Close

February 28, 2011

Press Note Guj Dt: 28/02/2011 on Compulsory Voting

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                              તા.ર૮/૦ર/ર૦૧૧

 

  • સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓમાં પ૦ ટકા મહિલા અનામત કોંગ્રેસની નીતિને અનુરુપ હોય વિધાનસભામાં કોંગ્રેસપક્ષે  મહિલા અનામતને આપેલù ટેકો.
  • ફરજીયાત મતદાન બંધારણીય મૂળભૂત અધિકારોથી વિરુધ્‍ધ.
  • વિધાનસભામાં માન.મુખ્‍યમંત્રીશ્રી એક મતદાર હોવા છતાં ગૃહમાં મતદાન સમયે ભાગ્‍યેજ હાજર રહે છે. તેમને શુ અધિકાર છે કે રાજ્યના મતદારોને મતદાન માટે ફરજ પાડે.
  • મહિલાઓ માટે અનામતની જોગવાઇ કરવા બંધારણીય સુધારો કરીને પહેલ કરનાર સ્‍વ.રાજીવ ગાંધી હતાં.
  • જે દેશોએ ફરજીયાત મતદાનનો અખતરો કર્યો હતો તેઓ પણ ફરજીયાત મતદાનમાંથી પરત ફરી રહ્યાં છે.
  • ફરજીયાત મતદાનનો તઘલખી સુધારો મહિલા અનામત સાથે મૂકીને ભા.જ.પ સરકાર સમગ્ર બિલને ખોરંભે પાડી મહિલાઓને અન્‍યાય કરવા માંગે છે.
  • મહિલા કલ્‍યાણ માટે કેન્‍દ્રમાંથી આવેલા પ૦૦ લાખ રુપિ‍યા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ પોતાના ભાષણો કરવામાં વાપરી નાખ્‍યા.

માનનીય રાજ્યપાલશ્રીએ મહિલા અનામત બિલ અલગ રીતે રજુ કરવા અને ફ‍રજીયાત મતદાન બંધારણીય રીતે ઉચિત ન હોઇ પુનઃ વિચારણા કરવા જણાવેલું હોવા છતાં ગુજરાતની ભા.જ.પ.ની સરકારે મહિલા અનામત અને ફરજીયાત મતદાનનું વિધેયક બહુમતિના જોરે વિધાનસભામાં પસાર કરીને લોકશાહી બંધારણીય વ્‍યવસ્‍થાનું અપમાન કરેલ છે.

ગુજરાત વિધાનસભામાં  આજે વિધેયક ક્રમાંક-ર૩ દાખલ થયેલું હતું. આ વિધેયક દ્વારા મહિલાઓને પ૦ ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી હતી. કોંગ્રેસપક્ષના સભ્‍યોએ મહિલા અનામતની જોગવાઇઓને સમર્થન આપ્‍યું છે. મહિલા અનામતની જોગવાઇઓ સાથે કોઇપણ કારણ વગર ફરજીયાત મતદાન માટેની જોગવાઇ ભા.જ.પ.ની સરકારે દાખલ કરવાનો તઘલખી નિર્ણય કરેલો અને તેથી કોંગ્રેપક્ષે તેનો વિરોધ કરેલો છે. બંધારણની નાગરિક સ્‍વાતંત્રતાથી તદ્દન વિરુધ્‍ધ ફરજીયાત મતદાનની જોગવાઇઓ છે. દેશની પાર્લામેન્‍ટે પણ તેની વિચારણા કરી છે તેવા દિનેશ ગૌસ્‍વામી કમિટીના રીપોર્ટમાં ફરજીયાત મતદાન વાસ્‍તવિક નહીં હોવાનો ઉલ્‍લેખ છે. ફરજીયાત મતદાનની નકારાત્‍મક અસર માત્ર ગ્રામ્‍ય વિસ્‍તારોના ગરીબ, મધ્‍યમ વર્ગ, આદિવાસી અને દલિતોને થશે. કાયદાની જોગવાઇઓ મુજબ શ્રીમંત માણસ પરદેશ ગયો હોય કે રાજ્યની બહાર હોય તો તેને ફરજીયાત મતદાનમાંથી મુક્તિ મળી જાય છે પણ ગરીબ માણસ ગામતરે ગયો હોય તો તેને શિક્ષા કરવાની જોગવાઇ છે. દુનિયામાં થોડા દેશોએ ફરજીયાત મતદાનનો અખતરો કર્યો હતો. પરંતુ પસ્‍તાઇને તેમાંથી પાછા ફરી રહ્યાં છે. ઓસ્‍ટ્રીયામાં ૧૯ર૯માં પ્રેસીડેન્‍સીયલ ઇલેકશનમાં અને સન-૧૯૪૯થી રાજ્યમાં સંસદની ચૂંટણીમાં ફરજીયાત મતદાનનો કાયદો આવેલો હતો. પરંતુ અનુભવે ઓસ્‍ટ્રીયાને લાગ્‍યુ કે લોકશાહી માટે ફરજીયાત મતદાન નુકશાનકર્તા છે. કોઇને જબરજસ્‍તીથી મતદાન કરવા મોકલવાથી જાગૃત મતદારોને સમજણપૂર્વકના અવાજને અન્‍યાય થઇ જાય છે. તેમજ લોકશાહીના મૂળભૂત સિધ્‍ધાંતો અને અધિકારનો ભંગ થાય છે. ઓસ્‍ટ્રીયાએ સન-૧૯૮ર થી ર૦૦૪ વચ્‍ચે તબકકાવાર પોતે જે ફરજીયાત મતદાન કાયદો બનાવ્‍યો તેને રદ કરેલ છે. આમ ઓસ્‍ટ્રીયા જેવા દેશે ફરજીયાત મતદાનનો કાયદો બનાવ્‍યો પણ તેને રદ કરવો પડ્યો છે. નેધરલેન્‍ડ(હોલેન્‍ડ)એ ૧૯૧૭માં ફરજીયાત મતદાનનો કાયદો કર્યો હતો પરંતુ અનુભવે કાયદો યોગ્‍ય ન હોય સન-૧૯૭૦માં ફરજીયાત મતદાનનો કાયદો રદ કર્યો છે. સ્‍પેન દ્વારા સન-૧૯૦૭ થી ૧૯ર૩ વચ્‍ચે ફરજીયાત મતદાનનો કાયદો કરેલો પરંતુ તેને લાગુ કરવો યોગ્‍ય ન જણાતાં તેને લાગુ કરવામાં આવ્‍યો નહીં. ઓસ્‍ટ્રેલીયામાં પણ ફરજીયાત મતદાનની વિરુધ્‍ધ મોટા પાયે મુવમેન્‍ટ ચાલી રહી છે.

        દેશની સંસદમાં ખાનગી સભ્‍યો દ્વારા ફરજીયાત મતદાનનું બિલ દાખલ થયેલું. પરંતુ તેને પણ દેશની સંસદે અમાન્‍ય ઠરાવેલું છે.

        ગુજરાતમાં મહિલાઓના કલ્‍યાણ માટે ભૂતકાળમાં તમામ ક્ષેત્રે મફત શિક્ષણ મહિલાઓને મળે તેવી વ્‍યવસ્‍થા કોંગ્રેસની સરકારે હતી. પરંતુ આજે ગુજરાતમાં શિક્ષણનું વ્‍યવસાયીકરણ થઇ રહ્યું છે અને મહિલાઓને મફત શિક્ષણની વાત ગુજરાતની ભા.જ.પ સરકારે અભરાઇએ ચડાવી છે. ગુજરાતમાં મોટા પાયે ભ્રુણ હત્‍યા થાય છે અને ખરા અર્થમાં બેટી બચાવ માટે સરકારનું કોઇ આયોજન નથી.

ભારતના બંધારણના અનુચ્‍છેદ ૧૯(૧)(ક)માં અભિવ્‍યકતીની સ્‍વતંત્રતા દર્શાવેલી છે. આ બંધારણીય અધિકારમાં કોની તરફેણમાં પોતાનો મત નહીં આપવાની મતદારની અભિવ્‍યકિતનો પણ અધિકાર સમાયેલો છે. ફરજીયાત મતદાન દ્વારા આ બંધારણીય અધિકારનો પણ ભંગ થાય છે.

        સરકારી તંત્ર દ્વારા  મતદારોને મતદાન સ્‍લીપમાં એટલે કે, મતદાર કયાં નોંધાયેલ છે અને તેઓએ કઇ જગ્‍યાએ કઇ તારીખે મત આપવાનો છે તેની સ્‍લીપબુક હાલ પહોંચાડાતી નથી. સરકારી તંત્ર જો આ વ્‍યવસ્‍થા ન કરી શકતું હોય તો મતદારની ઉપર ફરજીયાત મતદાનની ફરજ પાડવી તે કોઇપણ હિસાબે વ્‍યાજબી નથી.

        મતદાર જો મત ન આપે તો તેને શું શિક્ષા કરવી તે અંગેની કોઇ જોગવાઇ બિલમાં કરવામાં આવી નથી. દંડનીય જોગવાઇ કરવાનો અધિકાર સરકાર પોતાની પાસે કે તંત્ર પાસે રાખે તે કાનૂની રીતે પણ યોગ્‍ય નથી.

———————————————————————————————–