Close

July 28, 2018

Press Note Guj. Dt: 28.07.2018 છારા કોમ્યુનીટી ઉપર દમન.

 

Click Here to view/download the Press Note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી

અખબારીયાદી                                                                    તા.૨૮.૦૭.૨૦૧૮

 

અમદાવાદના છારાનગરમાં રહેતા ગરીબ અને સામાન્ય પરિવાર ઉપર વિના કારણે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ આતંક કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહિ. કોઈપણ જ્ઞાતિમાંથી કોઈ એ પણ ગુન્હો કર્યો હોય તો એ ગુન્હેગારની સામે જરુર કાર્યવાહી થાય પરંતુ પોલીસના ધાડા લઈ જઈને સમગ્ર જ્ઞાતિ પર અત્યાચાર એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહિ.  છારનાગરમાં એક પ્રાકારનો આતંક ઉભો કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાની તેમજ વાહનો અને ગરીબ લોકોના જીવન નિર્વાહના સામાન્ય સાધનોને તોડી નાખવાની શર્મનાક ઘટના ગઈકાલે બની હતી.

કોંગ્રેસપક્ષ તરફથી એ માંગણી કરવામાં આવે છે કે, જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ લોકોને જે પણ નુકશાન થયું છે તે નુકશાનીનું વળતર ચુકવવામાં આવે.

છારાનાગરમાં રહેતા વર્તમાન પત્રોના ફોટોગ્રાફર, ખુબ જ સારા નાટ્ય કલાકાર કે વકીલ જેવા પ્રતિષ્ઠિત અને નિર્દોષ વ્યક્તિઓને પણ બેફામ માર મારવામાં આવેલ છે. અને પ્રોર્પટીને નુકશાન કરવામાં આવ્યું છે તેના સામે સરકારે જાગૃત બનીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબ વિરોધી માનસિકતાના કારણે આ બનાવમાં આંખ આડા કાન કરીને બેસી રહી છે તે ચાલવી શકાય નહિ.

 

————————————————————————————–