Close

September 5, 2015

Press Note Guj Dt: 27/09/2015

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                     તા. ૨૭.૦૯.૨૦૧૫

 

     ગઈ કાલે બનેલી અત્યંત દુઃખદ ઘટના કે જેમાં નવયુવાન ઉમેશ પટેલે કરેલી આત્મહત્યાના સંદર્ભે પ્રતિભાવ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે માનવ જીવન ખુબ જ મૂલ્યવાન છે. પાટીદાર યુવાનો અને તમામ ગુજરાતીઓને અનુરોધ છે કે આવુ અંતિમ પગલું કોઈ ન  ભરે. ગુજરાત સરકાર પણ અહંકાર ન રાખે પરંતુ ગુજરાતના યુવાનોની મનસ્થિતિ કેમ વિહવળ બની છે તેનો વિચાર કરે. ન્યાયાલયો પણ માને છે કે, મરતા સમયે કોઈ પણ વ્યક્તિ જુઠ્ઠું ન બોલે. ડાઈંગ ડેકલેરેશન (મરતા સમયની નોંધ) ને આખરી ગણવામાં આવે છે. ઉમેશ પટેલે ડાઈંગ ડેકલેરેશન (મુત્યુ સમયનો પત્ર) લખી ને પોતાની આત્મહત્યા માટે કારણો જણાવ્યા છતાં ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે પોલીસ તપાસ કરવામાં આવશે અને પછી જ આત્મહત્યાનું કારણ જાણવા મળશે.

       ગુજરાતમાં ઘણા લાંબા સમયથી સરકારી નોકરીઓમાં ભરતી જ નથી થતી. હાલમાં  થયેલ ભરતીઓમાં ભયંકર ભષ્ટ્રાચાર થયો છે. તલાટીની ફિક્સ પગારની નોકરી માટે તેર લાખ યુવાનોએ ફોર્મ ભરેલા. નોકરી લાયકાતવાળાને મળવાના બદલે પંદર-પંદર લાખ લેનાર ભાજપના દલાલો પકડાયા. GPSC ની ભરતીમાં છબરડાઓ જાહેર થયા. ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે તેનો પુરતો પગાર આપો છતાં સરકાર ફિક્સ પગાર આપે છે. આઉટ સોર્સિંગના નામે માનીતા માલામાલ થાય છે અને યુવાનોનું દમન થાય છે. શિક્ષણનું વ્યાપારિકરણ થયું છે. આરટીઈનો કાયદો હોવા છતાં શિક્ષણમાં ખુલ્લી લુંટ ચલાવવા માટે કાયદાનો અમલ નથી થતો. ભાજપના વર્ષોથી ચાલતા ગુજરાતના શાસનમાં એક પણ નવી સરકારી કોલેજ શરૂ થયેલ નથી. સેલ્ફ ફાઇનાન્સના નામે શિક્ષણનો ધંધો ચાલે છે. સરકારે તાજેતરમાં જાહેર કરેલ પેકેજ દાઝ્યા પર ડામ જેવું છે. ૯૦ પર્સન્ટાઈલ થી ઉપરના વિદ્યાર્થીઓને તો આમ પણ સરકારી બેઠકો મળે છે. પાઠ્યપુસ્તકો મોટા ભાગના બાળકોને સરકારી શાળામાં કેન્દ્ર સરકારની સર્વ શિક્ષા અભિયાન યોજનામાંથી મળે જ છે. બાર સાયન્સમાં ૯૦ ટકા પર્સન્ટાઈલ ઉપરના માત્ર સાતેક હજાર જ વિદ્યાર્થીઓ છે. તેમાં પણ માસિક ૩૭ હજાર થી ઓછી આવક હોય તેને લાભ મળવાનો હોય તો તે હાસ્યાસ્પદ છે. એન્જીનીયરીંગમાં તો હજારો બેઠક ખાલી છે. ભૂતકાળમાં હીરા ઉદ્યોગના કારીગરો માટે બાર સો કરોડનું પેકેજ જાહેર કરેલું પણ કોઈને એક પણ રૂપિયો નથી મળ્યો. આવા જ પેકેજ વન બંધુ કલ્યાણ, સાગર ખેડુ,અતિવૃષ્ટિના ખેડૂતોના પેકેજ, જીલ્લે-જીલ્લે જાહેર કરેલ પેકેજ, સદભાવના પેકેજ, બટાટાના ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટ પેકેજ વગેરે કાગળ પર જ છે. સરકારની આ માનસિકતા યુવાનોમાં હતાશા પેદા કરે છે અને આત્મહત્યા જેવા અંતિમ પગલાં ગુજરાતમાં ભરાય છે.    

———————————————————————————–