Close

September 27, 2011

Press Note Guj Dt: 27/09/2011 on Urea Fertilizer

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                      તા.ર૭.૦૯.ર૦૧૧

 

  • ગુજરાતમાં માંગણી કરતાં પણ વધારે ખાતર કેન્‍દ્ર સરકાર ફાળવે છે, પરંતુ ભાજપના નેતાઓ ખાતર ખેડૂતો સુધી પહોંચવા દેતા નથી.
  • કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે ગુજરાતને માત્ર ૧૬ લાખ ટન ખાતર મળતુ.
  • કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્‍યારે  ગુજરાતને ૩૮ લાખ મેટ્રીક ટન ખાતર મળે છે.
  • ગુજરાત સરકારે પોતેજ પ્રશ્નોતરીમાં સ્‍વીકાર્યુ હતું કે, કોંગ્રેસની આગેવાની વાળી કેન્‍દ્રની સરકારે માંગ્‍યા કરતાં વધારે યુરીયા ખાતર ગુજરાતને આપ્‍યું.
  • ખેડૂતોના ખાતર પર ૪ ટકા વેટ અને એક ટકો સરચાર્જ ભાજપની ગુજરાત સરકાર લે છે.
  • ગુજરાતના ખેડૂતોને કેન્‍દ્ર સરકાર તરફથી છેલ્‍લાં ત્રણ વર્ષમાં ૧પ હજાર કરોડની ખાતર પર સબસીડી.
  • કેન્‍દ્ર સરકાર  યુરીયાની એક થેલીએ રુ.પ૦૦, ડી.એ.પી.ની એક થેલીએ રુ.૯૮૮ તથા પોટાશ ખાતરની એક થેલી રુ.૮૦૩ની સબસીડી આપે છે.

        ગુજરાત વિધાનસભામાં આજે છેલ્‍લાં દિવસનાં પ્રસ્‍તાવની ચર્ચામાં ભાગ લેતાં વિરોધપક્ષના નેતાશ્રીએ આંકડાકીય માહિતીઓ સાથે એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાતમાં ખેડૂતો માટેના ખાતરની બાબતમાં ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકારે ગુજરાતને સૌથી મોટો અન્‍યાય કર્યો હતો. કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.ની સરકાર આવ્‍યા બાદ ગુજરાતને સૌથી વધારે ખાતર આપવામાં આવ્‍યું છે. ગુજરાત સરકારના મળતીયાઓ ખાતર ખેડૂતો સુધી પહોંચે તેના બદલે રાસાયણિક અને અન્‍ય ઉદ્યોગોને કાળા બજારમાં ખાતર વેચી મારે છે. ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં સંપૂર્ણ અનદેખી કરે છે. દેશના મોટા ભાગના રાજ્યો ખાતર ઉપર કોઇપણ જાતનો વેટ કે અન્‍ય કર લેતાં નથી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ખાતર ઉપર ૪ ટકા વેટ અને એક ટકાનો વધારાનો સરચાર્જ ખેડૂતો પર લાદવામાં આવ્‍યો છે.

        જયારે કેન્‍દ્રમાં ભાજપની આગેવાની એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે ગુજરાતને ર૦૦૧-૦રમાં માત્ર ૧૬,૮૮,૩૪૬ મેટ્રીકટન ખાતર મળેલું હતું. ર૦૦ર-૦૩માં ૧૪,૪૧,૩૪૦ મેટ્રીકટન ખાતર મળેલું હતું.કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.ની સરકાર આવ્‍યા બાદ ગુજરાતને ખાતરની ફાળવણીમાં અનેકગણો વધારો થયો છે. ર૦૦૮-૦૯માં ગુજરાતને ૩૩,૪પ,ર૬૩ મેટ્રીક ટન ખાતર ફળવાયેલું છે. ર૦૦૯-૧૦માં ૩૩,૩૬,પર૭ મેટ્રીક ટન ખાતર ફળવાયુ હતું. ર૦૧૦-૧૧માં ૩૮,૭૯,ર૩૩ મેટ્રીક ટન ખાતર ફળવાયું. વિરોધપક્ષના નેતાએ ગુજરાત વિધાનસભાની જ તા.ર૮.ર.ની પ્રશ્નોતરીના પ્રશ્ન ક્રમાંક ૩રને ટાંકીને જણાવ્‍યું હતું કે, ગુજરાત રસકારે પોતે જ વિધાનસભામાં જવાબ આપતાં સ્‍વીકાર્યુ હતું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.સરકારના સમયમાં એક વર્ષ પહેલાંની સ્થિતિએ ગુજરાતે ૧૭,ર૦,૦૦૦/ મેટ્રીક ટન યુરીયા ખાતરની માંગણી કરી હતી અને તેની સામે કેન્‍દ્ર સરકારે ૧૮,૮,૪૧૭ મેટ્રીક ટન એટલે કે, માંગ્‍યા કરતાં પણ વધારે ખાતર ગુજરાતને આપ્‍યુ હતું. આજ બતાવે છે કે, માંગ્‍યા કરતાં પણ વધારે કેન્‍દ્ર સરકાર આપે છે, પરંતુ ગુજરાતની ખેડૂત વિરોધી સરકાર આ ખાતર કાળા બજારમાં ઉદ્યોગકારોને આપી દે છે અને ખેડૂતો પરેશાનીનો ભોગ બને છે. ગુજરાતને છેલ્‍લાં ત્રણ વર્ષમાં સબસીડી પેટે જ ૧પ૦૦૦ કરોડ રુપિ‍યા ચૂકવેલાં છે. આ રકમ જયારે કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે સમગ્ર દેશને પણ સબસીડી પેટે ચુકવાતી ન હતી.

        કેન્‍દ્ર સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને રાજ્યની માંગણી કરતાં પણ વધારે ખાતર જે ફળવાયું છે તેના આધારભૂત આંકડાઓ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્‍યા હતાં જે નીચે મુજબના છે.

ગુજરાતમાં રાસાયણિક ખાતરોની ઉપલબ્‍ધતા.

વર્ષ

( લાખ ટનમાં)

યુરિયા

ડીએપી

એમઓપી

મિશ્ર

જરુરિયાત

ઉપલબ્‍ધતા

જરુરિયાત

ઉપલબ્‍ધતા

જરુરિયાત

ઉપલબ્‍ધતા

જરુરિયાત

ઉપલબ્‍ધતા

ર૦૦૯-૧૦

૧૮.૭પ

૧૮.ર૧   

૮.૦૦   

૭.૬૪   

ર.૩૦    

ર.૮૬    

૪.૭ર   

૪.ર૦

ર૦૧૦-૧૧

૧૯.પ૦ 

ર૧.૯૬  

૮.૪૦   

૮.૧૧    

ર.૩૦    

ર.૦ર   

૪.૮૩   

૬.૬ર

ર૦૧૧-૧ર

(ર૬.૯.૧૧ની સ્થિતિએ)

૧૧.૦૦  

૧૦.૩ર  

૪.૮૦   

૩.૬પ   

૧.૧૦    

૦.૭૩   

ર.૬૦   

૩.ર૪

    ઉપરોકત સ્થિ‍તિએ રાસાયણિક ખાતરોનો ઉપલબ્‍ધ જથ્‍થો ગુજરાતના ખેડૂતોની સરેરાશ જરુરિયાત જેટલો જ છે. યુરીયાની ૧૮.૭પ લાખ ટન જથ્‍થાની જરુરિયાત સામે ૧૮.ર૧ લાખ ટન જથ્‍થો ફાળવેલ હતો. ડીએપીના ૮.૦૦ લાખ ટન જથ્‍થાની સામે ૭.૬૪ લાખ ટન જથ્‍થો ફાળવેલ છે. આમ, ગુજરાતના ખેડૂતોને પૂરતો જથ્‍થો ફાળવેલ હોવા છતાં રાજ્ય સરકારે વિતરણ વ્‍યવસ્‍થા અને ટ્રાન્‍સપોર્ટની વ્‍યવસ્‍થા ન કરતાં સમયસર ખાતરો ખેડૂતોને પહોંચાડવામાં ક્યાંક વિલંબ થયો છે.

 

  • હાલ ભારતની યુપીએ સરકાર યુરિયાની એક થેલીએ રુ. પ૦૦ ડીએપીની એક થેલીએ રુ. ૯૮૮ તથા પોટાશ ખાતરની એક થેલીએ રુ. ૮૦૩ની સબસીડી આપે  છે. એક વર્ષમાં ભારતના ખેડૂતોને માત્ર રાસાયણિક ખાતરમાં જ રુ. ૯પ હજાર કરોડની સબસીડી મળી છે. જ્યારે એનડીએના શાસનમાં વાર્ષીક ૮ થી ૧૦ હજનાર કરોડની જ સબસીડી રાસાયણિક ખાતરો ઉપર અપાઇ હતી. ગુજરાતના ખેડૂતોને ર૦૦૮-૦૯માં ૭ર૯૦ કરોડ, ર૦૦૯-૧૦માં ૩૦૧૯ કરોડ તથા ર૦૧૦-૧૧માં ૪૮૬૪ કરોડની સબસીડી ભારત સરકારે ચૂકવી હતી.
  • ભારત સરકારે દેશના ૪ રાસાયણિક ખાતરોના પ્‍લોટને રુ. ૧,ર૦૦ કરોડના ખર્ચે મોર્ડનાઇઝેશન કરવા માટે ૧૦૦ ટકા સહાય કરેલી છે. તેમાં બે પંજાબ, એક હરિયાણા તથા ગુજરાતના નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ લી.નો સમાવેશ થાય છે. આ પ્‍લાન્‍ટનું માન. મુખ્‍યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યુ ત્‍યારે આભાર માનવાને બદલે ભારત સરકારની ટીકા કરી હતી.
  • ભારત સરકારની સબસીડી ઉપરાંત હિમાચલ પ્રદેશની સરકાર પોતાના ખેડૂતોને વધારાની સબસીડી આપે છે. પરંતુ ગુજરાત સરકાર તો ભારત સરકારની સબસીડીયુક્ત ખાતર ઉપર પ ટકા વેટ ઉઘરાવે છે.
  • ગુજરાત સરકારની માલિકીના જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના બે કારખાનાઓનું ઉત્‍પાદિત ખાતર ભારત સરકારની સબસીડી લેવાની લાલચે ગુજરાત સરકાર બીજા રાજ્યોમાં વેચવા દે છે. ગુજરાત સરકારે આ બન્‍ને કારખાનાઓમાં ઉત્‍પાદિત થતા ખાતરને સબસીડીની લાલચના પુલમાં બીજા રાજ્યોને આપવાને બદલે સબસીડી જતી કરીને ગુજરાતના ખેડૂતોને આપવું જોઇએ. આ બન્‍ને કારખાનાનું ખાતર ગુજરાતના ખેડૂતોને અપાય તો ખાતરની કોઇ બુમ રહે નહીં.

         વિધાનસભામાં બોલતાં વિરોધપક્ષના નેતાશ્રીએ ગુજરાત સરકાર તરફથી ડાયરેકટર ઓફ એગ્રીકલ્‍ચર દ્વારા લખાયેલાં પત્રને રજૂ કરીને ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. આ પત્ર ક્રમાંક ર૬૮૧૯/ર૦/ર૦૧૧માં ગુજરાત સરકાર તરફથી સ્‍વીકારવામાં આવ્‍યું છે કે, ર૦૧૦-૧૧માં ગુજરાત સરકારે માંગેલા જથ્‍થા કરતાં ૩૧,૭૭૭/- મેટ્રીક ટન ડી.એ.પી. કેન્‍દ્ર સરકારે વધારે ફાળવ્‍યું છે અને આ માટે આભારની લાગણી પણ પત્રમાં વ્‍યક્ત કરવામાં આવેલ છે. આમ સત્‍ય હકીકતથી વિપરીત વાતનું નિરુપણ ભાજપ કરે છે તે સાબિત થયું હતું.

        ભાજપના મળતીયાઓ દ્વારા ખાતરના જે કાળા બજાર થાય છે તેના કારણે ખેડૂતોને સહન કરવું પડે છે. તાજેતરમાં વાપી જી.આઇ.ડી.સી. ખાતે કાળા બજાર માટે લઇ જવાતું સરકારી સબસીડીવાળુ  ૮ લાખ રુપિ‍યાની કિંમતનું ખાતર જપ્‍ત કરવામાં આવ્‍યુ હતું. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરતાં તપાસમાં જાણવા મળ્યું કે, આ ખાતર ખેડૂતો માટેનું સબસીડીવાળુ હતું. તેજ રીતે વાપી વૈશાલી ચાર રસ્‍તા પાસે, તથા જી.આઇ.ડી.સી. ફોરફેથ વિસ્‍તારની આર.કે.કમ્‍પાઉન્‍ડમાં છાપો  મારતાં ત્‍યાંથી ર,૮પ૮ યુરીયા ખાતરની થેલીઓ તાજેતરમાં પકડાઇ છે. આવા અનેક સ્‍થળે ખાતરના કાળા બજાર ચાલી રહ્યાં છે અને તેમાં ભાજપના જ આગેવાનોની સીધી સંડોવણી.

—————————————————————————————————————-