Press Note Guj. Dt: 27.06.2017 સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારીયાદી તા.૨૭.૦૬.૨૦૧૭
- મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કામ મેઇક ઇન ઇન્ડિયાનું મર્ડર કરવાનું.
- સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર.
- સિરામિક ઉદ્યોગમાં ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી ભાજપ સરકારે ખુબ મોટા વહીવટથી મુક્તિ આપી.
- મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કૃત્ય ભારતીય ઉદ્યોગો મરી પરવારે અને આયાતકારો માલામાલ થાય તેવું.
- સોડા એશ ઉદ્યોગોમાં લાખોને રોજગાર મળે છે. ત્યારે આ ઉદ્યોગોને બચાવવા કોંગ્રેસ સરકારે એન્ટી ડમ્પીંગ ડ્યુટી તા. ૦૩/૦૭/૨૦૧૨માં નાખી હતી.
- ઘરેલું ઉદ્યોગો ભાંગી પડે અને આયાતકારો માલામાલ થાય તે માટે ભાજપ સરકાર એન્ટી ડમ્પીંગ હટાવવા તૈયાર.
- સોડા એશનું ઉત્પાદન સૌથી વધારે ગુજરાતમાં થાય છે તેથી એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવવાથી સૌથી વધારે નુકશાન ગુજરાતને.
- એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવવા માટે મીડ ટર્મ રીવ્યુ કરી ભાજપ સરકારે કરેલ નિર્ણયને હાઈકોર્ટે રદબાતલ કર્યો.
- સંજોગો બદલાયેલ ન હોવા છતાં માત્ર આયાતકારોના, વચેટીયાઓના ફાયદા માટે ભાજપ સરકાર એન્ટી ડમ્પીંગ ડયુટીની મુદત વધારવા માંગતી નથી.
- ચાઈના, પાકિસ્તાન અને અમેરીકાથી સોડા એશ ઠલવાશે અને દેશના ઉદ્યોગો બરબાદ થશે.
મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપની કેન્દ્ર સરકાર ભારતીય ઉદ્યોગોને ભાંગી નાખવાની નિતી ધરાવે છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ. સરકારે ભારતમાં સોડા એશ ઉત્પાદન કરતી ઘરેલું લેબર ઓરીએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝનાં સંરક્ષણ માટે દેશમાં સોડા એશ ઈમ્પોર્ટ કરતા દેશો જેવા કે, ચાઈના, પાકિસ્તાન, યુરોપિયન યુનીયન, કેન્યા, યુક્રેઇન, ઈરાન અને યુ.એસ.એ દેશોમાંથી આવતા સોડા એશ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નોટીફીકેશન નંબર ૩૪/૨૦૧૨ તા:૦૩/૦૭/૨૦૧૨ના નોટીફીકેશનથી પાચ વર્ષ માટે નાખી હતી. ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકાર આવતાની સાથે દેશમાં સોડા એશ ઈમ્પોર્ટ કરતા દેશોના વચેટીયાઓની ચહલ પહલ ભાજપ સરકારના મળતીયાઓ સાથે વધી ગઈ હતી. ભાજપ સરકારે તા:૨૧/૦૭/૨૦૧૬ના એન્ટી ડમ્પીંગ ડયુટીને ઉઠાવવા મીડ ટર્મ રીવ્યુ કરવા જાહેરાત કરી દીધી. કોઈ બદલાયેલ સંજોગો ન હતા કે કોઈ પણ વ્યાજબી કારણો ન હતા છતાં ડીસ્કલોઝર સ્ટેટમેન્ટ તા:૧૪/૦૯/૨૦૧૬ થી સરકારે બહાર પાડ્યું અને કોમેન્ટ્સ આપવા માત્ર ચાર જ દિવસ આપ્યા. એ પછી અગાઉથી જ નક્કી ડીઝાઈન મુજબ તા:૨૩/૦૯/૨૦૧૬ના ફાઈનલ ફાઈન્ડીંગ ઇસ્યુ કરી દીધું અને તા:૨૨/૧૨/૨૦૧૬ના નોટીફીકેશન બહાર પડ્યું કે તા:૦૩/૦૭/૨૦૧૨ના રોજ જે સોડા એશ ઈમ્પોર્ટ કરવા પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવવામાં આવેલ છે તેને પરત ખેચી લેવામાં આવે છે. સરકારનો આ નિર્ણય શુધ્ધ બુધ્ધી કે શુધ્ધ દાનતનો ન હતો. ઘરેલું ઉદ્યોગો કે જેનાથી અનેક મજદુરોને રોજી મળે છે તેનાં માટે ઘાતક હતો. આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ. ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે જુદી જુદી પીટીશનો SCA/૧૬૪૨૬/૨૦૧૬, SCA/૧૬૪૨૭/૨૦૧૬ અને SCA/૧૬૪૨૯/૨૦૧૬ નો આખરી નિકાલ કરતા સરકારે એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવી લેવાનો નિર્ણય કરેલ તેને રદબાતલ જાહેર કર્યો. આમ ન્યાયાલયે દેશના ઘરેલું ઉદ્યોગ અને ખુબ જ મોટી રોજગારી મેળવતા કામદારોના હિતનું રક્ષણ કર્યું. હવે જુલાઈ–૨૦૧૭મા એન્ટી ડમ્પીંગ ડયુટીની પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય છે. તેને ફરી પાંચ વર્ષ લંબાવવાની દિશામાં ભાજપની સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. ખરેખર કોઈ સંજોગો બદલાયા નથી. અનેક મજદુરોની રોજી રોટી, પૂરી પાડતા ઉદ્યોગોને બચાવવા હોય તો પુનઃ પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવવી જ જોઈએ.
આપણા દેશમાં નેચરલ ( કુદરતી) સોડા એશ મળતો નથી માટે સિન્થેટીક સોડા એશ બનાવતા ઉદ્યોગો છે. જેમાં ખુબ મોટા પ્રમાણમાં કામદારોને રોજી રોટી મળે છે. સોલ્ટ અને લાઇમસ્ટોનના રો-મટીરીયલથી ભારતમાં બનતા સોડાએશમાં રો-મટીરીયલ મોટા પ્રમાણમાં વપરાય છે. જેથી ખુબ મોટા પ્રમાણમાં રોજી મળે છે. જ્યારે વિદેશોમાં કેટલીક જગ્યાએ જમીનનાં પેટાળમાંથી સીધુ જ સોડા એશ પ્રાપ્ત થાય છે. જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી ન રખાય તો આપણા દેશના કારખાના ટકી જ ન શકે. ચાઈના જેવા દેશ ૩૦ મિલિયન ટનનું પ્રોડેકશન કરે છે જ્યારે આપણા દેશમાં માત્ર ૩ મિલિયન ટનનું પ્રોડેકશન થાય છે. માટે જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી ન હોય તો આપણા સોડા એશના ઉદ્યોગોનું ટકવું સંભવ નથી.
સોડા એશ સૌથી વધારે ગુજરાતમાં ઉત્પન્ન થાય છે અને ખુબ મોટા પ્રમાણમાં ગુજરાતના કામદારો રોજી મેળવે છે. જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી નહિ રહે તો લાખો કામદારો બેકાર થશે.
સોડા એશ એ ગ્લાસ મેન્યુફેક્ચરીંગ, ઉદ્યોગો સાબુ, ડીટરજન્ટ, સીલીકેટ તથા સોડીયમ બેઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં વપરાય છે. જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી નહિ લંબાવાય તો મેઇક ઇન ઇન્ડિયા એ માત્ર જુમલો જ બની રહેશે.
મોરબી ખાતેનો સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રોજીરોટી આપે છે તેમજ સૌરાષ્ટ્રનો મહત્વનો ઉદ્યોગ છે. ભાજપની કેન્દ્ર સરકારે તા. ૦૮ એપ્રિલ,૨૦૧૭ના જાહેરનામાથી ચાઈનાની ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી મુક્તિ આપવાનો નિર્ણય કરી ને ખુબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે. ચાઈનાની ન્યુ ઝોંગ યોન સિરામિક , ફોશન હેનરી ટ્રેડિંગ કંપની, ફોશન વોર્સેટર ટ્રેડર્સ કંપની, અને ફોશન ન્યુ પર્લ ટ્રેડ કંપનીને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
દુનિયાના દેશોમાં ટ્રેડ ચાર્જિસ (માલ પરિવહન ખર્ચ) ગણતરીમાં લેવામાં આવે છે. જયારે આપણા દેશમાં માલ પરિવહન ખર્ચ ગણતરીમાં ન લેવાથી સ્થાનિક ઉદ્યોગોને ન કલ્પી શકાય તેવું નુકશાન.
કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે, (૧) સોડા એશ અને સિરામિક ઉદ્યોગોને બચાવવા માટે સંપૂર્ણ એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાડવામાં આવે. (૨) ટ્રેડ ચાર્જિસ (માલ પરિવહન ખર્ચ) ગણતરીમાં લેવામાં આવે. (૩) એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં ભાજપ સરકારે કરેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ સુપ્રીમકોર્ટની દેખરેખ નીચે કરાવવામાં આવે.
—————————————————————————————————————–