે છે તેજ ભાજપની ગુજરાત સરકાર કાળા નાણાંવાળાઓની વકીલાત કરે છે. ઇન્‍કમટેક્ષ વિભાગની રેડ કોઇ સાચા કરદાતાઓને પરેશાન કરતી નથી. પરંતુ કાળા નાણાવાળાઓને પકડે છે અને આ રીતે પકડાયેલા કાળા નાણાંમાંથી મળતી આવક રાષ્‍ટ્ર અને રાજ્યના હિતમાં વપરાય છે. આમ છતાં કાળા નાણાવાળાઓની વકીલાત ભાજપ ગુજરાતમાં એટલા માટે કરે છે કે, વાયબ્રન્‍ટના નામે જે જમીનો સસ્‍તા ભાવે પડાવી લેવામાં આવે છે તેમાં કાળુ નાણુ ભાજપના નેતાઓનું છે. શ્રી ગોહિલે કટાક્ષ કરતાં જણાવ્‍યું હતું કે, કાળુ નાણુ હસનઅલીનું કે મોદીઅલીનું હોય તેને પકડવું જોઇએ.

    ગુજરાતની અંદર વેટ જયારે અમલમાં આવ્‍યો ત્‍યારે એ વાત કરવામાં આવી હતી કે, વેટ એ સરલીકરણનો કાયદો છે. વેટના અંદર એકદમ સરળતા લાવીશું કોઇ મુશ્‍કેલી નહીં રહે. પરિસ્થિતિ શું થઇ છે? સરલીકરણ તો રહ્યું  નથી. જે પરિસ્થિતિ છે એમાં અનેક આંટીઘૂંટીઓ છે. આપે ઓન લાઇન ભરવાની વાતો કરી, બેન્‍કો પર્યાપ્‍ત નથી. વેટના અમલમાં જે મુશ્‍કેલીઓ  પડે છે. તે બાબતે વાત કરવી પડશે. વેટના અમલનો અભ્‍યાસ કરો. આજુબાજુનાં રાજ્યોમાં જોયું કે મોબાઇલ પર કયાંક થોડોક વધારે   વેરો છે. તો વિચાર્યું કે, ગુજરાતમાં મોબાઇલ પર કેમ વધારો ન ઠોકું? અને એટલો જ ટેકસ નાખ્‍યો. પરંતુ આપણે એ બાબતે અભ્‍યાસ નહીં કરવાનો કે બીજા રાજ્યોમાં જેમાં વેરો ઓછો છે એ પ્રમાણે ગુજરાતમાં ઓછો કરવા માટેની વિચારણા કરીને ત્‍યાં ઓછું છે તો અહીંયા પણ ઓછું કરું? પશ્ચિમ બંગાળમાં ટિમ્‍બર ઉપર, મોટર વ્‍હીકલ પાર્ટસ ઉપર ૧ર.પ ટકા વેરો હતો એ ઘટાડીને ૪ ટકા ર૦૦૭માં કરી દીધો. હાર્ડ વેર, ટાયર ટ્યૂબ, સૂંઠ, ધાણા વગેરેમાં વેરાના દર ગુજરાતમાં વધારે છે તે ઘટાડવાની તૈયારી કરી છે ખરી?

    મોંઘવારીના નામે આપણે બહુ વાતો કરી કે, મોંઘવારી ઉભી થઇ ગઇ, મોંઘવારી ઉભી થઇ ગઇ. આપણી પરિસ્થિતિ શું છે? આપણી જે આઇટમ-એ છે કે જેની અંદર ર૭૦ આઇટમો આવે છે એની અંદર આપણો ટેકસ શું છે? શ્રી ગોહિલે  તમામ રાજ્યોના સ્‍ટડી કર્યા અને જણાવ્‍યું છે કે, આપનો ટેકસ એ પાંચ ટકા ટેક્સ થાય છે અને સંખ્‍યાબંધ રાજ્યો આસામ જેવાથી માંડીને કેટલાય રાજ્યોમાં માત્ર ચાર ટકા ટેક્સ છે. આપનો સરચાર્જ દુર કરીને શું કામ લઇ આવતા નથી.આઇટમ એમાં ન  પડતી હોય એવી આ ર૭૦ સિવાયની આઇટમોના આંકડાઓ શ્રી ગોહિલ પાસે છે. આખા દેશમાં ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જેનો ટેક્સ ૧પ ટકા છે. બાકી દેશના કોઇપણ રાજ્યમાં વેટ સરચાર્જ સાથે પંદર ટકા નથી થતો. ૧ર.પ ટકા, ૧૩ ટકા, ૧૩.પ ટકા, ૧૪ ટકા, સાડા ચૌદ ટકા, આખા દેશના રાજ્યનો કોઠો છે એ પ્રમાણે કયાંય આટલો ટેક્સ નથી. આપણા રાજ્યમાં સિમેન્‍ટ, રાંધેલો ખોરાક, કોસ્‍મેટીક્સ, ડોમેસ્‍ટીક ઇલેકટ્રોનિક એપ્‍લાયન્‍સીસ,ગ્‍લાસીસ, ફર્નિચર, હાર્ડવેર, લુબ્રીકેટીંગ ઓઇલ આ બધી જ આઇટમો જે  છે ટી.વી. ફ્રીજ, ટાયર, ફુટવેર આ બધામાં આપણે શું ટેક્સ લઇએ છીએ? આપણે ટેક્સ લઇએ છીએ ૧પ ટકા.શ્રી ગોહિલે દાખલો આપતાં જણાવ્‍યું હતું કે, મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાન આ તમામ  આઇટમોમાં માત્ર સાડાબાર ટકા ટેક્સ લે છે.તે મુજબ આપણે ટેક્સ ન ઘટાડીએ? આપણને  પેલો મોબાઇલ દેખાઇ ગયો તેમાં આપણાં ઓછો વેરો હતા તો વધારી દીધો. પી.ડી.એસ.સિવાયનું કેરોસીન, પી.ડી.એસ.ને બાદ કર્યા સિવાયનું કેરો‍સીન, કેરોસીન વાપરનારો ક્યો વર્ગ છે? ગુજરાતનો આમ આદમી કેરોસીન વાપરે છે. ગુજરાતમાં રપ ટકા ટેક્સ છે. અને મહારાષ્‍ટ્રમાં સાડા બાર ટકા ટેક્સ છે.ગુજરાતમાં લીગ્‍નાઇટમાં  ર૦ ટકા ટેક્સ છે અને મહારાષ્‍ટ્રમાં પાંચ ટકા છે. રોઝ સલ્‍ફેટ હેવી સ્‍ટ્રોક એલ.એસ.એચ.એસ.ગુજરાતમાં ટેક્સ છે  ૧પ ટકા અને મહારાષ્‍ટ્રમાં સાડા બાર ટકા ટેક્સ છે.ગુજરાતમાં નેપ્‍થાનો ૧૬ ટકા  અને મહારાષ્‍ટ્રમાં સાડા બાર ટકા. ગુજરાતમાં હાઇસ્‍પીડ, ડિઝલ પરનો ટેક્સ ર૪ ટકા અને મહારાષ્‍ટ્રમાં ર૦ ટકા. એક રુપિ‍યો અને સિત્તેર પૈસા લિટરે ડિઝલમાં ફરક પડે છે.ગુજરાતમાં આવતો ટ્રકવાળો રાહ જુએ કે ગુજરાતની બોર્ડરમાં દાખલ થાઉં એ પહેલાં ડિઝલ પુરાવી લઉં તો ફાયદો થશે. આના કારણે નુકશાન ગુજરાતને છે. ગુજરાતના પંપના માલિકોને છે. ટેક્સ ઓછો રાખો અને આવક વધે એ નીતિ હોવી જોઇએ. ટેક્સ મોટો રાખીને આવક ઘટે તેવીજ નીતિ. રાજ્યને નુકશાન થાય એવું નહી હોવું જોઇએ. કર્મચારીઓના પગાર નિયમિત કેમ ન થાય? નાણા વિભાગે એ નહીં જોવાનું ? કે કામ કરનારો આપણો માણસ છે કે રજા પગાર  હોય કે,એનો રેગ્‍યુલર પગાર હોય તારીખ આવે એટલે એનો પગાર મળી જવો જોઇએ. મેડિકલ કોલેજોમાં આપણે એમ.સી.આઇ.ને દુહાઇ દઇએ પરંતુ મેડિકલનો ટીચીંગ સ્‍ટાફ છે એ ટીચીંગ સ્‍ટાફને યુ.જી.સી.નો સ્‍કેલ આપવામાં આવતો નથી કે ટીકુ કમિશનનો લાભ આપ્‍યો નથી.પરિણામે  મેડિકલ કોલેજોમાં ટીચીંગ સ્‍ટાફ મળતો નથી. મેરીટાઇમ બોર્ડ, પાણી પુરવઠા બોર્ડ આવા અનેક બોર્ડ છે જેના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં આવ્‍યો નથી તે તાત્‍કાલિક આપવો જોઇએ. ૧૦૪ વ્‍યકિતઓ તો આ રાજ્યમાં એવી છે કે જેની ઉપર એક કરોડથી વધારે સેલ્‍સ ટેક્સ બાકી છે અને બધા કોર્ટોના સ્‍ટે વાળા નથી. એસ્‍સારની કરોડો રુપિ‍યાની આવક તમે પાછી લો એમ તમારા સેલ્‍સ ટેક્સ કમિશ્‍નર કાગળ લખીને મોકલે છે કે આના પાસેથી લો. સુપ્રિમ કોર્ટે તેમાં કોઇ સ્‍ટે નથી આપ્‍યો  તેમ છતાં તેની આવક તિજોરીમાં લેતાં નથી. ગરીબ પાનવાળો બે દિવસ મોડું કરે તો એના ઉપર ચડી બેસવાનું કામ એ સેલટેક્સ વિભાગ કરે છે. વેટની ઉઘરાણીનું જોર ગરીબ માણસો ઉપર ક્યાં સુધી ચાલશે?

    ગુજરાતમાં કરોડો ચોરસ મીટર જમીન મફતના ભાવમાં આપી દેવાઇ છે તેનો પુરાવો એ છે કે, વિધાનસભાની એક દિવસની પ્રશ્નોતરીમાં ગુજરાત સરકારે આપેલી જમીનોનો સરવારો ૭પ કરોડ ચોરસ મીટર થતો હતો. જો ગુજરાતના ભાજપના શાસનમાં અપાયેલી જમીનોનું સ્‍વેતપત્ર બહાર પાડવામાં આવે તો ગુજરાતની જનતાને ખબર પડે કે ભાજપની સરકારે કેટલી મિલકતો કોને કોને વેચી નાખી છે. વિરોધપક્ષના નેતાશ્રીએ ખુલ્‍લી ચેલેન્‍જ કરી હતી કે કોંગ્રેસના શાસનમાં અવિકસીત વિસ્‍તારોમાં વિકાસ માટે થોડી જમીન અપાઇ હતી પરંતુ ગૌચર કે કિંમતી જમીનોની માનીતાઓને લ્‍હાણી કયાંય થઇ ન હતી. જો હિંમત હોય તો કોંગ્રેસના શાસનની નીતિ  અને હાલની ભાજપની સરકારની નીતિને સરકાર પ્રજામાં જાહેર કરે.લાર્સન એન્‍ડ ટુબ્રો કંપનીને મફતમાં આપેલી જમીનોનો દાખલો આપતાં શ્રી ગોહિલે જણાવ્‍યું હતું કે, વિધાનસભાના પ્રશ્ન ક્રમાંક-૭૯, ર૧૧માં સરકારે સ્‍વીકાર્યુ છે કે, જે જમીનની બજાર કિંમત રુ.ર૮૦૦, રપ૦૦ અને ર૪૦૦ રુપિ‍યા પ્રતિ ચોરસ મીટર હતી. તે માત્ર એક જ રુપિ‍યામાં આપી દેવામાં આવી છે અને આ જમીન પણ થોડી નહીં પરંતુ ૮૦ એકર જેટલી હતી.

    ગુજરાતના જુદા જુદા સાહસોમાં જયાં નફો થતો હતો તે સાહસોમાં ટેક્ષ ભરતાં પહેલાં ૩૦ ટકા નફો ગુજરાત સ્‍ટેટ સોસીયો ઇકોનોમીક ડેવલપમેન્‍ટ સોસાયટી દ્વારા જી.એસ.એફ.એસ.માં મુકવાનું પાપ ગુજરાતની સરકારે કરેલું. આમ કરીને પ્રજાના નાણા માનીતાઓને એન.જી.ઓ. તરીકે ઉભા કરી ગરીબોના નામે ખાઇ જવાનું કાવત્રુ હતું. રીઝર્વ બેન્‍ક ઓફ ઇન્ડિયાના નિયમો તથા કંપની એક્ટની જોગવાઇઓથી વિરુધ્‍ધનું કૃત્‍ય હતું. સરકારના આ નિર્ણયથી જાહેર સાહસોની અંદર જે આમ ગુજરાતીઓએ શેરમાં નાણાં રોકેલા તે શેરના ભાવો ગગડી જતાં ખૂબ મોટું નુકશાન શેરધારકોને થયું હતું.ગુજરાત સ્‍ટેટ ફાઇનાન્‍સીયલ કોર્પોરેશનમાં પણ જે વહીવટ થાય છે તે આર.બી.આઇ.એક્ટની કલમ-૪પ તથા કંપની એક્ટની જોગવાઇઓથી વિરુધ્‍ધ છે.

    નાના માણસો પણ આજકાલ મોબાઇલની ખરીદી કરતાં હોય છે અને તે સંજોગોમાં કમસેકમ રુપિ‍યા પ,૦૦૦ થી ૮,૦૦૦ સુધીના કિંમતના મોબાઇલને વેટના ભારણમાંથી રાહત આપવી જોઇએ.

 

——————————————————————————————————–