Close

September 26, 2013

Press Note Guj Dt: 26/09/2013 on Flood


Click here to view / download press note.

Encl :- Recommendation of Justice Sugnyaben Bhatt

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય,

 પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી, ગુજરાત


અખબારી યાદી.                                              તા. ૨૬.૦૯.૨૦૧૩

     અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ન કલ્પી શકાય તેટલું નુકશાન થયેલ છે. આ વિસ્તારના લોકો અતિશય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં તા. ૧૫ થી ૨૦ જુન ૨૦૦૬માં જ્યારે સુરત અને મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે નુકશાન થયેલ ત્યારે જાગૃત નાગરીકો મારફત વિવિધ જાહેર હીતની અરજીઓ થયેલી. ગુજરાતના જે તે વખતના મુખ્ય ન્યાયાધીશશ્રી જસ્ટિસ રાધાક્રિષ્ણનની ખંડપીઠે  સરકારને ભવિષ્યમાં પુરહોનારતમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે અનેક સૂચનાઓ આપેલી. તેમજ શ્રી સુજ્ઞાબેન ભટ્ટના કમીશને ૩૪ જેટલી જે ભલામણો કરી હતી તેના અમલીકરણ માટે તા. ૧૪.૧૦.૨૦૦૮ના આદેશ કરેલ હતો. પરંતુ ગુજરાત સરકારે આ સંદર્ભમાં કોઈ જ કામ કર્યું નથી માટે આજે મોટી આફત સર્જાયેલ છે. આજની મુશ્કેલી એ સરકારની બેદરકારીના કારણે છે.

      પ્રજાકીય પુર તપાસ સમિતિ ના નામે ૨૦૦૬ના પુર ઉપર એક ખુબજ સરસ અને અભ્યાસ પૂર્ણ અહેવાલ નર્મદા અભિયાન, (ગુજરાત સર્વોચ્ચ મંડળે) તૈયાર કરીને સરકારને આપ્યો હતો. રાજય સરકારે આ અહેવાલ મુજબના કોઈ પગલા ભર્યા હોત તો આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો હેરાન પરેશાન ન થતા હોત.

      ભારતની પશ્ચિમ દિશામાં વહેતી સૌથી મોટી બે નદીઓ નર્મદા અને તાપી ગુજરાતમાં થઈને દરિયામાં જાય છે. બીજા નંબરની મોટી નદી તાપી ૭૨૪ કી.મી નું અંતર કાપીને સુરત થઈને ખંભાતના અખાતમાં મળે છે. રાજ્ય સરકારના જ નિયુક્ત કમિશન અને નર્મદા અભિયાન સમિતિના અહેવાલ એ બન્ને સ્પષ્ટ છે કે રાજ્ય સરકારે નદીના પ્રવાહને દરિયામાં જવા માટેના અવરોધતા  ચણતરોને રોક્યા નથી. પોતાના માનીતાઓને લાભ આપવા માટે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીઓ એ નિયમોનો  ભંગ કરીને વિકાસના નામે વિનાશને નોતર્યો છે. સુરત શહેરના રક્ષણ માટે બનાવવાના પાળાઓ માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જરૂરિયાત વાળી જગ્યાઓના બદલે બિનજરૂરી નાણા કાચા માટીના ઢગલા કરીને વેડફી નંખાયા છે. ખરેખર જે પાકા પાળા જ્યાં બનાવવા જોઈએ ત્યાં બનાવ્યા નથી. કમિશન દ્વ્રારા અને હાઈકોર્ટના આદેશ દ્વ્રારા તાપી નદીનું પાણી વૈકલ્પિક નિકાલ કરવા કહેવાયું હતું તેને બિલકુલ ધ્યાને લેવાયેલ નથી. કેન્દ્ર સરકારે આપેલ કરોડો રૂપિયા સ્ટ્રોમ ડ્રેનેજ  અને ડ્રેનેજ ના કામો માટે યોગ્ય રીતે વાપરવાના બદલે ભાજપના નેતાઓના મળતિયાઓ ભ્રષ્ટ્રાચાર કરીને  યોગ્ય કામો કર્યા નથી. સુરત અને આજુબાજુના વિસ્તારોના રક્ષણ માટે ૪૬.૮૫ કી.મી ની નદીના બન્ને કાંઠે રક્ષણ આપતી યોજના બનાવી હતી પરંતુ વર્તમાન સરકારે આ આખી યોજના અભેરાઈએ ચડાવી દીધી તેથી સુરતની મુશ્કેલી વધી છે.

      અમદાવાદને ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજના કામો માટે છેલ્લા થોડા સમયમાંજ કેન્દ્ર સરકારે રૂ. ૮૨૦.૭૨ કરોડ આપ્યા છે. પરંતુ બોગસ કન્સલ્ટન્ટ  અને ભાજપની મીલીભગત વાળા કોન્ટ્રાકટરોના કારણે થોડો જ વરસાદ અમદાવાદમાં પડતા અમદાવાદનો ટ્રાફીક જામ થઈ જાય છે. કેન્દ્રની JNNURM યોજના નીચે પૂર્વ ઝોન વાયા દક્ષિણ ઝોન થઈને સાબરમતીમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોજનામાં અસંખ્ય ગેરરીતિઓ થયેલ છે. તેજ રીતે પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણીના નિકાલની કેન્દ્ર સરકારની ૩૩.૪૬ કરોડની યોજનાનું ટેન્ડર ભાજપના મળતિયાઓના લાભાર્થે ૨૫.૩૩% ઊંચુ મંજુર કરવામાં આવ્યું. આ કામની મર્યાદા ૧૮ માસની હોવા છતાં કામ સમયસર પ્રગતી કરી શક્યું નથી અને અમદાવાદના લોકો પરેશાન છે.

            મધ્ય ગુજરાતના અનેક ગામો અને શહેરોના લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. ન કલ્પી શકાય તેટલું નુકશાન થયેલ છે. કોતરો, કેનાલો અને નદીના વહેણમાંથી કાંસ કાઢવાનું કામ પ્રવર્તમાન સરકાર કરતી જ નથી. નજીવા કામો મંજુર કરે છે તે પણ કામ થવાના બદલે ભ્રષ્ટ્રાચાર માટે જ હોય છે. કડાણા, વણાંકબોરી અને વિશ્વામિત્રી નદીના પાણીના યોગ્ય નિકાલ માટેની સરકારની બેદરકારીનો ભોગ લોકો બન્યા છે. ગુજરાત હાઈકોર્ટે તા. ૧૮.૦૧.૨૦૦૧ના રોજ સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો કે પાણીના નિકાલના માર્ગો અને જળાશયો નો કોઈ પણ કામ માટે ઉપયોગ ન કરવો તેમજ તળાવોને ઉંડા કરવા અને જાળવવા પરંતુ ગુજરાતની ભાજપની વર્તમાન સરકાર પૈસાની લાલચમાં આ હુકમને નેવે મુકીને બેઠી છે. વડોદરામાં માંજલપુર વિસ્તારના શ્રેયસ હાઈસ્કુલ સામે આવેલા માસિયા તળાવની હાલત ઉત્તમ ઉદાહરણ છે કે સરકાર જળાશયોની શું હાલત કરે છે? વડોદરા પાસે જળનિકાલ માર્ગો અને ગટર વ્યવસ્થા દર્શાવતો કોન્ટુર નકશો જ નથી. R.T.I  નીચે શ્રી રોહિતભાઈ પ્રજાપતિને આ માહિતી ખુદ કોર્પોરેશને આપેલ છે. કોન્ટુર નકશા બનાવવા સહેલા છે પરંતુ બદઈરાદાથી જ સરકાર બનાવવા દેતી નથી અને વડોદરા વરસાદમાં બેહાલ બને છે.

      સૌરાષ્ટ્રના ડેમો, તળાવો કે નદીઓની અ સરકારે ચિંતાજ કરી નથી પરિણામે સૌરાષ્ટ્રની હાલત પણ દયાજનક બની છે. ખેત તલાવડાના નામે કરોડોનો ભ્રષ્ટ્રાચાર આ સરકારે કર્યો છે. અને પુર નિયંત્રણના એક પણ કામને આ સરકારે કર્યું નથી તેથી સૌરાષ્ટ્રના ખેડૂતો અને ગામોને ન કલ્પી શકાય તેટલું નુકશાન થયેલ છે.

      નર્મદાના નીચાણ વિસ્તારના ભરૂચ અને નર્મદા જીલ્લાના ગામો માટે પુર નિયંત્રણ ખાસ યોજના બની હતી પરંતુ ગુજરાતની સરકારે તેનો અમલ કર્યો નથી. આજે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં પાણી ભરાયા છે. કોઈ મદદ સરકારની નથી. ગામોમાં લાઈટ પણ નથી.

      ઉત્તરાખંડમાં જઇને થોડી પળોમાં ૧૫૦૦૦ને બચાવી લાવ્યાનો દાવો કરનાર રેમ્બો છે ક્યાં? ગુજરાતમાં અતિવૃષ્ટિ થી લોકો ત્રસ્ત છે અને ગુજરાતના મુખ્યમંત્રી PM ના સ્વપ્ન જોવામાં મસ્ત છે.

 ————————————————————————