Close

April 25, 2011

Press Note Guj Dt: 25/04/2011 on Indigold Refinery Land & RTI Papers

Click here to view/download press note.

Click here to view / download RTI Papers 

 

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                           તા.રપ-૪-ર૦૧૧

  • તમામ કાયદાથી વિરુધ્‍ધ જઇને કરોડો રુપિ‍યાની બે લાખ ચોરસવાર જમીન મહેસુલમંત્રીશ્રીએ ભ્રષ્‍ટાચારથી મે.ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરી લી.મુંબઇને આપી.
  • તમામ અધિકારીશ્રીઓએ ફાઇલ પર સ્‍પષ્‍ટ નોંધ લખી હતી કે, કરોડો રુપિ‍યાની કચ્‍છની જમીન રાજ્ય સરકાર હસ્‍તક જ લઇ લેવી પડે.
  • કાયદામાં કોઇપણ અધિકાર કે જોગવાઇ ન હોવાછતાં રાજ્ય સરકાર હસ્‍તક લેવાની જમીન મહેસુલ મંત્રીશ્રીએ મુખ્‍યમંત્રીશ્રીના મેળાપીપણામાં ઉદ્યોગપતિને આપી.
  • વિરોધપક્ષના નેતાએ આર.ટી.આઇ.માં મેળવેલી ફાઇલ પરની નોંધની સીલસીલાબધ્‍ધ હકીકતો રજૂ કરી.
  • ભ્રષ્‍ટાચાર સામેની લડતની વાતો કરનાર ભાજપના મોવડી મંડળમાં હિંમત હોય તો કરોડોના જમીન કૌભાંડની તપાસ હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટના ન્‍યાયધીશને સોંપે.

તમામ કાયદાઓ અને નિયમોથી વિરુધ્‍ધ જઇને કરોડો રુપિ‍યા જેવી કિંમતની અતિ મહત્‍વની જમીન મુખ્‍યમંત્રીશ્રી અને મહેસુલ મંત્રીશ્રીએ ભ્રષ્‍ટાચારથી ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરીને આપી દિધી છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડીયાને આર.ટી.આઇ.ના કાયદા નીચે ફાઇલ પરની મેળવેલી નોંધની નકલો આપીને જણાવ્‍યું હતું કે, ફાઇલ પર કચ્‍છના કલેકટર અને સચિવાલયના સેકશન અધિકારીશ્રીથી માંડીને ચીફ સેક્રેટરી સુધી સર્વે અધિકારીશ્રીઓએ સ્‍પષ્‍ટપણે લખ્‍યું હતું કે, ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરીને કચ્‍છના કુકમા અને મોટી રેલડી ખાતેની બે લાખ ચોરસવાર (એકર ૩૯.રપ ગુંઠા) જમીન વેચાણથી એલ્‍યુમીના રીફાઇનરી લિ. મુંબઇને વેચવાની પરવાનગી આપી શકાય નહીં. કાયદાઓની જોગવાઇ મુજબ આ જમીન રાજ્યસાત થાય એટલે કે રાજ્ય સરકારે આ જમીન પોતાને હસ્‍તગત લઇ લેવાની થાય છે. આ અધિકારીશ્રીઓએ નોંધમાં એવું પણ લખ્‍યું કે, પ્રવર્તમાન કાયદાની જોગવાઇ આ જમીન ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરી કંપનીએ વેચવાની જે મંજૂરી માંગી છે તે મંજૂરી આપવાની કોઇપણ જોગવાઇ નથી. આમ કાયદાની સંપૂર્ણ જોગવાઇઓની વિસ્‍તારથી નોંધ તમામ અધિકારીશ્રીઓએ લખીને કરોડો રુપિ‍યાની આ જમીન સરકાર હસ્‍તગત લેવા તા.૮.૭.ર૦૦૯થી ઓક્ટોબર-ર૦૦૯ સુધીની નોંધ લખેલી હતી. ત્‍યારબાદ મહેસુલ મંત્રીશ્રીએ પોતાને કોઇપણ જાતના કાયદાકીય અધિકાર નહીં હોવા છતાં કરોડો રુપિ‍યાની આ જમીન ખાસ કિસ્‍સા તરીકે ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરીને વેચવા માટે આપી દેવા હુકમ કર્યો  હતો. મહેસુલમંત્રીશ્રીના આ હુકમ પછી અગ્રસચિવ(જમીન સુધારણા)એ એવી નોંધ લખી હતી કે, આ જમીન મંત્રીશ્રીએ કહ્યા મુજબ નિકાલ કરવાની કોઇ નીતિ કે જોગવાઇ જ નથી આમ છતાં જો આ જમીન ઉદ્યોગપતિને વેચવાની મંજૂરી આપવી હોય તો સરકારે આ જમીનના !! unearned income !!તરીકે પ૦ ટકા રકમ સરકારની તિજોરીમાં લેવી જોઇએ અને આ માટેની નીતિ નક્કી કરવી જોઇએ. જેના ઉપર અગ્રસચિવશ્રીએ સ્‍પષ્‍ટ નોંધ લખી કે, વ્‍યાજબી તો એ ગણાય કે કાયદાની જોગવાઇ મુજબ આ જમીન સરકારેજ લઇ લેવાની થાય અને તે પછી પ્રવર્તમાન બજાર કિંમત લઇને નવી પાર્ટીને સરકારે આપવી જોઇએ. આ પ્રકારની નોંધ તમામ અધિકારીશ્રીઓએ કર્યા પછી પણ તા.૪.૧૧.ર૦૦૯ના રોજ મહેસુલમંત્રીશ્રીએ આદેશ કર્યો કે, !! ખાસ કિસ્‍સા તરીકે અગાઉ સૂચવ્‍યા મુજબ વેચાણની પરવાનગી આપીએ !!

કાયદાની જોગવાઇ ગણોત ધારાની કલમ-૬૩ મુજબ એ પ્રકારની છે કે જો કોઇ ઓદ્યોગિક એકમ ઉદ્યોગ માટે ખેતીની જમીન ખરીદ કરે તો તેણે ચોક્કસ શરતોને આધીન ઔદ્યોગિક એકમમાં બાંધકામ કરી ઉદ્યોગ શરુ કરવો જોઇએ જો ઔદ્યોગિક એકમ નિર્ધારીત સમય અને શરતો મુજબ ઉદ્યોગ શરુ ન કરે તો જમીન રાજ્યસાત કરી અને સરકાર હસ્‍તક લેવાની થાય. કાયદાની કલમ-૬૩(એ)(એ) સ્‍પષ્‍ટ છે કે, કલેકટર ઉદ્યોગગૃહને જમીન ખરીદવાનું પ્રમાણપત્ર આપે તે  છ મહિના માટેનું હોય અને ત્‍યારબાદ જો ઉદ્યોગગૃહ મુદત લંબાવવાની અરજી કરે તો તેની વ્‍યાજબીતા તપાસ્‍યા પછી વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી કલેકટરશ્રી મુદત વધારો આપી શકે. જો ખરીદનાર ઉદ્યોગ શરુ  કરવામાં નિષ્‍ફળ જાય અને મુદતવિતી જાય તો જમીન રાજય સરકારમાં નીહિત થાય અને રાજ્ય સરકાર તે જમીનનો કબજો મેળવે છે. આ ચોક્કસ કિસ્‍સામાં ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરી દ્વારા વર્ષ-ર૦૦૩માં ખેતીની જમીન ખરીદવા પ્રમાણપત્ર લેવામાં આવેલું હતું. ગણોત વહીવટ અને ખેતીની જમીનો (વિદર્ભ અને કચ્‍છ) અધિનિયમ કલમ-૮૯(ક)માં કરેલી જોગવાઇ મુજબ પ્રમાણપત્ર મેળવ્‍યાની તારીખથી ત્રણ વર્ષમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શરુ કરવી જોઇએ.આ ચોકકસ કિસ્‍સામાં જમીન ખરીદયા પછી ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરી લિ.મુંબઇ દ્વારા કોઇજ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવામાં આવેલ નથી કે છ મહીના પછી મુદત વધારવા માંગણી પણ કરવામાં આવેલી ન હતી. સન-ર૦૦૩માં ખરીદેલી જમીનના ત્રણ વર્ષ દરમ્‍યાન ઉત્‍પાદન પણ શરુ થયું નથી. કે મુદત વધારવાના વધુમાં વધુનો સમય પણ પૂર્ણ થઇ ગયેલો છે. ત્‍યારબાદ ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરી વાયબ્રન્‍ટ ગુજરાતના નામ પર એલ્‍યુમીના રીફાઇનરી પાસે  મુખ્‍યમંત્રી સમક્ષ તા.૧૮.૬.ર૦૦૯ના રોજ રજૂઆત કરે છે કે, પોતાને ઉદ્યોગ કરવા માટે ઇન્‍ડીગોલ્‍ડ રીફાઇનરી મુંબઇ જમીન વેચે તેને સરકારે મંજૂરી આપવી. મુખ્‍યમંત્રીશ્રીને કે તેમના કાર્યાલયને કોઇજ અધિકાર ન હોવા છતાં તા.ર.૭.ર૦૦૯ના રોજ મુખ્‍યમંત્રીશ્રીના સચિવે  એલ્‍યુમીના રીફાઇનરીની રજૂઆત મહેસુલ વિભાગને મોકલી હતી. ત્‍યારબાદ તમામ અધિકારીશ્રીઓએ કાયદાની જોગવાઇઓની વિસ્‍તૃત નોંધ લખ્‍યા પછી સ્‍પષ્‍ટ રીતે કરોડોની આ જમીન સરકાર હસ્‍તક જ આવવી જોઇએ તેના બદલે મહેસુલમંત્રીશ્રીએ ભ્રષ્‍ટાચારથી કોઇપણ કાયદાથી તેઓને અધિકાર નથી તેવો હુકમ જમીન વેચવાની મંજૂરીનો આપેલો છે તે વાયબ્રન્‍ટ ગુજરાતમાં મુખ્‍યમંત્રીશ્રી અને ભાજપની સરકાર જે ભ્રષ્‍ટાચાર કરે છે તેનો સૌથી મોટો પુરાવો છે.

વિરોધપક્ષના નેતાએ સ્‍પષ્‍ટ માંગણી કરી છે કે, કરોડો રુપિ‍યાનું ગુજરાતની તિજોરીને નુકશાન કરનાર મહેસુલમંત્રીશ્રીની સામે તપાસના આદેશ થવા જોઇએ. ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી કરોડોથી ઓછું કાંઇ ખાતા નથી તેનો સૌથી મોટો પુરાવો  આજે ફાઇલ પરની ઓરીજીનલ નોંધોની નકલ સાથે વિરોધપક્ષના નેતાએ પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કર્યો હતો.. ભ્રષ્‍ટાચાર સામે બણગાં ફૂંકનારા ભાજપના કેન્‍દ્રીય મોવડી મંડળમાં હિંમત હોય તો ગુજરાત સરકારના આ ભ્રષ્‍ટાચાર સામે પગલાં ભરે અથવા નામદાર હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટના સીટીંગ જજ કે સી.બી.આઇ.ને  તપાસ માટેના આદેશ કરે.

——————————————————————————————————————————————————–