Close

April 26, 2011

Press Note Guj Dt: 26/04/2012 Challenged to discuss Anandiben’s land scam

 Click here to View / download press note.

 પ્રતિ,

૧. શ્રી જયનારાયણભાઇ વ્‍યાસ

   માન. આરોગ્‍યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારના પ્રવક્તાશ્રી,

   ગુજરાત સરકાર, ગાંધીનગર.

ર. શ્રી સૌરભભાઇ પટેલ

   માન.રા.ક.ના ઉદ્યોગમંત્રીશ્રી તથા રાજય સરકારના પ્રવક્તા
શ્રી,

   ગુજરાત સરકાર, ગાંધીનગર.

 

નમસ્‍કાર,

       આપ બન્‍ને માનનીય પ્રવક્તા મંત્રીશ્રીઓના નામથી ગુજરાત માહિતી બ્યુરો ગુજરાત સરકાર દ્વારા ગઇકાલ તા.રપ.૪.ર૦૧૧ને સોમવારના રોજ મેં કચ્‍છની જમીનના મુદ્દા અંગે યોજેલી પ્રેસ કોન્‍ફરન્‍સનું રીએકશન એક સભ્ય સમાજમાં ન શોભે તેવી ભાષામાં પ્રસિધ્‍ધ થયાની નકલ આ સાથે રજૂ  કરુ છું. મેં આર.ટી.આઇ. દ્વારા ફાઇલ ઉપરની નોંધો સાથેની જે. માહિતી આપનીસરકારે મને આપેલી હતી તેના આધારીત વિવેકપૂર્ણ રીતે એક જવાબદાર વિરોધપક્ષની ભૂમિકામાં પ્રેસ અને મીડીયાને હકીકત આપી હતી. આપશ્રીના રીએકશનમાં આપે આ જમીન ખાનગી માલિકને આપી દેવાની કાર્યવાહીને નિયમાનુસરની ગણાવવા પ્રયત્‍ન કરેલો છે પરંતુ કયા કાયદાના કયા નિયમો નીચે તે આપે લખેલું જ નથી. મારી આપશ્રીને વિનંતી છે કે, આ મુદ્દા ઉપર અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ ખાતે જાહેર મંચ પર આપણે માત્ર મારા નીચે જણાવેલા ત્રણ મુદ્દાની ચર્ચા કરીએ અને જો તેમાં હું ખોટો ઠરીશ તો હું જાહેરમાં આપશ્રીની તેમજ સરકાર અને  પ્રજાની જાહેર મંચ પરથી જ માફી માંગીશ.

         જો આપશ્રી કાયદાની જોગવાઇ મુજબ સરકાર હસ્‍તગત લેવાની જમીન ખાનગી ઉદ્યોગપતિને બિન કાયદેસરરીતે નથી આપી તેવું સાબિત ન કરી શકો તો  પ્રજાની તિજોરીમાં જે કરોડોનું નુકશાન થયું છે તે આપશ્રીએ ભરવું પડશે.

         નીચેના મુદ્દાઓની જાહેર મંચ પર આપણે ચર્ચા કરીશું.

૧.     મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીનોના કાયદાની કલમ-૮૯(ક)(૪) (ક), (ખ) અને (પ)ની જોગવાઇ મુજબ કચ્‍છની કુકમા અને મોટીરેલડીની જમીન રાજ્યસાત એટલે કે સરકાર હસ્‍તક શા માટે લેવામાં ન આવી?

 ર.     સરકારના ઉપ સચિવશ્રીથી માંડીને નાયબ સચિવશ્રી મનોજ ઓઝા, અગ્રસચિવશ્રી (જમીન સુધારણા) જી.એ.અલોરીયા તથા અગ્ર સ‍ચિવશ્રી પી.પનીરવેલ, (મહેસુલ વિભાગ), તથા જે તે વખતના મુખ્‍યસચિવશ્રી ડી.રાજગોપાલને ફાઇલ પરની સ્‍પષ્‍ટ નોંધમાં શા માટે એમ લખ્‍યું છે કે ઉદ્યોગપતિને આ જમીન વેચવાની કાયદામાં કોઇ જોગવાઇ જ નથી અને  જમીન રાજ્ય હસ્‍તક જ સરકારે લઇ લેવાની થાય છે.

 ૩.    જો કાયદા  અને નિયમથી ખાનગી વ્‍યકિતને જમીન વેચવાની પરવાનગી મળવાની થતી હતી તો  પછી માન. મહેસુલમંત્રીશ્રીએ શા માટે એમ લખ્‍યું છે કે, !! ખાસ કિસ્‍સા તરીકે વેચવાની પરવાનગી આપીએ!!.

૪.     પ્રવર્તમાન કયા કાયદાની કઇ કલમની જોગવાઇઓ નીચે માન. મહેસુલમંત્રીશ્રીએ કરોડો રુપિ‍યાની ‍િ‍કંમતની જમીન ખાનગી ઉદ્યોગપતિને આપી ?

         જાહેર મંચ પર એક તરફ આપ બન્‍ને પ્રવક્તા મંત્રીશ્રીઓ તથા નિર્ણય કરનારા મહેસુલમંત્રીશ્રીએ ઉપસ્થિત રહે અને સામા પક્ષે માત્ર હું એકલો ઉપસ્થિત રહીશ. જો જાહેર મંચ પર મેં ઉઠાવેલા ઉપરોકત મુદ્દાનો આપ કાયદેસરનો વ્‍યાજબી ખુલાસો કરી મને હું જો જુઠ્ઠો છું તેમ સાબિત કરી શકશો અને જો આપ મહાનુભવો મને સત્‍ય સમજાવી શકશો તો હું આપની જાહેરમાં માફી માંગીશ. આપશ્રીને આ પત્ર રુબરુ હાથોહાથ પહોંચાડી રહ્યો છું અને આજરોજ તા.ર૬.૪.ર૦૧૧ને મંગળવાર રોજ સાંજે ૪-૦૦ કલાકે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ પર ચર્ચા કરવા આપને આહવાન આપુ છું. જો આપશ્રી આજે મારા આહવાનને સ્‍વીકારતા હો તો મને બપોરના ર-૦૦ કલાક સુધીમાં મારા મોબાઇલ નં.૯૮ર૪૦ ૦૦૮પર અથવા મારા કાર્યાલયના ટેલિફોન નં.ર૩રર૦૯૯પ ઉપર જાણ કરશો.

        આભાર સહ.  

        કુશળતા ઇચ્‍છું છું.

 

આપનો સ્‍નેહાધીન,

 

(શક્તિસિંહ ગોહિલ)

 

 

scan 1 scan 2